ઇન્ટરવ્યૂઝ/અંતઃસૂઝનો આલેખ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <center><big>'''અંતઃ સૂઝનો આલેખ'''</big></center> <center><big>'''[શ્રી પન્નાલાલ પટેલની મુલાકાત]'''</big></center> {{Poem2Open}} '''પ્રશ્ન : પન્નાલાલભાઈ, ‘અલપઝલપ’ નામના તમારા બાળપણના અનુભવોના પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી ઉમાશ...")
 
No edit summary
 
Line 7: Line 7:

{{Poem2Open}}
{{Poem2Open}}
'''પ્રશ્ન : પન્નાલાલભાઈ, ‘અલપઝલપ’ નામના તમારા બાળપણના અનુભવોના પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી ઉમાશંકરે તમારે માટે ઓલદોલ લખ્યું છે. કશીય રોકટોક અનુભવ્યા વગર બધી પરિસ્થિતિમાં તમે એક જાતના આત્મવિશ્વાસ સાથે લીલાપૂર્વક વિચરતા એમ તેઓ લખે છે. વળી ‘હું સમજું છું બધું’ – એવી ચમક પણ એમણે તમારી આંખોમાં છેક બાળપણથી જોઈ છે વળી એમણે તમારી પરગજુપણાની ઉદાર વૃત્તિનીયે ઉમળકાથી નોંધ કરી છે. પણ એમણે તમે છાત્રાલયમાંથી ચાલ્યા ગયા અને ભણતા ઊઠી ગયા તે પ્રસંગ સાથે પેલા રૂપિયાની વાત માર્મિક રીતે કહી છે. તમે પોસ્ટકાર્ડમાં નિશાળમાં નોંધણી સાથે જમા મૂકેલો એક રૂપિયો ટપાલ દ્વારા મોકલી આપવા ઉમાશંકરને લખેલું! સંસારને – જગતને તમે જે બરાબર ઓળખો છે તેની ચાવી મને તમારા આ રૂપિયો મગાવી લેવાના મૂળ સ્વભાવમાં પડેલી દેખાય છે. ઘણા ખરા લેખકો જ્યાં સ્વપ્નીલ અને જીવનનું આત્મલક્ષી આલેખન કરી અટકી જાય તેમ તમે અટકી જતા નથી એટલે કે વ્યાસજીની જેમ દુરિતને – અનિષ્ટને પૂરેપૂરા સમજો છો અને નરી તટસ્થતાથી આલેખો છો તેનું રહસ્ય મને તમારા સ્વભાવના મૂળમાં જે ‘પક્કાપણું’ છે તેમાં વર્તાય છે. ‘વળામણાં’, ‘જીવો દાંડ’, ‘માનવીની ભવાઈ’ વગેરે અનેક કથાનકોમાં તમને મનોર મુખીઓ કે પેથા પટેલો કે માલી ડોશીઓ જડી જાય છે તેનું કારણ તમારી જીવન પામવાની અને કળાના આલેખન વેળાનું તમારામાં રહેલું અનાસક્તિનું તત્ત્વ છે. એક બાજુથી તમે શાળાનો અભ્યાસ પણ પૂરો કર્યો નથી, છતાં વાલ્મીકીની જેમ તળ ફોડીને સર્જકના રૂપમાં તમારું પ્રગટ થવું ને બીજી બાજુ વ્યાસજીની જેમ સકલતાને આંબવા જગત અને પદાર્થોને તેના પૂર્ણ સત્યમાં પામવાની મથામણ કરતા પ્રગટ થવું – આમ આત્મલક્ષિતા અને પરલક્ષિતાથી પ્રગટ થતા તમને જોઉં છું.
'''પ્રશ્ન : પન્નાલાલભાઈ, ‘અલપઝલપ’ નામના તમારા બાળપણના અનુભવોના પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી ઉમાશંકરે તમારે માટે ઓલદોલ લખ્યું છે. કશીય રોકટોક અનુભવ્યા વગર બધી પરિસ્થિતિમાં તમે એક જાતના આત્મવિશ્વાસ સાથે લીલાપૂર્વક વિચરતા એમ તેઓ લખે છે. વળી ‘હું સમજું છું બધું’ – એવી ચમક પણ એમણે તમારી આંખોમાં છેક બાળપણથી જોઈ છે વળી એમણે તમારી પરગજુપણાની ઉદાર વૃત્તિનીયે ઉમળકાથી નોંધ કરી છે. પણ એમણે તમે છાત્રાલયમાંથી ચાલ્યા ગયા અને ભણતા ઊઠી ગયા તે પ્રસંગ સાથે પેલા રૂપિયાની વાત માર્મિક રીતે કહી છે. તમે પોસ્ટકાર્ડમાં નિશાળમાં નોંધણી સાથે જમા મૂકેલો એક રૂપિયો ટપાલ દ્વારા મોકલી આપવા ઉમાશંકરને લખેલું! સંસારને – જગતને તમે જે બરાબર ઓળખો છે તેની ચાવી મને તમારા આ રૂપિયો મગાવી લેવાના મૂળ સ્વભાવમાં પડેલી દેખાય છે. ઘણા ખરા લેખકો જ્યાં સ્વપ્નીલ અને જીવનનું આત્મલક્ષી આલેખન કરી અટકી જાય તેમ તમે અટકી જતા નથી એટલે કે વ્યાસજીની જેમ દુરિતને – અનિષ્ટને પૂરેપૂરા સમજો છો અને નરી તટસ્થતાથી આલેખો છો તેનું રહસ્ય મને તમારા સ્વભાવના મૂળમાં જે ‘પક્કાપણું’ છે તેમાં વર્તાય છે. ‘વળામણાં’, ‘જીવો દાંડ’, ‘માનવીની ભવાઈ’ વગેરે અનેક કથાનકોમાં તમને મનોર મુખીઓ કે પેથા પટેલો કે માલી ડોશીઓ જડી જાય છે તેનું કારણ તમારી જીવન પામવાની અને કળાના આલેખન વેળાનું તમારામાં રહેલું અનાસક્તિનું તત્ત્વ છે. એક બાજુથી તમે શાળાનો અભ્યાસ પણ પૂરો કર્યો નથી, છતાં વાલ્મીકીની જેમ તળ ફોડીને સર્જકના રૂપમાં તમારું પ્રગટ થવું ને બીજી બાજુ વ્યાસજીની જેમ સકલતાને આંબવા જગત અને પદાર્થોને તેના પૂર્ણ સત્યમાં પામવાની મથામણ કરતા પ્રગટ થવું – આમ આત્મલક્ષિતા અને પરલક્ષિતાથી પ્રગટ થતા તમને જોઉં છું.'''

બાલપણથી તમારી આંખમાં ‘હું આ બધું સમજું છું’—ની ચમકે અને ‘પક્કાપણા’ એ તમને સહાય કરી છે એમ તમે માનો છો? તમારો સ્વભાવ, તમારી અંગત માન્યતાઓ, તમારી વૃત્તિઓ, તમારાં જીવનમૂલ્યો – આ સર્વની અસર તમારા સર્જનો પર થઈ છે કે નહિ? કેટલે અંશે થઈ હશે? ઘણી વખત એવું બને છે કે ચિત્તના અર્ધજાગ્રત સ્તરના ધક્કાને લીધે અનાયાસ જ લેખકનાં મંતવ્યો અને પ્રિય ભાવનાઓ પ્રગટ થઈ જતાં હોય છે. શરદબાબુ જેવા સમર્થ નવલકથાકારે પણ જાણે પોતાના જીવનના એકરારો હોય તેમ નિરુપમાદેવી સાથેના એમના અંગત સંબંધોની મુદ્રાઓ તેમનાં તમામ નારીપાત્રોના સંબંધમાં ઊપસાવી છે. અનેક લેખકો વિશે આમ બન્યું છે.
'''બાલપણથી તમારી આંખમાં ‘હું આ બધું સમજું છું’—ની ચમકે અને ‘પક્કાપણા’ એ તમને સહાય કરી છે એમ તમે માનો છો? તમારો સ્વભાવ, તમારી અંગત માન્યતાઓ, તમારી વૃત્તિઓ, તમારાં જીવનમૂલ્યો – આ સર્વની અસર તમારા સર્જનો પર થઈ છે કે નહિ? કેટલે અંશે થઈ હશે? ઘણી વખત એવું બને છે કે ચિત્તના અર્ધજાગ્રત સ્તરના ધક્કાને લીધે અનાયાસ જ લેખકનાં મંતવ્યો અને પ્રિય ભાવનાઓ પ્રગટ થઈ જતાં હોય છે. શરદબાબુ જેવા સમર્થ નવલકથાકારે પણ જાણે પોતાના જીવનના એકરારો હોય તેમ નિરુપમાદેવી સાથેના એમના અંગત સંબંધોની મુદ્રાઓ તેમનાં તમામ નારીપાત્રોના સંબંધમાં ઊપસાવી છે. અનેક લેખકો વિશે આમ બન્યું છે.'''

All the thing I have written are but fragments of a long confession–
'''All the thing I have written are but fragments of a long confession–'''

તમારાં પાત્રો સાથે તમને ક્યાંય અંગત સંબંધો હોવાનો એકરાર કરવા જેવું લાગે છે?'''
'''તમારાં પાત્રો સાથે તમને ક્યાંય અંગત સંબંધો હોવાનો એકરાર કરવા જેવું લાગે છે?'''

ઉત્તર : જેટલી સરળતાથી માણસ બીજાને ‘ઓળખી’ લે(?) એટલી સહજતાથી પોતાને પામી શકતો નથી એ એક હકીકત છે. આ હિસાબે તમારા પ્રશ્નોના મારા જવાબો કેટલી હદે સાચા હશે એ કહી શકાય નહિ. પણ એટલું ખરું કે જવાબ આપવાનો પ્રયત્ન હું નિષ્ઠાપૂર્વક કરીશ.

Line 35: Line 35:
ટૂંકમાં મારાં સર્જનો ઉપર મારી જ પોતાની અસર છે ને તે પણ હજી તો અડધીપડધી ઊતરી છે. હાસ્તો, સર્જક જ પોતે પોતાનાં નાનાં-મોટાં પાત્રોમાં તેમ જ ઊલટાં-સૂલટાં મંતવ્યોમાં રામબાણ હોય છે. એનો અર્થ એ થયો કે મારામાં આવેલા સહજ એવા માનવતત્ત્વને માનવી માત્ર સહજ રીતે પ્રિય – પોતાનું જ હોય છે.

'''પ્રશ્ન : પ્રેમ અને દામ્પત્ય વિશે તમે અનેક સત્ત્વશીલ રચનાઓ કરી છે. ફિલસૂફી અને મનોવિજ્ઞાનની દૃષ્ટિએ તેની ઊંડી તપાસ થઈ શકે એવી ધારણા-શક્તિ ને તાકાત છે તમારી આવી રચનાઓમાં. તમને ઝીણવટથી વાંચતાં મને તમારી સ્ત્રીઓ અદ્ભુત લાગી છે—ખાસ કરીને વાર્તાઓની અનેક પ્રકારની સ્ત્રીઓ તો વિસ્મયનું એક વિશાળ વિશ્વ ખડું કરી દે છે. અનેક રૂપોમાં તમે એને પ્રગટ કરી છે. એક એક સ્ત્રીની image (કલ્પન) ઘડાતી આવે, પછી ભૂંસાતી જાય, આ બધી રચાતી-ભૂંસાતી સ્ત્રીઓમાંથી કોઈ એક જ સ્ત્રી, કોઈ શાશ્વતી નારી તમે કલ્પી છે? અનેક નારીપાત્રોનાં–અનેક સત્યોના કેન્દ્રમાં શો અનુભવ રહેલો છે? ટૂંકમાં તમે સ્ત્રી વિશે શું માનો છો?
'''પ્રશ્ન : પ્રેમ અને દામ્પત્ય વિશે તમે અનેક સત્ત્વશીલ રચનાઓ કરી છે. ફિલસૂફી અને મનોવિજ્ઞાનની દૃષ્ટિએ તેની ઊંડી તપાસ થઈ શકે એવી ધારણા-શક્તિ ને તાકાત છે તમારી આવી રચનાઓમાં. તમને ઝીણવટથી વાંચતાં મને તમારી સ્ત્રીઓ અદ્ભુત લાગી છે—ખાસ કરીને વાર્તાઓની અનેક પ્રકારની સ્ત્રીઓ તો વિસ્મયનું એક વિશાળ વિશ્વ ખડું કરી દે છે. અનેક રૂપોમાં તમે એને પ્રગટ કરી છે. એક એક સ્ત્રીની image (કલ્પન) ઘડાતી આવે, પછી ભૂંસાતી જાય, આ બધી રચાતી-ભૂંસાતી સ્ત્રીઓમાંથી કોઈ એક જ સ્ત્રી, કોઈ શાશ્વતી નારી તમે કલ્પી છે? અનેક નારીપાત્રોનાં–અનેક સત્યોના કેન્દ્રમાં શો અનુભવ રહેલો છે? ટૂંકમાં તમે સ્ત્રી વિશે શું માનો છો?'''

વળી તમારાં નારીપાત્રોના ઘડતરમાં શરદબાબુ, રવીન્દ્રનાથ, ગોવર્ધનરામ, મુનશી કે અન્ય સાહિત્યકારોનું કે અન્ય વ્યક્તિઓનું ઋણ ખરું?'''
'''વળી તમારાં નારીપાત્રોના ઘડતરમાં શરદબાબુ, રવીન્દ્રનાથ, ગોવર્ધનરામ, મુનશી કે અન્ય સાહિત્યકારોનું કે અન્ય વ્યક્તિઓનું ઋણ ખરું?'''

ઉત્તર : તમારા આ પ્રશ્નનો ચોખ્ખો જવાબ આપવો એ મુશ્કેલ કામ લાગે છે. એક તરફ મારું જીવન હાડમારીઓથી ભરેલું છે. તો બીજી તરફ મારું આંતરજીવન સંગીત સરખું આહ્લાદક છે. સામાજિક સંદર્ભમાં જોઈએ તોપણ લેખક થયો ત્યાં સુધીનું મારું જીવન–બચપણનાં સાતેક વર્ષ બાદ કરતાં – શહેરોમાં જ વીતેલું છે. શહેરમાં પણ નોકરી કરતાં અડધું શ્રમજીવીઓની દુનિયામાં ને અડધું સુખી એવા મધ્યમ વર્ગનાં માનવીઓમાં - અલબત્ત લેખક થયો ત્યાં સુધીની આ વાત હું કરું છું.

Line 125: Line 125:
ને છતાંય આપણને એ બધું જાણવાની ને સમજવાની ઇચ્છા થાય છે એ પણ કેવું આહલાદક છે!
ને છતાંય આપણને એ બધું જાણવાની ને સમજવાની ઇચ્છા થાય છે એ પણ કેવું આહલાદક છે!

'''પ્રશ્ન : એકવાર સ્વ. ચુનીલાલ મડિયાએ મને તમારા ‘ભાંગ્યાના ભેરુ’ની રૂપનિર્મિતિ વિશે ‘રુચિ’માં લખવા કહ્યું ને (સપ્ટેમ્બર : 1966ના ‘રુચિ’ના અંકમાં) મેં લખ્યુંય ખરું. એ લેખમાં મેં કલાકૃતિએ આકાર (રૂપ) તો પ્રગટ કરવો જ જોઈએ એમ કહીને ચર્ચા કરેલી તે અહીં ઉતારું છું :
'''પ્રશ્ન : એકવાર સ્વ. ચુનીલાલ મડિયાએ મને તમારા ‘ભાંગ્યાના ભેરુ’ની રૂપનિર્મિતિ વિશે ‘રુચિ’માં લખવા કહ્યું ને (સપ્ટેમ્બર : 1966ના ‘રુચિ’ના અંકમાં) મેં લખ્યુંય ખરું. એ લેખમાં મેં કલાકૃતિએ આકાર (રૂપ) તો પ્રગટ કરવો જ જોઈએ એમ કહીને ચર્ચા કરેલી તે અહીં ઉતારું છું :'''

F. L. Lucas કહે છે, “style is a most terrible subject to discourse upon” અને એટલે તો ઈ. એમ. ફોર્સ્ટર આ આકાર કે શૈલીની ભંગિમા વિશે માનવાનું જ માંડી વાળે છે. તે નિત્શેને ટાંકીને કહે છે : ‘All that is prearranged is false’ એડવિન મુર ફોર્સ્ટરનો ઉલ્લેખ કરીને કહે છે : He is Content so long as a novelist, ‘bounces’ us into a belief in nis characters and gives us life.’ એટલે ફોર્સ્ટરને તો આકારની લાંબી કડાફટ કરતાં જિંદગીનો ધબકારો જ વહાલો લાગે છે પણ આ ધબકારાનો લય જ એવો નમનીય આકાર ધરી લે છે કે જીવનની ભાતમાંથી રૂપનિર્મિત આપોઆપ થઈ જાય છે—ફોર્સ્ટર માને કે ન માને તો પણ તમે કલાકૃતિના સર્જન વખતે આ આકાર વિશે–સભાનતાથી સતત વિચારતા રહો છો? કે પછી—'''
'''F. L. Lucas કહે છે, “style is a most terrible subject to discourse upon” અને એટલે તો ઈ. એમ. ફોર્સ્ટર આ આકાર કે શૈલીની ભંગિમા વિશે માનવાનું જ માંડી વાળે છે. તે નિત્શેને ટાંકીને કહે છે : ‘All that is prearranged is false’ એડવિન મુર ફોર્સ્ટરનો ઉલ્લેખ કરીને કહે છે : He is Content so long as a novelist, ‘bounces’ us into a belief in nis characters and gives us life.’ એટલે ફોર્સ્ટરને તો આકારની લાંબી કડાફટ કરતાં જિંદગીનો ધબકારો જ વહાલો લાગે છે પણ આ ધબકારાનો લય જ એવો નમનીય આકાર ધરી લે છે કે જીવનની ભાતમાંથી રૂપનિર્મિત આપોઆપ થઈ જાય છે—ફોર્સ્ટર માને કે ન માને તો પણ તમે કલાકૃતિના સર્જન વખતે આ આકાર વિશે–સભાનતાથી સતત વિચારતા રહો છો? કે પછી—'''

ઉત્તર : ખરું પૂછો તો આકારનો અર્થ હું હજી સુધી સમજી શક્યો નથી. એ વિશે હું કશું વિચારતો પણ નથી. સમજું તો વિચારું ને?
ઉત્તર : ખરું પૂછો તો આકારનો અર્થ હું હજી સુધી સમજી શક્યો નથી. એ વિશે હું કશું વિચારતો પણ નથી. સમજું તો વિચારું ને?
Line 135: Line 135:
સર્જનની આ બધી પ્રક્રિયાઓ જ એવી હોય છે કે મેં જેમ આગળ કહ્યું છે તેમ એ બધું કાર્યકારણના ચોકઠામાં બેસાડવાનું મુશ્કેલ કામ છે. બેસાડીએ તો પણ આપણાં માત્ર મનમનામણાં જ!
સર્જનની આ બધી પ્રક્રિયાઓ જ એવી હોય છે કે મેં જેમ આગળ કહ્યું છે તેમ એ બધું કાર્યકારણના ચોકઠામાં બેસાડવાનું મુશ્કેલ કામ છે. બેસાડીએ તો પણ આપણાં માત્ર મનમનામણાં જ!

