અધીત : પ્રમુખીય પ્રવચનો - ૨/સ્વાધ્યાયને નથી સામા તીર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 37: Line 37:
નરસિંહ વિશેનાં અત્યાર સુધીનાં સંશોધનો ખાસ તો નરસિંહના સમય પરત્વે અને પછી નરસિંહ જીવનમાં બનેલા કહેવાતા ચમત્કારોના અર્થઘટન પરત્વે હતાં. નરસિંહના નામે ‘સૂરત સંગ્રામ' ખેલાયો ત્યારથી નરસિંહની કૃતિઓ વિશેનો દોર શરૂ થયો છે, જે શિવલાલ જેસલપુરા અને રતિલાલ દવે વગેરેમાં અદ્યાપિ ચાલુ છે. આ શોધયાત્રામાં જયંત કોઠારીથી ગરમી અને તાજગી બંને ઉમેરાયાં છે, એમણે સારી એવી સફાઈ કરી છે અને લોકપ્રિય ચરિત્રો વૈજ્ઞાનિક ઢબે ઉકેલવાની નવી દિશા ચીંધી છે.  
નરસિંહ વિશેનાં અત્યાર સુધીનાં સંશોધનો ખાસ તો નરસિંહના સમય પરત્વે અને પછી નરસિંહ જીવનમાં બનેલા કહેવાતા ચમત્કારોના અર્થઘટન પરત્વે હતાં. નરસિંહના નામે ‘સૂરત સંગ્રામ' ખેલાયો ત્યારથી નરસિંહની કૃતિઓ વિશેનો દોર શરૂ થયો છે, જે શિવલાલ જેસલપુરા અને રતિલાલ દવે વગેરેમાં અદ્યાપિ ચાલુ છે. આ શોધયાત્રામાં જયંત કોઠારીથી ગરમી અને તાજગી બંને ઉમેરાયાં છે, એમણે સારી એવી સફાઈ કરી છે અને લોકપ્રિય ચરિત્રો વૈજ્ઞાનિક ઢબે ઉકેલવાની નવી દિશા ચીંધી છે.  
આપણે જયંતભાઈના કામને એક આલેખમાં મૂકી પછી એનું સહેજ વિશ્લેષણ કરીએ :  
આપણે જયંતભાઈના કામને એક આલેખમાં મૂકી પછી એનું સહેજ વિશ્લેષણ કરીએ :  
{{Poem2Close}}<poem>
નરસિંહ-શોધસ્વાધ્યાય : એક આલેખ
નરસિંહ-શોધસ્વાધ્યાય : એક આલેખ
ઈ.સ.  
ઈ.સ.  
Line 51: Line 53:
૧૬૮૧ ‘વિવાહ’ પ્રેમાનંદ
૧૬૮૧ ‘વિવાહ’ પ્રેમાનંદ
૧૬૮૩ ‘મામેરું' પ્રેમાનંદ મુખ્ય છે.
૧૬૮૩ ‘મામેરું' પ્રેમાનંદ મુખ્ય છે.
</poem>{{Poem2Open}}
આ સમયગાળાને જયંત કોઠારી નરસિંહચરિત્રની સાહિત્યસામગ્રીનો પ્રથમ થર કહે છે.  
આ સમયગાળાને જયંત કોઠારી નરસિંહચરિત્રની સાહિત્યસામગ્રીનો પ્રથમ થર કહે છે.  
આ પહેલા થરમાં નરસિંહચરિત્રની આટલી વિગતો મળે છે. નરસિંહ . મહેતા, નાગર, શૈવ, પાછળથી વૈષ્ણવધર્મ સ્વીકાર, માતા-પિતા મૃત્યુ, ભાઈભાભી દ્વારા ઉછેર, કુળને અનુરૂપ વિદ્યાનો અભાવ, માણેક સાથ લગ્ન, ભાભીનું મહેણું, ગૃહત્યાગ, વનમાં અપૂજ શિવાલયમાં તપ, શિવપ્રસન્ન, કૃષ્ણલીલાદર્શન, પાછા આવીને ભાભીનો ઉપકાર, અલગ ઘરસંસાર, વ્યવસાયમાં સંતસેવા અને પ્રભુકીર્તન, પુત્ર શામળદાસ, પુત્રી કુંવરબાઈ, બંનેને પરણાવ્યાં, પુત્રલગ્નમાં પ્રભુની સહાય, થોડા સમયમાં પત્નીપુત્રનાં અવસાન, નરસિંહમાં તીવ્ર વૈરાગ્ય, એમાં કુંવરબાઈના મામેરાનો પ્રસંગ, પુનઃ પ્રભુસહાય, માંડલિક દ્વારા કસોટી, હારમાળા, પાર ઊતરતો નરસિંહ અને જયજયકાર!  
આ પહેલા થરમાં નરસિંહચરિત્રની આટલી વિગતો મળે છે. નરસિંહ . મહેતા, નાગર, શૈવ, પાછળથી વૈષ્ણવધર્મ સ્વીકાર, માતા-પિતા મૃત્યુ, ભાઈભાભી દ્વારા ઉછેર, કુળને અનુરૂપ વિદ્યાનો અભાવ, માણેક સાથ લગ્ન, ભાભીનું મહેણું, ગૃહત્યાગ, વનમાં અપૂજ શિવાલયમાં તપ, શિવપ્રસન્ન, કૃષ્ણલીલાદર્શન, પાછા આવીને ભાભીનો ઉપકાર, અલગ ઘરસંસાર, વ્યવસાયમાં સંતસેવા અને પ્રભુકીર્તન, પુત્ર શામળદાસ, પુત્રી કુંવરબાઈ, બંનેને પરણાવ્યાં, પુત્રલગ્નમાં પ્રભુની સહાય, થોડા સમયમાં પત્નીપુત્રનાં અવસાન, નરસિંહમાં તીવ્ર વૈરાગ્ય, એમાં કુંવરબાઈના મામેરાનો પ્રસંગ, પુનઃ પ્રભુસહાય, માંડલિક દ્વારા કસોટી, હારમાળા, પાર ઊતરતો નરસિંહ અને જયજયકાર!  
૧૭૦૦-૧૮૫૦ આ દોઢસો વર્ષ નરસિંહચરિત્રની સાહિત્યસામગ્રીનો બીજો થર છે, જેમાં પહેલા થરમાં ન હોય એવી આટલી બાબતો ઉમેરાય છે : તળાજા, મહાદેવનું નામ ગોપનાથ, નાગરમાં વડનગરા નાગર, પર્વતરાય, કુંવરબાઈની દીકરી સુલછા, નિમ્નવર્ણમાં કીર્તન, નાતબહાર, શ્રાદ્ધ અને ઘીનો પ્રસંગ
૧૭૦૦-૧૮૫૦ : આ દોઢસો વર્ષ નરસિંહચરિત્રની સાહિત્યસામગ્રીનો બીજો થર છે, જેમાં પહેલા થરમાં ન હોય એવી આટલી બાબતો ઉમેરાય છે : તળાજા, મહાદેવનું નામ ગોપનાથ, નાગરમાં વડનગરા નાગર, પર્વતરાય, કુંવરબાઈની દીકરી સુલછા, નિમ્નવર્ણમાં કીર્તન, નાતબહાર, શ્રાદ્ધ અને ઘીનો પ્રસંગ
૧૮૫૦-૧૯૦૦ : આ પચાસ વર્ષ નરસિંહચરિત્રની સાહિત્યસામગ્રીનો ત્રીજો થર છે, જેમાં વંશાવળીઓ મળે છે, પિતાનું નામ તથા ‘પંડ્યા' અટક ઉમેરાય છે, પર્વતરાય અને નરસિંહ કાકા-ભત્રીજા હોવાનો સંબંધ ઉમેરાય છે, માંગરોળનો પ્રવેશ થાય છે અને નરસિંહના નામે ‘ગોવિંદગમન' ‘સૂરતસંગ્રામ' તથા મૂળની હારમાળા જેવી રચનાઓમાં વધુ સંખ્યામાં પદો ઉમેરાય છે. પ્રેમાનંદ નામે નાટક તથા ‘શ્રાદ્ધ'નો પ્રસંગ અને આખેઆખો ‘વલ્લભ ભટ્ટ' ઉમેરાય છે.  
૧૮૫૦-૧૯૦૦ : આ પચાસ વર્ષ નરસિંહચરિત્રની સાહિત્યસામગ્રીનો ત્રીજો થર છે, જેમાં વંશાવળીઓ મળે છે, પિતાનું નામ તથા ‘પંડ્યા' અટક ઉમેરાય છે, પર્વતરાય અને નરસિંહ કાકા-ભત્રીજા હોવાનો સંબંધ ઉમેરાય છે, માંગરોળનો પ્રવેશ થાય છે અને નરસિંહના નામે ‘ગોવિંદગમન' ‘સૂરતસંગ્રામ' તથા મૂળની હારમાળા જેવી રચનાઓમાં વધુ સંખ્યામાં પદો ઉમેરાય છે. પ્રેમાનંદ નામે નાટક તથા ‘શ્રાદ્ધ'નો પ્રસંગ અને આખેઆખો ‘વલ્લભ ભટ્ટ' ઉમેરાય છે.  
જોઈ શકાશે કે નરસિંહનું ચરિત્ર કેવા કેવા ક્રમમાં વિકાસ પામતું રહ્યું છે અને મૂળમાં ન હોય એવી કથાઓ, પાત્રો તથા સંબંધો ઉમેરાતાં રહ્યાં છે! પ્રત્યેક લોકપ્રિય ચરિત્રની આ ખાસિયત છે કે એમાં સ્થળકાળ મુજબ ઉમેરા થતા રહે છે અને વધુમાં વધુ માહાત્મ્યદર્શન અંશો પ્રવેશ પામતા રહે છે. નરસિંહજીવનના પહેલા થરમાં ‘પર્વતરાય’નું નામનિશાન નથી, તે બીજા થરમાં એક ભક્ત પર્વતરાયના ઘરે નરસિંહ કીર્તન કરવા જાય એવો પ્રસંગ ઉમેરાય છે અને ત્રીજા થરમાં તો પર્વતરાય તથા નરસિંહ કાકો-ભત્રીજો એવો સંબંધ ટપકી પડે છે! જે તે રાજપૂતકુળને જે તે પૌરાણિક દેવીદેવતા ઋષિ સાથે સાંકળીને એના બંદીજનોએ એનું જે માહાત્મ્યગાન કર્યું એવું જ નરસિંહ અને અન્ય લોકપ્રિય બનેલાં ચરિત્રોમાં બન્યું છે. પૌરાણિક કાળમાં ભગવાન શ્રીકૃષ્ણના લીલાપ્રસંગો ક્રમશઃ એક પછી એક ઉમેરાતા રહ્યાનો ઇતિહાસ છે.  
જોઈ શકાશે કે નરસિંહનું ચરિત્ર કેવા કેવા ક્રમમાં વિકાસ પામતું રહ્યું છે અને મૂળમાં ન હોય એવી કથાઓ, પાત્રો તથા સંબંધો ઉમેરાતાં રહ્યાં છે! પ્રત્યેક લોકપ્રિય ચરિત્રની આ ખાસિયત છે કે એમાં સ્થળકાળ મુજબ ઉમેરા થતા રહે છે અને વધુમાં વધુ માહાત્મ્યદર્શન અંશો પ્રવેશ પામતા રહે છે. નરસિંહજીવનના પહેલા થરમાં ‘પર્વતરાય’નું નામનિશાન નથી, તે બીજા થરમાં એક ભક્ત પર્વતરાયના ઘરે નરસિંહ કીર્તન કરવા જાય એવો પ્રસંગ ઉમેરાય છે અને ત્રીજા થરમાં તો પર્વતરાય તથા નરસિંહ કાકો-ભત્રીજો એવો સંબંધ ટપકી પડે છે! જે તે રાજપૂતકુળને જે તે પૌરાણિક દેવીદેવતા ઋષિ સાથે સાંકળીને એના બંદીજનોએ એનું જે માહાત્મ્યગાન કર્યું એવું જ નરસિંહ અને અન્ય લોકપ્રિય બનેલાં ચરિત્રોમાં બન્યું છે. પૌરાણિક કાળમાં ભગવાન શ્રીકૃષ્ણના લીલાપ્રસંગો ક્રમશઃ એક પછી એક ઉમેરાતા રહ્યાનો ઇતિહાસ છે.  

