ગુજરાતી મુક્ત દીર્ઘ કવિતા/‘Moving on my own melting’- હરીશ મીનાશ્રુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 2: Line 2:
<poem>
<poem>
<big><big>'''૧૨. Moving on my own melting □ હરીશ મીનાશ્રુ'''</big></big>
<big><big>'''૧૨. Moving on my own melting □ હરીશ મીનાશ્રુ'''</big></big>
<big>'''અદરસૈંયાને રે હાર એક આપતાં તાહરા બાપનું શું જાય રે?)'''</big>
<big>'''(અક્ષરસૈંયાને રે હાર એક આપતાં તાહરા બાપનું શું રે જાયે?)'''</big>


Line 363: Line 363:
સ્પર્શ રૂપ રસ ગંધ તે હવે હિરણ્યમય દર્દ ગઝલનું  
સ્પર્શ રૂપ રસ ગંધ તે હવે હિરણ્યમય દર્દ ગઝલનું  
ઝલમલ ઝલમલ ઝૂલી નીકળ્યાં અકળવિકળ તન્માત્ર
ઝલમલ ઝલમલ ઝૂલી નીકળ્યાં અકળવિકળ તન્માત્ર
----
હવે આ નેત્રકટાક્ષ માત્રથી  
હવે આ નેત્રકટાક્ષ માત્રથી  
મૃત્યુ પામવાનું કિં પ્રયોજન ?  
મૃત્યુ પામવાનું કિં પ્રયોજન ?  
Line 369: Line 368:
વટી ગયો કૈ જોજન  
વટી ગયો કૈ જોજન  
રે કૈં જોજન
રે કૈં જોજન
વિપ્રલબ્ધ હું સાવ શબ્દથી જેર  
વિપ્રલબ્ધ હું સાવ શબ્દથી જેર  
ઠેરનો ઠેર  
ઠેરનો ઠેર  
Line 379: Line 379:
આ વંચનાની શાળ પર  
આ વંચનાની શાળ પર  
મારી જાતનું થેપાડું  
મારી જાતનું થેપાડું  
ને હું કાલો ગચ્છતિ ધિમતામ્-ની બૂમો પાડું
ને હું કાલો ગચ્છતિ ધિમતામ્‌ની બૂમો પાડું
 
કવિતાના વૈદ્યો ભલે નિદાન કરે
કવિતાના વૈદ્યો ભલે નિદાન કરે
કે
કે
Line 385: Line 386:
રસનિષ્પતિમાં  
રસનિષ્પતિમાં  
બારીક આપત્તિનાં ચિહ્ન દીસે છે
બારીક આપત્તિનાં ચિહ્ન દીસે છે
બાકી, જોડા સ્હેજ ટૂંકા પડતા હોય તો  
બાકી, જોડા સ્હેજ ટૂંકા પડતા હોય તો  
કાલબૂત ઠોકાવું –  
કાલબૂત ઠોકાવું –  
Line 391: Line 393:
પ્હોળું પ્હોળું થાય ચરણનું માપ  
પ્હોળું પ્હોળું થાય ચરણનું માપ  
વળી આ શબ્દ જ ટૂંકો પડે  
વળી આ શબ્દ જ ટૂંકો પડે  
ફરી આ શબ્દ જ ટૂંકો પડે
{{Gap|2em}}ફરી આ શબ્દ જ ટૂંકો પડે
હજી આ શબ્દ જ ટૂંકો પડે
{{Gap|4em}}હજી આ શબ્દ જ ટૂંકો પડે
કર્ણમૂલ
કર્ણમૂલ
પકડીને કરું કબૂલ ભૂલ
પકડીને કરું કબૂલ ભૂલ
કે સન્નિપાતમાં હું એવું બબડી બેઠેલો કે
કે સન્નિપાતમાં હું એવું બબડી બેઠેલો કે
હમે જોડા કહાં ન પેહેરિયે
{{Gap}}હમે જોડા કહાં ન પેહેરિયે
કહાં ન વજાડિયે કાંસીજોડાં
{{Gap}}કહાં ન વજાડિયે કાંસીજોડાં
છતે ધણીએ રાંડી રાંડ્યની
{{Gap}}છતે ધણીએ રાંડી રાંડ્યની
પેઠે કહાં ન દળિયે દળણાં
{{Gap}}પેઠે કહાં ન દળિયે દળણાં
પ્હરોડિએ, સાંબેલાનું વાદ્ય
{{Gap}}પ્હરોડિએ, સાંબેલાનું વાદ્ય
કહાં ન ફૂંકિયે, સુકવિ છઈએ
{{Gap}}કહાં ન ફૂંકિયે, સુકવિ છઈએ
તો કહાં ન રચિયે સદ્ગ્રંથ
{{Gap}}તો કહાં ન રચિયે સદ્‌ગ્રંથ -
 