'''પ્રશ્ન : પન્નાલાલભાઈ, આપણા જાનપદી પ્રમુખ કથાકારો મેઘાણી અને તમે કહેવું હોય તો કહેવાય કે આલંકારિક રીતે મેઘાણીની શૈલી ગીર પ્રદેશની આહિરાણી જેવી કમનીય અને ધીંગી મદભરી છે. તમારી શૈલી ઘેરવાળી ઘાઘરી ને તસતસતું કાપડું પહેરી લચકતી ચાલે લચકાતી રાજુ પટલાણી જેવી છે. તમે બન્નેએ આપણી પ્રજાના પ્રાણને ભાષાની બળકટતાથી પ્રગટ કર્યો છે. ને એમાંયે ‘માનવીની ભવાઈ’ની તેના દરેક પરિમાણોમાં પ્રગટ થતી ભાષા તો ગુજરાતી ભાષાની અનન્ય અને અપૂર્વ સિદ્ધિ છે :
'''પ્રશ્ન : પન્નાલાલભાઈ, આપણા જાનપદી પ્રમુખ કથાકારો મેઘાણી અને તમે કહેવું હોય તો કહેવાય કે આલંકારિક રીતે મેઘાણીની શૈલી ગીર પ્રદેશની આહિરાણી જેવી કમનીય અને ધીંગી મદભરી છે. તમારી શૈલી ઘેરવાળી ઘાઘરી ને તસતસતું કાપડું પહેરી લચકતી ચાલે લચકાતી રાજુ પટલાણી જેવી છે. તમે બન્નેએ આપણી પ્રજાના પ્રાણને ભાષાની બળકટતાથી પ્રગટ કર્યો છે. ને એમાંયે ‘માનવીની ભવાઈ’ની તેના દરેક પરિમાણોમાં પ્રગટ થતી ભાષા તો ગુજરાતી ભાષાની અનન્ય અને અપૂર્વ સિદ્ધિ છે :'''

“અષાઢી ત્રીજની રાત્રે આકાશ ચગડોળે ચડ્યું. પાછલી રાતે ધરતી પર વાવાઝોડાનું ધમસાણ મંડાયું. કૂકડો બોલતાં ધરતી-આભ એકતાર થઈ ગયાં.” (કેટલું ગતિલાસ્યવાળું અને છતાં કેવું ચિત્રાત્મક!)
'''“અષાઢી ત્રીજની રાત્રે આકાશ ચગડોળે ચડ્યું. પાછલી રાતે ધરતી પર વાવાઝોડાનું ધમસાણ મંડાયું. કૂકડો બોલતાં ધરતી-આભ એકતાર થઈ ગયાં.” (કેટલું ગતિલાસ્યવાળું અને છતાં કેવું ચિત્રાત્મક!)'''

“તો રામાએ તો કહ્યું પણ ખરું! આ દનના બાપડાનાય ટાંટિયા ભૂખે ભાંગી ગયા છે કે શું? તે હેંડતા જ નથી!” (ઓષ્ઠ્ય અને મહાપ્રાણ વર્ણો પાસેથી પ્રલંબિત લય દ્વારા લંગડાતા-ખોડંગાતા કાળને જ ખડો કરી દીધો છે!)
'''“તો રામાએ તો કહ્યું પણ ખરું! આ દનના બાપડાનાય ટાંટિયા ભૂખે ભાંગી ગયા છે કે શું? તે હેંડતા જ નથી!” (ઓષ્ઠ્ય અને મહાપ્રાણ વર્ણો પાસેથી પ્રલંબિત લય દ્વારા લંગડાતા-ખોડંગાતા કાળને જ ખડો કરી દીધો છે!)'''

‘પરથમીનો પોઠી’નું ગદ્ય, માલી ડોશીની ગાળોનું ગદ્ય, દુષ્કાળના થરથરાવી મૂકે તેવા ભેંકારનું કે ઊઠતી કિલકારીઓનું ગદ્ય, ઘણાનું, વેદનાનું, જીવનની વસંતનું એમ અનેક સ્તરે પ્રાણવાન ગદ્ય પ્રગટ થતું જાય છે ત્યાં તમે સોળે કળાએ ખીલી ઊઠો છો, પણ માંડલી-નિવાસી પન્નાલાલ પટેલ પર અમદાવાદી ચિમની-ધુમાડિયાની અસર વર્તાય છે ત્યારે પાત્રોનાં વર્તનમાં દ્વિધા જણાય છે ને પરિણામે શૈલી ક્યાંક ક્યાંક કૃત્રિમ બની જાય છે. ઈશાનિયા પ્રદેશનો ઘરોબો ઘૂંટવાને લીધે જ આમ થયું હશે એમ આપને નથી લાગતું? નહિતર પન્નાલાલ આવાં વાક્યો લખે? : “પ્રસન્ન-વદના રાજુથી અનાયાસે જ પાદપૂર્તિ રચાઈ ગઈ” કે “ને જ્યાં બોલકાપણાનું અવળું આળ ચડાવી રહેલી બોલકી રાજુને બોલતી બંધ કરવાનો કાળુને...” કે “હાસ્તો! માનવજીવનને ધારણ કરી રહેલું એ બીજ ધરતીનું ઉરપાન કરતું ઊગતું થાય ને!” કે “ભૂખની પેલી કાતિલ કટાર તથા ભયંકર આર્તનાદ અને વેદનાઓથી ભરેલો એ મોતીનો વરસાદ જોઈને પોતાનામાં પડેલા પેલા જીવનતત્ત્વને સાકાર કરી માનવજાત સામે જાણે સમર્પિત થઈ રહ્યા હતા.” કે “એ ઉપર સહાનુભૂતિપૂર્વક વિવેચન કરતાં અંતમાં…”
'''‘પરથમીનો પોઠી’નું ગદ્ય, માલી ડોશીની ગાળોનું ગદ્ય, દુષ્કાળના થરથરાવી મૂકે તેવા ભેંકારનું કે ઊઠતી કિલકારીઓનું ગદ્ય, ઘણાનું, વેદનાનું, જીવનની વસંતનું એમ અનેક સ્તરે પ્રાણવાન ગદ્ય પ્રગટ થતું જાય છે ત્યાં તમે સોળે કળાએ ખીલી ઊઠો છો, પણ માંડલી-નિવાસી પન્નાલાલ પટેલ પર અમદાવાદી ચિમની-ધુમાડિયાની અસર વર્તાય છે ત્યારે પાત્રોનાં વર્તનમાં દ્વિધા જણાય છે ને પરિણામે શૈલી ક્યાંક ક્યાંક કૃત્રિમ બની જાય છે. ઈશાનિયા પ્રદેશનો ઘરોબો ઘૂંટવાને લીધે જ આમ થયું હશે એમ આપને નથી લાગતું? નહિતર પન્નાલાલ આવાં વાક્યો લખે? : “પ્રસન્ન-વદના રાજુથી અનાયાસે જ પાદપૂર્તિ રચાઈ ગઈ” કે “ને જ્યાં બોલકાપણાનું અવળું આળ ચડાવી રહેલી બોલકી રાજુને બોલતી બંધ કરવાનો કાળુને...” કે “હાસ્તો! માનવજીવનને ધારણ કરી રહેલું એ બીજ ધરતીનું ઉરપાન કરતું ઊગતું થાય ને!” કે “ભૂખની પેલી કાતિલ કટાર તથા ભયંકર આર્તનાદ અને વેદનાઓથી ભરેલો એ મોતીનો વરસાદ જોઈને પોતાનામાં પડેલા પેલા જીવનતત્ત્વને સાકાર કરી માનવજાત સામે જાણે સમર્પિત થઈ રહ્યા હતા.” કે “એ ઉપર સહાનુભૂતિપૂર્વક વિવેચન કરતાં અંતમાં…”'''
Percy Lubbock કહે છે : ‘To have lived with their creations is to have lived with them as well, with so many hours of familiar intercourse behind us we have learnt to know them.’

આ આખાયે પ્રશ્ન વિશે તમને શું લાગે છે?'''  
'''Percy Lubbock કહે છે : ‘To have lived with their creations is to have lived with them as well, with so many hours of familiar intercourse behind us we have learnt to know them.’'''
 
'''આ આખાયે પ્રશ્ન વિશે તમને શું લાગે છે?'''  

ઉત્તર : ‘માનવીની ભવાઈ’માં આવતાં કેટલાંક નિરૂપણો સામેની તમારી ફરિયાદ સાવ સાચી છે.
ઉત્તર : ‘માનવીની ભવાઈ’માં આવતાં કેટલાંક નિરૂપણો સામેની તમારી ફરિયાદ સાવ સાચી છે.
Line 150: Line 151:
પણ મૂળ વાત એ છે કે મને એનો ખ્યાલ જ નહિ કે ભાષા અને નિરૂપણની રીતે આપણે આપણું વાતાવરણની બહાર નીકળી ગયા છીએ….નહિ તો આવી વાક્યરચનાઓ સરળતાથી બદલી શકાઈ હોત. આ પ્રકારનાં નિરૂપણ જોતાં સહેજે એમ કહી શકાય કે લેખકનું ચિત્ત આ પળે મૂળપ્રવાહમાંથી ખસી ગયું છે. વળી કેટલીક વાર ડહાપણ કરવાની વૃત્તિ પણ કામ કરતી હોય છે. ‘સાહિત્યિક’ થવાનો મોહ પણ કદીક થઈ આવતો હશે! ગમે તેમ પણ આ પ્રકારનાં મારાં નિરૂપણો મારી કેટલીક બેદરકારીઓને લીધે રહી ગયાં છે, તો કેટલાંક વિશે મને ખ્યાલ પણ નથી હોતો કે આ અહીં બેસતું નથી. કેટલાંક શબ્દો તો એવા હશે કે મને એની ખબર પણ ન હોય કે આ શબ્દ શહેરી છે કે ગામડાનો છે! શંકા ઊઠે તો ફેરવું ને?

'''પ્રશ્ન : ખરું જોતાં તો સર્જન-કર્મની જવાબદારી તો લેખકને તેની સંવેદનાની ઊંડી સૂઝમાંથી આવે છે. લેખક, ખાસ કરીને ગદ્યલેખક, લખતી વેળાએ શું અનુભવે છે તે અથવા તે real life વિશે શું અનુભવે છે તે જ સંવેદના હોય છે. લેખકે પોતાનાથી પર એવા બાહ્ય વાસ્તવને નિરૂપવાનો હોય છે. એક જુદા અર્થમાં આ બધું તેના જ જીવનના અનુસંધાન (Intension) જેવું હોય છે અથવા ડી એસ. સેવેજ કહે છે તેમ તેના જ સમાનશીલ પદાર્થરૂપ (analogue) હોય છે. એટલે ઘણી વાર એવું બને છે કે લેખકની પહેલી નવલકથામાં તેની સંવેદના સચ્ચાઈપૂર્ણ હોય છે, કારણ કે એ જે અનુભવે છે તે જ તાજગીપૂર્વક સૌંદર્યમયતાથી એ આલેખે છે. આ પ્રકટીકરણ તેની આંતરિક અનિવાર્યતામાંથી થાય છે. વાર્તાકારે, એ જે જાણે છે તેના કરતાં એ અનુભવે છે તે વિષય પસંદ કર્યો હોય તો તેને વધુ યારી મળે છે.
'''પ્રશ્ન : ખરું જોતાં તો સર્જન-કર્મની જવાબદારી તો લેખકને તેની સંવેદનાની ઊંડી સૂઝમાંથી આવે છે. લેખક, ખાસ કરીને ગદ્યલેખક, લખતી વેળાએ શું અનુભવે છે તે અથવા તે real life વિશે શું અનુભવે છે તે જ સંવેદના હોય છે. લેખકે પોતાનાથી પર એવા બાહ્ય વાસ્તવને નિરૂપવાનો હોય છે. એક જુદા અર્થમાં આ બધું તેના જ જીવનના અનુસંધાન (Intension) જેવું હોય છે અથવા ડી એસ. સેવેજ કહે છે તેમ તેના જ સમાનશીલ પદાર્થરૂપ (analogue) હોય છે. એટલે ઘણી વાર એવું બને છે કે લેખકની પહેલી નવલકથામાં તેની સંવેદના સચ્ચાઈપૂર્ણ હોય છે, કારણ કે એ જે અનુભવે છે તે જ તાજગીપૂર્વક સૌંદર્યમયતાથી એ આલેખે છે. આ પ્રકટીકરણ તેની આંતરિક અનિવાર્યતામાંથી થાય છે. વાર્તાકારે, એ જે જાણે છે તેના કરતાં એ અનુભવે છે તે વિષય પસંદ કર્યો હોય તો તેને વધુ યારી મળે છે.'''

તમને એમ નથી લાગતું કે ‘માનવીની ભવાઈ’માં જે કલાકૃતિ રચાય છે, તે પછી દસ વરસે લખાયેલા તેના બીજા ભાગ ‘ભાંગ્યાના ભેરુ’માં રચાતી નથી? ‘માનવીની ભવાઈ’ની કુંવારી ચેતના ક્યાં અને છપામાં ‘હફતેવાર’ છપાયેલી ‘ભાંગ્યાના ભેરુ’ની ચેતના ક્યાં? ‘ભાંગ્યાના ભેરુ’માં અને પછી ‘ઘમ્મર વલોણું’માં સમગ્રને આંબતો પેલો સઘનતાનો સ્પર્શ ઓછો થાય છે એમ આપને લાગે છે? ‘માનવીની ભવાઈ’માં પ્રગટેલા કલાવૈશ્વાનર પર ધીમે ધીમે રાખોડી વળવા માંડે છે એમ તમને લાગે છે? કલાકારને પછી ધીરે ધીરે ઉંમરનો થાક લાગતો હશે? કે...'''
'''તમને એમ નથી લાગતું કે ‘માનવીની ભવાઈ’માં જે કલાકૃતિ રચાય છે, તે પછી દસ વરસે લખાયેલા તેના બીજા ભાગ ‘ભાંગ્યાના ભેરુ’માં રચાતી નથી? ‘માનવીની ભવાઈ’ની કુંવારી ચેતના ક્યાં અને છપામાં ‘હફતેવાર’ છપાયેલી ‘ભાંગ્યાના ભેરુ’ની ચેતના ક્યાં? ‘ભાંગ્યાના ભેરુ’માં અને પછી ‘ઘમ્મર વલોણું’માં સમગ્રને આંબતો પેલો સઘનતાનો સ્પર્શ ઓછો થાય છે એમ આપને લાગે છે? ‘માનવીની ભવાઈ’માં પ્રગટેલા કલાવૈશ્વાનર પર ધીમે ધીમે રાખોડી વળવા માંડે છે એમ તમને લાગે છે? કલાકારને પછી ધીરે ધીરે ઉંમરનો થાક લાગતો હશે? કે...'''

ઉત્તર : મજાનો પ્રશ્ન છે.
ઉત્તર : મજાનો પ્રશ્ન છે.
Line 178: Line 179:
મને પોતાને શ્રદ્ધા છે કે મારી આ ગડમથલ આજે નહિ તો આવતી કાલે કોઈક ને કોઈક જોનાર–સમજનાર નીકળી આવશે! બાકી તો આપણામાં કહેવત છે કે માનો તો દેવ નહિ તો પથ્થર. આપણને તો સર્જન કર્યું એનો જ એક આનંદ છે.
મને પોતાને શ્રદ્ધા છે કે મારી આ ગડમથલ આજે નહિ તો આવતી કાલે કોઈક ને કોઈક જોનાર–સમજનાર નીકળી આવશે! બાકી તો આપણામાં કહેવત છે કે માનો તો દેવ નહિ તો પથ્થર. આપણને તો સર્જન કર્યું એનો જ એક આનંદ છે.

