એકોત્તરશતી/૯૮. આમાર એ જન્મદિન- માઝે આમિ હારા


મારા આ જન્મદિનમાં હું ખોવાઈ ગયો છું. ( આમાર એ જન્મદિન-માઝે આમિ હારા)


મારા આ જન્મદિનમાં હું ખોવાઈ ગયો છું. હું ઇચ્છું છું કે જેઓ બન્ધુજન છે તેમના હાથના સ્પર્શથી મર્ત્યલોકના અંતિમ પ્રીતિરસે જીવનનો ચરમ પ્રસાદ લઈને જાઉં, માનવનો અંતિમ આશીર્વાદ લેતો જાઉં. આજે મારી ઝોળી ખાલી છે. જે કાંઈ આપવા જેવું હતું તે નિઃશેષ આપી દીધું છે. પ્રતિદાનમાં જો કાંઈ પામું—થોડોક સ્નેહ, થોડીક ક્ષમા—, તો તેને ભાષાહીન છેવટના ઉત્સવ વખતે પેલે પારની નાવમાં જઈશ ત્યારે સાથે લેતો જાઉં. ૬ મે, ૧૯૪૧ ‘શેષ લેખા’

(અનુ. ઉમાશંકર જોશી)