કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૧૪. મુ. શ્રી બચુભાઈઃ પંચોતેરમે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૪. મુ. શ્રી બચુભાઈઃ પંચોતેરમે|}} <poem> (ખંડ શિખરિણી) હજી સુક્ક...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 36: | Line 36: | ||
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૬૩)}} | {{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૬૩)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૩. પરાયું કૈં લાગે | |||
|next = ૧૫. આવ્યા જુઓ | |||
}} |
Latest revision as of 07:52, 15 December 2021
૧૪. મુ. શ્રી બચુભાઈઃ પંચોતેરમે
(ખંડ શિખરિણી)
હજી સુક્કી કાઠી
(જરા ઝૂકી કાઠી)
અણથક ભરે એ જ ડગલાં
સવારે ને સાંજે.
હજી ઝાંખી આંખે
(જરી પાંખી આંખે)
ચરચબરખી રોજ નીરખે,
કપોલે રેખાઓ
ગડમથલની કૈંક ઊપસે,
કશું છાનુંછૂપ્યું
(કશું લીંપ્યું-ગૂપ્યું)
જરીક પણ જેવું મન વસે,
ફરી આછુંઆછું
ફરફર થતું હેત હરખે.
હજી આઠે પ્હોરે
(રહી કાંઠે-કોરે)
ખળખળ જતાં વ્હેણ પરખે.
વટાવ્યા કંઈ કેવા
અગણ જનના
સમય-વનના
પરિચય તણા ફેરફાંટા
હવે તો એ હૈયે ખેવના એટલી કે
અમારાં આ જૂનાં
જપ-તપ અને જોગ પરખી
કદી તો, કોઈ તો
નિજ સમયના
મેળવે ક્યાંક કાંટા.
૧૨-૩-૭૩
(જળમાં લખવાં નામ, પૃ. ૬૩)