કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૩૩.રણની વચ્ચે લીલોતરી ને...

Revision as of 05:27, 16 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૩.રણની વચ્ચે લીલોતરી ને...|}} <poem> રણની વચ્ચે લીલોતરી ને લીલો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૩૩.રણની વચ્ચે લીલોતરી ને...

રણની વચ્ચે લીલોતરી ને
લીલોતરીમાં નાગ
હે મા ! તને ડસે.
ખેતર વચ્ચે ઝાકળિયું
ઝાકળમાં ઝૂલી આંખ,
કેર કાંટાળી, આંબલી ને
આંબલિયા પર મોર,
આંબો ઝૂક્યો આંખમાં ને
આંખ ઝૂકી ચોપાસ,
કાલી કાલી ભાષામાં
ભગવાન રડે ભેંકાર,
કાજળકાળું અંધારું ને
કાલા કાલા રામ.
રણની વચ્ચે લીલોતરી ને
લીલોતરીમાં નાગ
હે મા ! તને ડસે.
(અંગત, પૃ. ૫૨)