માફ કરો, સાહિબ, માફ
માફ કરો, સાહિબ, માફ
કોયલ કેર હગાર કવિતા
કોયલ કેર હગાર કવિતા
કવિતા કેવળ છાણું  
{{Gap|1em}}કવિતા કેવળ છાણું  
અમીં છાણના દેવ, દેવનું
અમીં છાણના દેવ, દેવનું
મ્હોડું સે'જ કટાણું
{{Gap|1em}}મ્હોડું સે’જ કટાણું
કપાશિયાની આંખોથી મેં રૂપ દીઠું છે રૂપ
કપાશિયાની આંખોથી મેં રૂપ દીઠું છે રૂપ
અરે દર્પણમાં   
અરે દર્પણમાં   
Line 416: Line 419:
નથી હું વૈવસ્વતનો બેટો
નથી હું વૈવસ્વતનો બેટો
મું તો કબીરવડનો ટેટો
મું તો કબીરવડનો ટેટો
મનમાં ઢાંકી મૂળ -
{{Gap|1em}}મનમાં ઢાંકી મૂળ -
મૂળથી બેઠો તદ્દન છેટો
મૂળથી બેઠો તદ્દન છેટો
કેટલા દિવસ થયા મેં અવદાન નથી કર્યું
કેટલા દિવસ થયા મેં અવદાન નથી કર્યું
Line 431: Line 434:
બિસ્મિલ બરછીથી
બિસ્મિલ બરછીથી
બિસ્મિલ્લા
બિસ્મિલ્લા
આકળવિકળ
આકળવિકળ
આકળવિકળ
આકળવિકળ
Line 438: Line 442:
સરી ગયાં તે સઘળાં માનસદ્વીપ
સરી ગયાં તે સઘળાં માનસદ્વીપ
મારા આ પર્યટનના
મારા આ પર્યટનના
કેટકેટલાં મરુમર્મસ્થળો lovely dark and deep-
કેટકેટલાં મરુમર્મસ્થળો lovely dark and deep -
છતાં યે
છતાં યે
શરીરની પ્રત્યેક ધબકતા લયખંડો
શરીરની પ્રત્યેક ધબકના લયખંડો
માંસમજ્જાપેશીઓના મનોરથો
માંસમજ્જાપેશીઓના મનોરથો
રૂંવાટીનાસ્પર્શવ્યાપારો
રૂંવાટીના સ્પર્શવ્યાપારો
નાટારંગો મારી સમગ્ર કાયને
નાટારંગો મારી સમગ્ર કાયને
ગૂંફનમાં ભીંસતી
ગૂંફનમાં ભીંસતી
નાટિકાઓના
નાટિકાઓના
-ક્યાં અમસ્થા ય સ્થાપી શકાયા છે ?
- ક્યાં અમસ્થા ય સ્થાપી શકાયાં છે ?
ઉથાપી શકાયા છે ?
ઉથાપી શકાયાં છે ?
સ્ટેથોસ્કોપ વડે જે સાંભળી
સ્ટેથોસ્કોપ વડે જે સાંભળી
સર્વ ધડકનો તે વહી જતી પાછળ રમ્યઘોષા
{{Gap}}સર્વ ધડકનો તે વહી જતી પાછળ રમ્યઘોષા
મારા ગતજન્મના હૃદયની
{{Gap}}મારા ગતજન્મના હૃદયની
ઈન્જેકશનની સોય  
ઈન્જેકશનની સોય  
જેને ભેદીને સ્પર્શશે  
જેને ભેદીને સ્પર્શશે  
તે મારી ગતજન્મની ત્વચાનું પડ સાતમું
{{Gap}}તે મારી ગતજન્મની ત્વચાનું પડ સાતમું
આ ઔષધની
આ ઔષધની
કટુ ગુટિકા જેની પર પ્રસરશે
કટુ ગુટિકા જેની પર પ્રસરશે
તે જિહ્વા
{{Gap}}તે જિહ્વા
મારા ગતજન્મોની રુચિથી ઘડાયેલી  
{{Gap}}મારા ગતજન્મોની રુચિથી ઘડાયેલી  
વર્જિત જે મારા રુચિસંવિત્-માં
વર્જિત જે મારા રુચિસંવિત્‌માં
તે સઘળું સર્જિત મારા વિગત થકી
તે સઘળું સર્જિત મારા વિગત થકી
જેનો હું એકમાત્ર અબાધિત અધિકારી  
જેનો હું  
એકમાત્ર અબાધિત અધિકારી  
મુરખજન જેનો મરમ નથી જાણતા  
મુરખજન જેનો મરમ નથી જાણતા  
તે તત્ક્ષણ ક્યાં છે ?  
તે તત્‌ક્ષણ ક્યાં છે ?  
-જે બની બુંદિયન નિતનિત બરસે  
- જે બની બુંદિયન નિતનિત બરસે  
જીયરો તરસે
જીયરો તરસે
દાદૂર મોર પપિહા બોલે બોલે ઝીણા મેહ  
દાદૂર મોર પપિહા બોલે બોલે ઝીણા મેહ  
ટેંહૂક ટેંહૂક જીયરો બોલે બોલે ઝરમર વ્રેહ  
ટેંહૂક ટેંહૂક જીયરો બોલે બોલે ઝરમર વ્રેહ  
રહીરહીને મૂંઝાય
{{Gap|4em}}રહીરહીને મૂંઝાય
બિકલ મૂંઝાય
{{Gap|4em}}બિકલ મૂંઝાય
અજહૂ ન આયે બલમ, બિફલ સબ ભયો સિંગારે  
અજહૂ ન આયે બલમ, બિફલ સબ ભયો સિંગારે  
અંત:પુરે ગઝલ : પ્રિય બ્રિજવલ્લભ દ્વારે
અંત:પુરે ગઝલ : પ્રિય બ્રિજવલ્લભ દ્વારે
દ્વાર ખૂલતાં જડે
દ્વાર ખૂલતાં જડે
જડે તે
જડે તે
તત્ક્ષણ ક્યાં છે ?
તત્‌ક્ષણ ક્યાં છે ?
તત્ક્ષણના તખ્તના મારા માલેક
તત્‌ક્ષણના તખ્તના મારા માલેક
તને ઘણી ખમ્મા
તને ઘણી ખમ્મા
અરબખરબ તે ખોટ, સાચે તું એક
અરબખરબ તે ખોટ, સાચ તું એક
તને ઘણી ખમ્મા
તને ઘણી ખમ્મા
હું તો હજી છાંયડે બેસી
હું તો હજી છાંયડે બેસી
કબીરવડના મૂળિયામાં મૂતરું એટલો નપાવટ છું
કબીરવડના મૂળિયામાં મૂતરું એટલો નપાવટ છું
Line 485: Line 492:
અઢી અક્ષરથી પ્રચૂર વળી પર્યાપ્ત
અઢી અક્ષરથી પ્રચૂર વળી પર્યાપ્ત
તે જ મારું પ્રિયજન અતિશય આપ્ત
તે જ મારું પ્રિયજન અતિશય આપ્ત
જે કીડીના પગે બાંધેલું ઝાંઝર પણ સાંભળ
જે કીડીના પગે બાંધેલું ઝાંઝર પણ સાંભળે છે
 