Revision as of 02:45, 25 April 2024


૨૦. સ્વાધ્યાયને નથી સામાં તીર
આચાર્ય શ્રી નરોત્તમ પલાણ
પ્રાસ્તાવિક

ગુજરાતીનો અધ્યાપકસંઘ છેલ્લાં સુડતાલીસ વર્ષથી જુદાં જુદાં સ્થળે મળે છે અને એ પ્રદેશની અસ્મિતા સાથે અધ્યાપકોના અધીતને સંકોરવાનું કામ કરે છે. સંઘ, એક સ્વાધ્યાયનિષ્ઠ અધ્યાપકને ઝંખે છે, જેના દ્વારા આવી રહેલા સમયને વધુ સરળ અને સમજદારીભર્યો બનાવી શકાય. આવા સંઘના, તેજસ્વી અધ્યાપકોના અભ્યાસથી ગૌરવાંકિત બનેલા પ્રમુખપદ માટે આપ સહુએ મને યોગ્ય સમજ્યો તેનાથી હું મારા અધ્યાપક-જીવનનો સંતોષ અનુભવું છું અને આપ સૌનો આભાર માનું છું. વિશેષ આભાર વલસાડની આ શિક્ષણસંસ્થાનો માનવાનો રહે છે, જેમણે સંઘને પોતાના આંગણે આમંત્રિત કર્યો અને આપણા સૌના મિલન માટે એક ભૂમિકા સર્જી, જે હવે પછીના આપણા સ્વાધ્યાયમાં સહાયભૂત બની રહેશે. આજનું હું મારું અધ્યક્ષીય પ્રવચન વલસાડવંદના, અધીતની અપેક્ષા, અધીતના એક ઉદાહરણરૂપ નરસિંહ : શોધ સ્વાધ્યાય' અને સ્વાધ્યાયને નથી સામાં તીર – એવી અનુભૂતિમાં રજૂ કરીશ.

