ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યાજોક્તિ
વ્યાજોક્તિ : પ્રગટ થઈ ગયેલી કોઈ બાબતને બહાના હેઠળ છુપાવવામાં આવે ત્યારે વ્યાજોક્તિ અલંકાર બને. જેમકે “પ્રિયાનો વ્રણયુક્ત અધર જોઈને કોને રોષ ન ચડે? વારવા છતાં ભ્રમરયુક્ત કમળને સૂંઘનારી વામા! ભોગવ હવે!”
જ.દ.