કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૫. મારો પરિચય

૫. મારો પરિચય


એ જ છે મારા પરિચયની કથા,
ગા લ ગા ગાગા લગાગાગા લગા.
જિંદગી છે દાખલો વ્યવહારનો,
પ્રેમ પર આડા ઊભા લીટા થયા.
મૂક થઈ ઊભા રહી જોયા કર્યું,
મૌન દ્વારા પ્રશ્ન પૂછ્યા સામટા.
એમણે મુજ સ્થાન સમજાવી દીધું,
આંગળીથી નખ કરીને વેગળા.
એમની આંખોથી ઘર ખાલી કરું,
કોઈ દર્શાવો મને એવી જગા.
(આકૃતિ, પૃ. ૧૦)