ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયરંગ વાચક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નયરંગ(વાચક) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની શાખામાં વાચક ગુણશેખરના શિષ્ય. એમણે ‘અર્જુનમાલી-ચરિત્ર/સંધિ’ (ર.ઈ.૧૫૬૫/સં. ૧૬૨૧, જેઠ સુદ ૧૦), ૩૯ કડીની ‘મુનિપતિ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૯/સં. ૧૬૧૫, ફાગણ સુદ ૯), ૫૯ કડીની દુહાબદ્ધ ‘ગૌતમપૃચ્છા’ (ર.ઈ.૧૫૫૭/સં. ૧૬૧૩, વૈશાખ વદ ૧૦), ‘સત્તર ભેદી-પૂજા’ (ર.ઈ.૧૫૬૨/સં.૧૬૧૮, આસો સુદ ૧૦), ૭૧/૭૨ કડીની ‘કેશીપ્રદેશી-સંધિ’, ૧૦૮ કડીની ‘ગૌતમસ્વામી-છંદ’, ૩૩ કડીની ‘ચોવીસજિન-સ્તુતિ’, ૩૧ કડીની ‘કલ્યાણક-સ્તવન’, ૩૫ કડીની ‘જિનપ્રતિમા-છત્રીસી’, ‘કુબેરદત્તા-ચોપાઈ’, ૪ કડીની ‘ગુર્વાવલી’ (મુ.), તથા ૨૦ કડીની ‘અતિમુક્ત સાધુ-ગીત’ એ કૃતિઓ રચેલી છે. એમણે સંસ્કૃતમાં ‘પરમહંસ સંબોધ-ચરિત્ર’ (ર.ઈ.૧૫૬૮) તથા સ્વોપજ્ઞવૃત્તિ (સંસ્કૃત?) સાથે પ્રાકૃતમાં ‘વિધિ-કંદલો’ (ર.ઈ.૧૫૬૯) રચેલ છે. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.) સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારો કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથો કી સૂચી’, અગરચંદ નાહટા.  ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. ડિકેટલૉગભાઈ : ૧૯(૨). [કી.જો.]