ગુજરાતી એકાંકીસંપદા/હંસા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 296: Line 296:
|નરેશઃ
|નરેશઃ
|ના, જી. આ ઉર્સુબહેન જેવાંનાં ચિત્રો જોવાનો શોખ છે એટલું.
|ના, જી. આ ઉર્સુબહેન જેવાંનાં ચિત્રો જોવાનો શોખ છે એટલું.
}}
{{HeaderNav2
|previous = કારમી ચીસ
|next = શરતના ઘોડા
}}
}}

Revision as of 15:17, 25 May 2022

હંસા
બટુભાઈ ઉમરવાડિયા
પાત્રો

હંસા
વિમળા
ઉર્સુલા
સુરમા
ધીમન્ત
નરેશ
જગદીશ
નોકર

પ્રવેશ ૧


(સમયઃ સવારના અગિયાર, સ્થળઃ નરેશના ઘરનો એક ઓરડો. હંસા ફૂલાદન ગોઠવતી હોય છે એટલામાં ધીમન્ત પ્રવેશ કરે છે.)

હંસાઃ આવો. મઝામાં છો?
ધીમન્તઃ કેમ નરેશ બહાર ગયો છે?

{{ps

હંસાઃ હા, પણ બેસો ને, ઑફિસે ગયા છે તે હમણાં આવશે. આઠ વાગ્યાના ગયા છે.

(બેઉ બેસે છે. જરા વાર પછી.)

ધીમન્તઃ પછી તમે વસન્ત-ઉત્સવમાં ગયાં હતાં કે? મારાથી તો ન જવાયું.
હંસાઃ (જરા વિચાર કરી) ના, મારાથી પણ નહોતું જવાયું.
ધીમન્તઃ કેમ વિચારમાં પડ્યાં?
હંસાઃ ના, અમસ્તું જ. હું નહોતી ગઈ.
ધીમન્તઃ નરેશ પણ નહોતો ગયો? એ તો ગયો જ હશે.

(હંસા ધીમન્તની સામે જુએ છે.)

હંસાઃ હા, એ ગયા હતા.

(હંસાના મોં ઉપરના ભાવો સહેજ બદલાય છે. ધીમન્ત તે જુએ છે.)

ધીમન્તઃ (ઉતાવળે) તમને ખોટું લાગ્યું? માફ કરજો, હં. મેં તો અમસ્તું જ પૂછ્યું હતું. બધા લોકો એ જ વાત કરે છે એટલે મેં પણ સહેજ પૂછ્યું. મને ખબર નહિ કે તમને…

(ધીમન્તનું વાક્ય અધૂરું જ રહે છે. ધીમન્તને લાગે છે કે હંસા તે સાંભળતી નથી. બેઉ થોડી વાર ચૂપ રહે છે. ધીમન્ત ટેબલ પર પડેલાં છાપાં પર નજર ફેરવે છે.) હંસાબેન, આ જાણ્યું? ફરી વાર લડાઈ થવાની વકી છે.

હંસાઃ હશે.

(ધીમન્ત હંસા તરફ જોઈ રહે છે. ધીમન્તને સહેજ દિલગીરી થાય છે.)

ધીમન્તઃ તમારું શરીર સારું નથી?
હંસાઃ (સહેજ હસીને) ના, તદ્દન સારું છે, કેમ?
ધીમન્તઃ કેમ શું? છેલ્લી લડાઈ પછી તો નાનું બાળક પણ લડાઈના નામથી ત્રાસી ઊઠે છે. ને તમે તે જાણે કોઈએ કહ્યું હોય કે આજે દશમ છે ને; હશે, કહો તેમ બોલો છો.
હંસાઃ પણ એવી વાતમાં મને શી સમજ પડે? એ બધા દેશોનાં નામો પણ મને તો પૂરાં નથી આવડતાં, તો પછી…
ધીમન્તઃ તે તો અમને પણ નથી આવડતાં, તેથી શું?
ધીમન્તઃ તે તો અમને પણ નથી આવડતાં, તેથી શું?
હંસાઃ તારી વાત તો જુદી છે. તમે તો શીખી શકો.
ધીમન્તઃ ને તમે ન શીખી શકો? તમે તો બે સૈકા પહેલાંની વાત કરો છો. જુઓ ને ઉર્સુલા…
હંસાઃ હા, પણ એ તો કેવી ભણેલી છે! જગદીશભાઈએ એને તો બી.એ. કરી છે. મને કંઈ મારા માબાપે…
ધીમન્તઃ પણ એ બી.એ. થઈ તેથી થઈ રહ્યું? મને તો લાગે છે એનામાં તમારી અર્ધી આવડત નથી.
હંસાઃ એ તો તમે કહો.
ધીમન્તઃ ને બીજા નથી કહેતા?
હંસાઃ ને બીજા નથી કહેતા?
ધીમન્તઃ એક નરેશના સિવાય બધા કહે છે ને એ તો મૂરખ છે.
હંસાઃ એમ ન કહેશો; પણ આપણે એવી વાતનું શું કામ? ચાલો, લડાઈ થશે, પછી શું?