ચકળવકળ ચોરાસી વચમાં
ચકળવકળ ચોરાસી વચમાં
આ માસે રે
આ માસે રે
આ શ્વાસે રે
આ શ્વાસે રે આ તારીખે
આ તારીખે
તુમ બિન ઔર ન કોઈ દીખે
તુમ બિન ઔર ન કોઈ દીખે
કોઈ ન દીખે
કોઈ ન દીખે
તમે જે ચીંધી તે સુખદ અપરંપાર કવિતા  
તમે જે ચીંધી તે સુખદ અપરંપાર કવિતા  
ઝરુખે વીંધી તે કઠિનમૃદુ માણિક્ય નમિતા
ઝરુખે વીંધી તે કઠિનમૃદુ માણિક્ય નમિતા
Moving on its own melting  
moving on its own melting  
હોઠ જીભ ને હરફની પેલે પાર
હોઠ જીભ ને હરફની પેલે પાર
ઉલંઘી અસિપત્રની ધાર  
ઉલ્લંઘી અસિપત્રની ધાર  
જેને વર્ણન વ્યત્યય  
જેને વર્ણ ન વ્યત્યય  
પર્ણ ન પ્રત્યય  
પર્ણ ન પ્રત્યય  
જે સકળ વિભાષાતા ટાપુની બહાર  
જે સકળ વિભાષાતા ટાપુની બહાર  
કેવળ ઝાંયઝાંય ઊછળતો અવ્યય  
કેવળ ઝાંયઝાંય ઊછળતો અવ્યય  
અન્અંતરાયમુદાસમુદાય
અન્અંતરાય મુદાસમુદાય
સિંજ સિંજ સિંજારવ ઝરતી સુંદિરવરને વરતી  
સિંજ સિંજ સિંજારવ ઝરતી સુંદિરવરને વરતી  
હરસિંગાર આંખ મૂંદુ તો  
હરસિંગાર આંખ મૂંદુ તો  
Moving on its own melting  
moving on its own melting  
શતસહસ્ર આંસુના પીગળે  
{{Gap|4em}}શતસહસ્ર આંસુનાં પીગળે  
ઝળહળ ઝળહળ સૂર  
{{Gap|6em}}ઝળહળ ઝળહળ સૂર  
ચખૈ ન બોલૈ બજત રહૈ રિ  
{{Gap|4em}}ચખૈ ન બોલૈ બજત રહૈ રિ  
જીહ્વા ત્વન્મય તૂર  
{{Gap|6em}}જીહ્વા ત્વન્મય તૂર  
ઝૂરતા માલકંસના હંસ હવે ચકચૂર બેજુબાં  
ઝૂરતા માલકંસના હંસ હવે ચકચૂર બેજુબાં  
દૂરદૂર..થી સ્તવન બનીને હોઠ પીગળે  
દૂરદૂર....થી સ્તવન બનીને હોઠ પીગળે  
અચરજનો બાજોઠ પીગળે  
અચરજનો બાજોઠ પીગળે  
પિંગળફૂલની પોઠ પીગળે  
પિંગળફૂલની પોઠ પીગળે  
રાધાવલ્લભ રતિપૂર્વક બે રજકણ કરો કબૂલ  
રાધાવલ્લભ રતિપૂર્વક બે રજકણ કરો કબૂલ  
સુકલકડી માણસના મનમાં મુઠ્ઠીભર તાંદુલ  
સુકલકડી માણસના મનમાં મુઠ્ઠીભર તાંદુલ  
અમે ઉઘાડાં તાસક જેવાં મધ્ય તિકૂત તાંબૂલ  
 