'''પ્રશ્ન : તમે સુંદરમને લખેલું : ‘તમે જ કો’ને હવે? મારા જેવા શ્રમજીવી માનવીમાં આ સર્જકતત્ત્વ, ભાષા અને કલ્પના, પ્રસંગો ને પાત્રો, તો કળા અને વસ્તુસંકલના વગેરે લઈને વણમાગ્યું ને વણપ્રીછ્યું એકાએક કરુણા કરતુંકને કેમ આવ્યું ને કોણે મોકલ્યું?’ તમારા સર્જનમાં તો અંતે ઉદાત્તતા અને કરુણાનો પારાવાર છે જ! પણ આ તમારી આસ્થા ઈશ્વર સંબંધી છે. શ્રી સુંદરમે પણ પેલા ‘અગમ’ની સાથે વધારે હાથતાળી દઈ આવતી વાર્તાઓ મળે... તો તો ‘બેટ્ટાવાળી’ જ થઈ જાય – એમ કહીને પ્રભુ પ્રત્યેની તમારી આસ્થાને સંકોરી છે. વળી શ્રી અરવિંદ અને શ્રી માતાજીને લીધે તમારી એ શ્રદ્ધા વધુ દૃઢ પણ બની છે.
'''પ્રશ્ન : તમે સુંદરમને લખેલું : ‘તમે જ કો’ને હવે? મારા જેવા શ્રમજીવી માનવીમાં આ સર્જકતત્ત્વ, ભાષા અને કલ્પના, પ્રસંગો ને પાત્રો, તો કળા અને વસ્તુસંકલના વગેરે લઈને વણમાગ્યું ને વણપ્રીછ્યું એકાએક કરુણા કરતુંકને કેમ આવ્યું ને કોણે મોકલ્યું?’ તમારા સર્જનમાં તો અંતે ઉદાત્તતા અને કરુણાનો પારાવાર છે જ! પણ આ તમારી આસ્થા ઈશ્વર સંબંધી છે. શ્રી સુંદરમે પણ પેલા ‘અગમ’ની સાથે વધારે હાથતાળી દઈ આવતી વાર્તાઓ મળે... તો તો ‘બેટ્ટાવાળી’ જ થઈ જાય – એમ કહીને પ્રભુ પ્રત્યેની તમારી આસ્થાને સંકોરી છે. વળી શ્રી અરવિંદ અને શ્રી માતાજીને લીધે તમારી એ શ્રદ્ધા વધુ દૃઢ પણ બની છે.'''

રિલ્કેએ કહ્યું હતું કે ‘મારો પ્રભુ જુદો છે.’ ડબલ્યુ. બી, યીટ્સે કહેલું કે ‘મારે ઈશુ પરંપરાથી જુદો છે.’ છાંદોગ્યોપનિષદ્માં કહ્યું છે કે મારા હૃદયમાં નિવસેલો તે જ હું છું. તે જ બ્રહ્મરૂપ એ છે અને આ જગતથી ચિરવિદાય લઈશ ત્યારે તેની સાથે જ અનુસંધાઈ જવાનો છું. ભક્તોએ અને સંતોએ તેની ભાવગદ્ગદ અનુભૂતિ કરી છે. કેવું છે તમારા ઈશ્વરનું રૂપ? તેની અનુભૂતિ વિશે તમને શું કહેવા જેવું લાગે છે?'''
'''રિલ્કેએ કહ્યું હતું કે ‘મારો પ્રભુ જુદો છે.’ ડબલ્યુ. બી, યીટ્સે કહેલું કે ‘મારે ઈશુ પરંપરાથી જુદો છે.’ છાંદોગ્યોપનિષદ્માં કહ્યું છે કે મારા હૃદયમાં નિવસેલો તે જ હું છું. તે જ બ્રહ્મરૂપ એ છે અને આ જગતથી ચિરવિદાય લઈશ ત્યારે તેની સાથે જ અનુસંધાઈ જવાનો છું. ભક્તોએ અને સંતોએ તેની ભાવગદ્ગદ અનુભૂતિ કરી છે. કેવું છે તમારા ઈશ્વરનું રૂપ? તેની અનુભૂતિ વિશે તમને શું કહેવા જેવું લાગે છે?'''

ઉત્તર : તમે અહીં મારી શ્રદ્ધા તેમ જ શ્રી માતાજી અને શ્રી અરવિન્દ પ્રત્યેની ભક્તિ વિશે પ્રશ્ન કર્યો એ આમ તે મને ખૂબ જ ખૂબ ગમ્યો છે. પણ–
ઉત્તર : તમે અહીં મારી શ્રદ્ધા તેમ જ શ્રી માતાજી અને શ્રી અરવિન્દ પ્રત્યેની ભક્તિ વિશે પ્રશ્ન કર્યો એ આમ તે મને ખૂબ જ ખૂબ ગમ્યો છે. પણ–
Line 217: Line 218:
યશવંતભાઈ, શ્રી માતાજીની આ સલાહ ઉપરથી જ તમને એમ નથી થતું કે શ્રી અરવિન્દનો પૂર્ણયોગ કેટલો બધો વહેવારુ ને વાસ્તવિકતાના પાયા ઉપર મંડાયલો હશે?
યશવંતભાઈ, શ્રી માતાજીની આ સલાહ ઉપરથી જ તમને એમ નથી થતું કે શ્રી અરવિન્દનો પૂર્ણયોગ કેટલો બધો વહેવારુ ને વાસ્તવિકતાના પાયા ઉપર મંડાયલો હશે?

'''પ્રશ્ન : ‘પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ’ એ પુસ્તકની પંદર વાર્તાઓની પસંદગી તમે પોતે જ કરી છે. સારી નવલિકા વિશેનો તમારે ખ્યાલ શો છે? તમારી વાર્તાઓ, તમારું સાહિત્યમાત્ર – જીવનપ્રેરિત છે; ગ્રામજીવનનાં સુખ – દુઃખો, એના જીવનપ્રશ્નો, ગ્રામીણ પરિવેશ, ઈશાનિયા પ્રદેશની લોકબોલી એનો કટુમધુર વાસ્તવ – તમારી અર્ધઝાઝેરી વાર્તાઓમાં પ્રગટ થાય છે. વળી તમે ગાંધીયુગના સંતાન છે. એટલે ગાંધીવાદ – સમાજવાદથી પરિપ્લાવિત અનુકંપાભરી તમારી જીવનદૃષ્ટિ પણ તેમાં પ્રગટ થાય છે. માનવતા – મનુષ્યની લાગણીઓનું જતન તમારી રચનાઓમાં છે. તમારી યુગચેતનામાં રહીનેય તમે એક વિશિષ્ટ પન્નાલાલીય સૃષ્ટિ ખડી કરી શક્યા છો એ ગુજરાતી નવલિકાનું સદ્ભાગ્ય છે.
'''પ્રશ્ન : ‘પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ’ એ પુસ્તકની પંદર વાર્તાઓની પસંદગી તમે પોતે જ કરી છે. સારી નવલિકા વિશેનો તમારે ખ્યાલ શો છે? તમારી વાર્તાઓ, તમારું સાહિત્યમાત્ર – જીવનપ્રેરિત છે; ગ્રામજીવનનાં સુખ – દુઃખો, એના જીવનપ્રશ્નો, ગ્રામીણ પરિવેશ, ઈશાનિયા પ્રદેશની લોકબોલી એનો કટુમધુર વાસ્તવ – તમારી અર્ધઝાઝેરી વાર્તાઓમાં પ્રગટ થાય છે. વળી તમે ગાંધીયુગના સંતાન છે. એટલે ગાંધીવાદ – સમાજવાદથી પરિપ્લાવિત અનુકંપાભરી તમારી જીવનદૃષ્ટિ પણ તેમાં પ્રગટ થાય છે. માનવતા – મનુષ્યની લાગણીઓનું જતન તમારી રચનાઓમાં છે. તમારી યુગચેતનામાં રહીનેય તમે એક વિશિષ્ટ પન્નાલાલીય સૃષ્ટિ ખડી કરી શક્યા છો એ ગુજરાતી નવલિકાનું સદ્ભાગ્ય છે.'''

તમારી પૂર્વની છેક મલયાનિલ - મુનશીથી માંડીને રચાયેલી વાર્તાઓ અને હવેની સુરેશ જોષી, મધુ રાય, અને કિશોર જાદવ વગેરેની વાર્તાઓ વિશેનો તમારો શો પ્રતિભાવ છે?'''
'''તમારી પૂર્વની છેક મલયાનિલ - મુનશીથી માંડીને રચાયેલી વાર્તાઓ અને હવેની સુરેશ જોષી, મધુ રાય, અને કિશોર જાદવ વગેરેની વાર્તાઓ વિશેનો તમારો શો પ્રતિભાવ છે?'''

ઉત્તર : નવલિકા વિશેનો મારો ખ્યાલ પૂછીને તમે મને અહીં તો વળી સાંડસામાં જ લીધો છે. આગળના મારા જવાબોમાંથી તમને થોડોક ઇશારો તો મળે છે, છતાંય ચોખ્ખા શબ્દોમાં કહી દઉં કે હું એક વિચિત્ર પ્રકારનો લેખક છું. તમે મને વાર્તા-નવલકથાની વ્યાખ્યા કે વિવેચન કરવાનું કહો તો જવાબમાં મારે લોચા વાળવાનો જ વખત આવે. એને બદલે હું તો તમને વાર્તા કે નવલકથા લખી દઉં ને કહું કે આને હું વાર્તા – નવલકથા કહું છું.

Line 230: Line 231:

હવે આટલા વાચન ઉપર નવીનોને મૂલવવા બેસવું એ જોખમભર્યું કહેવાય, પણ મારા મન પર પડેલી છાપ એવી ખરી કે જે વાર્તા વાચકને સમજાય જ નહિ એ એના ચિત્તને કેવી રીતે સ્પર્શી શકે? વળી મન કે ચિત્તને સ્પર્શ્યા વગર વાચક પોતે કેવી રીતે વાર્તાનો રસ કે આનંદ માણી શકે? એટલી વાત તો નિર્વિવાદ છે કે આપણે બીજાને માટે લખીએ છીએ. એમ ન હોય તો લખીએ જ નહીં. ને લખીએ તો પણ છાપવાની કડાકૂટમાં તો પડીએ જ નહીં. તો પછી બીજાઓ સમજે એવું તો લખવું જ પડે ને? વચમાં પ્રતીકોનો પવન ચાલેલો. એ પછી ઘટનાલોપનો વાયરો વાયો. ને હવે — ખબર નથી, ત્રીજો કોઈ પવન ત્રીજી દિશામાં ચાલતો હોય તો! આવા વાયરા ચાલે એ પણ એટલું જ જરૂરનું છે. આમાંથી જ કંઈક ખરેખરનું નવું આવીને ઊભું રહેશે, એવી મને પોતાને પણ શ્રદ્ધા છે. મેં પણ વચ્ચે નવી વાર્તા લખવાનો પ્રયત્ન કરેલો. પણ છેવટ મને લાગ્યું કે ઉદ્દેશ વગર લખવું એ ખાલી ભ્રમ છે. એવા ભ્રમમાં પડવાની આપણે કશી જરૂર નથી. આમેય હું આદર્શવાદી કે ભાવનાવાદી કે સાહિત્યવાદી લેખક નથી. પહેલેથી જ છેક કંકુ લખી ત્યારથી, મને માનવીના જીવનમાં જ રસ છે ને બહારની વાસ્તવિકતા મારફત ભીતરની વાસ્તવિકતા સુધી પહોંચવાની મને અભિલાષ હોય છે.

એક વાત હું અહીં ધૃષ્ટતા કરીનેય કહીશ કે માનવીના મનને હું ઠીકઠીક પકડી શક્યો છું. ખરું પૂછો તો મારી કેટલીક સફળતાના મૂળમાં આ મન જ પથરાઈ રહેલું છે.
 
એક વાત હું અહીં ધૃષ્ટતા કરીનેય કહીશ કે માનવીના મનને હું ઠીકઠીક પકડી શક્યો છું. ખરું પૂછો તો મારી કેટલીક સફળતાના મૂળમાં આ મન જ પથરાઈ રહેલું છે.

ગમે તેમ પણ મારા મનને એમ જ છે કે આપણે જે કરીએ છીએ એ બરાબર જ છે, ને એટલે પછી કોઈ પણ પ્રકારની લપછપ કર્યા વગર આપણે આપણી રીતે આપણું કામ શક્ય એટલી શક્તિ રેડીને કર્યા કરીએ છીએ. શ્રદ્ધા સાથે. આપણું કામ આજે નહીં તો કાલે પણ બોલ્યા વગર રહેવાનું નથી.

Line 236: Line 238:
એક યા બીજી દિશાએથી બોલતું પણ ક્યાં એ નથી સંભળાતું?
એક યા બીજી દિશાએથી બોલતું પણ ક્યાં એ નથી સંભળાતું?

'''પ્રશ્ન : તમારી ષષ્ટિપૂર્તિના આનંદપર્વે ઉમળકાથી મેં ‘એક નવો અધ્યાય’ લખ્યું હતું તેમાંથી આજે ફરી અવતારું છું :
'''પ્રશ્ન : તમારી ષષ્ટિપૂર્તિના આનંદપર્વે ઉમળકાથી મેં ‘એક નવો અધ્યાય’ લખ્યું હતું તેમાંથી આજે ફરી અવતારું છું :'''

‘પન્નાલાલ પટેલના આગમન સાથે ગુજરાતી નવલકથા સાહિત્યમાં એક નવો અધ્યાય શરૂ થાય છે. એમના લોહી-માંસના સાચા માનવીઓ ગાંધી યુગના યથાર્થને નક્કરતા અને ઊંડાઈ આપે છે. એમનાં પાત્રોની વેદનાના મૂળ ઊંડા છે. જન્મની સાથે માણસ એના મૂળથી — અસલી વતનથી — છેટો પડી જાય છે અને પુનઃ ત્યાં પહોંચવા એ જે રીતે મથામણો અનુભવે છે – તે સંઘર્ષો કાળુ-રાજુના છે, સનાતન માનવીના છે. પન્નાલાલ પ્રણયને અભિસરિકાની જેમ ઉછેરે છે અને માતાની જેમ પોષે છે. ઉજ્જડ આભલે અમી વરસે છે ત્યારે જ એમની ચિરતૃષા તૃપ્ત થાય છે. માટીની મુઠ્ઠી ભરીને વસુંધરા પ્રતિ કેટલો અપાર અનુરાગ પ્રગટ કર્યો છે પન્નાલાલે! છપ્પનિયાની કથા કરતાં કરતાં એમણે એક સમયને જે અપૂર્વ રૂપ આપી દીધું છે તે એક મોટા સર્જકની પ્રતિભા-સંપન્નતાનું દ્યોતક છે.
'''‘પન્નાલાલ પટેલના આગમન સાથે ગુજરાતી નવલકથા સાહિત્યમાં એક નવો અધ્યાય શરૂ થાય છે. એમના લોહી-માંસના સાચા માનવીઓ ગાંધી યુગના યથાર્થને નક્કરતા અને ઊંડાઈ આપે છે. એમનાં પાત્રોની વેદનાના મૂળ ઊંડા છે. જન્મની સાથે માણસ એના મૂળથી — અસલી વતનથી — છેટો પડી જાય છે અને પુનઃ ત્યાં પહોંચવા એ જે રીતે મથામણો અનુભવે છે – તે સંઘર્ષો કાળુ-રાજુના છે, સનાતન માનવીના છે. પન્નાલાલ પ્રણયને અભિસરિકાની જેમ ઉછેરે છે અને માતાની જેમ પોષે છે. ઉજ્જડ આભલે અમી વરસે છે ત્યારે જ એમની ચિરતૃષા તૃપ્ત થાય છે. માટીની મુઠ્ઠી ભરીને વસુંધરા પ્રતિ કેટલો અપાર અનુરાગ પ્રગટ કર્યો છે પન્નાલાલે! છપ્પનિયાની કથા કરતાં કરતાં એમણે એક સમયને જે અપૂર્વ રૂપ આપી દીધું છે તે એક મોટા સર્જકની પ્રતિભા-સંપન્નતાનું દ્યોતક છે.'''

ગુજરાતી ભાષાને પન્નાલાલે એક નવું જ રૂપ (Idiom) આપ્યું છે. માત્ર ગુજરાતી નહીં, પણ પૂરા અનુવાદો થશે ત્યારે હાર્ડીના વેસેક્સ પરગણાની જેમ પન્નાલાલનો ઈશાનિયો પ્રદેશ વિશ્વસાહિત્યમાં ચિરકાલીનતાને પામશે.
'''ગુજરાતી ભાષાને પન્નાલાલે એક નવું જ રૂપ (Idiom) આપ્યું છે. માત્ર ગુજરાતી નહીં, પણ પૂરા અનુવાદો થશે ત્યારે હાર્ડીના વેસેક્સ પરગણાની જેમ પન્નાલાલનો ઈશાનિયો પ્રદેશ વિશ્વસાહિત્યમાં ચિરકાલીનતાને પામશે.'''

