ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પટકથા
Jump to navigation
Jump to search
પટકથા (Scenario/Screen play) : દૃશ્યોમાં અને પાત્રોનાં વર્ણન સહિતની ચલચિત્ર માટે લખાયેલી કથા, વાર્તા કે નાટકનું ચલચિત્રમાં રૂપાન્તર કરવાના હેતુથી આ પ્રકારની કથા લખાય છે. અહીં દૃશ્યરચના અને સંવાદો પર વિશેષ લક્ષ્ય અપાય છે. દૃશ્યોનો ક્રમવાર નિર્દેશ કરાય છે. ધીરુબહેન પટેલની ‘ભવની ભવાઈ’ આ વર્ગમાં આવે.
ચં.ટો.