(ધીમન્ત હંસા તરફ જોઈ રહે છે.)

ધીમન્તઃ એ કેટલો ભાગ્યશાળી છે!
હંસાઃ તમને ઈર્ષા થાય છે?

(નોકર દાખલ થાય છે.)

નોકરઃ બાઈ, જગદીશચંદરભાઈના ઘેરથી માણસ આવ્યો છે તે કહે છે સાહેબ આજે ત્યાં જમવાના છે તે ખોટી ન થશો.

(હંસાનું મોં પડી જાય છે.)

હંસાઃ એ માણસ ગયો?
નોકરઃ ના, જી.
હંસાઃ એને અહીં મોકલ

(નોકર જાય છે.)

ધીમન્તઃ તમે પણ ભૂખ્યાં હશો.
હંસાઃ હાસ્તો, ને આજ તો…

(હંસા બોલતી અટકી જાય છે.)

ધીમન્તઃ આજ તો શું?
હંસાઃ આજે તો અમારે ખાસ કારણ હતું
ધીમન્તઃ તે શું? ખાનગી છે?
હંસાઃ ના, ના, આજે મારી વર્ષગાંઠ છે.

(એક પુરુષ દાખલ થાય છે.)

અલ્યા, તું આવ્યો છે!

આવનારઃ હા.
હંસાઃ તને શું કહ્યું હતું?
આવનારઃ કે આજે નરેશભાઈ ત્યાં જમશે.
હંસાઃ કેમ આજે શું છે?
આવનારઃ આજે તો ઉર્સુબહેનની વરસગાંઠ છે ને!

(ધીમન્ત અને હંસાની આંખો મળે છે. તરત હંસા પોતાની નજર પાછી ખેંચી લે છે.)

હંસાઃ વારુ, જા.
ધીમન્તઃ અલ્યા, નરેશભાઈ ત્યાં ક્યારે આવ્યા હતા?
આવનારઃ આઠેક વાગ્યા હશે, સાહેબ.

(જાય છે.) (ધીમન્ત હોઠ કરડે છે. હંસા મોં ફેરવી દે છે.)

ધીમન્તઃ ચાલો, હંસાબેન, હું રજા લઈશ. મને શી ખબર કે આજે તમારી વરસગાંઠ છે. નહિતર ભાઈની કંઈ નજીવી પસલી તો લાવત. નરેશને કહેજો કે હું બપોરે આવીશ.
હંસાઃ તમે જમ્યા છો?
ધીમન્તઃ ના. તેથી જ…
હંસાઃ ત્યારે અહીં નહિ જમો?

(ધીમન્ત એક ક્ષણ વિચાર કરે છે.)

ધીમન્તઃ ભલે.

(બેઉ જાય છે.)

(પડદો પડે છે.)
પ્રવેશ ૨

(સ્થળઃ જગદીશચન્દ્રના ઘરનું દીવાનખાનું, જગદીશચન્દ્ર, વિમળા, ઉર્સુલા અને નરેશ બેઠાં હોય છે.)

વિમળાઃ (નરેશને) આજે તો ઉર્સુને બમણો આનંદ થાય છે. કેમ ખરું ને, ઉર્સુ!

(ઉર્સુલા જરા નીચું જુએ છે.)

નરેશઃ એમ! કેમ શાથી?

(નરેશ ઉર્સુલા સામે જુએ છે. તે અનુત્તર રહે છે.)

વિમળાઃ એણે કલકત્તા પ્રદર્શનમાં ચિત્ર મોકલ્યું હતું તેમાં એને ઇનામ મળ્યું છે.
નરેશઃ એમ! ખૂબ આનંદની વાત છે. ઇનામ કેટલાનું હતું?
નરેશઃ એમ! ખૂબ આનંદની વાત છે. ઇનામ કેટલાનું હતું?
ઉર્સુલાઃ ઇનામ તો મોટું નથી; પાંચ જ રૂપિયાનું છે.
નરેશઃ તેમાં શું! પણ ઇનામ ખરું ને? એની કિંમતનો તો સવાલ જ ન હોય. તમારું ઇનામ કેટલામું હતું?
ઉર્સુલાઃ પંદરમું
નરેશઃ પણ એ ચિત્ર પાછું આવ્યું નથી? મને તો એ વિષે કહ્યું પણ નહીં!
ઉર્સુલાઃ એમાં એવડું શું હતું?
નરેશઃ વાહ, કેમ નહિ? આપણી સ્ત્રીઓમાં તો અપૂર્વ છે!

(વિમળા જાય છે.)

જગદીશચંદ્રઃ (નરેશને) કેમ, તમને કંઈ શોખ નથી?
નરેશઃ ના, જી. આ ઉર્સુબહેન જેવાંનાં ચિત્રો જોવાનો શોખ છે એટલું.