ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મનજી ઋષિ-માણેકચંદ્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મનજી(ઋષિ)/માણેકચંદ્ર [ઈ.૧૫૯૦માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન કવિ. પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં વિનયકીર્તિના શિષ્ય. પાર્શ્વચંદ્રના શિષ્ય અને સુધર્મગચ્છના સ્થાપક વિજયદેવસૂરિ તથા વિનયદેવસૂરિના ચરિત્રને વિષય બનાવી દુહા અને ચોપાઈમાં રચાયેલો ૨૪૩ કડીનો, ૪ પ્રકાશમાં વિભક્ત, દ્વારિકાના સંઘના તથા સામૈયાનાં સુંદર આલંકારિક વર્ણનવાળો ‘વિનયદેવસૂરિ-રાસ’ (ર.ઈ.૧૫૯૦/સં.૧૬૪૬, પોષ સુદ ૭, મંગળવાર/શુક્રવાર; મુ.) તથા ભાષામાં ક્યાંક ક્યાંક રાજસ્થાનીની છાંટવાળો, ગુરુમહિમાને વર્ણવતો ૧૩ કડીનો ‘પાર્શ્વચંદ્રસૂરિ-ભાસ’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. ઐરાસંગ્રહ : ૩ (+સં.);  ૨. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૨-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૧.[ગી.મુ.]