કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૫૧. ગાનને મારગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫૧. ગાનને મારગ | પ્રહ્લાદ પારેખ}} <poem> હાલો, મારા ગાનને મારગ હ...")
 
No edit summary
 
Line 29: Line 29:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = ૫૦. જાગો
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ
}}
}}

Latest revision as of 05:19, 25 June 2022


૫૧. ગાનને મારગ

પ્રહ્લાદ પારેખ

હાલો, મારા ગાનને મારગ હાલો રે !

ગાનના મારગ મારા જાયે ગગનમાં,
જાયે ધરામાં, એ તો જાયે પવનમાં;
જાયે એ માનવ કેરાં મનમાં, હાલો રે !          – હાલો મારા.

મારગડા એ નથી સુંવાળા,
જોજો, નથી એ રૂપાળા રે;
ખેતર કેરાં ઢેફાં ભરિયાં:
એ તો બધા ધૂળવાળા રે, હાલો રે !          – હાલો મારા.

ગાનને મારગ મારા, ખાણનાં આવી આવી
ઘેરાશે ઘોર અંધારાં રે;
એ રે મારગને આવરી લેશે
કાળા ધુમાડે કારખાનાં રે, હાલો રે !          – હાલો મારા.

એ રે મારગમાં સંકટ સાથી થાશે,
દેખાશે મોત મુખ કાળાં રે;
એ જ મારગમાં આવીને મળશે
નવાં નવાં અજવાળાં રે, હાલો રે !          – હાલો મારા.
(સરવાણી, પૃ. ૫૬)