ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સદાશિવ ટપાલી
સદાશિવ ટપાલી
ઝવેરચંદ મેઘાણી
સદાશિવ ટપાલી (ઝવેરચંદ મેઘાણી; ‘મેઘાણીની નવલિકાઓ’, ભાગ-૨, ૧૯૩૫) ટપાલી સદાશિવને પોતાની શુક્લ ન્યાતના બ્રહ્મપુત્રોથી કનડગત હતી અને એના મુખી ભવાનીશંકર જાણીબૂઝીને દીકરી મંગળાનું પચાસ વર્ષના પ્રોસિક્યુટર સાથે લગ્ન કરાવી નાખે છે. બધી જ મુશ્કેલીઓનો સામનો કરીને સદાશિવ વિધવા થઈને પાછી ફરેલી મંગળાને પરણે છે - એવા વાર્તાવિષયમાં જ્ઞાતિરૂઢિઓ અને સામાજિક જડતાના તાણાવાણા અગ્રેસર રહ્યા છે.
ચં.