ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વીનેશ અંતાણી/શ્વાસનળીમાં ટ્રેન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|શ્વાસનળીમાં ટ્રેન | વીનેશ અંતાણી}}

<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/8/8e/SHREYA_SHWASNALI_MA_TRAIN.mp3
}}
<br>
શ્વાસનળીમાં ટ્રેન • વીનેશ અંતાણી • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ
<br>
<center>&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
બધી તૈયારી થઈ ગઈ હતી. સામાન ધીરે ધીરે બહારના કમરાના એક ખૂણામાં મુકાઈ રહ્યો હતો. સુષીના બાપુજીએ કહ્યું હતું કે છેલ્લી વાર નજર ફેરવી લેજો, કંઈ ભુલાઈ જતું ન હોય. પણ કોઈએ નજર ફેરવી નહોતી. એમ તો હજી વખત હતો. બાપુજીની છાપ આમ પણ ઉતાવળાની હતી. ક્યાંયે જવું હોય તો એમના ચહેરા પર દિવસો પહેલાં મૂંઝવણની રેખાઓ ઊપસી આવે ને ચિંતા કર્યા કરે. આ વખતે પ્રવાસ લાંબો હતો અને લગ્ન જેવો પ્રસંગ હતો એટલે ચિંતાનાં કારણો મળી ગયાં હતાં. હજી સુષી નહાઈ નહોતી. એણે વાળનો ઢીલો અંબોડો બાંધી લીધો હતો. ઊડી ગયેલા રંગવાળી ઝાંખી સાડી પહેરી હતી અને છેડો ખોસી લીધો હતો. એના કાન પાસેથી પસીનાની એક લકીર ખેંચાઈ રહી હતી. કપાળમાં ચાંદલો નહોતો ને ચહેરો વધારે શ્યામ લાગતો હતો. નાક પાસેનો તલ જોઈ શકાતો નહોતો, કારણ કે સુષી ઝડપથી ફરફર કરતી હતી અને એક કમરામાંથી બીજા કમરામાં આવજા કરતી હતી. તું ક્યારે નાહીશ, સુષી? એની બાએ પૂછ્યું. સુષીએ ચપટી વગાડી. બધું આવી ગયું? બાપુજીનો અવાજ બહારના કમરામાંથી અંદર આવ્યો.