કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૧૯. લગની

૧૯. લગની


લાગી રામભજનની લગની રે
રમણા થઈ ગઈ છે રગરગની.

રામનામ છે શીતલ છાયા,
સુખશાંતિ છે જગનીઃ
પાપતાપને ભસમ કરે છે
રામધૂનની અગની. — લાગીo

રામનામથી પાવન બનતી
માટી પણ મારગનીઃ
રામમિલનને કાજે હે મનવા!
જરૂર પડે નહિ વગની – લાગીo
(દીપ્તિ, પૃ. ૩૦)