ગુજરાતી એકાંકીસંપદા/હંસા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 83: Line 83:
ધીમન્તઃ ભલે.
ધીમન્તઃ ભલે.
(બેઉ જાય છે.)
(બેઉ જાય છે.)
<center>(પડદો પડે છે.)</center>
<center>'''પ્રવેશ ૨'''</center>
(સ્થળઃ જગદીશચન્દ્રના ઘરનું દીવાનખાનું, જગદીશચન્દ્ર, વિમળા, ઉર્સુલા અને નરેશ બેઠાં હોય છે.)
વિમળાઃ (નરેશને) આજે તો ઉર્સુને બમણો આનંદ થાય છે. કેમ ખરું ને, ઉર્સુ!
(ઉર્સુલા જરા નીચું જુએ છે.)
નરેશઃ એમ! કેમ શાથી?
(નરેશ ઉર્સુલા સામે જુએ છે. તે અનુત્તર રહે છે.)
વિમળાઃ એણે કલકત્તા પ્રદર્શનમાં ચિત્ર મોકલ્યું હતું તેમાં એને ઇનામ મળ્યું છે.
નરેશઃ એમ! ખૂબ આનંદની વાત છે. ઇનામ કેટલાનું હતું?
ઉર્સુલાઃ ઇનામ તો મોટું નથી; પાંચ જ રૂપિયાનું છે.
નરેશઃ તેમાં શું! પણ ઇનામ ખરું ને? એની કિંમતનો તો સવાલ જ ન હોય. તમારું ઇનામ કેટલામું હતું?
ઉર્સુલાઃ પંદરમું.
નરેશઃ પણ એ ચિત્ર પાછું આવ્યું નથી? મને તો એ વિષે કહ્યું પણ નહીં!
ઉર્સુલાઃ એમાં એવડું શું હતું?
નરેશઃ વાહ, કેમ નહિ? આપણી સ્ત્રીઓમાં તો અપૂર્વ છે!
(વિમળા જાય છે.)
જગદીશચંદ્રઃ (નરેશને) કેમ, તમને કંઈ શોખ નથી?
નરેશઃ ના, જી. આ ઉર્સુબહેન જેવાંનાં ચિત્રો જોવાનો શોખ છે એટલું.
જગદીશચંદ્રઃ ને સંગીત?
નરેશઃ જરાયે નહિ. સાંભળવાનો શોખ ખરો.
ઉર્સુલાઃ તે તો મને પણ ઘણો શોખ છે.
નરેશઃ ને ગાવાનો ક્યાં નથી?
જગદીશચંદ્રઃ કોને? ઉર્સુને?
નરેશઃ નહિ?
જગદીશચંદ્રઃ અરે, એનાં કરતાં તો હું પણ સારું ગાઉં. કેમ નહિ ઉર્સુ?
ઉર્સુલાઃ હા, પણ તમે તો તાલીમ લીધી છે ને?
નરેશઃ હાસ્તો, તમે પણ તાલીમ લો તો સારું ગાઈ શકો. તમારો કંઠ તો સારો છે.
જગદીશચંદ્રઃ કોણે કહ્યું?
નરેશઃ બોલો તો ઘણું સારું!
(ઉર્સુલા ઊભી થાય છે. ને જરા વારે જગદીશ અંદર જાય છે. ઉર્સુલા ગણગણે છે. નરેશ બારી બહાર જણાતા આકાશમાં જોઈ રહે છે. થોડી વારે ઉર્સુલા એક પુસ્તક લઈ બેસે છે.)
::: ક્યું પુસ્તક છે?
ઉર્સુલાઃ “લગ્ન કેમ સફળ થઈ શકે?”
નરેશઃ (જરા આશ્ચર્યથી) લગ્ન કેમ સફળ થઈ શકે?
ઉર્સુલાઃ એમ કેમ કહો છો?
નરેશઃ બહુ વિચિત્ર નામ લાગે છે, નહિ?
ઉર્સુલાઃ કેમ?
નરેશઃ લગ્ન કંઈ વેપાર છે કે માણસ એને મહેનતથી સફળ કરી શકે? ને લગ્ન વિશે વળી પુસ્તક શાં લખવાં? એ તે શો એવો ગહન વિષય છે?
