ગુજરાતી નારીસંપદા : કવિતા/પેંડુલમ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પેંડુલમ

દિવ્યા રાજેશ મોદી

એક ભ્રમ કાયમ મને વર્તાય છે,
ક્યાંકથી તારી નજર ડોકાય છે!!

તું સમયની જેમ બસ આગળ વધે,
મારી ગણના પેંડુલમમાં થાય છે!!

કાલ સુધી આગની ઈચ્છા હતી,
આજે મન પાણી તરફ ખેંચાય છે!!

જે રહે છે હાંસિયામાં એમનું,
હાસ્ય કે રુદન કદી વંચાય છે??

***