ઝડપ બીડું અયિ બલમ, પિંજરે મૈના અતિ વ્યાકુલ  
અમે ઉઘાડાં તાસક જેવાં મધ્ય તિક્‌ત તાંબૂલ  
ઝડપ બીડું, અયિ બલમ, પિંજરે મૈના અતિ વ્યાકુલ  
 
અનંત આકલ્પ
અનંત આકલ્પ
કલ્પના વડે
કલ્પના વડે
મારાં હાડમાંસચામરુધિરમજ્જા
મારાં હાડમાંસચામરુધિરમજ્જાપેશીપેશીને
પેશીપેશીને
છેદીને છૂંદીને તપાવીને ટૂંપીને ઘસીને ઘૂંટીને
છેદીને છૂંદીને તપાવીને ટૂંપીને ઘસીને ઘૂંટીને
ઝંખતો રહ્યો  
ઝંખતો રહ્યો  
Line 526: Line 535:
હું તારી પ્રવાલમોજડીનાં રંગમ્હેલનો અનુચર  
હું તારી પ્રવાલમોજડીનાં રંગમ્હેલનો અનુચર  
કિંકિણખાબી જીવ ભરીને જીલબ્બેક ઝંખતો રહ્યો  
કિંકિણખાબી જીવ ભરીને જીલબ્બેક ઝંખતો રહ્યો  
તે સ્વર્ણફૂલની પાંખુડીએ મઢેલી  
તે સ્વર્ણફૂલની પંખુડીએ મઢેલી  
જેની ફોતરીએફોતરીએ અઢેલી ઊભા પરાગસૂરજના  
જેની ફોતરીએ ફોતરીએ અઢેલી ઊભા પરાગસૂરજના  
પ્રિયંવદ શતસહસ્ત્રપુટ  
પ્રિયંવદ શતસહસ્ત્રપુટ  
તે પ્રત્યગ્ન્ભાષ્યની વૈજયંત વર્ણમાળા  
તે પ્રત્યગ્‌ભાષાની વૈજયંત વર્ણમાળા  
Moving on its own melting બુંદ બુંદ મુચકુંદ  
moving on its own melting બુંદ બુંદ મુચકુંદ  
મને તરબોળ તરલ વીંટળાય, હવે આકંઠ મૌન હું  
મને તરબોળ તરલ વીંટળાય, હવે આકંઠ મૌન હું  
તરબોળ તરલ વીંટળાય, હવે આકંઠ મૌન હું  
તરબોળ તરલ વીંટળાય, હવે આકંઠ મૌન હું  
Moving on my own melting  
moving on my own melting  
તરબોળ તરલ વીંટાળાઉ મને  
તરબોળ તરલ વીંટાળાઉં મને  
આકંઠ મૌન હું.
આકંઠ મૌન હું.