ઉર્સુલાઃ કેમ, લગ્ન ગહન વિષય નથી? એના જેવી પવિત્ર વસ્તુ…
નરેશઃ જૂઠું. એ બધાં ધતિંગ છે. લગ્ન સાવ નજીવી ચીજ છે. માણસ એને જેટલી ગંભીરતા આપે છે તેટલો તે નાસીપાસ થાય છે. તમે તો ભાડાના ઘરમાં રહો છો, ખરું ને?
ઉર્સુલાઃ હા.
નરેશઃ તમારે જોઈએ તે બધી જ સગવડો એમાં છે? એટલે કે તમારે જેવું જોઈએ તેવું આ ઘર છે?
ઉર્સુલાઃ ના, પણ ભાડાનાં ઘર તો એવાં ક્યાંથી હોય?
નરેશઃ ને રોજ તમે આવો બબડાટ કરો છો ખરાં?
ઉર્સુલાઃ ના, પણ એ કંઈ મોટી વાત નથી ને લગ્ન તો…
નરેશઃ બરાબર, આપણે લગ્નને મોટો વિષય માની બબડાટ કરવાનો હક્ક મેળવીએ છીએ. ખરી વાત તો એ છે કે મરદ અને સ્ત્રી બેઉ જો લગ્નને સાધારણ વિષય ગણે તો આટલો બબડાટ, આટલી નિરાશા કે આટલાં કલ્પાંત ન રહે. જેમ ભાડાના ઘરથી ચલાવી લઈએ છીએ તેમ લગ્નમાં પણ ચલાવી લઈએ. માત્ર આપણાં પતિપત્નીઓમાં દૃષ્ટિની એટલી વિશાળતા હોવી જોઈએ.
ઉર્સુલાઃ તમે ને હંસાબહેન, એવી દૃષ્ટિથી જીવો છો?
નરેશઃ અરે, એ બિચારીને તો કંઈ પણ દૃષ્ટિ જ નથી. લગ્ન શું એનું પણ એને તો ભાન નહિ હોય.
ઉર્સુલાઃ અરે, વાહરે!
નરેશઃ હા, હા, ખરું છે.
ઉર્સુલાઃ અરે શું ખરું છે! ભલે મરદોને મન લગ્ન એ નજીવી રમત હોય; સ્ત્રીને મન તો લગ્નમાં જ જીવનની આશા અને તૃપ્તિ છે.
નરેશઃ એ તો તમારાં જેવાંને.
ઉર્સુલાઃ ના, બધી જ સ્ત્રીઓને. ઝૂંપડામાં ને રાજમહેલમાં સ્ત્રી તો બધે જ સ્ત્રી છે.
નરેશઃ પણ સ્ત્રી ને સ્ત્રીમાં પણ ફેર હોય છે ને?
ઉર્સુલાઃ તે હશે; પણ આ લાગણી તો બધી જ સ્ત્રીઓમાં હોય છે.
નરેશઃ કોણ જાણે, મને તો એવું કંઈ ન લાગ્યું.
ઉર્સુલાઃ ખોટી વાત છે. કહું?
નરેશઃ શું?
ઉર્સુલાઃ હંસાબહેન માટે તમને પ્રેમ છે પણ તમે પોતે જ તે નથી જાણતા.
નરેશઃ ને તમે કેમ જાણ્યું?
ઉર્સુલાઃ ઓહો, એ તો બહુ સહેલું છે. તમને બેઉને જોઈને તરત મને લાગ્યું હતું.
નરેશઃ પણ શા ઉપરથી?
ઉર્સુલાઃ તમે જે રીતે વર્તો છો તે ઉપરથી. મારા ભાઈ બરાબર એવા જ હતા. મને એ ખૂબ ચાહતા ને ખૂબ જ પજવતા. પજવતા એટલું બધું કે ચીડ ચઢે. ને આની પરીક્ષા કરવા ખાતર જ …
નરેશઃ શું?
(વિમળા પ્રવેશ કરે છે.)
વિમળાઃ ચાલો, નીચે એ રાહ જુએ છે.
(બધાં જાય છે.)
<center>(પડદો પડે છે.)</center>
<center>(પડદો પડે છે.)</center>
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits