કાવ્ય-આચમન શ્રેણી - ઉશનસ્/૪૫. વેદના એ તો વેદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
 
Line 24: Line 24:
</poem>
</poem>
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૮૮૯-૮૯૦)}}
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૮૮૯-૮૯૦)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૪. છાલક વાગી રે|૪૪. છાલક વાગી રે]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૬. મને ઇચ્છાઓ છે|૪૬. મને ઇચ્છાઓ છે]]
}}

Latest revision as of 08:40, 7 September 2021

૪૫. વેદના એ તો વેદ

ઉશનસ્

વેદના એ તો વેદ રે ભાઈ,
વેદના વીંધ્યો વેદ.

કોઈ ભોમિયો ભાળે ભેદ રે ભાઈ!
વેદના એ તો વેદ!

તત્ત્વપતણું એ ટૂંપણું નાહીં,
કોરું, સાવ જ કોરું,
વેદના એ તો લીલા વાંસનું
કોમળ કાળજ કોર્યું;
ગોકુળ ગામ જે શ્યામે વ્યાકુલ,
ફૂંક્યો વાંસળીવેધ.          —વેદનાo

વેદના એ તો વેદથી મોટી,
વેદથી જૂની વાણ;
જોગી ન જાણે, ભોગી ન જાણે,
મરમી કોકને જાણ;
છોગું છડેચોક રાખે, પણ,
છાતીએ છૂપો છેદ.          —વેદનાo

(સમસ્ત કવિતા, પૃ. ૮૮૯-૮૯૦)