{{gap|5em}}***
{{gap|5em}}***


{{gap|12em}}'''('એતદ્'- ૭૬-૭૭)'''
{{gap|12em}}'''(‘એતદ્'- ૭૬-૭૭)'''
</poem>
</poem>
<br>
<br>

Latest revision as of 19:30, 1 May 2024

૧૨. Moving on my own melting □ હરીશ મીનાશ્રુ
(અક્ષરસૈંયાને રે હાર એક આપતાં તાહરા બાપનું શું રે જાયે?)



કબીરવડનું પાંદું મારી જીભ
જીભમાં ઝૂલે ખાલી ઠીબ
ઠીબમાં સાત જનમની ખોડ
ખોડ કે ખનકે કાંસીજોડ
જીભલડીની જોડ, સહેલી, નહીં જડે

કાંસીજોડું ઝંખે તો
હું કિંકિણરવની કવિતા કરું
પગમાં જોડું ડંખે તો
હું ઝિલ્લીરવની તિલ્લીરવની
ખીલ્લીરવની કવિતા કરું

ધાબડધિંગું પૃથ્વીનું આ રજકણશિંગું ફૂંકું
કે તુચ્છકારથી / બુચ્છકારથી આજ સકળ પર થૂંકું
થૂંકું ને મનમાં ઘેરાય મરુતો તો
હું રિમઝિમ રિમઝિમ કવિતા કરું
ને પાછો
આ ગીચ અરણ્યમાં સાવ એકલો
આ પંક્તિઓની વચમાં ડરું
અવધપુરી અપવાદ રચે ને કરી નેજવું આંખે
અમે જાનકી પેઠે ઊભા બે અક્ષર લૈ કાંખે

કરું કવિતા
ને તત્ક્ષણ પરહરું કવિતા
શબ્દ થકી હું જનકસુતા ધારું તે છેવટ તો
કુત્‌સીતા
કાંસીજોડું બોલ તતઃ કિમ્
પગમાં જોડું બોલ તતઃ કિમ્
ધાબડવિંગું રજકણશિંગું
મનમાં વાજે ઢોલ તત: કિમ્

તત:કીમ્ ના તંતુથી બંધાયેલો
તંતુવાદ્યની જેમ ઊભો છું તંગ -
મારી તંગદિલીને / tongueદિલીને
સૂર ગણીને મણિકર્ણિકા ઘાટે કોણ ઊભું છે ?
પરસેવાના ટીપે
મારી અટકળમાં અચ્છોદ બનીને કોણ ઊભું છે ?
કવિતાના અજવાળે
તૃણની સોયમાં જળનો ઝીણો દોર પરોવી
મારા ખમીસને
નક્ષત્રોનાં બટન ટાંકતું કોણ ઊભું છે ?
Moving on its own melting કોણ મનોમન
પર્યટનોની પાર પળ્યું
ને હવે હાંફતું કોણ ઊભું છે ?

પેપિરસ ઘાસની પત્તીઓ ઘૂંટીને મેં
કોઈ આદ્ય સુમેરિઅનની
છટાથી
લિપિમાં લીંપ્યો અવાજ
તાલતમાલવૃક્ષની છાલ સૂકવીને અક્ષરમાં
જીવ ઊપસાવ્યો
તે આરંભથી માંડીને
મંદારફૂલની પાંખડી જેવા સફેદ કાગળના હંસ ઊડ્યા
ને કતારબંધ લયાન્વિત મુદ્રણાલયોનું
સ્થાપત્ય રચ્યું
ને દીર્ઘ વિરહથી શાહીનાં વ્યુત્પન્નમતિ વાદળો વલૂર્યાં
ને શબ્દના Industrial Estateનું
ખાતમુહૂર્ત કર્યું આંસુમાં
ત્યાં સુધીની
મારી પ્રલંબ પ્રવાસકથામાં
લોહીના લબકાર ખૂટ્યાં, સર્વસ્વ ગયું છે
ટીપે ટીપે જીવતર જીરણ હ્રસ્વ થયું છે

જાહેર મૂતરડીમાં કતારબદ્ધ ઊભા રહીને
વિલંબે મૂતરવાનું દુઃખ
તે મારાં અંગત નર્કોનાં ઊડતાં રજકણ

આઈસક્રીમની ચમચીમાં
મોં સુધી ઊંચકાયેલું આયુનું શીતળ સુખ
તે મારા અંગત સ્વર્ગોનાં ઊડતાં રજકણ

હું દમનો દરદી, આ રજોટીથી અમૂંઝાઉ છું
ચઢતા શ્વાસે
કવિતા લખીલખીને પત્તર ફાડી નાખી
ઝૂરણ આંખ બની ગૈ ઝાંખી

સૂની દેહયષ્ટિ
જેમાં ફફડે સકલ સમષ્ટિ
સતત ઝંખનાથી અક્ષરવશ ઝાંખીઝાંખી દૃષ્ટિ

હવે સોનેરી ફ્રેમનાં ચશ્માં પસંદ કરતાં
આંસુનું મૂલ્ય વધ્યું કે ઘટ્યું ? -
સૌને મૂંઝવી મારે તેવા આ તિર્યક્‌પ્રશ્નો

ટોલસ્ટોયની જન્મજયંતી ચિત્તમાં ઊજવાતી હોય
ત્યારે પિત્તપ્રકોપે મને ખાટું ઘચરકું કેમ આવ્યું ?

મારા ગામની ભાગોળે
ટી. બી. સેનેટોરિયમમાં
પીળા નાગરવેલિયાના પાંદ જેવડો
રાયવર
ચપટી રાવજી ફડફડતો’તો
ત્યારે
હું તો આનંદથી પત્તરવેલિયાનાં ભજીયાં ખાતો’તો
ને શીતળ હવાથી બચવા
નરિગસની પાંદડીનો ગરમ દૂશાલો ઓઢીને બેઠો’તો
તો શો અર્થ છે
આ ઘટનાનો ? આ ઘટનો ?
અંતરપટનો ?
શો અર્થ છે છેકછેવટનો ?

નિહારિકાની ચાખડીઓ પ્હેરીને ઝૂલતા
અવકાશયાત્રીઓના ઉત્કટ જયઘોષ
કરમાયેલી પૃથ્વીની છાલ વિષે જ છૂંદાય
- તે જ વખતે
સ્વેદસિક્‌ત બગલમાં, દૂંટીના મલમાં
સાથળનાં સ્નિગ્ધ વળાંઓમાં
કે ગુહ્ય રૂંવાટીમાં
આમ
પવિત્રાણાય સાધુનામ્
સંખ્યાતીત કિટાણુઓ અમુક બ્રહ્માંડો ઝબ્બે કર્યાનો
દિગંતવ્યાપી હુંકાર રચે છે
- તેની બાતમી તમને તો છે જ
 
મીણનું બખ્તર પ્હેરીને ઊભેલા
સત્તાના રૂઢિપ્રયોગ જેવા
વ્યૂઢ લડવૈયાનો હુંકાર
ને કસદાર પીડાના દ્રાવણમાં પડતા
મૂઢ સ્ફટિક જેવા
રુગ્ણ મનુષ્યની રૌરવશૈયાનો ઊંકાર
- આ વિવર્ત એક શબ્દનો, તે શું ?
શું અર્થ છે
આ નાદબ્રહ્મનો ?
કહે છે કે
આ અરબખરબ વિશ્વોની
બધી જ પ્રજાઓ બધી જ ધજાઓ
ભાષાઓ વિપાશાઓ
સમગ્ર ખેચર ભૂચર અગોચર
જે વ્યાપ્ત આ સ્થાવરજંગમ્ ચરાચરમાં
- એક નિમિષમાં
કોઈ મદપુંગવ રાજર્ષિની શતાવધાન મતિના
ઈબ્લીસ્સા સ્પર્શે
સમેટી લે પોતાનાં આહારનિદ્રા ભયમૈથુનં ચ
પદ્મનાભિમાં
એક વાર નહીં, - પાંચ પાંચ વાર
ત્યારે
મારા હાથમાં તો
એકમાત્ર કવિતાની છત્રી-
જેના વડે નિરુપાય હું
વિવશ ઢાંકવા મથું છું તે
આ અશ્વમેઘ યજ્ઞના જયજયવંત અણુતોખાર
અપરંપાર ક્ષાત્રવટના પૃથુલ પટે હણહણે
ઘ્રાણમાં પેટ્રોલની અશરફી ખણખણે
પ્હાડ ધણધણે
ને છતાં ય
મારી ત્વચા પર
ફરકતું પતંગિયું બેસે તો રોમરોમ રણઝણે
- તે કેવું ?
શો અર્થ હશે આ અવ્યાકૃત સંવેદનાનો ?