૧. વલસાડવંદના

વલસાડની આ લીલી અને નીલી પ્રકૃતિ વચ્ચે આપણે મળી રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ તો સ્થળદેવતાને નમસ્કાર કરી એની સાંસ્કૃતિક પરંપરાનું સ્મરણ કરી લઈએ. મિત્રો, આ સમગ્ર પ્રદેશની ગણના પ્રાચીનકાળના દંડકારણ્ય અંતર્ગત થાય છે. આ પ્રદેશ, અયોધ્યાના પહેલા રાજા ઇક્ષ્વાકુએ પોતાના એક મંદબુદ્ધિ પુત્ર દંડકને આપ્યો હતો અને તેના રાજપુરોહિત તરીકે ઉશનસ્ હતા. (આજે પણ આપણા અર્વાચીન ઉશનસ્ અહીં છે!) દંડકારણ્યનો આ પશ્ચિમકિનારો, દીર્ઘ તમસ તરીકે ઓળખાયેલો છે, જ્યાં સંભવતઃ ઈશાવાસ્ય ઉપનિષદ'ની રચના થઈ હતી! એક મત મુજબ વરાહપુરાણનું ‘તીર્થસ્થલ’ આજનું ‘તીથલ’ છે, જ્યાં ગૌતમ નામના ઋષિએ દંડકથી લાગેલો આ પ્રદેશનો શાપ દૂર કરવા તપશ્ચર્યા કરી હતી અને ધૂળની વર્ષાના બદલે જળની વર્ષા લાવી આ પ્રદેશને ઋષિમુનિઓ સેવે એવો સુંદર બનાવ્યો હતો. ઐતિહાસિક કાળનો પહેલો ઉલ્લેખ આ પ્રદેશની નદીઓ વિશે હોવાનું ડૉ. દિનેશચંદ્ર સરકારે પોતાના સિલેક્ટ ઇન્સ્ક્રિપ્શન'માં તારવ્યું છે. ઇ. સ.ની પહેલી સદીના ઉષવદાત્તના નાસિક અભિલેખમાં પાર, કરબેણી–કાવેરી અને ગંગા (દમણગંગા તથા ઔરગંગા) આદિના ઉલ્લેખો છે. આ નદીઓને લગતી લોકવાર્તાઓ હજુ આપણે ભેળી કરી નથી, આપણામાંનો કોઈ એ કામ કરશે ત્યારે આ પ્રદેશનો સાંસ્કૃતિક ઇતિહાસ સ્પષ્ટ થશે. આ પછીનાં હજારેક વર્ષમાં આ પ્રદેશ ‘આનર્ત’ અને ‘અપરાંત’ નામથી ઓળખાતો હશે. દરિયાકિનારાની પ્રજા ‘ન' ઉચ્ચારના બદલે ‘લ’ બોલતી હોવાથી ‘આનર્ત'નું ‘આલર્ત' તથા ‘લર્ત'નું ‘લાટ’ થયું હશે. અલતેકર અને ઉમાશંકર આવા નિર્દેશો આપે છે. મને મારા વતન પોરબંદરમાં મારું નામ ‘નરોત્તમ'ના બદલે ‘લરોત્તમ' સાંભળવા મળ્યું છે! ‘ન' અનુનાસિક છે અને દરિયાના ભેજથી એના રહેવાસીઓનું નાક લગભગ બંધ રહે છે, આથી ‘ન' નો 'લ' કે ‘ર' સંભળાય છે. ‘અપરાંત’નો એક અર્થ ‘છેવટનું', 'પશ્ચિમી', ‘દિવસ જ્યાં પૂરો થાય છે તે ', ‘દીર્ઘતમસ્’ એવો પણ ઘટાવી શકાય છે; જેને અમુક પૌરાણિક કથાનકો સાથે સંબંધ છે. ગુજરાતી ભાષાના ઉદ્ભવ પહેલાંનો આ કાળ છે, જેના અંશો આ પ્રદેશના લોકસાહિત્યમાં સચવાયા હોવાનું અનુમાન થઈ શકે છે. અહીંના પિંડવળ અને વૈતાળ નામના ડુંગરાઓ, પાત્રો તરીકે લોકસાહિત્યમાં આવે છે; જેની વિગતવાર શોધયાત્રા આપણામાંના કોઈ અધ્યાપકની રાહ જુએ છે. આ કિનારાના લાભ લઈ દેવોના રાજાએ સમુદ્ર તથા અરણ્યના કારણે લાંબા અંધારાનો દિતિનો ગેરલાભ લીધેલો અને દિતિ સગર્ભા બનતાં પોતાનું પાપ પ્રગટ થશે એવા ભયથી દિતિના ગર્ભના સત્તાવીશ કટકા કરી નાખેલા જે આ પ્રદેશમાં મરુત બનીને સૂસવવા લાગેલા! દિતિએ માતૃસહજ લાગણીથી પ્રેરાઈ એક કટકાને છૂપી રીતે પોતાની પાસે રાખેલો, જે મોટો થતાં દેવોના રાજાને પકડી લાવે છે અને માતાના ચરણે નમાવે છે. દેવોના રાજાનો વધ થવામાં જ છે, ત્યાં બ્રહ્મદેવ પ્રગટે છે અને રાજાને મુક્ત કરાવી દિતિને માતાનો અધિકાર આપે છે. દિતિનો દીકરો મહાબળિયો બની દેવોનો નાશ નોતરે છે. આ મહાબળિયાનો નાશ કરવા શિવજીને ત્યાં કાર્તિકસ્વામીનો જન્મ થાય છે, એની સાથે પિંડવળ તથા વેતાળ પણ પૃથ્વી ઉપર આવે છે. આ શિવજીના ગણો છે અને ભૂત તથા પિશાચની સેનાના અધિપતિઓ છે. આ અને આવી ચિત્રવિચિત્ર પુરાક્થાઓયુક્ત, આ પ્રદેશના લોકસાહિત્યમાં સાંસ્કૃતિક ઇતિહાસના તાણાવાણા ગૂંથાયેલા છે. એક નિરીક્ષણ એવું છે કે માણસના રોજિંદા વહેવાર કરતાં કંઈક અલગ પડતો પ્રસંગ બને છે ત્યારે તે પ્રસંગ, એક માણસ બીજા માણસને કહે છે અને એમ મૂળનો પ્રસંગ થોડાઝાઝા રંગ પામીને જે તે પ્રદેશમાં તરતો થાય છે. સાહિત્યના આવા પ્રાથમિક સ્વરૂપને, લોકવિદ્યાશાસ્ત્રીઓ ‘દંતકથા’ એવા નામથી ઓળખાવે છે. સમય જતાં આ ‘દંતકથા' એનો ઉદ્ભવપ્રદેશ છોડીને વિસ્તાર પામે છે. એક બોલીવિસ્તારમાંથી તે બીજા બોલીવિસ્તારમાં પ્રવેશે છે અને એમ સમગ્ર ભાષામાં તે તરતો થાય છે ત્યારે તે ‘લોકવાર્તા'નું સ્વરૂપ પામે છે. દંતકથાએ સ્થળનો વિસ્તાર સાધ્યો તેમ લોકવાર્તા કાળનો વિસ્તાર સાધે છે એટલે કે સદીઓ સુધી ફરતી રહે છે. પછી એમાંની અમુક ‘મિથ' રૂપે સ્થિર થાય છે. આવા ‘મિથ’સંગ્રહો તે આપણાં પુરાણો છે. ‘મિથ'નો પ્રભાવ એટલો ઊંડો હોય છે, કે ‘મિથ'ના હીરોહીરી દેવીદેવતા તરીકે પૂજાય છે, મંદિરો ઊભાં થાય છે! ધર્મસંપ્રદાયો અને ઉપાસનામાર્ગો આકાર લે છે! આજના દેવદેવી ભૂતકાળમાં નાયકનાયિકા હશે અને એની પૂર્વે સામાન્ય માનવી હશે. પૌરાણિક સાહિત્ય અને લોકસાહિત્યનાં મૂળ આમ અતિ પ્રાચીનકાળમાં છે. જ્યાં માણસનો વસવાટ લાંબા કાળનો ત્યાં એની કથાવાર્તાનાં સ્થાનો વિશેષ, સમગ્ર દક્ષિણ ગુજરાત આ નજરે ભારે સમૃદ્ધ લાગે છે. એનો અભ્યાસ કરવા જેવો છે. મહાભારતમાં કાવેરી અને કૃષ્ણવેલી એવી બે નદીઓના ઉલ્લેખો છે, તેમાંથી કાવેરી હાલની દક્ષિણ ભારતની પ્રસિદ્ધ નદી છે, જ્યારે કૃષ્ણવેલી તે ઉષાવદત્તના લેખમાંની કરબેણી અને આજના વલસાડ જિલ્લાની નાની નદી કાવેરી છે. મહાભારતનો આ ઉલ્લેખ વલસાડ વિસ્તારની પ્રાચીનતાનો નિર્દેશ આપે છે. હવે આપણે ‘વલસાડ' એવા ગામનામનો વિચાર કરી, વલસાડ કેટલું જૂનું તથા કોણે વસાવ્યું તેની સંભાવનાનો વિચાર કરીએ. આ માટે આપણે આજથી ગઈકાલ તરફ ગતિ કરતાં તપાસ કરવાની રહેશે. ફળફૂલ અને કવિકલાકારોથી સમૃદ્ધ વલસાડ આપણી સામે છે. ગાંધીચીંધ્યા રાહે ચાલનાર રાજકારણી મોરારજીભાઈ દેસાઈ અને ગાંધીચીંધ્યા રાહે ચાલનાર સાહિત્યસેવી નગીનદાસભાઈ પારેખની આ જન્મભૂમિ, ૧૯૬૦માં ‘ગુજરાત' રાજ્ય અસ્તિત્વમાં આવ્યા પછી બીજા વર્ષે ૧૯૬૧માં ‘જિલ્લો' બનેલ છે. આ પહેલાં પારડીનો ‘ખેડ સત્યાગ્રહ', જે છેક હમણાં સાતમા દાયકામાં પૂરો થયો તેનાથી અને તેની પૂર્વે દાંડી, ધરાસણાના સત્યાગ્રહથી વલસાડ જાણીતું છે. ૧૯૩૭ના જૂન માસમાં ગાંધીજી વલસાડ–તીથલમાં રહેલા ત્યારે મહાદેવભાઈ દેસાઈ આ રોડ ઉપર સાઇકલ શીખતા હતા! સરદાર પટેલને અહીં કાંટો વાગ્યો હતો અને વલસાડના કોઈ દવાખાનામાં અરેરાટી વિના ચેકો મુકાવ્યો હતો! આ સમયે દક્ષિણ આફ્રિકાના હરમાન કેલનબેકે વલસાડ–તીથલની મુલાકાત લીધી હતી. સ્વામી આનંદ ભલે સૌરાષ્ટ્રના પણ એમનું અમર સર્જન મોનજી રુદર, વલસાડની માનવચેતનાનો સાહિત્યમાં ઝિલાયેલો અદ્ભુત આવિષ્કાર છે! વીસમી સદીના આરંભે વલસાડ એના સુધારાવાદી મુસ્લિમ બિરાદરો જેમાંના એક હજરત મૌલાના આહમદ હસન ભામસાહેબે મદ્રેસાની સ્થાપના કરી હતી અને ‘અદ્રીન' નામનું માસિકપત્ર શરૂ કરેલ હતું – તેનાથી જાણીતું હતું. ઓગણીસમી સદીના અંતમાં અહીં નગરપાલિકા કામ કરતી થઈ ગઈ હતી અને ‘વલસાડપત્રિકા'નો આરંભ થયો હતો. આ સમયે વલસાડ, ધરમપુરના સિસોદિયા રાજપૂતશાસન હેઠળ હતું, તેના સુધારાવાદી રાજવી મોહનદેવજી, જેમની કીર્તિગાથા ગાતું કવિ માધવ-રચિત ‘મોહન સુધાકર’ નામનું કાવ્ય, ઈ. સ. ૧૯૦૨માં મુદ્રિત રૂપે આપણને મળ્યું છે, વલસાડના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે. આ પૂર્વે ઈ. સ. ૧૮૦૦ની આસપાસ અહીંના શેઠળિયાનું મહાવીર સ્વામીનું જૈનમંદિર બંધાયું છે. અને ઈ. સ. ૧૭૪૧માં પારસી મિત્રોનો પવિત્ર આતશ થોડા મહિના માટે નવસારીથી વલસાડમાં લાવવામાં આવ્યો છે અને પછીથી ઉદવાડામાં લઈ જવાયો છે અને ત્યાં કાયમી બન્યો છે. ‘વલસાડ' એવા આજના નામનો સ્પષ્ટ ઉલ્લેખ ઈ. સ. ૧૬૦૦માં લખાયેલા અરબીગ્રંથ ‘ઝાલિહ' અને તે પછી લખાયેલા ‘મિરાતે અહમદી'માં ગુજરાતના એક મુખ્ય બંદર તરીકે મળે છે. ઈ. સ. ૧૬૨૩માં જૈનકવિ વિનયવિજય ઉપાધ્યાય રચિત ‘સૂર્યપુર ચૈત્ય પરિપાટી'માં ‘વડસાલ’ એવો ઉલ્લેખ ‘વલસાડ' માટે મળે છે. આ પૂર્વે ઈ. સ. ૧૫૧૫માં ફિરંગીઓના હાથમાં આ પ્રદેશ છે અને તેના આલ્બુકર્ક નામના ગવર્નરે જે પત્રો લખ્યા તેમાં તે સમયના વલસાડનો આંખે દેખ્યો હેવાલ છે. ઈ. સ.