કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૨૨.प्रस्तावना (ડોલ શબ્દની કાણી રે)


૨૨.प्रस्तावना (ડોલ શબ્દની કાણી રે)

લાભશંકર ઠાકર

ડોલ શબ્દની કાણી રે
ઊંડા કૂવાનાં પાણી રે
હરખભેર દામણ ખેંચે છે લઘરો તાણી તાણી રે
આ આવી છલકાતી લઈને
ભરચક પાણી પાણી રે !
(બૂમ કાગળમાં કોરા, 1૯૯૬, પૃ. ૮)