ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઇવા ડેવ/તરંગિણીનું સ્વપ્ન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|તરંગિણીનું સ્વપ્ન | ઇવા ડેવ}}
{{Heading|તરંગિણીનું સ્વપ્ન | ઇવા ડેવ}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/c/cd/SHREYA_TARANINI_NU_SWAPN.mp3
}}
<br>
તરંગિણીનું સ્વપ્ન • ઇવા ડેવ • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
તરંગિણી છાની તેની પથારીમાં રડી રહી હતી. મેં એ સાંભળ્યું.

Line 8: Line 23:
એનાથી મોટેથી ડૂસકું મુકાઈ ગયું. હું પીગળી ગઈ. ઊઠીને મેં લાઇટની સ્વિચ દાબી. ઝળહળાં થતા પ્રકાશમાં એણે ઝટ પાલવ મોઢે ઓઢી દીધો. આંસુ લૂછતી એ વધુ રુદન કરી રહી. હું એની પથારીમાં બેસી ગઈ. એના ભાલે હાથ ફેરવતાં મેં પૂછ્યું: ‘મોટી બહેન, શું છે, શું થાય છે? મને ન કહો! મારી બહેન નહિ?’

તે પથારીમાં બેઠી થઈ ગઈ. મારે ગલે વળગી પડી. જીવનમાં પહેલી જ વખત એનું પારાવાર અભિમાન મૂકી એ આક્રંદ કરી રહી. મેં એને ન અવરોધી એનો બરડો પંપાળતી હું મનોમન વિચારી રહી:
તે પથારીમાં બેઠી થઈ ગઈ. મારે ગળે વળગી પડી. જીવનમાં પહેલી જ વખત એનું પારાવાર અભિમાન મૂકી એ આક્રંદ કરી રહી. મેં એને ન અવરોધી એનો બરડો પંપાળતી હું મનોમન વિચારી રહી:

‘આમ જ તરંગિણીના ખોળામાં મારું મોં લપાવી રડવાનું મને કેવું મન હતું? એ કેમેય મારાથી ના બન્યું. કદાચ તરંગિણીએ મને એટલી નિકટ ન આવવા દીધી. બા મરી ગઈ અમને સહુને નાનાં મૂકીને. બાપુ વેપારના કામમાં ભાગ્યે ઘરની – ખાસ કરીને અમારી ભાઈબહેનોની વાતોમાં રસ લઈ શક્યા. મોટી બહેને ઘરનો બોજો ઉપાડ્યો. વચલા ભાઈને અને નાની બહેનને તરંગિણી જે આપી શકી તે મને ન આપી શકી. કદાચ કાં તો તે આપવાની તેની ઇચ્છા નહોતી કે મારા સ્વભાવને કારણે એ મેળવવાની મારી શક્તિ નહોતી. મારે કબૂલ કરવું રહ્યું કે એણે સારી રીતે અમારું ઘર નિભાવ્યું. એ કારણે તો મેં એને એસ.એસ.સી.માં પકડી પાડી. તે બિચારીનાં બે વર્ષ ઘરની કાળજી લેવામાં બગડ્યાં હતાં.

Line 46: Line 61:
‘પણ બહેન, એમ કેમ? તારી તો બધાં ઈર્ષા કરે છે. તારે શું નથી? પૈસો, બંગલો, મોટર, ચાકર, આયા, – કહે જો, શું નથી?’

એકેએક શબ્દ પર ભાર મૂકતી એ ધીરે સાદે બોલીઃ ‘મને ગમતો મારો જીવનસાથી. જેની સાથે હાથમાં હાથ મિલાવીને આ જીવનવાડીમાં હું નિશ્ચિંત ભટકું, જેના હૃદયમાં હૃદય ગૂંથી હું સ્નેહથી વાર્તા કરું, જેનામાં મને સંપૂર્ણપણે લય થઈ જવાની ક્ષણે ક્ષણે પ્યાસ જાગે!’
એકેએક શબ્દ પર ભાર મૂકતી એ ધીરે સાદે બોલીઃ ‘મને ગમતો મારો જીવનસાથી. જેની સાથે હાથમાં હાથ મિલાવીને આ જીવનવાડીમાં હું નિશ્ચિંત ભટકું, જેના હૃદયમાં હૃદય ગૂંથી હું સ્નેહથી વાતા કરું, જેનામાં મને સંપૂર્ણપણે લય થઈ જવાની ક્ષણે ક્ષણે પ્યાસ જાગે!’

‘હા, એ જ તરંગિણીઃ ઊડતી, કલ્પનાઓમાં રાચતી ને અવાસ્તવિક.’ હું મનમાં વિચારી રહી.

Line 76: Line 91:
હું નિર્વાક્ બની ગઈ. હું ચોંકી ઊઠી હતી. જાણે કોઈ દુઃસહ શમણામાંથી એ જાગી ઊઠી હોય એમ એને લાગ્યું. સંદીપ ને એના વાળ, એનો બાબો ને એનાં ભવાં, તરંગિણીની આ કલ્પનાઓ બધું જ મારે માટે કદાપિ ન ઊકલે એવા કોયડા સમું હતું. કેમેય મને પ્રણયના કાને વાળ હતા કે નહિ તે યાદ ન આવ્યું. મારે પ્રણયની સોડમાં લપાવું હતું.

*
<center>*</center>

‘ઓ, નહિ, નહિ, છો…છો…!’
‘ઓ, નહિ, નહિ, છો…છો…!’