ની તેરમી સદીથી વલસાડની ગણના ‘ગુજરાત’માં થવા લાગી છે, તે પહેલાં અહીં દક્ષિણનાં રાષ્ટ્રકૂટોનું શાસન હતું, થોડો સમય નાગ રાજ્ય પણ હતું અને કેન્દ્રમાં જ્યારે ગુપ્તશાસન હતું ત્યારે અહીં વાકાટક અને કલચુરિઓનું શાસન અદલાબદલી થયા કરતું હતું. આ આદિવાસી ડુંગરાળ વિસ્તાર છે. અહીં રાજકીય ઇતિહાસ કરતાં સાંસ્કૃતિક ઇતિહાસ વધારે છે. ઈ. સ.ની બીજી સદીથી આ પ્રદેશને ‘લાટ' એવું નામ મળેલું જણાય છે. વચ્ચે અગિયારમી સદીમાં થોડો સમય આ પ્રદેશ અણહિલવાડ પાટણના સોલંકીશાસન નીચે આવ્યો છે, તે સમયનાં બે તામ્રપત્રો ‘વલસાડ’ એવા ગામનામ વિશે પ્રકાશ ફેંકનારા છે, તેનો સહેજ વિસ્તારથી વિચાર કરીએ : ગુજરાતી સાહિત્ય પરિષદના ઈ. સ. ૧૯૧૫માં સૂરત મુકામે યોજાયેલા અધિવેશનમાં શ્રી ગિરિજાશંકર આચાર્યે નવસારીથી પ્રાપ્ત થયેલાં બે તામ્રપત્રોની ચર્ચા કરી છે. આ તામ્રપત્રો કર્ણદેવ સોલંકીએ પંડિત મહીધર નામના બ્રાહ્મણને આ પ્રદેશનું ધામણાચ્છા' નામનું ગામ દાનમાં આપ્યું તેને લગતા છે. આ દાન ઈ. સ. ૧૦૭૪માં અપાયેલું છે. દાનપત્રમાં દાન દેવાયેલા ‘ધામણાચ્છા’ ગામની જે ચતુઃસીમા દર્શાવવામાં આવી છે તે આજની આપણી ચર્ચા માટે ઉપયોગી છે. ‘ધામણાચ્છા' ગામની ચતુઃસીમા આ પ્રમાણે છે : પૂર્વદિશામાં કાલાગ્રામ, દક્ષિણે તોરણગ્રામ, ઉત્તરે ‘કચ્છાવલીગ્રામ' અને પશ્ચિમ દિશામાં ‘આમ્નલસાઢિ’ આવેલ છે. આ 'આમ્વલસાઢિ'નું આજનું રૂપ ‘અમલસાડ', બીલીમોરા પાસેનું એક રેલવે સ્ટેશન છે, જે નિઃશંક હજાર વર્ષ જૂનું છે અને ‘વલસાડ' એવા ગામનામ સાથે સામ્ય ધરાવે છે. ‘અમલસાડ’માં ‘અમલ' અને ‘સાડ' બે પદો છે, તેમ વલસાડ'માં પણ ‘વલ' અને ‘સાડ’ અનુમાની શકાય છે. આપણાં મોટા ભાગનાં ગામનામો, જે તે સ્થળે થતી વનસ્પતિ ઉપરથી આવેલાં છે. અહીં પણ ‘આમ્વલ' ‘અમલ’ વનસ્પતિશાસ્ત્રમાં નાગકેસર અને આંબળાના અર્થમાં મળે છે. જ્યાં આંબળાનાં ઘણાં વૃક્ષો આવેલાં છે તે સાઢિ” એવો ‘અમલસાડ'નો અર્થ સમજાય છે. હવે આપણે ઉત્તરપદ ‘સાડ’નો વિચાર કરીએ તો તેનું હજાર વર્ષ જૂનું રૂપ ‘સાઢિ’તામ્રપત્રમાં મળે છે. આ સાઢિ, સાંઢા, સાંઢ, (કચ્છમાં વાંઢ) સાંડા, સંડા, સંડ, સાડ વગેરે વિવિધ રૂપે મળતો ગામનામાંત મૂળમાં સંસ્કૃત ‘ખંડ' ઉપરથી ઊતરી આવેલો જણાય છે. પાણિનિ-સૂત્રો ‘ખંડ’ શબ્દ ગ્રામવાચકના અર્થમાં આપે છે. (સૂત્ર ૪.૨.૮૦) ખંડ, સ્થાન, ક્ષેત્ર વગેરે વસવાટસૂચક અતિ પ્રાચીન રૂપો છે. બૌદ્ધસાહિત્યના પાલીપ્રાકૃતમાં ‘અમ્બસંડા’ ગામનામ ‘આમ્રખંડ'ના અર્થમાં મળે છે, જે આજે પણ ખેડા જિલ્લાના ‘ઉત્તરસંડા'માં ચાલુ રહેલો નોંધી શકાય છે. સ્પષ્ટ છે કે ‘ખંડ’નું ‘સંડ–સંડા’ થઈને આજનું ‘સાડ' ઊતરી આવેલ છે. અતઃ ‘સાડ’ ગ્રામવાચક શબ્દ છે અને ‘અમલસાડ’, ‘વલસાડ' તથા લઘુતાદર્શક ‘સાડી' (‘ઉંમરસાડી') ઉત્તરપદ તરીકે મળે છે. હવે ‘વલસાડ’માં 'વલ'નો અર્થ તપાસવાનો રહે છે. આપણી પ્રાચીન વિદ્યાપીઠ ‘વલભી’માં જે ‘વલ' છે તે જ ‘વલસાડ'નો ‘વલ' હોવાનું અનુમાની શકાય છે, કારણકે વલભી અને વલસાડ બંને દરિયાકિનારે આવેલાં ગામો છે. ‘વલભી'માંના ‘વલ' વિશે દરિયાકિનારે થતા ‘વેલા' (વાર સમુદ્રશોષ)ની એક સંભાવના છે, જે યોગ્ય લાગે છે. અતઃ ‘વલ્લરખંડ’ ‘વલ્લસંડ’‘વાલસાડ’ અને ‘વલસાડ' ઊતરી આવેલ છે, જેનો દરિયાકિનારાના વેલાઓ વચ્ચે વસેલું ગામ' એવો સમજી શકાય છે.

