ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ત/ત્રીજી વ્યક્તિ
ત્રીજી વ્યક્તિ
પ્રિયકાન્ત પરીખ
ત્રીજી વ્યક્તિ (પ્રિયકાન્ત પરીખ; ‘પ્રિયકાન્ત પરીખની ૫૧ વાર્તાઓ’, ૧૯૮૭) નીરજ અને સત્યેન અભિન્ન મિત્રો છે. નીરજનાં લગ્ન પછી તેની પત્ની સ્મિતાને સત્યેનની સતત હાજરી ખૂંચે છે અને મૈત્રી એકપક્ષીય બની જાય છે. માતા બન્યા પછી સ્મિતા પુત્ર નિશીથમાં ખોવાઈ જતાં નીરજ અવગણના અનુભવે છે. સત્યેનની સ્થિતિનો અંદાજ આવતાં તે ક્ષમા માગે છે. ઉત્કટ પ્રેમસંબંધમાં ત્રીજી વ્યક્તિ હંમેશાં ખૂંચે- એવું નિરૂપણ સ્પર્શક્ષમ નીવડે છે.
ર.