ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ/ગાંધીજી વિરૂદ્ધ ગુરુદેવ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1,663: Line 1,663:
તમને યોગ્ય લાગે તે સર્વેને આ પત્ર બતાવશો.
તમને યોગ્ય લાગે તે સર્વેને આ પત્ર બતાવશો.
સપ્રેમ તમારો,</poem>
સપ્રેમ તમારો,</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }}
}}
{{Story
|story = <poem>પ્રિય મહાત્માજી,
અમારા શાસ્ત્રી મહાશયને લખેલો તમારો પત્ર મેં જોયો છે.
તમારી ઉમદા ચેતના તેમાં છલકે છે.
હું તમને ખાતરી આપું છું કે
તમે જેને સત્ય માનતા હો
તેને માટે મારા પર સખત પ્રહાર પણ કરશો
તો પણ આપણા પરસ્પર સન્માન ધરાવતા સંબંધોને આંચ નહીં આવે.
નમસ્કાર સાથે,</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર}}
}}
{{Story
|story = <poem>અંગત સ્તરે છવાયેલી શાંતિ છતાં
તર્ક અને રાજકીય અનુકૂળતા વચ્ચેના આંતરિક વિગ્રહનો પ્રક્ષુબ્ધ કોલાહલ યથાવત જ હતો.
સુવિખ્યાત ફ્રેન્ચ તત્વચિંતક અને જૂના અંગત મિત્ર,
રોમાં રોલાંને રવીન્દ્રનાથે લખ્યું,</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }}
}}
{{Story
|story = <poem>મારા અત્યંત પ્રિય મિત્ર,
…મારો ભારતવાસ મારા મન પર મહાન બોજો લાદી રહ્યો છે.
નૈતિક એકલતાના સતત અને અદૃશ્ય દબાણનું દમન
હું અનુભવી રહ્યો છું.
મહાત્મા ગાંધી સાથે હાથ મેળવીને
પ્રવર્તમાન પ્રચલિત પ્રવાહને તાબે થઈને
હું વહેતો રહી શકતો હોત તો કેવું સારું થાત!
સત્યની સમજ અને શોધના અમારા માર્ગ
ધરમૂળથી જુદા છે એ હકીકતનો સ્વીકાર
હવે મારે કરવો જ રહ્યો.
આજે મહાત્મા સાથે અસંમત થઈને
ભારતમાં શાંતિથી રહેવું અસંભવ થઈ ગયું છે.
તેથી હું આવતા માર્ચમાં અપેક્ષિત છૂટકારાની
અધીરાઈથી પ્રતીક્ષા કરી રહ્યો છું.
હું જાણું છું મારા યરોપના મિત્રો મારા સાચા સમભાવી છે અને તેમની સહાનુભૂતિ મારી વર્તમાન શ્રાંત પરિસ્થિતિમાં આરોગ્યવર્ધક ઔષધિનું કામ કરશે.
સપ્રેમ, સદા તમારો,</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર}}
}}
{{Story
|story = <poem>ગાંધીજીના અનુયાયી, મીરાબહેને
શાંતિનિકેતનની મુલાકાત પછી
૧૯૨૯ના જાન્યુઆરીની બારમી તારીખે રવીન્દ્રનાથને લખ્યું,
…હવે મને સમજાય છે કે શાંતિનિકેતન અને સાબરમતી એક જ માતૃભૂમિની બે દીકરીઓ છે.
બંનેને પોતાનું આગવું સૌંદર્ય છે –
ભલે તે દેખાવમાં જુદી હોય
પણ તેમનામાં રહેલું મૂળભૂત સામ્ય
એક જ માબાપનાં સંતાનોમાં હોય તેવું છે.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }}
}}
{{Story
|story = <Poem>માનવીના જીવનના બે સ્વરૂપ હોય છે.
એક છે સત્યનું શિસ્ત અને બીજું અભિવ્યક્તિની પૂર્ણતા.
સાબરમતીમાં સત્યનું શિસ્ત છે
કારણ કે મહાત્માજી જન્મ્યા છે સત્યના વિશુદ્ધ અગ્નિમાંથી
તેમની પ્રકૃતિએ તેની સાથે તાદાત્મ્ય સાધ્યું છે.
કવિ હોવાથી મારું કર્તવ્ય છે
જીવનની પૂર્ણતાની અભિવ્યક્તિ કરવાનું
અને મને આશા છે કે
શાંતિનિકેતનની દરેક પ્રવૃત્તિમાં આ આદર્શ પ્રગટ થાય છે.
ઉપનિષદના મત મુજબ તપસ્યા અને આનંદ વચ્ચેના વિરોધાભાસનું સમાધાન સર્જનના મૂળમાં રહેલું છે.
મહાત્માજી તપસ્યાના પયગંબર છે અને હું આનંદનો કવિ છું.</poem>
}}
{{Role
|role_name = {{Color|Red|સૂત્રધાર}}
}}
{{Story
|story = <poem>જાન્યુઆરી ૧૯૩૦માં બંને સાબરમતી આશ્રમમાં મળ્યા
અને વિવિધ વિષયો ઉપર તેમણેે ચેતનાપૂર્ણ ચર્ચા કરી હતી.
રવીન્દ્રનાથને શરદી થઈ હતી
અને થાક અને વધતી વયનાં ચિન્હો
તેમના પ્રભાવશાળી ચહેરા પર દેખાતાં હતાં.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }}
}}
{{Story
|story = <poem>મહાત્માજી, મને હવે સિત્તેર થયાં,
તમારા કરતાં મારી વય ઘણી વધારે છે.</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી: }}
}}
{{Story
|story = <poem>પણ સાઠ વર્ષનો ડોસો નાચી નથી શકતો
જ્યારે સિત્તેરનો યુવાન કવિ નાચે છે!</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }}
}}
{{Story
|story = <poem>એ વાત સાચી.