આમ
ક્ષણાર્ધમાં પ્રજાતંત્રો પિષ્ટ કરવાની
પ્રલયંકર મથામણ પરમ અણુની
ત્યારે બીજી તરફ
આ વસુંધરાની વનસ્થળિ
આ ગિરિશૃંગોની ઘટાટોપ ખીલી ઊઠેલી
અભિજાત ઔષધશ્રી
- તેમાં તૂટેલી ખોપરી પર પાઘડી બાંધીને
ફરતા કિંપુરુષો
ધિક્‌ધિક્ ગૃહસ્થાશ્રમોનું ભાવજગત લઈને
ટેસ્ટટ્યુબમાં વિકસતાં યાદૃચ્છિક બાળને
સુવાડવા
હાલરડાં જોડવા મથે છે
ને કોઠીના હવડ પાણીમાં
સળવળતા પોરા જંપી જાય છે
ઘડીભર બપોરે

અનર્થની આ દશા, વિતથમાં ટળવળતી રુશનાઈ રે
કલમ વિવશા વ્યતિકરોમાં ઊભી ત્રાહિ ત્રાહિ રે
મત્ત મૂછના તંતુ, તંતુ તે વટની વડવાઈ રે
ભૃગુકચ્છનો ધણી કરે, ક્યમ પડઘાને ભરપાઈ રે
જુવારના દાણાથી લગભગ લાગે ભૂખ સવાઈ રે
ભવનો મતલબ કચવાતે મન કરજો તમે ભવાઈ રે

હવે ભવૈયાની જેમ
ક્યાં લગી ભોગવ્યા કરવાનો આ વાચાનો વેશ ?
કહો દરવેશ
કહો દરવેશ

આ દેશકાળમાં
- તિક્‌ત તૂરી ખરબચડી ખાટી
ચરી પાળતી, ચ્યૂત. ચવર્ણારત. રતિમય ચોપાટી
સાથળ પર આંબાની કૂણી છાલ ચોંટાડીને ફરતી
રંભાઓથી ગોરંભાયેલું (હમણાં તૂટી પડશે મૂશળધાર)
ગરલ રંભાયેલું આ ઈલેક્ટ્રીક નગરપુંગવ. ઘટાદાર
સરઘસોનાં શુક્લશ્યામ સ્ફટિક. જલ્પનોત્થ રોમantique
શ્હેર, જ્યહાં વસે છે ટી. વી. માં સમવિષમ આબાલસ્થવિરો.
હેંગિગગાર્ડનમાં હેંગમેનનાં બી વાવી જે વરસાવી દે
કૃત્રિમ ઝિમવરસાદ, વૃષભના મત્તશ્યામ બારીક વર્ણનું.
વૃષણવત્ ગુહ્ય. પરમ રજસ્વલા. ભાગવતના ચોથા પાને
ભજીયું મૂકી ધગડા હલાવીને ચાલતું નરદમ myth મિથિલાનું.
હસ્તધૂનન સારું હાથ લંબાવું તો
અપાનવાયુ રોકીને અડગ ઊભું રહે, સાલ્લું સહસ્રભુજ
ખાત્રીબદ્ધ ખંધું ધંધૂકિયું
- જેણે મુખમાં પેટ્રોલનો ગણ્ડૂષ ધારણ કર્યો છે
ને ઉદ્‌ભૌગોલિકતાની
આ નાગરી નાતમાં
વાચાનો આ વેશ પહેરી, લઘરવઘર આવેશ પહેરી
હાથમાં કવિતાની કરતાલ ઝાલીને ઊભો રહું
તો કેવો મૂરખ મર્મભેદી લાગું ?
કહો, દરવેશ
કહો, દરવેશ
સર્ગશક્તિથી
મારા વોશબેઝિનમાં
મંદાકિનીની સેર છૂટે
કે ટુથપેસ્ટના ફેનિલ બુદ્‌બુદ્ માં
બટમોગર જાસૂદ ફૂટે તો ય શું ?
- એ તો કેવળ હિયરોગ્લિફિ હૃદયની
હૃદય તો નહિ જ નહિ -
કયો અર્થ છે આ તરકટનો
જેને ઉલ્લંઘીને પામું
સમર્થ છેકછેવટનો ?

