ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વચ્છરાજ-૨ વત્સરાજ ગણિ
Jump to navigation
Jump to search
વચ્છરાજ-૨/વત્સરાજ(ગણિ) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : વડતપગચ્છ/પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રસૂરિની પરંપરામાં વાચક રત્નચંદ્ર/રત્નચરિત્રના શિષ્ય. દુહા, ચોપાઈ, વસ્તુ છંદ આદિમાં નિબદ્ધ ૧૪૮૪ કડીના ‘સમ્યકત્વકૌમુદી-ચતુષ્પદી/રાસ’ (ર.ઈ.૧૫૮૬/સં.૧૬૪૨, મહા સુદ ૫, ગુરુવાર), જૈન પંચતંત્રકથાની પરંપરા પર આધારિત ૩૪૯૬ કડીની ‘પંચાખ્યાન નીતિશાસ્ત્ર-કથા-કલ્લોલ-રાસ/પંચોપાખ્યાન-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૨/સં.૧૬૪૮, આસો સુદ ૫, રવિવાર) તથા ‘પાર્શ્વચંદ્ર-સઝાય’ના કર્તા. તેમણે શ્લોકબદ્ધ ‘શ્રી શાંતિનાથ-ચરિત્ર’ રચ્યું હોવાનું નોંધાયું છે. સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧; ૨. ગુસામધ્ય; ૩. જૈસાઇતિહાસ; ૪. પંચતંત્ર, સં. ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૯; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. ડિકૅટલૉગબીજે; ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.]