સાંભળ્યું છે કે
તમે ફરી ધરપકડથી આરામ મેળવવાની તૈયારી કરી રહ્યા છો.
ક્યારેક મને પણ આવી તક મળે તો સારું.</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી: }}
}}
{{Story
|story = <poem>પણ તમારી વર્તણૂંક એવી હોવી જોઈએને.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }}
}}
{{Story
|story = <poem>મહાત્માજી, દેશને માટે તમારો શું કાર્યક્રમ છે?
તમે એક વખત સંપૂર્ણ સ્વરાજ મેળવવાની ઘોષણા કરો
અને પછી કોઈ કાર્યક્રમ ન હોય તો
તેનાથી આપણી વિશ્વસનીયતાનો વિનાશ નહીં થઈ જાય?</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી: }}
}}
{{Story
|story = <poem>હું દિવસરાત એનો જ વિચાર કરી રહ્યો છું
પણ મને આસપાસના અંધકારમાંથી
પ્રકાશનું કિરણ આવતું નથી દેખાતું.
આપણને અસરકારક પ્રતિકારનો કાર્યક્રમ ન પણ સૂઝે
તોય આપણે જાહેર તો કરવું જ રહ્યું કે
આપણું ધ્યેય સ્વરાજ છે
કારણ કે સાંસ્થાનિક સ્વરાજનો અર્થ
આપણે સમજતા હતા તેનાથી જુદો જ કરવામાં આવે છે.</poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }}
}}
{{Story
|story = <poem>આપણને એમ લાગવું જોઈએ કે
આપણે આપણો દેશ ગુમાવી બેઠા નથી.
હાલમાં તો આપણા દેશને આપણો માનવો
એ પણ એક ભ્રમણા સમાન છે.
એ વિશ્વાસ અને આપણા દેશનુું આધિપત્ય આપણો હક છે
એવી દૃઢ માન્યતા સાથે શરૂઆત કરવી જોઈએ.
હું અમેરિકાથી નીકળ્યો ત્યારે મને આશા હતી કે
તમે સમગ્ર દેશ માટે
એક સંપૂર્ણ સેવાભાવી સંગઠનનું માળખું તૈયાર કરશો
જેમાં દરેક પોતપોતાની શક્તિ પ્રમાણે સેવા આપી શકે.
તમે જો મને કેળવણીનું કામ સોંપો
તો હું મારી સેવા આપવા તૈયાર છું.
દેશમાં સુષુપ્ત પડેલી શક્તિઓને શોધીને
તેમનો ઉપયોગ કરવો જોઈએ.
એક સમય એવો હતો જ્યારે આ બધું શક્ય હતું.
હવે તેને માટે થોડું મોડું થઈ ગયું છે.
દુનિયાની કોઈ પણ સત્તા
દેશને સેવાઓ, સ્વચ્છતા અને શિક્ષણ મળતું અટકાવી શકે નહીં.
તમારા સિવાય બીજું કોઈ
આવું સેવાભાવી સંગઠન ઊભું કરી શકે
એમ મને નથી લાગતું.
સુભાષ સમાંતર સરકારની વાતો કરે છે.
કદાચ તેણે એ વિચાર મારા ભાષણમાંથી લીધો હશે.
મને લાગતું હતું કે હું અમેરિકાથી પાછો ફરીશ
ત્યારે તમે મને બોલાવશો.
જનતાનો વિશ્વાસ ધરાવતી વ્યક્તિની
આપણે જરૂર છે અને તમે તે ધરાવો છો.
મને લાગે છે કે સ્વતંત્રતા માટે એ જ સાચો કાર્યક્રમ છે.
પહેલાં ઘોષણા કરવી કે અમે સ્વતંત્ર છીએ,
અમે અમારો વહીવટ જાતે જ કરીશું
અને અમે અમારા દેશની સેવા કરવાનો પ્રયત્ન કરીશું.</poem>
}}
{{Role
|role_name = {{Color|Green|ગાંધીજી: }}
}}
{{Story
|story = <poem>સમય તે વખતે પણ પાક્યો ન હતો અને હજી પણ નથી.
વાતાવરણમાં પરિણામ આવે તેવાં એંધાણ નથી દેખાતાં.
પ્રજાની જરૂરિયાતોને અનુરૂપ સંગઠન ઊભું કરવા માટે
હું વિચારી રહ્યો છું.
મને ક્ષણમાત્ર માટે પણ નથી લાગતું કે
મેં મારી પકડ ગુમાવી છે.
કદાચ આજે મારી પકડ વધુ મજબૂત હશે.
આપણી પાસે શૈક્ષણિક સંસ્થાનો ચલાવવા માટે
જોઈએ તેટલાં સંપત્તિ અને સાધનો નથી.
અનેક સામાજિક દૂષણો છે.
તમને આકર્ષી શકે તેવું મારી પાસે કાંઈ જ નથી
અને મારે તમારા નામનો દુરુપયોગ નથી કરવો. </poem>
}}
{{Role
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }}
}}
{{Story
|story = <poem>મને આશા છે કે સમગ્ર દેશને સ્વીકાર્ય કાર્યક્રમ તમને સૂઝશે.</poem>




26,604

edits