કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૭. શ્વેત શ્વેત

From Ekatra Wiki
Revision as of 20:04, 8 July 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૭. શ્વેત શ્વેત| નિરંજન ભગત}} <poem> ::::શ્વેત શ્વેત, આ ચાંદની કે નભ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૭. શ્વેત શ્વેત

નિરંજન ભગત

શ્વેત શ્વેત,
આ ચાંદની કે નભ કેરું હેત?

હૃદય કો દ્રવતું નભમાં, શશી;
ધવલ આ કરુણા ઢળતી કશી!
જગતની જડતા સહુ ચશ્ચશી
ચૂમી રહે, અવ નહીં અહીં કૈં અચેત.

નગર ને રણ સૌ પર લ્હેકતી,
કુલવધૂ, કુબજા પણ બ્હેકતી;
અતિઉદાર શી ચંદની મ્હેકતી!
એકત્વમાં સકલ સુન્દરનું નિકેત.

(બૃહદ છંદોલય, પૃ. ૧૭૮)