ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અજિતપ્રભ
અજિતપ્રભ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ચારિત્રસાગરના શિષ્ય. વિજયપ્રભસૂરિના આચાર્યકાળ (ઈ.૧૬૫૪ - ઈ.૧૬૯૩)માં રચાયેલ ૯ કડીની ‘વિજયપ્રભસૂરિ-સઝાય’ (મુ.) તથા ૭ કડીની ‘વિજયદેવસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧ (+સં.) [શ્ર. ત્રિ.]