કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૬. લટને લ્હેરવું ગમે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૬. લટને લ્હેરવું ગમે| નિરંજન ભગત}} <poem> :::: તારી તે લટને લ્હેરવ...")
 
No edit summary
Line 18: Line 18:
</poem>
</poem>
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૧૦૨)}}
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૧૦૨)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૫. ક્ષણ હસવું, ક્ષણ રડવું|૧૫. ક્ષણ હસવું, ક્ષણ રડવું]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૧૭. આષાઢ આયો|૧૭. આષાઢ આયો]]
}}

Revision as of 09:12, 4 September 2021

૧૬. લટને લ્હેરવું ગમે

નિરંજન ભગત

તારી તે લટને લ્હેરવું ગમે,
ઘેલા કો હૈયાને ઘેરવું ગમે!

મંદ મંદ વાયુના મનગમતા છંદમાં,
વેણીનાં ફૂલની વ્હેતી સુગંધમાં,
ઠેર ઠેર વ્હાલને વિખેરવું ગમે,
તારી તે લટને લ્હેરવું ગમે!

એનું તે ઘેન કોઈ નેનમાં છવાય છે,
તો ભોળું રે કોઈનું ભીતર ઘવાય છે;
એ સૌ ઊલટભેર હેરવું ગમે,
તારી તે લટને લ્હેરવું ગમે!

૧૯૪૯

(બૃહદ છંદોલય, પૃ. ૧૦૨)