ભાવકલશ-૧[સં.૧૬મી સદી] : જૈન. સંભવત: સુમતિવિજયગણિના શિષ્ય. વસ્તુ છંદમાં નિબદ્ધ ‘કૃતકર્મચરિત્ર-રાસ’ના કર્તા. સંદર્ભ : ૧. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સંદોહ’, હીરાલાલ ર. કાપડિયા; ૨. જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]