કાવ્યાસ્વાદ/૧૯

૧૯

બોદલેરનું ‘જર્ની ટુ સિથેરિયા’ કાવ્ય હમણાં જ વાંચ્યું છે. પ્રવાસ માટે તો જીવ ન્ક્બ્ુશાં કેવો ઉત્સુક થઈ જતો. સ્ટેશને જઈએ ને દૂરના કોઈ અજાણ્યા સ્થળે જતી ગાડી જોઈને બેસી જવાનું મન થઈ જાય; સમુદ્ર જોઈને દૂરના કોઈ અજાણ્યા ખણ્ડમાં જઈ પહોંચવાનું મન થાય; બોદલેરને થયું હતું તેમ મારું હૃદય પણ વહાણના કૂવાથંભ આગળ પવનમાં ફરફરતા મ્ઢ સાથે પાંખો ફફડાવીને વિશાળ અવકાશમાં મુક્ત વિહાર કરવાને અધીરું બને. સમુદ્રના લય સાથે ડોલતું વહાણ, જાણે તેના પ્રકાશના આસવથી મદમત્ત કોઈ દેવ! પણ પછી આપણે જઈ ચઢીએ ક્યાં? સિથેરિયા – અન્ધકારભર્યો, વિષાદભર્યો દ્વીપ. એમ તો લોકગીતોમાં એનું નામ ગવાતું સાંભળ્યું છે; લોકો તો કહે છે કે એ તો સુવર્ણભૂમિ છે. અરે, પણ જઈને જોયું તો નરી અનુર્વરા વન્ધ્ય ભૂમિ. એલિયટ પહેલાં બોદલુરે એને જોઈ હતી. ત્યાંના સમુદ્રનાં ઊછળતાં મોજાં પર વીનસનું પ્રેત હજી રઝળ્યા કરે છે; એવી ભ્રાન્તિ થાય કે જાણે અહીંના વાતાવરણમાં કેટલાં મધુર રહસ્યો હશે; હૃદયલ્ે પ્રિય એવું કેવું ભોજ્ય અહીં હશે! અહીં તો હવામાં એવી કશીક ગન્ધ લહેરાયા કરે છે જે આપણને પ્રેમની વિવશ અલસતાથી ભરી દે છે. હરિયાળીથી છવાયેલો આ દ્વીપ, ફૂલો બધે વિખરાયેલાં, બધા લોકો એને આદરથી જુએ ને ગુલાબના ઉદ્યાન પર છવાયેલી સુગન્ધથી તરબતર ભારે હવાની જેમ લોકોના રદયના ઉચ્છ્વાસ બધે છવાઈ ગયા હોય; અથવા તો અહીં હોલા સદા ઘૂઘવ્યા કરે પણ એવું કશું વાસ્તવમાં છે નહિ; સિથેરિયાની ભૂમિ તો સાવ દળદરી, પથ્થરોથી છવાયેલું નર્યું રણ જ જોઈ લો! એની નિઃશબ્દતાને કેવળ કશોક અશરીરી વિલાપ જ વિક્ષુબ્ધ કરે. આ ભૂમિ તે વૃક્ષરાજિથી ઢંકાયેલું મન્દિર નથી; ત્યાં કોઈ યુવતી પૂજારણ પુષ્પોના પ્રેમમાં અજાણ્યા ઉન્માદથી કાયાને ઉત્તપ્ત કરીને અહીંતહીં ભમતી હોય, એ દાહથી બઙવાને કાયા પરથી રહીરહીને વસ્ત્ર અળગું કરતી હોય – ના, અહીં એવું કશું નથી. અમે કાંઠાની નજીક થઈને ગયા, અમારા વહાણના સઢના ફફડાટથી ટિટોડી ચિત્કાર કરતી ઊડી ગઈ; પાસેથી જોયું તો વૃક્ષો નહોતાક્, પણ પાંખાળા ફાંસીના માંચડા હતા; ભૂરા આકાશની પડછે કાળા ઓળા જેવા. ભયાનક ગીધ માંચડે લટકતા માનવીના શરીરને કોચી ખાતા હતા; શબ સડી ચૂક્યાં હતાં; દરેક ગીધ પોતાની વાઢકાપના તીક્ષ્ણ હથિયાર જેવી ચાંચને માંસમાં ઊંડે ખૂંપી દેતું હતું. આંખોનાં તો બે કાણાં જ રહ્યાં હતાં; ફોલી નાખેલા પેટમાંથી આંતરડાં સાથળ પર લબડતાં હતાં; ગીધોએ ચાંચથી એમના પુરુષત્વને પણ પીંખી નાખ્યું હતું. નીચે લાલચના માયાૌં થોડાં પશુ ભેગાં થયાં હતાં; એઓ મોઢું ઊંચું કરીને જોઈ રહ્યાં હતાં. એમાં વચ્ચે એક મોટું પશુ હત્યારાની અદાથી પોતાના મદદનીશો સાથે ફરતું હતું. આમ તો આકાશમાં શરદની પ્રસન્નતા હતી, સમુદ્ર શાન્ત હતો. પણ આ જોયા પછી આપણે માટે તો બધું જ અન્ધકારમય અને લોહિયાળ જ બની રહે ને! ક્યાં છે હવે એ જળસુન્દરી, ક્યાં છે એ પુષ્પઘેલી પૂજારણ ને ક્યાં છે એ વનરાજિથી ઘેરાયેલું મન્દિર – આપણા પ્રાણ તો સિથેરિયામાં તડફડે છે.