ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મેરકો
Jump to navigation
Jump to search
મેરકો
મોહમ્મદ માંકડ
મેરકો (મોહમ્મદ માંકડ; ‘મનના મરોડ’, ૧૯૬૧) પરણેતર રળિયાતને પિયરથી ન મોકલતાં મેરકો ઘોડાની હૂંફમાં જિંદગી પસાર કરતો હોય છે. એની પરાકાષ્ઠા ત્યારે આવે છે જ્યારે પોતાના ઘોડાને ખસી કરાયેલો જોતાં એ પોતે પણ નપુંસકતા અનુભવે છે અને રળિયાતને તેડવા જવાનું માંડી વાળે છે. પ્રાણી સાથેની હૂંફથી માંડી એની સાથેના તાદાત્મ્યનાં રૂપો વાર્તામાં અગત્યની કામગીરી કરે છે.
ચં.