  ...અને ત્યારે પન્નાલાલની ષષ્ટિપૂર્તિનો આનંદપર્વ સદાસર્વદા ઉજવાતો જ રહેશે —
'''...અને ત્યારે પન્નાલાલની ષષ્ટિપૂર્તિનો આનંદપર્વ સદાસર્વદા ઉજવાતો જ રહેશે —'''
મંહી પૂનમની ધરતી છે! ‘લ્યો ધરતીમાં
{{Poem2Close}}
{{Block center|'''<poem>મંહી પૂનમની ધરતી છે! ‘લ્યો ધરતીમાં
છાનેરો ધમકારો એનો સાહ્યબા!’
છાનેરો ધમકારો એનો સાહ્યબા!’
</poem>'''}}
{{Poem2Open}}

  આમ, તમને રિદ્ધિ અને સિદ્ધિ બંને મળ્યાં છે; શ્રી અને સરસ્વતીનો કૃપાપ્રસાદ તમે પામ્યા છે.
'''આમ, તમને રિદ્ધિ અને સિદ્ધિ બંને મળ્યાં છે; શ્રી અને સરસ્વતીનો કૃપાપ્રસાદ તમે પામ્યા છે.'''

ને હવે છેલ્લે –
'''ને હવે છેલ્લે –'''

સમગ્ર જીવન તમને કેવું લાગ્યું છે?
'''સમગ્ર જીવન તમને કેવું લાગ્યું છે?'''

પન્નાલાલભાઈ, વસુંધરા પર રહેવાની છેલ્લી અર્ધી કલાક જ હવે શેષ હોય તો શાં શાં કામ પરવારી લો? કોને શું શું કહેતા જાઓ?'''
'''પન્નાલાલભાઈ, વસુંધરા પર રહેવાની છેલ્લી અર્ધી કલાક જ હવે શેષ હોય તો શાં શાં કામ પરવારી લો? કોને શું શું કહેતા જાઓ?'''

ઉત્તર : ઠીક તમે મારી ષષ્ટિનું સ્મરણ કરાવ્યું. આગળ મેં મારા લેખકજીવનમાં ચમત્કારોની વાત કરી છે. એવો જ આ મારા માટે ઓર એક અદ્ભુત ચમત્કાર હતો. આમ જુઓ તો ભાઈ શ્રી દેવેન મલકાણ–મુંબઈ સિવાય આપણું સાહિત્યજગતમાં ખાસ કંઈ એવી જાણીતી વ્યક્તિ નથી. અરે મારા પણ ક્યાં એ એવા અંતરંગ મિત્ર હતા? આ પહેલાં એક જ વાર અમે મળ્યા હતા ને તે પણ જાણે ઊભા ઊભા – ઇન્ડિયન એક્સપ્રેસની ઑફિસમાં, મારા મિત્ર વજુભાઈ મહેતાની સાથે અને છતાંય બીજી વારની અછડતી એવી મુલાકાતમાં મલકાણને જ્યારે વાત વાતમાં ખબર પડી કે હું લોકોને સસ્તી કિંમતમાં પુસ્તકો આપીને એ રીતે મારી ષષ્ટી ઊજવવા માગું છું ને અમદાવાદના સાહિત્યકાર મિત્રો પણ આ વાતને જાહેર ટેકો આપવાના છે કે —

Line 296: Line 301:
|next = સામુદ્રો હિ તરંગ
|next = સામુદ્રો હિ તરંગ
}}
}}
{{center|}}

Latest revision as of 00:19, 4 May 2024

અંતઃ સૂઝનો આલેખ
[શ્રી પન્નાલાલ પટેલની મુલાકાત]

પ્રશ્ન : પન્નાલાલભાઈ, ‘અલપઝલપ’ નામના તમારા બાળપણના અનુભવોના પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી ઉમાશંકરે તમારે માટે ઓલદોલ લખ્યું છે. કશીય રોકટોક અનુભવ્યા વગર બધી પરિસ્થિતિમાં તમે એક જાતના આત્મવિશ્વાસ સાથે લીલાપૂર્વક વિચરતા એમ તેઓ લખે છે. વળી ‘હું સમજું છું બધું’ – એવી ચમક પણ એમણે તમારી આંખોમાં છેક બાળપણથી જોઈ છે વળી એમણે તમારી પરગજુપણાની ઉદાર વૃત્તિનીયે ઉમળકાથી નોંધ કરી છે. પણ એમણે તમે છાત્રાલયમાંથી ચાલ્યા ગયા અને ભણતા ઊઠી ગયા તે પ્રસંગ સાથે પેલા રૂપિયાની વાત માર્મિક રીતે કહી છે. તમે પોસ્ટકાર્ડમાં નિશાળમાં નોંધણી સાથે જમા મૂકેલો એક રૂપિયો ટપાલ દ્વારા મોકલી આપવા ઉમાશંકરને લખેલું! સંસારને – જગતને તમે જે બરાબર ઓળખો છે તેની ચાવી મને તમારા આ રૂપિયો મગાવી લેવાના મૂળ સ્વભાવમાં પડેલી દેખાય છે. ઘણા ખરા લેખકો જ્યાં સ્વપ્નીલ અને જીવનનું આત્મલક્ષી આલેખન કરી અટકી જાય તેમ તમે અટકી જતા નથી એટલે કે વ્યાસજીની જેમ દુરિતને – અનિષ્ટને પૂરેપૂરા સમજો છો અને નરી તટસ્થતાથી આલેખો છો તેનું રહસ્ય મને તમારા સ્વભાવના મૂળમાં જે ‘પક્કાપણું’ છે તેમાં વર્તાય છે. ‘વળામણાં’, ‘જીવો દાંડ’, ‘માનવીની ભવાઈ’ વગેરે અનેક કથાનકોમાં તમને મનોર મુખીઓ કે પેથા પટેલો કે માલી ડોશીઓ જડી જાય છે તેનું કારણ તમારી જીવન પામવાની અને કળાના આલેખન વેળાનું તમારામાં રહેલું અનાસક્તિનું તત્ત્વ છે. એક બાજુથી તમે શાળાનો અભ્યાસ પણ પૂરો કર્યો નથી, છતાં વાલ્મીકીની જેમ તળ ફોડીને સર્જકના રૂપમાં તમારું પ્રગટ થવું ને બીજી બાજુ વ્યાસજીની જેમ સકલતાને આંબવા જગત અને પદાર્થોને તેના પૂર્ણ સત્યમાં પામવાની મથામણ કરતા પ્રગટ થવું – આમ આત્મલક્ષિતા અને પરલક્ષિતાથી પ્રગટ થતા તમને જોઉં છું.

બાલપણથી તમારી આંખમાં ‘હું આ બધું સમજું છું’—ની ચમકે અને ‘પક્કાપણા’ એ તમને સહાય કરી છે એમ તમે માનો છો? તમારો સ્વભાવ, તમારી અંગત માન્યતાઓ, તમારી વૃત્તિઓ, તમારાં જીવનમૂલ્યો – આ સર્વની અસર તમારા સર્જનો પર થઈ છે કે નહિ? કેટલે અંશે થઈ હશે? ઘણી વખત એવું બને છે કે ચિત્તના અર્ધજાગ્રત સ્તરના ધક્કાને લીધે અનાયાસ જ લેખકનાં મંતવ્યો અને પ્રિય ભાવનાઓ પ્રગટ થઈ જતાં હોય છે. શરદબાબુ જેવા સમર્થ નવલકથાકારે પણ જાણે પોતાના જીવનના એકરારો હોય તેમ નિરુપમાદેવી સાથેના એમના અંગત સંબંધોની મુદ્રાઓ તેમનાં તમામ નારીપાત્રોના સંબંધમાં ઊપસાવી છે. અનેક લેખકો વિશે આમ બન્યું છે.

All the thing I have written are but fragments of a long confession–

તમારાં પાત્રો સાથે તમને ક્યાંય અંગત સંબંધો હોવાનો એકરાર કરવા જેવું લાગે છે?

ઉત્તર : જેટલી સરળતાથી માણસ બીજાને ‘ઓળખી’ લે(?) એટલી સહજતાથી પોતાને પામી શકતો નથી એ એક હકીકત છે. આ હિસાબે તમારા પ્રશ્નોના મારા જવાબો કેટલી હદે સાચા હશે એ કહી શકાય નહિ. પણ એટલું ખરું કે જવાબ આપવાનો પ્રયત્ન હું નિષ્ઠાપૂર્વક કરીશ.

હું પોતે પૂર્વજન્મમાં માનું છું એટલે સ્વાભાવિક રીતે જ મને એમ લાગે છે કે મારામાં સમજદારી જનમથી જ હતી.

પ્રત્યક્ષ જીવનની વાત કરીએ તો પણ બચપણમાંથી જ મારે જગત સાથે પનારો પડયો. એમાંથી પાછી માણસની ને પરિસ્થિતિની સમજદારી આવતી ગઈ ને વધતી ગઈ. જીવન મને કરોળિયાના જીવન જેવું લાગે છે. પોતે જ લાળ કાઢતા જવું ને એ લાળનો આધાર લઈને આગળ આગળ વધતા જવું. એ જ રીતે હું પણ સમજદારીના આધારે જગતમાં માર્ગ કરતો ગયો, ઠોકરો ખાતો ગયો, શીખતો ગયો ને ઘડાતો ગયો. હું અત્યારે જોઈ શકું છું કે મારી આ સમજદારી ચિંતનથી કે વાચનથી કે અમુક વ્યક્તિઓના સંસર્ગમાંથી આવેલી નથી પણ જીવનના અનુભવોમાંથી પ્રગટેલી હોય એવું મને લાગે છે.

તમારો અહીં બીજો એક સવાલ છે : તમારો સ્વભાવ, તમારી અંગત માન્યતાઓ, તમારી વૃત્તિઓ, તમારાં જીવનમૂલ્યો – આ સર્વની અસર તમારાં સર્જનો પર થઈ છે કે નહિ?

સહુ પ્રથમ હું મારા વિશે એક વાત કહી દઉં. હું પોતે સામાન્ય બલકે સહજ એવો માનવી છું. મેં ઘણી વાર જોયું છે કે લખતી વખતે હું કોઈક જુદો જ એટલે કે સહજ બની જતો હોઉં છું. પણ એનો અર્થ એમ તો નથી જ કે આ ‘જુદો’ એ કોઈ બહારનું તત્ત્વ હોય છે. કદાચ એમ હશે કે હું મારી મર્યાદાઓ ને માન્યતાઓ સાથે સર્જન વખતે સાચો બની રહું છું ને પાત્રો કે કથાના ઓથે હું એ બધું વિના સંકોચે નિરૂપી શકતો હોઉં છું.

બીજી બાજુ મારી આ માન્યતાઓ તેમજ જીવનમૂલ્યોને કેટલીક વાર હું મન મૂકીને આલેખી શકતો નથી.

અલબત્ત, આમ હોવા છતાંય મેં ઈશ્વર ઉપર મારા આ જીવનદર્શનને નિરૂપવાના પ્રયત્નો તો કર્યા જ છે–

તમે જ્યારે દિલ ખોલીને જવાબ આપવાની વાત કરી છે ત્યારે મારે કહેવું જોઈએ કે મારા હિસાબે હું આવતી કાલનો બલકે એનીય આવતી કાલનો લેખક છું. જેમ કે ‘માનવીની ભવાઈ’નું છેલ્લું પ્રકરણ. આ પ્રસંગ નિરૂપતી વખતે મને પૂરેપૂરો ભય હતો કે આપણા વિદ્વાનો ને વિવેચકો આને આવકારશે નહીં. છતાંય મેં પેલી મારા દિલમાં પડેલી સહજતા કહો અથવા તો જીવનની સમજદારી કે દર્શન કહો ગમે તે નામ આપો પણ એમાં રહેલી પ્રતીતિના આધારે હું આ પ્રસંગ નિરૂપ્યા વગર રહી શક્યો નહીં. પુસ્તક બહાર પડ્યા પછી મારો પેલો ભય પણ સાચો પડ્યો. આપણા અગ્રગણ્ય વિદ્વાન વિવેચકો આ પ્રસંગ ઉપર મોં બગાડ્યા વગર રહી શક્યા નહિ...પણ આજે આપણે જોઈએ છીએ કે તમારા જેવા નવી પેઢીના વિદ્વાનોએ આ પ્રસંગને સાચો ઠેરવવાનું વલણ પણ અપનાવ્યું છે. આ જ રીતે મારી એક નવલકથા ‘એક અનોખી પ્રીત’ને તો નવીનોમાં ખપે એવા વિદ્વાનોએ કચરાપેટીમાં નાખવા જેવી ગણી છે. અહીં પણ મારો ભય સાચો પડ્યો છે. અણગમાનું કારણ મારી સમજણ પ્રમાણે અત્યાર સુધીનાં મૂલ્યો તેમ જ જીવન તરફનાં અભિગમ જ મુખ્ય છે. આ વિરોધને હું સ્વાભાવિક ગણું છું. જેમ કે ‘મળેલા જીવ’ને પણ ગઈ પેઢીના આપણા એક સમર્થ સાક્ષરે બાળી મૂકવા જેવી કહી હતી. કારણ કે સાહિત્યમાં ગામડાનાં અસંસ્કારી લોકો તેમજ ભાષા ઘૂસી આવ્યાં હતાં.

આવી જ મારી બીજી નવલકથા ‘નથી પરણ્યાં નથી કુંવારાં’ છે. આને તે વળી આજના આપણા વિવેચકોએ હાથ સુધ્ધાં અડાડવાનું મુનાસિબ માન્યું લાગતું નથી.

ટૂંકમાં મારાં સર્જનો ઉપર મારી જ પોતાની અસર છે ને તે પણ હજી તો અડધીપડધી ઊતરી છે. હાસ્તો, સર્જક જ પોતે પોતાનાં નાનાં-મોટાં પાત્રોમાં તેમ જ ઊલટાં-સૂલટાં મંતવ્યોમાં રામબાણ હોય છે. એનો અર્થ એ થયો કે મારામાં આવેલા સહજ એવા માનવતત્ત્વને માનવી માત્ર સહજ રીતે પ્રિય – પોતાનું જ હોય છે.

પ્રશ્ન : પ્રેમ અને દામ્પત્ય વિશે તમે અનેક સત્ત્વશીલ રચનાઓ કરી છે. ફિલસૂફી અને મનોવિજ્ઞાનની દૃષ્ટિએ તેની ઊંડી તપાસ થઈ શકે એવી ધારણા-શક્તિ ને તાકાત છે તમારી આવી રચનાઓમાં. તમને ઝીણવટથી વાંચતાં મને તમારી સ્ત્રીઓ અદ્ભુત લાગી છે—ખાસ કરીને વાર્તાઓની અનેક પ્રકારની સ્ત્રીઓ તો વિસ્મયનું એક વિશાળ વિશ્વ ખડું કરી દે છે. અનેક રૂપોમાં તમે એને પ્રગટ કરી છે. એક એક સ્ત્રીની image (કલ્પન) ઘડાતી આવે, પછી ભૂંસાતી જાય, આ બધી રચાતી-ભૂંસાતી સ્ત્રીઓમાંથી કોઈ એક જ સ્ત્રી, કોઈ શાશ્વતી નારી તમે કલ્પી છે? અનેક નારીપાત્રોનાં–અનેક સત્યોના કેન્દ્રમાં શો અનુભવ રહેલો છે? ટૂંકમાં તમે સ્ત્રી વિશે શું માનો છો?

વળી તમારાં નારીપાત્રોના ઘડતરમાં શરદબાબુ, રવીન્દ્રનાથ, ગોવર્ધનરામ, મુનશી કે અન્ય સાહિત્યકારોનું કે અન્ય વ્યક્તિઓનું ઋણ ખરું?

ઉત્તર : તમારા આ પ્રશ્નનો ચોખ્ખો જવાબ આપવો એ મુશ્કેલ કામ લાગે છે. એક તરફ મારું જીવન હાડમારીઓથી ભરેલું છે. તો બીજી તરફ મારું આંતરજીવન સંગીત સરખું આહ્લાદક છે. સામાજિક સંદર્ભમાં જોઈએ તોપણ લેખક થયો ત્યાં સુધીનું મારું જીવન–બચપણનાં સાતેક વર્ષ બાદ કરતાં – શહેરોમાં જ વીતેલું છે. શહેરમાં પણ નોકરી કરતાં અડધું શ્રમજીવીઓની દુનિયામાં ને અડધું સુખી એવા મધ્યમ વર્ગનાં માનવીઓમાં - અલબત્ત લેખક થયો ત્યાં સુધીની આ વાત હું કરું છું.

પણ બીજી બાજુ વતનના હિસાબે જોતાં હું ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન હતો. આપણે મૂળેય રૂપાળા તો હતા જ. એમાં વળી સહુ પ્રથમ આપણે ભણ્યા હતા ને અમદાવાદ જેવા શહેરમાં નોકરીએ પણ ચડ્યા હતા. આર્થિક રીતે પણ આપણા ગજવામાં પાંચ દસ રૂપિયા પડ્યા જ હોય! સહજ રીતે ચાર છ મહિને ગામડે જઈએ ત્યારે સહુનું લક્ષ ખેંચતા હોઈએ…

અને પછી એ સહુ આપણું લક્ષ પણ ખેંચતાં હાય એમ પણ બને જ ને?