અર્થ

વલસાડ છેલ્લાં દોઢબે હજાર વર્ષનું પ્રાચીન ગામ છે, જે દસમી સદીમાં પારસી લોકો અહીં આવીને વસ્યા પછી ઉત્તરોત્તર સમૃદ્ધ થતું રહ્યું છે. વલસાડનો આ પારસી ઇતિહાસ, જેનો મોટો ભાગ ફારસી ભાષામાં લખાયેલો છે, તેની શોધયાત્રા ફારસીના અધ્યાપક માટે રાખી, વલસાડને વંદન કરી આપણે આગળ વધીએ.

૨. અધીતની અપેક્ષા

પ્રાચીનકાળથી આપણા સમાજમાં ભિન્ન ભિન્ન વિદ્યાઓના પ્રેરક તરીકે હશે; અધ્યાપકનું સ્થાન મુઠ્ઠીઊંચેરું રહ્યું છે. અગ્નિની શોધ, ખેતીની શોધ, ચક્રની શોધ તથા વાસણવસ્ત્રની શોધમાં સામાન્ય માનવી કેન્દ્રસ્થાને જ્યારે ભૂગોળ, ગણિત, વનસ્પતિશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર અને લિપિ અધ્યાપકનું સર્જન છે. સ્પષ્ટ છે કે જ્યાં અધ્યાપક તેજસ્વી ત્યાં સમાજ પણ તેજસ્વી. આજે સાધનો અને અધ્યાપકોની સંખ્યામાં વધારો થયો હોવા છતાંય, સાવ અધ્યાપકીય કહેવાય એવા પ્રશ્નોના ઉકેલ પરત્વે પણ અંધારું કેમ પ્રવર્તે છે? સ્વાધ્યાય સાવ ઠરી ગયો નથી એના દાખલા આપણે પછી જોશું, પરંતુ સરેરાશ અધ્યાપક આજે ક્યાં છે? લેખનવાચન લગભગ ઠપ છે, જિજ્ઞાસા મરી પરવારી છે, ઘરેથી કૉલેજ અને કૉલેજથી ઘરે એક લબાચો આવજા કરે છે! સમાજનો જે લાઇવ વાયર હતો તે આવો સાવ નિરર્થક કેમ બની રહ્યો? ઉત્તર સ્પષ્ટ છે : અધ્યયન ઘટ્યું છે. પોતાના વિષય ઉપરાંત જે અનેક વિદ્યાઓનો વાહક હતો તેના હાથમાં આજે પોતાના વિષયની પકડ પણ રહી નથી. અધ્યાપક આજે એક શરમજનક ગાળામાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે અધીત, તેજસ્વી અધીતની અપેક્ષા ઉત્તરોત્તર તીવ્ર બની રહી છે. અધીત નહીં તો અધ્યાપક નહીં. સદ્ભાગ્યે, જેમની હસ્તીથી આપણું મોં ઊજળું છે, એવા અધ્યાપકો આપણી વચ્ચે છે. છેલ્લાં સો વર્ષથી નરસિંહ વિશે જે શોધસ્વાધ્યાય ચાલ્યો અને જયંત કોઠારી તથા દર્શના ધોળકિયામાં જે પરાકાષ્ઠાએ પહોંચ્યો તે હમણાંના આપણા અધ્યાપક- જીવનનો ગૌરવ લેવા જેવો અવસર છે. જરા વિસ્તારથી જોઈએ :

૩. નરસિંહ : શોધ સ્વાધ્યાય

‘આદ્યકવિ'નું બિરુદ પામેલા નરસિંહ મહેતા સદીઓથી સતત પ્રકાશિત રહ્યા હોવાના સંકેતો, લોકમાં નિરંતર ગવાતાં એમનાં પદપ્રભાતિયાંથી અને વૈદમાં થઈ રહેલાં એમનાં સંશોધન-વિવેચનથી આપણને મળે છે. પંદરમી સદી એમનો જીવનકાળ, સોળમી સદી એમના ભક્તજીવનની અનેકવિધ દંતકથાઓનો ઉદ્ગમ, સત્તર અઢાર ઓગણીસ એમના જીવનવિષયક પદો અને આખ્યાનોનો રચનાસમય તેમ જ વીસમી સદી એમનાં જીવનકવનના સંશોધનવિવેચનનો કાળ : નરસિંહ મહેતાની કરતાલ જાણે છેલ્લાં છસો વર્ષથી અખંડ, સંભળાય છે! પૂરી થઈ રહેલી આ વીસમી સદી તો સંપૂર્ણતઃ નરસિંહ – સ્વાધ્યાયથી જીવંત બનેલી છે. ૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદનો જન્મ અને સયાજી સાહિત્યમાળામાં જયસુખરામ જોશીપુરા લિખિત ‘નરસિંહ મહેતા'નું પ્રકાશન લગભગ એકસાથે થાય છે. આ પછી એક પણ વર્ષ એવું નથી જેમાં નરસિંહવિષયક કોઈ ને કોઈ ગ્રંથ કે લેખનું પ્રકાશન થયું ન હોય! વીસમી સદીનો પ્રત્યેક દાયકો નરસિંહ વિશે વધુ ને વધુ સમૃદ્ધ અભ્યાસો આપતો રહ્યો છે, જેમાં પૂરો થઈ રહેલો આ દસમો દાયકો પરાકાષ્ઠાની પ્રતીતિ કરાવે છે. આઠમા દાયકામાં અગાઉના દાયકાઓના સારસત્ત્વ સમા અને નૂતન પ્રકાશ પાથરતા કે. કા. શાસ્ત્રી, જેઠાલાલ ત્રિવેદી તથા ઉમાશંકર જોશીનાં લખાણો આપણને પ્રાપ્ત થયેલાં. નવમા દાયકામાં શિવલાલ જેસલપુરા દ્વારા નરસિંહની રચનાઓ વિષયક એક મહાન કાર્ય સંપન્ન થયું અને ધીરુ પરીખનો અભ્યાસલેખ મળ્યો. નરોત્તમ પલાણ અને હરિવલ્લભ ભાયાણી દ્વારા અનુક્રમે નરસિંહ જીવનનો પુનર્વિચાર' તથા ‘નરસિંહ પૂર્વેની રાધાકૃષ્ણ વિષયક સાહિત્યિક પરંપરા અને નરસિંહ જીવનનાં કેટલાંક પાસાંઓનો ઊહાપોહ' ઉપલબ્ધ બનેલાં છે. આ સાથે જ શ્રી મણિબેન કૉલેજ, મુંબઈ અને શ્રી બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢના અધ્યયન-આસ્વાદગ્રંથોએ દસમા દાયકાનાં ઉત્તમોત્તમ કાર્યોની યોગ્ય ભૂમિકા રચી આપી હતી. દસમો દાયકો ખરેખર શ્રી જયંત કોઠારી અને એમનાં શિષ્યા ડૉ. દર્શના ધોળકિયાનો છે. આ પહેલાં એક ગૃહિણી તરીકે રજનીબહેન દીક્ષિત દ્વારા પોતાની સ્વતંત્ર સૂઝથી ‘નરસિંહ મહેતા, નરસૈંયો અને અન્ય નરસિંહો' નામક લગભગ પોણા ચારસો પૃષ્ઠોનો ગ્રંથ આપણને મળેલો છે. ડૉ. દર્શના તરફથી ૧૯૯૨માં ‘નરસિંહ ચરિત્ર વિમર્શ' અને ૧૯૯૪માં સરદાર પટેલ યુનિવર્સિટી પ્રકાશિત ‘નરસિંહ મહેતા' એમ બે મૂલ્યવાન પ્રકાશનો તથા શ્રી જયંત કોઠારી તરફથી સાહિત્યિક તથ્યોની માવજત સમા ‘મામેરું' આદિ લેખો અને સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા નરસિંહ મહેતા’ (૧૯૯૪) પ્રાપ્ત થયેલ છે, જેમાં આ છેલ્લો છઠ્ઠું પૃષ્ઠનો લઘુશોધનિબંધ, આજની તારીખે નરસિંહ સ્વાધ્યાયની એક ઊંચાઈનો પરિચય કરાવે છે. નરસિંહ વિશેનાં અત્યાર સુધીનાં સંશોધનો ખાસ તો નરસિંહના સમય પરત્વે અને પછી નરસિંહ જીવનમાં બનેલા કહેવાતા ચમત્કારોના અર્થઘટન પરત્વે હતાં. નરસિંહના નામે ‘સૂરત સંગ્રામ' ખેલાયો ત્યારથી નરસિંહની કૃતિઓ વિશેનો દોર શરૂ થયો છે, જે શિવલાલ જેસલપુરા અને રતિલાલ દવે વગેરેમાં અદ્યાપિ ચાલુ છે. આ શોધયાત્રામાં જયંત કોઠારીથી ગરમી અને તાજગી બંને ઉમેરાયાં છે, એમણે સારી એવી સફાઈ કરી છે અને લોકપ્રિય ચરિત્રો વૈજ્ઞાનિક ઢબે ઉકેલવાની નવી દિશા ચીંધી છે. આપણે જયંતભાઈના કામને એક આલેખમાં મૂકી પછી એનું સહેજ વિશ્લેષણ કરીએ :


