કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૨૮. બધું વેચી આવ્યો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૮. બધું વેચી આવ્યો |}} <poem> (શિખરિણી) ફરી પાછો આજે ઘર-વતનથી દૂ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૧૨૯)}} | {{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૧૨૯)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૭. જળના પડઘા પડ્યા કરે | |||
|next = ૨૯. સ્મૃતિ-વેદના | |||
}} |
Latest revision as of 09:20, 15 December 2021
૨૮. બધું વેચી આવ્યો
(શિખરિણી)
ફરી પાછો આજે ઘર-વતનથી દૂર… સમણે
ચડ્યો, ઝોકું આવ્યુંઃ ખડખડ જતી વાટ, વચમાં
બપોરી વેળાનો ઝલમલ વિસામો, ઠમકતો
પણે કૂવા-કાંઠો ઝટપટ ધરે લાજ; શરમે,
મને આવ્યો ભાળી. રણઝણ થતી ઝાલર વળી
કશી ગુંજે, શેરી દલદલ થકી જાય ઊઘડી.
પછી ચૌટું, ડેલી, ધમકફળિયું, ઓસરી મહીં
ઝગી ઊઠે દીવો; ખટક દઈને ખાટ પગની
હળુ ઠેસે હાલે. હરફર થતો શ્વાસ – હમણાં
મને ઘેરી લેશે ઘર ભર્યું ભર્યું…
જાઉં ઝબકી!
બધું વેચી આવ્યો… હવડ ઘરનું શુંય કરવું?
ન’તું ગામે કોઈ જણ મન જહીં સ્હેજે ધરપે,
નહીં ધંધો પાણી… ફરી ફરી કરું એ જ લવરી…
(જળમાં લખવાં નામ, પૃ. ૧૨૯)