મારી પાસે પેલો સહજ પુરુષ તો હતો જ ને સામા પક્ષે પછી નારીને પણ શા માટે ખાલી ખોટો દંભ કરવો પડે! ગામડાં ગામના જીવને એ આવડે પણ કેટલું? એટલે પછી સહજ રીતે જ જીવનના દર્પણમાં પોતપોતાની પ્રકૃતિ અનુસાર સંવેદનોનાં સાચાં સ્વરૂપ ઊપસી રહેતાં.

આ સવાલના અંતે તમે પૂછો છો : ટૂંકમાં તમે સ્ત્રી વિશે શું માનો છો? હું પોતે સ્ત્રી તેમ જ પુરુષને એક મગની બે ફાડ રૂપે જોઉં છું. અલબત્ત બેઉ પક્ષે પોતપોતાની આગવી પ્રકૃતિ એ જુદી વાત છે. બાકી એ સિવાય સ્ત્રી માટેનાં કોઈ આગવાં મૂલ્યો, નિયમો કે સામાજિક મર્યાદાઓમાં હું પોતે માનતો પણ નથી કે સ્વીકારતો પણ નથી. પુરુષ જો સ્વતંત્ર છે તો સ્ત્રી પણ એટલી જ સ્વતંત્ર છે. હું પોતે નારીના સ્ખલનને પુરુષના સ્ખલનથી વિશેષ ગંભીર માનતો નથી. મારી આ દૃષ્ટિ મારાં સર્જનોમાં પણ જોઈ શકાય છે. યુગાનુયુગથી આપણે નારીને વિશેષ દૃષ્ટિથી જોતા–આલેખતા આવ્યા છીએ, પણ મને એમ લાગ્યું છે કે આ વિશેષ દૃષ્ટિ ભલે સારી હોય પણ સાચી તો નથી જ નથી.

હા, તમારી જેમ કેટલાક બીજાં મિત્રો પણ કહે છે કે પન્નાલાલના સર્જનમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું ચિત્રણ વધારે સુરેખ અને નિરનિરાળું હોય છે. પણ આના જવાબમાં તમારા જેવા વિદ્વાનો તો હવે સહજ રીતે જ સમજી શકો એમ છો કે નારી તરફનું મારું આ સમભાવભર્યું વલણ તેમ જ મારામાં રહેલું પેલું સહજ એવું પુરુષ તત્ત્વ – સ્ત્રી તત્ત્વના આલેખન વખતે – આમ જ હોય ને ભલા’દમી.

અને છતાંય ‘અલપઝલપ’માં પ્રેમાંજલિ નામનો એક પ્રસંગ છે. એ વાંચી જજો. કિશોરવયમાં નિર્દોષપણે સ્પર્શી ગયેલી સખીઓની આ પ્રણયગોષ્ટિ જ જીવનપટ પર મોરી-ફોરી રહેતી હોય તો—કેમ ના કહેવાય!

તમે વળી પૂછો છો : આપનાં નારીપાત્રોના ઘડતરમાં શરદબાબુ, રવીન્દ્રનાથ, ગોવર્ધનરામ, મુનશી કે અન્ય સાહિત્યકારનું કે અન્ય વ્યક્તિઓનું ઋણ ખરું?

હકીકતમાં તો મારા ઉપર મારામાં રહેલા પેલા સહજ તત્ત્વને એક યા બીજી રીતે સ્પર્શી જતાં નારીતત્ત્વના ઋણ સિવાય ભાગ્યે જ કોઈનું ઋણ હશે. મારી મર્યાદાની હજીય આપણા વિવેચકોને ખબર હોય તેમ લાગતું નથી. અસલ વાત તો એ છે કે ભાષા વાટે વ્યક્ત થતી નારીને હું કેટલી હદે સમજી શકતો હોઈશ એ જ મારા માટે એ વખતે સવાલ હતો. હજીય થોડોક ખરો. સુન્દરમે પણ ‘ભાંગ્યાના ભેરુ’ની પ્રસ્તાવનામાં ‘કાબે અર્જુન-લૂંટિયો’ની વાત કરી જ છે ને? તમે બધા માત્ર વિવેચકો જ નથી સર્જકો પણ તમારામાંના ઘણાં છે. એમ જો ઉછીનાં પાત્રો લઈને કોઈ સર્જકે સર્જન કર્યું હોય તો એનું ટટ્ટુ ચાર ચાર દાયકા સુધી ચાલે ખરું? તેમાં પણ મેં તો તમે ગણાવેલા લેખકોમાંથી શરદબાબુ ને મુનશી એ બેને જ વાંચ્યા છે ને તે પણ અછડતા જેવા. હા, ઈધર-ઉઘરથી બીજા લેખકો પણ વાંચ્યા હશે પણ તે ય વાર્તારસ પૂરતા જ.

મારા પ્રત્યેની આ પ્રકારની ભ્રમણા પાછળ વિદ્વાનોના મનમાં મારું અલ્પ ભણતર કામ કરતું હોય એમ મને લાગે છે. પણ એમને આપણે સહજ રીતે જ પૂછી શકીએ કે ‘ભલાભાઈ, આઠ જ ચોપડી ભણેલો માણસ જો સર્જક થઈ શકે છે તો આવો સર્જક શા માટે ઝમકુ, જીવી, રાજુ, ચંપા, દરિયાવ અને અનેકાનેક બીજાં સ્ત્રી પાત્રોને ન સર્જી શકે? એક રીતે તો સારું છે કે હું અંગ્રેજી વાંચી-સમજી શકતો નથી. નહિ તો આવી પ્રકૃતિના વિદ્વાનો મારાં સર્જનનું પગેરું જોજનોનું પાણી વીંધી દરિયાપાર પણ લઈ ગયા હોત. ટૂંકમાં કહું તો મારા ઉપરની આ શંકા કૃપણ પ્રકૃતિના વિવેચકોના મનમાંથી જ ઉદ્ભવતી લાગે છે. શું એમને કદી વિચાર પણ નહિ આવતો હોય કે એમ જો ઉછીનાં પાત્રોથી નભતું હોત તો 1957થી 1969 સુધી જે લેખકની કૃતિઓને સતત પહેલું કે બીજું ઇનામ મળતું રહ્યું છે એ કદી સંભવી શકે ખરું?–અહીં હું થોડોક તીખો થયેલો લાગીશ. પણ તમારા જેવા બુદ્ધિપ્રધાન વિદ્વાનો પણ હકીકતને એક તરફ હડસેલીને પોતાની જ માન્યતા પ્રમાણે બોલી નાખે ને તે પણ જાણે સત્યનું દર્શન કરાવતા હોય એ રીતે, ત્યારે પછી મારે થોડીક તીખી વાત પણ કરવી જ પડે ને?

ને છતાંય હું અહીં સ્વીકારીશ કે મારા ઉપર ઋણ તો છે જ. પણ તે કોઈક લેખકનું કે અન્ય કોઈ માનવીનું નહિ – પણ કરુણામયી સરસ્વતીનું સીધું જ ઋણ છે કે જેનું વ્યાજ મારા ઉપર પ્રતિપળે ચડતું જ જાય છે.

હા, લખવાની પ્રેરણા આપનાર ઉમાશંકરનું પણ ઋણ તો છે જ ને –શરૂઆતનાં મારાં લખાણો વાંચી જઈને, ને એ પછી પણ મારાં લખાણ ઉપર નજર રાખતા સુંદરમનું પણ એટલું જ ઋણ હું સ્વીકારું છું. આ બે મિત્રો સિવાય મેઘાણીભાઈએ પણ મોકળા હૈયે જાહેરમાં મને આવકારીને ખરે ટાણે પ્રોત્સાહન આપ્યું હતું. વળી સ્વ. રામનારાયણ પાઠક અને જયંતિ દલાલનો પણ મારામાંથી અલ્પતા કાઢવાનો સારો એવો ફાળો હતો. સાંભળવા પ્રમાણે પાઠકસાહેબે તો સુરતમાંના લેખક મિલનમાં ‘મારો પ્રિય લેખક’ એ વિષય પર બોલતાં ‘પન્નાલાલ’નું નામ આપેલું ને મારામાં હજીય થોડીક લઘુતા રહેલી હતી એને એમણે નામશેષ કરી આપેલી. સાથે સાથે સાહિત્યની દુનિયામાં પણ એમણે મને કાયમ ખાતે સ્થાપી આપેલો. લોકોએ પણ હર્ષથી મને ક્યાં નથી આવકાર્યો? તમે જ કહો, ભગવાનની બીજી કૃપા આથી બીજી કેવી હોઈ શકે?

બીજી બાજુ આ વાત પણ નિર્વિવાદ છે કે કેટલીક વાર સર્જકને જીવનમાંથી, દુનિયાદારીમાંથી કે કોઈ ને કોઈ વાચનમાંથી પણ અચાનકનાં પાત્ર કે પ્રસંગ સૂઝતાં હોય છે ને એને પછી સર્જક પોતાની કલ્પના તેમ જ પ્રતિભાને અનુરૂપ સર્જનમાં ઘાટ આપતો હોય છે. ને અહીં પછી સૂઝેલાનું પણ કશું મહત્ત્વ રહેતું નથી.

પ્રશ્ન : ગુજરાત તો આફરીન પોકારી ગયું છે તમારા ‘ઉગમણી ધરતીમાં કેસર ઊડે છે રે લોલ’ના ધમકારા ઉપર! વળી વેદનાની ફાટફાટ વસંત પણ કોળાવી છે ને કંઈ! ને એની ઉપર કલગી ચડાવી કાળદેવતાની કથાની! એક પછી એક ટકોરા જેવી સરજાતી ગયેલી નવલિકાઓ, ‘મળેલા જીવ’ અને ‘માનવીની ભવાઈ’ જેવી નવલકથાઓ, — આ બધું કેવી રીતે ફૂટી નીકળ્યું? એની સર્જનપ્રક્રિયા વિશે મન મૂકીને કાંક કહો?

ઉત્તર : અલબત્ત સર્જનની વાત તો કરી શકાય : કેવા સંજોગોમાં ક્યાં ક્યારે કેવી રીતે એ બધું કહી શકાય. પણ આપણે જ્યારે પ્રક્રિયાની વાત કરવા બેસીએ ત્યારે – મારા માટે તો એ એક મૂંઝવણનો પ્રશ્ન થઈ પડે છે. અરે મારામાંથી અચાનકનું સર્જકતત્ત્વ કેવી રીતે ઊપસી આવ્યું, આ જ સવાલ મારા માટે હજીય વણઊકલ્યો પડેલો છે.

હકીકતમાં તો હું સર્જક બન્યો એ સમયની ઘટનાઓ જ એવી છે કે ગમે તેવી બુદ્ધિ પણ છાતી ઉપર હાથ મૂકીને એમ તો ન જ કહી શકે કે આમનું આમ કારણ હતું ને આમની રીતે આમ બન્યું.

મેં આગળ ઇશારો કર્યો છે તેમ એ દિવસોમાં હું સોળ કલાકની નોકરી કરતો હતો. એટલે કે એક કારખાનામાં ઑઈલ-મૅનની આઠ કલાકની નોકરી કરતો ને એક સજ્જનને ત્યાં રહેતો-જમતો, એના બદલામાં છોકરાં ભણાવવાથી માંડીને ફેરા-ફાંટા ને ઘરની બીજી વ્યવસ્થા સંભાળતો. ટૂંકામાં આઠેક કલાક ઊંઘવા જેટલો જ મારા હાથમાં સમય રહેતા.

એવામાં એક તરફ મુંબઈ વસતા ઉમાશંકર સાથે – લગભગ દસ-બાર વર્ષ પછી – પત્ર દ્વારા એ સંપર્ક સાધવાનો બનાવ બન્યો. બીજી તરફ ઑઇલ-મૅનની નોકરી બદલાઈ. એ જ પગારમાં—મીટર રીડિંગ લેવાની ટેબલ ખુરશીની નોકરી મળી.

ઉમાશંકર અમદાવાદમાં ગાંધીજીના પ્રમુખપણા નીચે ભરાયેલી સાહિત્ય પરિષદમાં આવ્યા. અમે મળ્યા. ઉમાશંકરે—કોણ જાણે કયા આધારે—સંભવ છે ને એમને કવિતાની ઢાળમાં પત્ર લખ્યો હતો એ ઉપરથી પણ હોય–લખવા માટે કહ્યું ને બાજુમાં બેઠેલા સુન્દરમની ઓળખાણ કરાવીને મારું લખાણ જોઈ દેવાની ભલામણ પણ કરી.

હકીકતમાં તો મને લેખક થવાનો વિચાર સુધ્ધાં કદી આવેલો નહીં. ઉમાશંકર કવિ થયા છે ને મોટા માણસ થઈ ગયા છે એ વાતના આધારે મારા આ લંગોટિયા મિત્રને મળવાનો મોહ જ હતો માત્ર.

મારે મન લેખકનું મહત્ત્વ પણ કશું ન મળે. ઉમાશંકની વાત સ્વીકારી એ પણ જાણે બાળક બુદ્ધિથી. અહીં મારે કહેવું જોઈએ કે ઉમાશંકરનું લખવા માટેનું સૂચન સ્વીકારતા કે એ પછી પણ — મને ભાષાનો ને ભણતરને કશો જ સવાલ નડેલો નહીં. ‘સાપના ભારા' કે નાટકો વિશે પણ મને કશી ખબર નહીં. ઉમાશંકરની કવિતા પણ કદી વાંચેલી નહીં. ઉમાશંકર કવિ છે એટલી જ વાત મારી જાણમાં. એટલે કવિતાથી શરૂઆત કરતાં મારા મનને તો આમ જ હતું. આમાં આપણું જવાનું પણ શું છે? વાગ્યું તો તીર નકર તુક્કો! આ સિવાય આજકાલ માટે લખી શકું એવી પરિસ્થિતિ પણ આવી મળી હતી. ટેબલ, ખુરશી, પૅડ ને પેન્સિલ બધી જ સગવડ વગર પૈસે મળી આવેલી. સમય પણ ખૂબ જ. નોકરીના આઠેય આઠ કલાકનો હતો. કંપનીની નોકરીમાં તો ખાસ કરીને કોઈ લાઈનની સ્વિચ પડી જાય તો તરત જ એ નાખી દેવી, આ જ મુખ્ય કામ હતું. બાકી તો બાર-પંદર મીટરનાં રીડિંગ જ અડધા અડધા કલાકે નોંધવાનાં હતાં. ને આ કામ તે મહાવરાના લીધે ટેબલ ઉપર બેઠા બેઠા પણ થઈ શકે એમ હતું. આ પ્રકારનું કામ પણ હું તેમજ મારો એક સિનિયર એમ બે જણાના ફાળે હતું.

બોલો, હવે કોણે આ બધો તાળેમેળો મેળવ્યો? આ તો ઠીક પણ સુન્દરમ્ આગળ કવિતાનું કામ નપાસ ઠરતાં મને ક્યાંકથી સૂઝી આવ્યું ને એમને મેં સવાલ કર્યો : ‘વાર્તા લખી લાવું?’

અલબત્ત વાર્તાઓ વાંચવાનો મને શોખ ખરો પહેલેથી જ. સોળ કલાકની નોકરી દરમિયાનેય હું અમારા એક શેઠના એક ઓળખીતાને ત્યાંથી પ્રજાબંધુ તેમ જ ગુજરાતી પંચનાં ભેટ પુસ્તકો કોઈ કોઈ વાર લઈ આવતો. ર. વ. દેસાઈ તથા મેઘાણીભાઈનું પુસ્તક પણ કોઈક વાર મળી આવતું. રાતે સૂતી વખતે કલાક બે કલાક વાંચતો. અહીં પણ હું તમને કહીં દઉં, ભાગ્યે જ હું લેખકનું નામ જોતો હતો. આપણે તો વાર્તા ભલી ને વાચન ભલું! ટૂંકી વાર્તાના સંસ્કાર પણ — અભ્યાસ વખતના કે શેઠનાં છોકરાં ભણાવતા હતા એટલા જ માફ.

અને પછી સુન્દરમની ‘હા’ મળતા કવિતાનો પલ્લો છોડી વાર્તા ઉપર હાથ અજમાવ્યો.

પહેલી જ વાર્તા ‘શેઠની શારદા’ વાંચીને સુન્દરમભાઈ રાજી રાજી!–

પછી તો તકલીમાંથી તાર નીકળે એ રીતે એક પછી એક વાર્તા કંતાવા માંડી. દરેક વાર્તા પાસ પાસ થવા માંડી...

ટુંકી વાર્તા ટુંકી પડતાં નવલકથા આરંભી. પહેલી લખી ‘ભીરુ સાથી’ ઉમાશંકર આગળ આખીય એ વાંચી ગયો. એ વખતે ઉમાશંકર લગ્ન કરવા અમદાવાદ આવ્યા હતા તે આખીય વૅકેશન અમદાવાદ રોકાયા હતા.

પછી લખી ‘વળામણાં’ જયંતિ દલાલના ‘ગતિ’માં એ છપાઈ પણ ખરી.

મેઘાણીભાઈએ ‘વળામણાં’ વાંચી, એમનેય એ ખૂબ જ ગમી. ‘પગલીનો પાડનાર દ્યો ને રન્ના દે’ એવી મધુરી ઉક્તિ સાથે કકિમાં એમણે મને વધાવ્યો પણ ખરો.