નરસિંહ-શોધસ્વાધ્યાય : એક આલેખ
ઈ.સ.
૧૪૦૦-૧૫૦૦ પંદરમી સદી નરસિંહનો જીવનકાળ
૧૫૦૦-૧૬૫૦ આ દોઢસો વર્ષ નરસિંહની રચનાઓ અને એના જીવનમાં બનેલા, ભક્તમાહાત્મ્ય દર્શાવતા પ્રસંગો કંઠોપકંઠ પ્રસરતા વિસ્તરતા રહ્યા. સંભવતઃ આ દોઢસો વર્ષ નરસિંહ મૌખિક પરંપરામાં રહ્યો.
૧૬૫૦-૧૭૦૦ આ પચાસ વર્ષમાં નરસિંહનું ચરિત્ર લિખિત પરંપરામાં ઝિલાયું. જેમાં
૧૬૫૦ ‘મામેરું’ વિષ્ણુદાસ
૧૬૫૨ મોસાળા ચરિત્ર' વિશ્વનાથ જાની
૧૬૫૭ ‘હૂંડી’ કૃષ્ણદાસ
૧૬૬૯ ‘વિવાહ’ હરિદાસ
૧૬૭૨ ‘મામેરું’કૃષ્ણદાસ
૧૬૭૨ ‘મામેરું’ગોવિંદ
૧૬૭૭ ‘હૂંડી’ પ્રેમાનંદ
૧૬૮૧ ‘વિવાહ’ પ્રેમાનંદ
૧૬૮૩ ‘મામેરું' પ્રેમાનંદ મુખ્ય છે.

આ સમયગાળાને જયંત કોઠારી નરસિંહચરિત્રની સાહિત્યસામગ્રીનો પ્રથમ થર કહે છે. આ પહેલા થરમાં નરસિંહચરિત્રની આટલી વિગતો મળે છે. નરસિંહ . મહેતા, નાગર, શૈવ, પાછળથી વૈષ્ણવધર્મ સ્વીકાર, માતા-પિતા મૃત્યુ, ભાઈભાભી દ્વારા ઉછેર, કુળને અનુરૂપ વિદ્યાનો અભાવ, માણેક સાથ લગ્ન, ભાભીનું મહેણું, ગૃહત્યાગ, વનમાં અપૂજ શિવાલયમાં તપ, શિવપ્રસન્ન, કૃષ્ણલીલાદર્શન, પાછા આવીને ભાભીનો ઉપકાર, અલગ ઘરસંસાર, વ્યવસાયમાં સંતસેવા અને પ્રભુકીર્તન, પુત્ર શામળદાસ, પુત્રી કુંવરબાઈ, બંનેને પરણાવ્યાં, પુત્રલગ્નમાં પ્રભુની સહાય, થોડા સમયમાં પત્નીપુત્રનાં અવસાન, નરસિંહમાં તીવ્ર વૈરાગ્ય, એમાં કુંવરબાઈના મામેરાનો પ્રસંગ, પુનઃ પ્રભુસહાય, માંડલિક દ્વારા કસોટી, હારમાળા, પાર ઊતરતો નરસિંહ અને જયજયકાર! ૧૭૦૦-૧૮૫૦ : આ દોઢસો વર્ષ નરસિંહચરિત્રની સાહિત્યસામગ્રીનો બીજો થર છે, જેમાં પહેલા થરમાં ન હોય એવી આટલી બાબતો ઉમેરાય છે : તળાજા, મહાદેવનું નામ ગોપનાથ, નાગરમાં વડનગરા નાગર, પર્વતરાય, કુંવરબાઈની દીકરી સુલછા, નિમ્નવર્ણમાં કીર્તન, નાતબહાર, શ્રાદ્ધ અને ઘીનો પ્રસંગ ૧૮૫૦-૧૯૦૦ : આ પચાસ વર્ષ નરસિંહચરિત્રની સાહિત્યસામગ્રીનો ત્રીજો થર છે, જેમાં વંશાવળીઓ મળે છે, પિતાનું નામ તથા ‘પંડ્યા' અટક ઉમેરાય છે, પર્વતરાય અને નરસિંહ કાકા-ભત્રીજા હોવાનો સંબંધ ઉમેરાય છે, માંગરોળનો પ્રવેશ થાય છે અને નરસિંહના નામે ‘ગોવિંદગમન' ‘સૂરતસંગ્રામ' તથા મૂળની હારમાળા જેવી રચનાઓમાં વધુ સંખ્યામાં પદો ઉમેરાય છે. પ્રેમાનંદ નામે નાટક તથા ‘શ્રાદ્ધ'નો પ્રસંગ અને આખેઆખો ‘વલ્લભ ભટ્ટ' ઉમેરાય છે. જોઈ શકાશે કે નરસિંહનું ચરિત્ર કેવા કેવા ક્રમમાં વિકાસ પામતું રહ્યું છે અને મૂળમાં ન હોય એવી કથાઓ, પાત્રો તથા સંબંધો ઉમેરાતાં રહ્યાં છે! પ્રત્યેક લોકપ્રિય ચરિત્રની આ ખાસિયત છે કે એમાં સ્થળકાળ મુજબ ઉમેરા થતા રહે છે અને વધુમાં વધુ માહાત્મ્યદર્શન અંશો પ્રવેશ પામતા રહે છે. નરસિંહજીવનના પહેલા થરમાં ‘પર્વતરાય’નું નામનિશાન નથી, તે બીજા થરમાં એક ભક્ત પર્વતરાયના ઘરે નરસિંહ કીર્તન કરવા જાય એવો પ્રસંગ ઉમેરાય છે અને ત્રીજા થરમાં તો પર્વતરાય તથા નરસિંહ કાકો-ભત્રીજો એવો સંબંધ ટપકી પડે છે! જે તે રાજપૂતકુળને જે તે પૌરાણિક દેવીદેવતા ઋષિ સાથે સાંકળીને એના બંદીજનોએ એનું જે માહાત્મ્યગાન કર્યું એવું જ નરસિંહ અને અન્ય લોકપ્રિય બનેલાં ચરિત્રોમાં બન્યું છે. પૌરાણિક કાળમાં ભગવાન શ્રીકૃષ્ણના લીલાપ્રસંગો ક્રમશઃ એક પછી એક ઉમેરાતા રહ્યાનો ઇતિહાસ છે. સ્પષ્ટ છે કે નરસિંહ જીવનના જન્મમરણસ્થળ તરીકે તળાજા અને માંગરોળ મળે છે તે પાછળનો ઉમેરો છે. નરસિંહ માત્ર જૂનાગઢમાં જ છે અને એક સીધુંસાદું ગૃહસ્થજીવન જીવ્યો છે, ક્વચિત્ ગૃહસ્થજીવનની થોડી મુશ્કેલીઓ પણ એને વેઠવાની આવી છે. આ બધામાં એની ભક્તિ અચલ રહી છે અને એનું કાવ્યઝરણું સતત વહેતું રહ્યું છે. નરસિંહ એક સારો કવિ છે, રસિક કવિ છે, ઉત્તમ કવિ છે અને ગુજરાતી ભાષાના ‘આદ્યકવિ'ના બિરુદને સર્વથા યોગ્ય બની રહેતો કવિ છે.

