મંગલમ્/ભારતના ભડવીરો
ભારતના ભડવીરો
ભારતના ભડવીરો હો શૂરા શૂરવીરો કે રંગીલા રણવીરો
માવડી માગે બલિદાન…(૨)
ભારત ભૂમિ ૫૨ જન્મ ધરી
અન્ન અને પાણી એના પેટભરી
ખાધાં એનાં ફળો મીઠાં ને રસદાર
તેનો બદલો તમે વાળો બનીને રખવાળો…કે રંગીલા રણવીરો
…માવડી૦
યાદ કરો એ શિવાજી
નીડર હતો એ એક ફૌજી
ચાંદબીબી રઝીઆ બાલાજી બાજીરાવ
ચિત્તોડ ગઢનો રાણો કદી ન ગભરાણો… કે રંગીલા રણવીરો
…માવડી૦
આજ તિલક ટાગોર નથી
ગાંધીજી સરદાર નથી
સુભાષ, ભગતસિંહ, શાસ્ત્રી
કે નથી જવાહરલાલ તેથી ના ગભરાવો, જરા ન ડર ખાવો
…કે રંગીલા રણવીરો…માવડી૦