એટલું જ નહીં ‘ફૂલછાબ’ના ભેટ પુસ્તક માટે નવલકથાની મારી પાસે માગણી પણ એમણે કરવા માંડી. મને લાગ્યો ભય. સાહિત્યજગતમાં પ્રવેશ્યા પછી મેઘાણીભાઈ, ર. વ. દેસાઈ વગેરેની સિદ્ધિઓ પણ કાને અથડાઈ ચૂકી હતી. મારા મનને થવા લાગ્યું, ભેટ પુસ્તક મોળું જશે તો સડકે અડેલું આપણું ટટ્ટુ અધવચ્ચે જ કાં તો ભાંગી પડશે!

મેઘાણીભાઈએ ઉમાશંકર મારફત દબાણ પણ કરાવ્યું. ઉમાશંકર હવે અમદાવાદ રહેતા હતા. એમણે મને પ્રોત્સાહન આપતાં કહ્યું : ‘લખો તમ તમારે. તમારામાં સૂઝ છે. સારી જ લખાશે.’

ને છેવટે મેં હિંમત કરી.

અહીં મારે એ પણ કહેવું જોઈએ કે જે રીતે મને ઉમાશંકર દ્વારા સર્જનની દીક્ષા મળી ને બીજી તરફ લેખન માટેની સામગ્રી તેમજ સમય વગેરેની સગવડ પણ કોઈકે જાણે રચી આપી હતી, એ જ રીતે ‘મળેલા જીવ’ના સર્જન વખતે પણ બન્યું હતું. લેખક થયા પછી મેં પેલા સજ્જનને ત્યાં રહેવાનું છોડી દીધું હતું. એ પછી મીટર રીડિંગની નોકરી પણ બદલાઈ ગઈ હતી. સ્થળ જોકે અમદાવાદની ગીચ વસ્તીને બદલે સાબરમતી નદીના કાંઠા ઉપર આવેલા પાવર હાઉસમાં રહેવાનું થતાં મજાનું મળ્યું હતું. પણ સાથે સાથે સમયની હવે મારામારી જેવું હતું. ઑફિસમાંનું ટેબલવર્ક ગળા ઉપર કાંકરી મૂકીને કરવું પડે એવું હતું. એ પછી સવાર-સાંજનો ઘરનો સમય પણ ઘણો ખરો આપણી પોતાની સેવામાં જ — રસોઈ કરવી ને વાસણ-કૂસણ કરવાં વગેરેમાં ખર્ચાઈ જતો હતો.

પણ–મેઘાણીભાઈને ભલે ‘ફૂલછાબ’નું ભેટ પુસ્તક લખાવવું હતું પણ પેલા કોઈક તત્ત્વને જાણે મારી પાસે ‘મળેલા જીવ’નું સર્જન કરાવવું હતું! આ જ અરસામાં મારી પત્ની પહેલા આણે સાસરે આવી. આપણા ઘરની હવા જ નહીં, આબોહવા પણ ભીતર-બહારની બદલાઈ ગઈ.

વાર્તા વિશે વિચાર કરતાં સહજ રીતે જ ગામડા ગામનું વાતાવરણ આપણા ચિત્તને ઘેરી વળ્યું. મન-અંતરની આબોહવા પણ એવી હતી કે પહેલો જ પ્રસંગ – ગામડું હોય, યૌવન હોય પછી મોજ પણ મેળાની જ હોય ને!

ટૂંકમાં કહું તો કાનજી તો હું હતો જ ને જીવીના બદલે આંખવગી પત્નીને ગોઠવી દેતો હોઉં તો પૂરેપૂરો સંભવ હતો! સર્જનનો વેગ ને કલ્પનાનો આવેગ પણ ક્યાં ભરયુવાનીમાં નહોતો મહાલતો? ભય પણ પેલો મનમાંથી સાવ જતો રહેલો. થતું હતું : ‘મેઘાણીભાઈને ગમશે તો છાપશે નહીં તો પરત કરશે.’ આબરૂ જવાનો પણ ક્યાં કશો ડર હતો?—ખાસ, કંઈ એવી બંધાઈ જ નહોતી પછી જવાની ક્યાં ભીતી હતી?

અને પછી ચગડોળમાં બેઠેલા કાનજીના પાવામાં કવિતા કરવામાં નાપાસ થયેલો પન્નાલાલ જ ગુંજી ઊઠ્યો : ‘ફાગણના વાયરે આવ્યાં જોબનિયાં વૈશાખી વાયરે ઊડી જતાં!’...

‘મળેલા જીવ’ મેં માત્ર 22–24 દિવસમાં જ લખી છે. એને હું સર્જન નહીં, અવતરણ કહું છું.

આ જ રીતે ‘માનવીની ભવાઈ’ વખતના સર્જન પાછળનો ઇતિહાસ પણ ખરો.

પણ આ બધી બાહ્ય ક્રિયાઓ કહેવાય. ભીતરની પ્રક્રિયાઓ સમજવી-ઓળખવી એ મારા માટે-હર કોઈના માટે અતિ અતિ મુશ્કેલ છે. છતાંય હું મારી રીત થોડીક જણાવીશ. વાર્તા કે નવલકથા લખતી વખતે હું સદંતર રીતે એ પ્રવાહના વાતાવરણમાં મુકાઈ જાઉં છું. આગળ વધતાં કોઈક વાર બેત્રણ શક્યતાઓ ઊભી થાય. આમાંની હું પાત્રનો ધર્મ તેમ જ ભવિષ્યની ગતિનો વિચાર કરી એક માર્ગ પકડી લઉં છું. કેટલીક વાર અણધાર્યો તેમ જ અસામાન્ય પ્રસંગ પણ સૂઝી આવે. આવા વખતે કથા કે પાત્રના ભૂતકાળ ઉપર નજર નાખું ને મને જો એ બંધબેસતું લાગે તો જ હું નિરૂપું છું. તો કેટલીક વાર નિરૂપણ કર્યા પછી પણ તપાસી જોઉં છું. આખાયની સાથે ન સાંધો ન રેણ જેવું થયું છે કે નથી થયું? ટૂંકમાં કહું તો મેં જેમ પેલા કરોળિયાનો દાખલો જીવન માટે આપ્યો છે એવું જ ઝાઝે ભાગે તો મારી કથાઓમાં પણ બનતું હોય છે.

બાકી તો સર્જનપ્રક્રિયા એ પોતે જ એટલી અટપટી છે કે રાજુ મોં મચકોડે ને કાળુના દિલમાં ઘૂમરી ઊઠે! ભલા ક્યાંથી ઊઠી, કેમ ઊઠી ને કયા કારણે ભીતરમાં ક્યાંક ઊથલપાથલ મચી પડી?

ટૂંકમાં માનવીનું આ છત્રીવાજું ઉકેલીએ તોય— કહેવું મુશ્કેલ છે. કેટલું સાચું ને કેટલું ખોટું!

ને છતાંય આપણને એ બધું જાણવાની ને સમજવાની ઇચ્છા થાય છે એ પણ કેવું આહલાદક છે!

પ્રશ્ન : એકવાર સ્વ. ચુનીલાલ મડિયાએ મને તમારા ‘ભાંગ્યાના ભેરુ’ની રૂપનિર્મિતિ વિશે ‘રુચિ’માં લખવા કહ્યું ને (સપ્ટેમ્બર : 1966ના ‘રુચિ’ના અંકમાં) મેં લખ્યુંય ખરું. એ લેખમાં મેં કલાકૃતિએ આકાર (રૂપ) તો પ્રગટ કરવો જ જોઈએ એમ કહીને ચર્ચા કરેલી તે અહીં ઉતારું છું :

F. L. Lucas કહે છે, “style is a most terrible subject to discourse upon” અને એટલે તો ઈ. એમ. ફોર્સ્ટર આ આકાર કે શૈલીની ભંગિમા વિશે માનવાનું જ માંડી વાળે છે. તે નિત્શેને ટાંકીને કહે છે : ‘All that is prearranged is false’ એડવિન મુર ફોર્સ્ટરનો ઉલ્લેખ કરીને કહે છે : He is Content so long as a novelist, ‘bounces’ us into a belief in nis characters and gives us life.’ એટલે ફોર્સ્ટરને તો આકારની લાંબી કડાફટ કરતાં જિંદગીનો ધબકારો જ વહાલો લાગે છે પણ આ ધબકારાનો લય જ એવો નમનીય આકાર ધરી લે છે કે જીવનની ભાતમાંથી રૂપનિર્મિત આપોઆપ થઈ જાય છે—ફોર્સ્ટર માને કે ન માને તો પણ તમે કલાકૃતિના સર્જન વખતે આ આકાર વિશે–સભાનતાથી સતત વિચારતા રહો છો? કે પછી—

ઉત્તર : ખરું પૂછો તો આકારનો અર્થ હું હજી સુધી સમજી શક્યો નથી. એ વિશે હું કશું વિચારતો પણ નથી. સમજું તો વિચારું ને?

છતાંય મારા મનમાં ‘આકાર’નો ખ્યાલ તો હોય જ છે. જેમ કે મારે ટ્રંકી વાર્તા લખવી હોય તો હું એનો ઉપાડ અને નિરૂપણ એક રીતે કરું અને જો નવલકથા લખવી હોય તો એનું નિરૂપણ બીજી રીતે કરતો હોઉં છું. પ્રસંગો પણ હું જરૂર પ્રમાણે ઊભા કરતો જાઉં છું—પાત્રો વિશે પણ એમ જ. આ બધું માર મનમાં આપોઆપ જ લાંબું-ટૂંકું ગોઠવાતું આવતું હોય છે. આકારનો અર્થ હું આવો કરું છું. અલબત્ત અંત વિશે મારા મનમાં ખ્યાલ ખરો પણ એમ કેટલીક વાર વાર્તાના વિકાસ પછી બદલાઈ જાય છે.

સર્જનની આ બધી પ્રક્રિયાઓ જ એવી હોય છે કે મેં જેમ આગળ કહ્યું છે તેમ એ બધું કાર્યકારણના ચોકઠામાં બેસાડવાનું મુશ્કેલ કામ છે. બેસાડીએ તો પણ આપણાં માત્ર મનમનામણાં જ!

પ્રશ્ન : પન્નાલાલભાઈ, આપણા જાનપદી પ્રમુખ કથાકારો મેઘાણી અને તમે કહેવું હોય તો કહેવાય કે આલંકારિક રીતે મેઘાણીની શૈલી ગીર પ્રદેશની આહિરાણી જેવી કમનીય અને ધીંગી મદભરી છે. તમારી શૈલી ઘેરવાળી ઘાઘરી ને તસતસતું કાપડું પહેરી લચકતી ચાલે લચકાતી રાજુ પટલાણી જેવી છે. તમે બન્નેએ આપણી પ્રજાના પ્રાણને ભાષાની બળકટતાથી પ્રગટ કર્યો છે. ને એમાંયે ‘માનવીની ભવાઈ’ની તેના દરેક પરિમાણોમાં પ્રગટ થતી ભાષા તો ગુજરાતી ભાષાની અનન્ય અને અપૂર્વ સિદ્ધિ છે :

“અષાઢી ત્રીજની રાત્રે આકાશ ચગડોળે ચડ્યું. પાછલી રાતે ધરતી પર વાવાઝોડાનું ધમસાણ મંડાયું. કૂકડો બોલતાં ધરતી-આભ એકતાર થઈ ગયાં.” (કેટલું ગતિલાસ્યવાળું અને છતાં કેવું ચિત્રાત્મક!)

“તો રામાએ તો કહ્યું પણ ખરું! આ દનના બાપડાનાય ટાંટિયા ભૂખે ભાંગી ગયા છે કે શું? તે હેંડતા જ નથી!” (ઓષ્ઠ્ય અને મહાપ્રાણ વર્ણો પાસેથી પ્રલંબિત લય દ્વારા લંગડાતા-ખોડંગાતા કાળને જ ખડો કરી દીધો છે!)

‘પરથમીનો પોઠી’નું ગદ્ય, માલી ડોશીની ગાળોનું ગદ્ય, દુષ્કાળના થરથરાવી મૂકે તેવા ભેંકારનું કે ઊઠતી કિલકારીઓનું ગદ્ય, ઘણાનું, વેદનાનું, જીવનની વસંતનું એમ અનેક સ્તરે પ્રાણવાન ગદ્ય પ્રગટ થતું જાય છે ત્યાં તમે સોળે કળાએ ખીલી ઊઠો છો, પણ માંડલી-નિવાસી પન્નાલાલ પટેલ પર અમદાવાદી ચિમની-ધુમાડિયાની અસર વર્તાય છે ત્યારે પાત્રોનાં વર્તનમાં દ્વિધા જણાય છે ને પરિણામે શૈલી ક્યાંક ક્યાંક કૃત્રિમ બની જાય છે. ઈશાનિયા પ્રદેશનો ઘરોબો ઘૂંટવાને લીધે જ આમ થયું હશે એમ આપને નથી લાગતું? નહિતર પન્નાલાલ આવાં વાક્યો લખે? : “પ્રસન્ન-વદના રાજુથી અનાયાસે જ પાદપૂર્તિ રચાઈ ગઈ” કે “ને જ્યાં બોલકાપણાનું અવળું આળ ચડાવી રહેલી બોલકી રાજુને બોલતી બંધ કરવાનો કાળુને...” કે “હાસ્તો! માનવજીવનને ધારણ કરી રહેલું એ બીજ ધરતીનું ઉરપાન કરતું ઊગતું થાય ને!” કે “ભૂખની પેલી કાતિલ કટાર તથા ભયંકર આર્તનાદ અને વેદનાઓથી ભરેલો એ મોતીનો વરસાદ જોઈને પોતાનામાં પડેલા પેલા જીવનતત્ત્વને સાકાર કરી માનવજાત સામે જાણે સમર્પિત થઈ રહ્યા હતા.” કે “એ ઉપર સહાનુભૂતિપૂર્વક વિવેચન કરતાં અંતમાં…”

Percy Lubbock કહે છે : ‘To have lived with their creations is to have lived with them as well, with so many hours of familiar intercourse behind us we have learnt to know them.’

આ આખાયે પ્રશ્ન વિશે તમને શું લાગે છે?

ઉત્તર : ‘માનવીની ભવાઈ’માં આવતાં કેટલાંક નિરૂપણો સામેની તમારી ફરિયાદ સાવ સાચી છે.

પણ મૂળ વાત એ છે કે મને એનો ખ્યાલ જ નહિ કે ભાષા અને નિરૂપણની રીતે આપણે આપણું વાતાવરણની બહાર નીકળી ગયા છીએ….નહિ તો આવી વાક્યરચનાઓ સરળતાથી બદલી શકાઈ હોત. આ પ્રકારનાં નિરૂપણ જોતાં સહેજે એમ કહી શકાય કે લેખકનું ચિત્ત આ પળે મૂળપ્રવાહમાંથી ખસી ગયું છે. વળી કેટલીક વાર ડહાપણ કરવાની વૃત્તિ પણ કામ કરતી હોય છે. ‘સાહિત્યિક’ થવાનો મોહ પણ કદીક થઈ આવતો હશે! ગમે તેમ પણ આ પ્રકારનાં મારાં નિરૂપણો મારી કેટલીક બેદરકારીઓને લીધે રહી ગયાં છે, તો કેટલાંક વિશે મને ખ્યાલ પણ નથી હોતો કે આ અહીં બેસતું નથી. કેટલાંક શબ્દો તો એવા હશે કે મને એની ખબર પણ ન હોય કે આ શબ્દ શહેરી છે કે ગામડાનો છે! શંકા ઊઠે તો ફેરવું ને?

પ્રશ્ન : ખરું જોતાં તો સર્જન-કર્મની જવાબદારી તો લેખકને તેની સંવેદનાની ઊંડી સૂઝમાંથી આવે છે. લેખક, ખાસ કરીને ગદ્યલેખક, લખતી વેળાએ શું અનુભવે છે તે અથવા તે real life વિશે શું અનુભવે છે તે જ સંવેદના હોય છે. લેખકે પોતાનાથી પર એવા બાહ્ય વાસ્તવને નિરૂપવાનો હોય છે. એક જુદા અર્થમાં આ બધું તેના જ જીવનના અનુસંધાન (Intension) જેવું હોય છે અથવા ડી એસ. સેવેજ કહે છે તેમ તેના જ સમાનશીલ પદાર્થરૂપ (analogue) હોય છે. એટલે ઘણી વાર એવું બને છે કે લેખકની પહેલી નવલકથામાં તેની સંવેદના સચ્ચાઈપૂર્ણ હોય છે, કારણ કે એ જે અનુભવે છે તે જ તાજગીપૂર્વક સૌંદર્યમયતાથી એ આલેખે છે. આ પ્રકટીકરણ તેની આંતરિક અનિવાર્યતામાંથી થાય છે. વાર્તાકારે, એ જે જાણે છે તેના કરતાં એ અનુભવે છે તે વિષય પસંદ કર્યો હોય તો તેને વધુ યારી મળે છે.

તમને એમ નથી લાગતું કે ‘માનવીની ભવાઈ’માં જે કલાકૃતિ રચાય છે, તે પછી દસ વરસે લખાયેલા તેના બીજા ભાગ ‘ભાંગ્યાના ભેરુ’માં રચાતી નથી? ‘માનવીની ભવાઈ’ની કુંવારી ચેતના ક્યાં અને છપામાં ‘હફતેવાર’ છપાયેલી ‘ભાંગ્યાના ભેરુ’ની ચેતના ક્યાં? ‘ભાંગ્યાના ભેરુ’માં અને પછી ‘ઘમ્મર વલોણું’માં સમગ્રને આંબતો પેલો સઘનતાનો સ્પર્શ ઓછો થાય છે એમ આપને લાગે છે? ‘માનવીની ભવાઈ’માં પ્રગટેલા કલાવૈશ્વાનર પર ધીમે ધીમે રાખોડી વળવા માંડે છે એમ તમને લાગે છે? કલાકારને પછી ધીરે ધીરે ઉંમરનો થાક લાગતો હશે? કે...