૪. સ્વાધ્યાયને નથી સામા તીર

સ્વાધ્યાય વર્ષો નહીં, યુગો સુધી ચાલતો યજ્ઞ છે. વિદિત હશે કે આકાશી પદાર્થો ક્યારે ઊગે છે, ક્યારે આથમે છે અને એની કેવી કેવી ચિત્રવિચિત્ર ગતિ છે તે નક્કી કરવા માટે ગુરુશિષ્યની પચીસપચીસ પેઢીઓ કામે લાગેલી હતી! નિશ્ચિત કરેલી જગ્યા ઉપર ગુરુ બેસે, આખી રાત એની નજર આકાશમાં રહે, નિરીક્ષણો સ્મૃતિમાં ગોઠવે એમ એક પેઢી એટલે પચીસ વર્ષનો ગાળો પસાર થાય! ગુરુ પોતાનાં નિરીક્ષણો શિષ્યને સમજાવે, ગુરુ પછી ગુરુ બનેલો શિષ્ય નિશ્ચિત સ્થળે બેસે અને બીજાં પચીસ વર્ષ એમ નિરીક્ષણ પેઢી દર પેઢી ચાલતું રહે, સદીઓ વીતે, ટાઢ વર્ષા વાવાઝોડાં અધ્યયન સતત ચાલુ, સ્વાધ્યાય અખંડ અને પછી સૂર્યચંદ્રાદિગ્રહો, નક્ષત્રમંડળો તથા રાશિઓ અને એનું પળેપળનું અધ્યયન સમાજ માટે પ્રસ્તુત થયું છે! આપણાં આજનાં તિથિ, માસ, વર્ષની યોજના ભૂતકાળના અધ્યાપકની ભેટ છે. અધ્યયન! પચીસ પચીસ ગુરુશિષ્યની પેઢીઓનું અધ્યયન! કમ્મરતોડ નહીં; કહો કે પેઢીઓતોડ અધ્યયન!! સંશોધનો કેવાં હોય છે તેનો છેલ્લાં સો વર્ષ પહેલાંનો એક દાખલો આપું તો ભારતની સૌથી જૂની પ્રાપ્ત હસ્તપ્રત જે ભોજપત્ર ઉપર લખાયેલી છે. આ હસ્તપ્રતના ધારકે આર્થિક લાભ માટે એના ત્રણ ટુકડા કરીને વેચી નાખી! આ ત્રણ ટુકડાના પણ સંખ્યાબંધ ટુકડા થયા, જેનો એક ટુકડો ફ્રેન્ચ વિદ્વાન સેનારના હાથમાં આવ્યો! સેનારે જોયું કે માણસે લખેલી પ્રાચીનતમ હસ્તપ્રતનો આ ટુકડો છે. યોગાનુયોગ એક ટુકડો પેત્રોફિસ્ક નામના રશિયન વિદ્વાનના હાથમાં ચડ્યો! બંને વિદ્વાનોએ મહત્ત્વ પારખી લીધું અને એક બાજુ બાકી રહેતા ટુકડા હાથ કરવા દુનિયા ફેંદી નાખી તો બીજી બાજુ જે હાથમાં હતા તેના આધારે અધ્યયન આરંભ્યું અને વર્ષોની મહેનત પછી દુનિયાભરના વિદ્વાનો જેને પ્રાકૃત. ધમ્મપદ' કહી સન્માને છે તેનું પ્રકાશન શક્ય બન્યું! આપણે ત્યાં 'વસંતવિલાસ'ની હસ્તપ્રત, તેનું અધ્યયન અને પ્રકાશન પણ આવા જ તેજસ્વી ધમપછાડાનું પરિણામ હોવાનું સુવિદિત છે. હમણાંનાં જ ઉદાહરણો લઈએ તો ગુજરાતી ભાષાની પૂર્વપીઠિકા જેવા અપભ્રંશપ્રાકૃતગ્રંથો તૈયાર કરનાર પ્રાતઃસ્મરણીય જિનવિજયજી મહારાજ, એકલે હાથે સૌરાષ્ટ્રના લુણસર જેવા નાનકડા ગામમાંથી ‘જૈન ગૂર્જર કવિઓ'નો અમર વારસો આપણી સામે ધરનાર મોહનલાલ દલીચંદ દેસાઈ, મધ્યકાલીન ઇતિહાસ અને સાહિત્યમાં જિંદગી ખર્ચી નાખનાર ભોગીલાલ સાંડેસરા અને આપણી વચ્ચે આજ જે હયાત નથી તે ભાયાણીસાહેબ અને જયંત કોઠારી! આ બધાને જાણીએ કે જોઈએ ત્યારે લાગે છે કે સમુદ્રની માફક સ્વાધ્યાયને પણ સામા તીર નથી! ખગોળ, ભૂગોળ, ઇતિહાસ, વનસ્પતિ, પશુપંખી, માણસના આવાસ, શિલ્પ-સ્થાપત્ય, ભરત-ગૂંથણ, વસ્ત્રાલંકાર અને ભિન્ન ભિન્ન બોલી તથા તેનું લોકસાહિત્ય, ચારણી સાહિત્ય, શિષ્ટ સાહિત્ય અને તેની પેટા વિદ્યાશાખાઓ, સર્જકો અને સ્વરૂપો, શબ્દ અને અક્ષર અહીં રંગાવ તો જ રંગ જોવા મળે! અધ્યાપક તરીકે આપણું ઉત્તરદાયિત્વ છે કે ઓછામાં ઓછા બાર કલાક અધ્યયન અને અધ્યાપન માટે આપવા. આ આપણું પોતાનું અંદર થયેલું કમિટમેન્ટ છે. અંતમાં કવિ શ્રી ન્હાનાલાલની બે પંક્તિઓ, એક શબ્દફેરે મૂકી આપની રજા લઉં છું : ઊડો રાજ, પાંખમાં ભરીને અનંત પ્રેરણા, સ્વાધ્યાયને નથી સામા તીર.