જનપદ/પાર
Jump to navigation
Jump to search
પાર
શઢ લોખંડી ઊડણ પ્રાણ
અવ્વલ પાંખહલેસાં
બત્રીસેય કોઠે લેહદીવા.
રેશમ
પરોઢી ઘંટી
હીરા
નાની ધબકતી રાત
લીલારો
ઘીની નાળ
તારક્સબ અને સોનાંભર્યા જળના જીવ સરખો ઠાઠ.
સૂર્યચન્દ્રતારક નેતા.
ટહુકે ટશિયો
ભાંગી ભોગળ પ્રગટે સોડમ
ભંડકિયાં સ્રવે
એમ આરત બોલે.
એવી આરત આ કાંઠાને પવન કરે.
પવન,
તળના તળમાં ઊતરો લાવામાં.
ઊર્જા પાર જઈ ફૂટો
પંખીપેટા અરુણ ગભારમાં.