ઉત્તર : મજાનો પ્રશ્ન છે.

એક તો ‘માનવીની ભવાઈ’ આ નવલત્રયીમાં પહેલી કૃતિ હોઈ સહેજે પાત્રો તેમ જ ભાષાની રીતે પણ વાચકને તાજગીભરી લાગે જ. બીજું કારણ એ કે ‘માનવીની ભવાઈ’માં આખાય પ્રદેશ ઉપર છવાઈ વળતું કાળનું જાણે કે ભેંકાર પાત્ર છે.

હવે બીજાં બે પુસ્તકોમાં પત્રો તેમ જ ભાષા સહુને કોઠે પડી ગયેલી છે ને દુકાળનું પેલું ભેંકાર વાતાવરણ પણ લોપ થઈ ગયું છે. ‘ભાંગ્યાના ભેરુ’ લખતી વખતે મને મોટી મુશ્કેલી આ જ નડી હતી. કાળુ ક્યાંક કહે છે પણ ખરો : આ બધાંને (માનવીઓને) મારે હસતાં-રમતાં કરવાં કેવી રીતે? ટૂંકામાં ચિત્તની અંદર દુકાળનો કારમો ઓછાયો પથરાઈ રહ્યો છે. સહુ કોઈએ પોતાનાં સ્વજનોને ભૂખમાં ભરખાઈ જતાં જોયાં છે. પોતે પણ માંડ માંડ બચ્યાં છે. આ બધું એ ભૂલી શકતાં નથી. વળી બચેલું-કચેલું જીવન પણ નવેસરથી માંડવાનું છે...

પાત્રોમાં જ જીવનરસ જેવું નહોતું રહ્યું પછી ભાંગેલા જીવનને ભાષાના બળે કેટલું આપણે રસપૂર્ણ બનાવી શકીએ?

એમ તો ‘માનવીની ભવાઈ’ ઉપર પણ ક્યાં કોઈક વિવેચકે રાખ નહોતી ભરભરાવી—“આપણે ‘માનવીની ભવાઈ’ને વધુ પડતી તો નથી વખાણી નાખી?” આમ કહીને?

ગમે તેમ પણ મને પોતાને ‘ભાંગ્યાના ભેરુ’ તેમ જ ‘ઘમ્મર વલોણું’ માટે સહેજ પણ વસવસો નથી થતો કે ફેઈલ ગયું અથવા તો હું બરાબર આલેખી શક્યો નથી. કારણ કે આમાં મેં મારી સર્જનશક્તિ હતી એટલી પૂરેપૂરી ખર્ચેલી છે. તમે કહો છે તેમ શક્તિની મર્યાદા પણ હોઈ શકે છે. (જોકે હું પોતે આ મર્યાદા હજી સુધી તો જોતો નથી) વળી હપતેવારનો દોષ પણ ખોટો છે. હપતેવાર છપાયા પછી હું મારી કૃતિને સળંગ રીતે જોઈ – મઠારી, કાપી – ઉમેરી તે જ બહાર પાડું છું. તેમાં પણ આ કૃતિઓમાં તો હું હપતેવારની – મર્યાદાને નડવા જ ન દઉં ને?

ધૃષ્ટતા કરીને કહું તો મને તો વળી પ્રશ્ન પણ છે કે આપણા વિવેચક માનવમનના પડઘા અને પડછાયા તેમ જ જીવનની સૂક્ષ્મ એવી ગતિનિર્મિતઓ વગેરે કેટલી હદે પામી–પારખી શકતા હશે? ઝાઝા ભાગના વિવેચકો પોતાના અમુક રીતે ઘડાયેલા માપદંડ વડે જ કૃતિને માપતા જોવા મળે છે. વળી પોતે જાણે લેખકથી વિશેષ હોય એ રીતના સૂરમાં વાત કરનારા વિવેચકો પણ આજના જમાનામાં ઓછા નથી. હકીકત તો એ હોવી જોઈએ કે કૃતિને (લેખકને) જ સમજવાનો પ્રયત્ન વિવેચનના મૂળમાં હોવો જોઈએ. આનો અર્થ એમ પણ થાય કે વિવેચકે સર્જકને શ્રદ્ધાની નજરે જોવો પડે. વળી જે સૃષ્ટિ સર્જકે પોતે સર્જી છે એ સૃષ્ટિ વિવેચકના જ્ઞાન અને અનુભવની બહારની હોવાનો સંભવ પણ કદીક ખરો કે નહિ?

બાકી તો આપણામાં એક કહેવત છે કે પાણી ને ન્યાય વાળો ત્યાં જાય. આમાં મેં મારા પૂરતો ઉમેરો કર્યો છે કે ‘પાણી, વાણી ને ન્યાય વાળો ત્યાં જાય!’ ગમે તેમ પણ હું મારા પક્ષે ચોખ્ખો છું. હું પોતે સંનિષ્ઠ વિવેચનને શક્ય તેટલો તટસ્થ થઈને સમજવા ને ખોળે કરવા માગતો હોઉં છું. મારી જાતને ભ્રમમાં રાખવાની દાનત ભાગ્યે જ મેં કદી સેવી હશે.

આ પ્રશ્નનું સમાપન કરતાં ફરીથી હું કહીશ કે મારા હિસાબે ‘ભાંગ્યાના ભેરુ’ અને ‘ઘમ્મર વલોણું’ એટલી હદે તો મોળાં નથી જ કે ‘માનવીની ભવાઈ’ સાથે ઊભાં પણ ન રહી શકે. નવાં નવાં પાત્રો તેમ જ પ્રસંગો અને જીવન વગેરે બધી જ રીતે. મૂળ તો આ વાત જ કાળની છે. કાળની અંદર ઈશાનિયો પ્રદેશ છે, પ્રદેશની અંદરનો સમાજ છે. સમાજમાં મુખ્ય કાળુ રાજુ છે ને કાળુ રાજુના ભીતરમાં પુરુષ છે ને સ્ત્રી છે.

આ પ્રશ્નનું સમાપન કરતાં આટલું છેલ્લે ઉમેરીશ કે હું પોતે મારી આ નવલત્રયિની કથાને સમગ્ર રૂપમાં જોઈ શકું છું. ઘાટ તેમ જ ‘માનવીની ભવાઈ’(જીવન)ના અર્થમાં પણ. મારે મન જુદાં જુદાં પુસ્તકો કે જુદાં જુદાં સમયે લખાયાનો કશો જ ભેદ લાગતો પણ નથી ને છે પણ નહિ. મારે તો એ પહેલી વાર લખી હતી ત્યારથી ક્યાંક ચેતનાની અંદર એક હતી. ફરીથી લખવા જતાં ભાગ પણ પાડવા પડ્યા ને સમય પણ લંબાઈ રહ્યો!

આ કથા વિશે એક જ વાક્યમાં કહીએ તો સ્ત્રી અને પુરુષમાં વહેંચાઈ રહેલી પ્રકૃતિ જીવનના સરોવરમાં ને સમાજના સંદર્ભમાં દ્વૈતને પામવા ગડમથલ કરી રહી છે.

મને પોતાને શ્રદ્ધા છે કે મારી આ ગડમથલ આજે નહિ તો આવતી કાલે કોઈક ને કોઈક જોનાર–સમજનાર નીકળી આવશે! બાકી તો આપણામાં કહેવત છે કે માનો તો દેવ નહિ તો પથ્થર. આપણને તો સર્જન કર્યું એનો જ એક આનંદ છે.

પ્રશ્ન : તમે સુંદરમને લખેલું : ‘તમે જ કો’ને હવે? મારા જેવા શ્રમજીવી માનવીમાં આ સર્જકતત્ત્વ, ભાષા અને કલ્પના, પ્રસંગો ને પાત્રો, તો કળા અને વસ્તુસંકલના વગેરે લઈને વણમાગ્યું ને વણપ્રીછ્યું એકાએક કરુણા કરતુંકને કેમ આવ્યું ને કોણે મોકલ્યું?’ તમારા સર્જનમાં તો અંતે ઉદાત્તતા અને કરુણાનો પારાવાર છે જ! પણ આ તમારી આસ્થા ઈશ્વર સંબંધી છે. શ્રી સુંદરમે પણ પેલા ‘અગમ’ની સાથે વધારે હાથતાળી દઈ આવતી વાર્તાઓ મળે... તો તો ‘બેટ્ટાવાળી’ જ થઈ જાય – એમ કહીને પ્રભુ પ્રત્યેની તમારી આસ્થાને સંકોરી છે. વળી શ્રી અરવિંદ અને શ્રી માતાજીને લીધે તમારી એ શ્રદ્ધા વધુ દૃઢ પણ બની છે.

રિલ્કેએ કહ્યું હતું કે ‘મારો પ્રભુ જુદો છે.’ ડબલ્યુ. બી, યીટ્સે કહેલું કે ‘મારે ઈશુ પરંપરાથી જુદો છે.’ છાંદોગ્યોપનિષદ્માં કહ્યું છે કે મારા હૃદયમાં નિવસેલો તે જ હું છું. તે જ બ્રહ્મરૂપ એ છે અને આ જગતથી ચિરવિદાય લઈશ ત્યારે તેની સાથે જ અનુસંધાઈ જવાનો છું. ભક્તોએ અને સંતોએ તેની ભાવગદ્ગદ અનુભૂતિ કરી છે. કેવું છે તમારા ઈશ્વરનું રૂપ? તેની અનુભૂતિ વિશે તમને શું કહેવા જેવું લાગે છે?

ઉત્તર : તમે અહીં મારી શ્રદ્ધા તેમ જ શ્રી માતાજી અને શ્રી અરવિન્દ પ્રત્યેની ભક્તિ વિશે પ્રશ્ન કર્યો એ આમ તે મને ખૂબ જ ખૂબ ગમ્યો છે. પણ–

આને આપણે હાલ પૂરતી અંગત બાબત ગણવી જોઈએ. હું તમને એમ કહું કે મારા જીવનમાં એક દિવસ એવો હતો કે સાચેસાચ હું યમદ્વાર આગળ ઊભો હતો. પણ શ્રી માતાજીની કરુણાથી આજે હું — જીવતો જાગતો ને મારું કામ બરાબર કરતો બેઠેલો છું તો પણ — હકીકત હોય છતાંય આ બાબતનો આપણામાંના કેટલા મિત્રો સ્વીકાર કરશે?

છતાંય હું આટલો ઇશારો જરૂર કરીશ, ભગવાનની મને નક્કર એવા વાસ્તવિક રૂપમાં પ્રતીતિ થઈ ગઈ છે અને હવે મનમાં, પ્રાણમાં, દેહમાં અને જીવનમાં વિસ્તારવાનો – સ્થાપવાનો રહે છે.

તમે જ કહો હવે, મારી આ ઉપરની વાત આપણા ગળે ઊતરે એવી લાગે છે ખરી? હવે આપણે મારા જીવનનો ઇતિહાસ બલકે હકીકતો ઉપર એક અછડતી નજર નાખી લઈએ :

જેના ઘરમાં રામાયણ વગેરે હતાં એવા એક ખેડૂતના ઘેર જન્મ થયો. માવડિયો છોકરો. અજાણ્યા એવા સાધુની આંગળી ઝાલી હોંસે હોંસે ઘર ને ગામ છોડી ગયો. રામજી મંદિરમાં રહીને કક્કો ભણ્યો. એક રાજકુમાર આગળ ગીત ગાયું. ગીત પણ રાધાના વિરહનું, અમલદાર પાસેથી આ છોકરાની મામૂલી કેફિયત જાણી રાજકુમારે ઈડર બોર્ડિંગમાં રાખવાનો અપવાદ સરખો હુકમ છોડ્યો. થોડુંઘણું ભણ્યો ને ઊઠી ગયો... સાધુનો પલ્લો પણ તૂટી ગયો. બેકારીનો જમાનો. ખેડૂતના આ છોકરાને કોઈની કહેતાં કોઈનીય ઓથ ન મળે—સિવાય કે પોતાના ખેડૂત સંબંધીઓ. એક અમલદારે હાથ પકડ્યો, એમણે પછી દારૂ ગાળવાની ભઠ્ઠી ઉપર ગોઠવ્યો. હોશિયાર તો પહેલેથી જ. પારસી શેઠને પણ કામ વહાલું. કેટલાક સમય પછી નામૂઠિયા આ છોકરાને દૂરના એક પેપરહાઉસમાં મેનેજર બનાવ્યો. વરસેક પછી શેઠે વળી ભઠ્ઠી ઉપર બોલાવ્યો. મેનેજર થઈ સ્વતંત્રતા ચાખી ગયેલો આ છોકરો ભઠ્ઠીએ પાછો ગયો નહીં. નોકરી છોડી અમદાવાદ ગયો. ઇધર-ઉધર અથડાતાં-કુટાતાં આગળ આપણે જોયું તેમ બેવડી નોકરી કરવા લાગ્યો...

આટલા સમયમાં દુનિયાદારી ભરપેટ એને જોવા મળી. અનુભવોની ઝોળી જાણે છલકાઈ રહી ને ત્યાં જ કોઈએ કવિમિત્રની વાત એના કાને નાખી. કાગળ લખવા પ્રેરણા ઊઠી.–

અને પછી તો અબુધ અને અજ્ઞાન એવો આ છોકરો લખતો થયો. લેખક બન્યો. સર્જક પણ બની ગયો!

કીર્તિ મળી. પૈસાની મેણ ખેંચ નહોતી. જીવવા માટે સાહિત્ય જેવી ઊંચામાં ઊંચી દુનિયા હતી ને દેવ સરખા મિત્રોની હૂંફ પણ એને સારી હતી.—

કશાયની એને મણા નહોતી —

ત્યાં જ એ માંદો પડ્યો. મિત્રોએ એને પંચગીનીના ડુંગરો પર મોકલી દીધો. ઉત્તમ એવી સારવાર હતી. આર્થિક રીતે પણ કશી મુશ્કેલી હતી નહીં. પણ મૂળમાં એને ઉપચાર જ ન લાગુ પડ્યો! છેલ્લો ઉપાય ઑપરેશનનો રહ્યો હતો કે જેના માટે દર્દી પોતે ઘસીને ના પાડતો હતો —

આ સ્થિતિમાં ઉમાશંકર દ્વારા સુંદરમને પોંડિચેરીમાં પન્નાલાલની બીમારીની ખબર પડી. સુંદરમે શ્રી માતાજીના બ્લેસિંગ મોકલ્યા. અને...અને...અને...

પછીની વાત એવી છે કે – મારે જ ગળે ઊતરતી નથી. પછી કાર્યકારણને વળગી રહેલી દુનિયા આગળ વાત કરવાની વાત જ ક્યાં રહી! ––

ટૂંકમાં મોટા મોટા દાક્તરોએ બબ્બે વાર લેખિત સલાહ આપી કે ઑપરેશન કરાવવાની અમારી ખાસ ભલામણ છે.

છતાંય – વગર ઑપરેશન કરાવ્યેય આજે આપણે બેઠા છીએ — બેઠા છીએ એટલું જ નહીં –– બીમારી પણ ભૂતકાળની વાત બની ગઈ છે ને ભવિષ્યની વાત કરીએ તો —

પણ એ વાત કરવાનો – આગળ ઉપર મેં કહ્યું તેમ કશો જ અર્થ સરવાનો નથી. કારણ કે કાર્યકારણની દુનિયાથી ન સમજાય એવો મારો ભૂતકાળ – કોઈથી જાણે પ્રેરાતો હોય તેમ પ્રકાશની કોઈ કેડી સરખો અંકાઈ રહ્યો છે છતાંય આપણે એ માનવા–સ્વીકારવા કેટલા તૈયાર છીએ એ એક પ્રશ્ન છે. તો ભવિષ્યની વાત તો વળી અગમનિગમ જેવી છે.

એટલે હવે—સાહિત્યની દુનિયા આગળ શ્રી માતાજી જે ઉક્તિ મેં બબ્બે વાર ઉચ્ચારી છે – રણજિતરામ સુવર્ણચંદ્રકના સ્વીકાર વખતે તેમ જ મુંબઈએ મને સન્માનપત્ર આપીને મારી ષષ્ટિ ઊજવી હતી એ ધન્ય પ્રસંગે – એ જ ઉક્તિથી અહીં પણ આપણે આ પ્રશ્નનું સમાપન કરીશું : ‘Do’nt speak, let your works speak.’

યશવંતભાઈ, શ્રી માતાજીની આ સલાહ ઉપરથી જ તમને એમ નથી થતું કે શ્રી અરવિન્દનો પૂર્ણયોગ કેટલો બધો વહેવારુ ને વાસ્તવિકતાના પાયા ઉપર મંડાયલો હશે?

