કાવ્યમંગલા/તમને

From Ekatra Wiki
Revision as of 06:44, 15 September 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તમને|}} <poem> <center>(શિખરિણી)</center> અડો મા, જો જો હાં ! કઠણ કરસ્પર્શે વિકસતું મુંઝાશે હૈયું આ, પુનરપિ કદી ના વિકસશે, ગુંજાશે એની શી? મૃદુલ વચનોથી જ હસશે, વઢો મા, શાંતિથી હૃદયનિરખો મંદ ખસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
તમને
(શિખરિણી)

અડો મા, જો જો હાં ! કઠણ કરસ્પર્શે વિકસતું
મુંઝાશે હૈયું આ, પુનરપિ કદી ના વિકસશે,
ગુંજાશે એની શી? મૃદુલ વચનોથી જ હસશે,
વઢો મા, શાંતિથી હૃદયનિરખો મંદ ખસતું.

રડે તો રોવા દો, જંતુ મનસુઝયે છો પથ ઘડી,
ભલેને કૂટાતું, ભટકી અથડાઈ વન વિષે
બલે એ પોતાને નિજ સદન પે આખર જશે,
પડે તો વાંધો ના, શિશુ શું ઉઠશે એ પડી પડી.

ઘડી બે શાંતિથી વહન નિરખો આ ઝરણનું,
દ્રવ્યું છે એ પ્હેલું, દ્રવણ હજી યે નહિ સમું,
સ્ત્રવ્યું આ બિન્દુ ક્હે : ‘વહતું હમણાં કે વિરમું?
નડી જો ના બાધા, વટતરુ બને ક્ષુદ્ર કણનું.’

જરા થોભો, લાગે રસકસ જરા તો હરખજો,
નમાલું દેખો તો મનગમતું બોલી ઘર જજો,
તણાતાં આભારે નહિ હૃદયને દુઃખ રજ તો,
ધરામાતાખોળે લળતું લળતું એ મળી જજો.

(જુલાઈ, ૧૯૩૦)