કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૫૧. ચન્દ્રફૂલ

Revision as of 10:30, 18 September 2021 by MeghaBhavsar (talk | contribs)


ચન્દ્રફૂલ

નલિન રાવળ

આભમાં સરંત પંખીહાર
અભ્રકોર પર
તરી રહી ગુલાબી ઝાંય
સમીર લ્હેરખી પરે
ઝરંત અંધકાર
ધીરે ધીરે જલે થલે છતાંય ચાંદની
ધીરે
ધીરે ખૂલંત દ્વાર
ગ્રીવા નમાવી સહેજ
પ્રેયસી સરે સમીપ
બાહુ બાહુમાં સમુદ્ર શાંત
શ્વાસ શ્વાસમાં
ખીલેલ ચન્દ્રફૂલની સુવાસ.
(અવકાશપંખી, પૃ. ૪૩૧)