પ્રશ્ન : ‘પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ’ એ પુસ્તકની પંદર વાર્તાઓની પસંદગી તમે પોતે જ કરી છે. સારી નવલિકા વિશેનો તમારે ખ્યાલ શો છે? તમારી વાર્તાઓ, તમારું સાહિત્યમાત્ર – જીવનપ્રેરિત છે; ગ્રામજીવનનાં સુખ – દુઃખો, એના જીવનપ્રશ્નો, ગ્રામીણ પરિવેશ, ઈશાનિયા પ્રદેશની લોકબોલી એનો કટુમધુર વાસ્તવ – તમારી અર્ધઝાઝેરી વાર્તાઓમાં પ્રગટ થાય છે. વળી તમે ગાંધીયુગના સંતાન છે. એટલે ગાંધીવાદ – સમાજવાદથી પરિપ્લાવિત અનુકંપાભરી તમારી જીવનદૃષ્ટિ પણ તેમાં પ્રગટ થાય છે. માનવતા – મનુષ્યની લાગણીઓનું જતન તમારી રચનાઓમાં છે. તમારી યુગચેતનામાં રહીનેય તમે એક વિશિષ્ટ પન્નાલાલીય સૃષ્ટિ ખડી કરી શક્યા છો એ ગુજરાતી નવલિકાનું સદ્ભાગ્ય છે.

તમારી પૂર્વની છેક મલયાનિલ - મુનશીથી માંડીને રચાયેલી વાર્તાઓ અને હવેની સુરેશ જોષી, મધુ રાય, અને કિશોર જાદવ વગેરેની વાર્તાઓ વિશેનો તમારો શો પ્રતિભાવ છે?

ઉત્તર : નવલિકા વિશેનો મારો ખ્યાલ પૂછીને તમે મને અહીં તો વળી સાંડસામાં જ લીધો છે. આગળના મારા જવાબોમાંથી તમને થોડોક ઇશારો તો મળે છે, છતાંય ચોખ્ખા શબ્દોમાં કહી દઉં કે હું એક વિચિત્ર પ્રકારનો લેખક છું. તમે મને વાર્તા-નવલકથાની વ્યાખ્યા કે વિવેચન કરવાનું કહો તો જવાબમાં મારે લોચા વાળવાનો જ વખત આવે. એને બદલે હું તો તમને વાર્તા કે નવલકથા લખી દઉં ને કહું કે આને હું વાર્તા – નવલકથા કહું છું.

હા, શ્રેષ્ઠ વાર્તાઓની પસંદગીમાં તમને કદાચ કોઈ કોઈ વાતો મોળી પણ લાગી હોય. પણ એ વખતે મેં અભ્યાસને નજર સમક્ષ રાખેલો નહીં. આ ખ્યાલ હોત તો આવા કામમાં મેં કદાચ તમારા જેવા વિદ્વાનોનાં સલાહસૂચન લીધાં પણ હોત. એ દિવસોમાં હું હતો પણ માંડલી. છતાંય મારી પસંદગી તમારી પસંદગીની ખૂબ ખૂબ નજીક નથી લાગતી?

મને તમે મારા સિવાયના લેખકો વિષે પૂછીને પણ આફત જ ઊભી કરી છે.

મૂળ તો મેં ભાગ્યે જ કોઈની વાર્તાઓ વાંચી છે. મલયાનિલની એક વાર્તા એ વખતે વાંચેલી પણ ભૂલી ગયો છું. નામ યાદ છે : ‘ગોવાલણી.’ મુનશીની પેલી ત્રણ નવલકથાઓ ઉપરાંત એક-બે બીજી વાંચી છે. વાર્તાઓ વાંચ્યાનું યાદ નથી. અને આપણા નવા લેખકોની વાર્તાઓ પણ અછડતી જ વાંચી છે. નવી વાર્તા કેવી છે એમ કરીને નમૂના દાખલ.

હવે આટલા વાચન ઉપર નવીનોને મૂલવવા બેસવું એ જોખમભર્યું કહેવાય, પણ મારા મન પર પડેલી છાપ એવી ખરી કે જે વાર્તા વાચકને સમજાય જ નહિ એ એના ચિત્તને કેવી રીતે સ્પર્શી શકે? વળી મન કે ચિત્તને સ્પર્શ્યા વગર વાચક પોતે કેવી રીતે વાર્તાનો રસ કે આનંદ માણી શકે? એટલી વાત તો નિર્વિવાદ છે કે આપણે બીજાને માટે લખીએ છીએ. એમ ન હોય તો લખીએ જ નહીં. ને લખીએ તો પણ છાપવાની કડાકૂટમાં તો પડીએ જ નહીં. તો પછી બીજાઓ સમજે એવું તો લખવું જ પડે ને? વચમાં પ્રતીકોનો પવન ચાલેલો. એ પછી ઘટનાલોપનો વાયરો વાયો. ને હવે — ખબર નથી, ત્રીજો કોઈ પવન ત્રીજી દિશામાં ચાલતો હોય તો! આવા વાયરા ચાલે એ પણ એટલું જ જરૂરનું છે. આમાંથી જ કંઈક ખરેખરનું નવું આવીને ઊભું રહેશે, એવી મને પોતાને પણ શ્રદ્ધા છે. મેં પણ વચ્ચે નવી વાર્તા લખવાનો પ્રયત્ન કરેલો. પણ છેવટ મને લાગ્યું કે ઉદ્દેશ વગર લખવું એ ખાલી ભ્રમ છે. એવા ભ્રમમાં પડવાની આપણે કશી જરૂર નથી. આમેય હું આદર્શવાદી કે ભાવનાવાદી કે સાહિત્યવાદી લેખક નથી. પહેલેથી જ છેક કંકુ લખી ત્યારથી, મને માનવીના જીવનમાં જ રસ છે ને બહારની વાસ્તવિકતા મારફત ભીતરની વાસ્તવિકતા સુધી પહોંચવાની મને અભિલાષ હોય છે.

એક વાત હું અહીં ધૃષ્ટતા કરીનેય કહીશ કે માનવીના મનને હું ઠીકઠીક પકડી શક્યો છું. ખરું પૂછો તો મારી કેટલીક સફળતાના મૂળમાં આ મન જ પથરાઈ રહેલું છે.

ગમે તેમ પણ મારા મનને એમ જ છે કે આપણે જે કરીએ છીએ એ બરાબર જ છે, ને એટલે પછી કોઈ પણ પ્રકારની લપછપ કર્યા વગર આપણે આપણી રીતે આપણું કામ શક્ય એટલી શક્તિ રેડીને કર્યા કરીએ છીએ. શ્રદ્ધા સાથે. આપણું કામ આજે નહીં તો કાલે પણ બોલ્યા વગર રહેવાનું નથી.

એક યા બીજી દિશાએથી બોલતું પણ ક્યાં એ નથી સંભળાતું?

પ્રશ્ન : તમારી ષષ્ટિપૂર્તિના આનંદપર્વે ઉમળકાથી મેં ‘એક નવો અધ્યાય’ લખ્યું હતું તેમાંથી આજે ફરી અવતારું છું :

‘પન્નાલાલ પટેલના આગમન સાથે ગુજરાતી નવલકથા સાહિત્યમાં એક નવો અધ્યાય શરૂ થાય છે. એમના લોહી-માંસના સાચા માનવીઓ ગાંધી યુગના યથાર્થને નક્કરતા અને ઊંડાઈ આપે છે. એમનાં પાત્રોની વેદનાના મૂળ ઊંડા છે. જન્મની સાથે માણસ એના મૂળથી — અસલી વતનથી — છેટો પડી જાય છે અને પુનઃ ત્યાં પહોંચવા એ જે રીતે મથામણો અનુભવે છે – તે સંઘર્ષો કાળુ-રાજુના છે, સનાતન માનવીના છે. પન્નાલાલ પ્રણયને અભિસરિકાની જેમ ઉછેરે છે અને માતાની જેમ પોષે છે. ઉજ્જડ આભલે અમી વરસે છે ત્યારે જ એમની ચિરતૃષા તૃપ્ત થાય છે. માટીની મુઠ્ઠી ભરીને વસુંધરા પ્રતિ કેટલો અપાર અનુરાગ પ્રગટ કર્યો છે પન્નાલાલે! છપ્પનિયાની કથા કરતાં કરતાં એમણે એક સમયને જે અપૂર્વ રૂપ આપી દીધું છે તે એક મોટા સર્જકની પ્રતિભા-સંપન્નતાનું દ્યોતક છે.

ગુજરાતી ભાષાને પન્નાલાલે એક નવું જ રૂપ (Idiom) આપ્યું છે. માત્ર ગુજરાતી નહીં, પણ પૂરા અનુવાદો થશે ત્યારે હાર્ડીના વેસેક્સ પરગણાની જેમ પન્નાલાલનો ઈશાનિયો પ્રદેશ વિશ્વસાહિત્યમાં ચિરકાલીનતાને પામશે.

...અને ત્યારે પન્નાલાલની ષષ્ટિપૂર્તિનો આનંદપર્વ સદાસર્વદા ઉજવાતો જ રહેશે —

મંહી પૂનમની ધરતી છે! ‘લ્યો ધરતીમાં
છાનેરો ધમકારો એનો સાહ્યબા!’

આમ, તમને રિદ્ધિ અને સિદ્ધિ બંને મળ્યાં છે; શ્રી અને સરસ્વતીનો કૃપાપ્રસાદ તમે પામ્યા છે.

ને હવે છેલ્લે –

સમગ્ર જીવન તમને કેવું લાગ્યું છે?

પન્નાલાલભાઈ, વસુંધરા પર રહેવાની છેલ્લી અર્ધી કલાક જ હવે શેષ હોય તો શાં શાં કામ પરવારી લો? કોને શું શું કહેતા જાઓ?

ઉત્તર : ઠીક તમે મારી ષષ્ટિનું સ્મરણ કરાવ્યું. આગળ મેં મારા લેખકજીવનમાં ચમત્કારોની વાત કરી છે. એવો જ આ મારા માટે ઓર એક અદ્ભુત ચમત્કાર હતો. આમ જુઓ તો ભાઈ શ્રી દેવેન મલકાણ–મુંબઈ સિવાય આપણું સાહિત્યજગતમાં ખાસ કંઈ એવી જાણીતી વ્યક્તિ નથી. અરે મારા પણ ક્યાં એ એવા અંતરંગ મિત્ર હતા? આ પહેલાં એક જ વાર અમે મળ્યા હતા ને તે પણ જાણે ઊભા ઊભા – ઇન્ડિયન એક્સપ્રેસની ઑફિસમાં, મારા મિત્ર વજુભાઈ મહેતાની સાથે અને છતાંય બીજી વારની અછડતી એવી મુલાકાતમાં મલકાણને જ્યારે વાત વાતમાં ખબર પડી કે હું લોકોને સસ્તી કિંમતમાં પુસ્તકો આપીને એ રીતે મારી ષષ્ટી ઊજવવા માગું છું ને અમદાવાદના સાહિત્યકાર મિત્રો પણ આ વાતને જાહેર ટેકો આપવાના છે કે —

તરત જ મલકાણે તો પન્નાલાલની પ્રતિભાને છાજે એ રીતે મુંબઈ આ પ્રસંગ ઊજવશે એમ કહીને મુંબઈ તરફથી ઉત્સવ કરવાની યોજના વિચારવા માંડી. એમના આ વિચારને મુંબઈભરના સાહિત્યકાર મિત્રોએ તેમ જ સાહિત્યરસિક સજ્જનોએ પણ ઊલટભેર વધાવી લીધો.

ઊલટ પણ એવી કે મારા જેવા ગામડાગામના લેખકને મુંબઈ જેવી અલબેલી નગરીએ — જીવનમાં અવિસ્મરણીય બની રહે એવો ઉત્સવ કરીને મધુર એવું સન્માનપત્ર પણ અર્પણ કર્યું.

અહીં કદાચ આ વાત કોઈને અપ્રસ્તુત લાગે પણ સહજ રીતે બની આવેલા અદ્ભુત પ્રસંગે મારા પોતાના સર્જનકાર્યમાં તેમ જ ભગવાન પ્રત્યે, કેટકેટલી શ્રદ્ધા જન્માવી છે એ તો માત્ર હું જ જાણું છું.

યશવંતભાઈ, તમારા ‘એક નવા અધ્યાય’માં ખાસ તો તમે મારા જ ગીતની કડીમાં મારો શબ્દ ‘શાનો’ ઉપાડી લઈને તમારો શબ્દ ‘એનો’, મૂકતાંકને આખાયે પન્નાલાલને ગજબનો છતો કરી દીધો છે – અલબત્ત મારા હિસાબે. આ સિવાય તમારામાં રહેલી સાહિત્યિક સૂઝ અને સમજ પણ – માત્ર આ એક જ શબ્દને બદલીને – કેવી ગજબની પ્રગટી રહે છે.

તમે મને પૂછો છો : સમગ્ર જીવન તમને કેવું લાગ્યું? ટૂંકો જવાબ આપું તો બે જ શબ્દોમાં કહી શકાય. ‘જીવવા જેવું.’ હકીકતમાં તો મેં બચપણથી લઈને આજ દિવસ સુધીમાં જીવનને એના અનેકાનેક સંદર્ભોમાં ભરપટ રીતે માણ્યુંય છે ને સહ્યું પણ છે! એક તરફ જીવને મારો કસ કાઢ્યો છે તો બીજી તરફ મેં પણ જીવનનો કસ તારવવામાં કશી કસર રાખી નથી.

માનવીના જીવન ઉપર યુગોથી લખાતું આવ્યું છે. આપણા ઋષિઓથી લઈને ચિંતકોએ, સંતોએ ને વિદ્વાનોએ પુસ્તકોનાં પુસ્તકો લખ્યાં છે. અરે જગતભરનાં પુસ્તકો જીવન ઉપર નથી તો શું છે? હકીકતમાં તો આપણું વ્યક્તિ-જીવન પણ સૃષ્ટિમાં સર્વત્ર રમમાણ બની રહેલા જીવનનો જ એક અણુ છે ને? – પણ આપણે અહીં મારી પોતાની વાત કરીએ તોપણ જીવ મળવાથી માંડીને તે ભવાઈઓ, વલોણાં ને આંધીઓમાંથી પસાર થતાં થતાં – યમપુરીનાં દ્વાર પણ આપણે ખખડાવી આવ્યા છીએ. એ પછી મુંબઈ જેવી અલબેલી નગરીએ ષષ્ટિ ઊજવી માનપત્રથી નવાજ્યો પણ ખરો. ટૂંકમાં મારું આ સમગ્ર જીવન તમને જ પોતાને તિલસ્માતી દુનિયા જેવું નથી લાગતું?

એટલું જ નહિ, આગળ મેં ભગવાનની વાત કરી છે એ જોતાં તો હજીય કશું કહેવાય નહીં. આવતી કાલનું મારું જીવન કેવું હશે ને શું શું નહિ હોય! –

હા, હજી તમારે એક સવાલ બાકી છે : ‘પન્નાભાઈ! વસુંધરા પર રહેવાની છેલ્લી અર્ધી કલાક જ હવે શેષ હોય તે શાં શાં કામ પરવારી લો? કોને શું શું કહેતા જાઓ?’

યશવંતભાઈ, આ સવાલ પૂછીને તો તમે ભાઈ ભારે કરી! એક તરફ હું શ્રી અરવિન્દના પૂર્ણયોગની સાધના કરી રહ્યો છું – ખબર છે ને પૂર્ણયોગની? જેમાં મૃત્યુને જીતવાની આખરી વાત વણવામાં આવેલી છે. જ્યારે બીજી તરફ તમે મારી પાસે મરતા પહેલાંનો સંદેશો માગી રહ્યા છો!–

તમને તો ખબર છે, સર્જક પોતે કલ્પનાને પણ વાસ્તવિકતાનું રૂપ આપવા મથતો હોય છે. હવે જો હું મૃત્યુની કલ્પના કરતાં વાસ્તવિકતામાં પ્રવેશ કરું તો – ભલા, ડચકાં ખાવાં, તાણ આવવી કે ––

હું તો જો કે મૃત્યુની ઝાંખી પણ કરી આવેલો માણસ છું. એવા વખતે વહાલાંના વિજોગનો ભણકારો પણ એવો તો દારુણ હોય છે કે –

અને મેં તો વળી ભગવાન મળ્યાની વાત પણ કરી છે. તો તમે જ હવે જવાબ આપો : શું કામ આપણે મરવાની તૈયારી વિશે કાલ્પનિક વાત પણ કરવી જોઈએ?

એટલે અત્યારની ઘડીએ તો આપણો સંદેશો આ જ હોય : ભગવાને સામાન્ય એવા એક ખેડૂતના દીકરાને જીવનની રમ્યતાઓ ને રુદ્રતાઓમાંથી પસાર કરતાં કરતાં આઠ ચોપડીના ભણતર ઉપર આવડો મોટો લેખક બનાવી દીધો, મૃત્યુના દ્વારમાંથી હાથ પકડીને ખેંચી લીધો ને અમૃત તરફ દોરી જતા પંથે વાળી દીધો છે. તો–

જોઈએ હવે જીવનની આ ભાવિ સફર કેવીક અદ્ભુત બની રહે છે.

અહીં પણ આપણે શ્રી માતાજીની સલાહ પ્રમાણે કહી શકીએ : કલ્પના નહીં, મૃત્યુની એ ઘડીને જ બોલવા દો.

અંતમાં — તમારી આ પ્રશ્નસૃષ્ટિએ જે રીતે મને મારા આહલાદક ભૂતકાળમાં વિહરવાની ને વિચારવાની તક ઊભી કરી આપી છે એ બદલ સાચે જ હું તમારો આભારી છું.

મળીશું વળી કોઈક વાર ફરી. દરમિયાન જય જય.