કાવ્યમંગલા/ભરતીએ ઓટે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ભરતીએ ઓટે|}} <poem> <center>(અંજની)</center> વહાણ તટે સવળ્યાં જળસ્પર્શે, લંગર સૌ ઉપડ્યાં, સઢ ચઢશે, ભરદરિયે નાવિક ઝૂકવશે ::::: ચઢતી ભરતીએ. પંકજદલ ઉઘડ્યાં શશિસ્પર્શે, ગાન ચકોરતણું નભ ભરશે, સ...")
 
(પ્રૂફ)
 
Line 4: Line 4:
<poem>
<poem>
<center>(અંજની)</center>
<center>(અંજની)</center>
વહાણ તટે સવળ્યાં જળસ્પર્શે,
વ્હાણ તટે સવળ્યાં જળસ્પર્શે,
લંગર સૌ ઉપડ્યાં, સઢ ચઢશે,
લંગર સૌ ઉપડ્યાં, સઢ ચઢશે,
ભરદરિયે નાવિક ઝૂકવશે
ભરદરિયે નાવિક ઝૂકવશે
Line 15: Line 15:


ચંદ્રકળા થઈ અસ્ત અભાગી,
ચંદ્રકળા થઈ અસ્ત અભાગી,
સાગરનીર ગયાં તટ  ત્યાગી,
સાગરનીર ગયાં તટ  ત્યાગી, ૧૦
રટતાં તટતરુ ‘હા, અણરાગી !’
રટતાં તટતરુ ‘હા, અણરાગી !’
::::: ઓસરતી ઓટે.
::::: ઓસરતી ઓટે.

Latest revision as of 01:45, 22 November 2023

ભરતીએ ઓટે
(અંજની)

વ્હાણ તટે સવળ્યાં જળસ્પર્શે,
લંગર સૌ ઉપડ્યાં, સઢ ચઢશે,
ભરદરિયે નાવિક ઝૂકવશે
ચઢતી ભરતીએ.

પંકજદલ ઉઘડ્યાં શશિસ્પર્શે,
ગાન ચકોરતણું નભ ભરશે,
સાગરનું દિલ મુગ્ધ ઉછળશે,
જીવનભરતીએ.

ચંદ્રકળા થઈ અસ્ત અભાગી,
સાગરનીર ગયાં તટ ત્યાગી, ૧૦
રટતાં તટતરુ ‘હા, અણરાગી !’
ઓસરતી ઓટે.

વહાણ વળ્યાં જળસફરો ખેડી,
આશ નિરાશ વિવિધ લઈ વેડી,
કોણ હવે નોતરશે કેડી
જીવનની ઓટે?

(સપ્ટેમ્બર, ૧૯૩૦)