વ્યંજનાનો વાયુ ચડે તો
જડીબૂટીની માફક સૂંઘું ચરણ જડેલા બૂટ
ને લખલખાટ હું ઊંઘું
કવકવકવકવકવું
ને અર્થ કરું તો અફીણનું જીંડવું
પણ મને તો ગર્ભમાં જ લાધેલું જ્ઞાન
કે સધરા જેસંગ, આટલું કહ્યું માન
You must not mean, but be
You must not mean, but be
ને મારી વ્યથા વિકસતી સરગાપરને આંબી
આંબી કરશે ક્યહાં પ્રવેશ ?
કહો દરવેશ
કહો દરવેશ

શબ્દના આ દરવાજે
દરવાજો ને દ્વારપાળ તો છે જ નહીં
કે નથી દીધેલું તાળું
છતાં ય મારા હાથમાં તો ઝૂલે છે
કિસલય કોમળકૂંચી કવનકુંવારી

હવે હાથમાં એકમાત્ર આ રાવણહત્થો
હોવાને કારણે જ
હું કેટલો Unpredictable છિન્ન બલહીન
શંકાપતિ ગૌરક્ષક અક્ષરપ્રતિપાળ
કૂટતો કપાળ દશેદશ વસંતતિલકા
વિવશ લીલાગર વર્તી બેસું છું આવર્તનોમાં ?
આ નર્તનથી લયના
કે વર્તનથી વિસ્મયના
સંકુલ metabolism મનુષ્ય નામક prism નું
અરે, એક અવયવનું તથ્ય અમસ્થું યે
ક્યાં પામી શકાય છે ? -

જેણે એના નવજાત થકી પયબુંદ નકાર્યું છે તે
રૂપમધુર નારીનાં પુષ્ટ સ્તનો
-કે જે પ્રત્યેક વસંતે કરમાં ધારણ કરેલાં
તાજાં પુષ્પોના શરીરમાંથી
મરુતોની વિલાસી ચેષ્ટાથી વિખરાતી
પરાગરજથી છવાઈને
થોડાં મદિર નિર્લજ્જ ને ધૂસર જણાય છે.

- કે પ્રતિ પૂર્ણમાસીની માદક રાત્રિએ
ચડસે ભરાઈને ચંદ્ર
જેના દર્શનમાત્રથી સ્પર્ધામય
વધારે પહોળો થવા મથે છે
અને અતિશ્રમે કરીને વિપુલ ચાંદની ઝરે છે.

- કે જેના કેવળ સ્પર્શથી
મદ્યનો એક ઘૂંટ પણ લીધા વિના
પ્રિયતમ અધીર
બારીકાઈથી મધુર બેહોશીના નક્ષત્રખંડોમાં
પુષ્ટ ધાન્યના કણોથી ધન્ય
ડાંગરના નમતા છોડ જેવો
જેની પર લચી પડે છે

- કે જેના પ્રકર્ષે પીડાયેલાં પુષ્પધન્વ અધરો
રસસિક્ત આલિંગનોથી
પૃથુલ ગૌરવૃત્તો પર
એક નહિ - બબ્બે સકલંક ચંદ્રની આવૃત્તિ
રચી દે છે

- કે જે એટલાં તો ભરાવદાર
ભીંસતાં પરસ્પરને સતત રતિભર્યાં
કે એમની વચ્ચેથી
એક બિસતંતુય પસાર કરવો કઠિન
કહો કે અસંભવ, આ આર્દ્ર મર્દનપ્રહરે -

છતાં ય
એ એક તથ્ય નિરંતર કે
એણે એના નવજાત થકી પયબુંદ
- જે એની શરીરગત સિદ્ધિનું
એકમાત્ર પ્રયોજન
એના અવયવનો ઉત્સવ
આસવ પ્રચુર પ્રીતિનો
પૃથુલપુષ્ટિનું મર્મસ્થળ -
નિર્મમપણે નકાર્યું છે
શો અર્થ છે તો પછી એ વિપુલવૃત્તોનો ?
 
કવિતાની
આ કષ્ટસાધ્ય વર્તણુક વડે પણ
ક્યાં સાંખી શકાય છે

એક સુંદરીના અવયવની
યથાતથતા ?
 
દીર્ઘ કાળથી વંધ્યા
ને વળી જેનો પ્રિયતમ
કાળબળે હમણાં જ વિગત થયો તેવી દુર્ભાગ્યલક્ષ્મી
તીવ્ર રંજ ને શોકથી
એનાં આકુલ સ્તનો પર
કોમલ હથેલીઓ વડે
આર્ત સૂરે થાપટો મારે છે
- એક અવયવ તરીકે પણ
હવે જેનું કશું જ મૂલ્ય સમજાવી શકાતું નથી
તે
એનાં બે સ્તન -
પણ એનું સત્યથી વધારે નજીકનું
બારીક ન્યાયપૂર્ણ ને વિગતપ્રચૂર
વર્ણન કરવું હોય સંક્ષેપમાં
તો સ્તન કરતાં હ્યસ્તન વધારે ઉચિત…

આમ ઉચિતઅનુચિતના આ દ્વન્દ્વમાં
મેં શબ્દ વડે વટાવ્યો છે
પ્રલંબ દેશકાળ
છતાં ન લાગી ભાળ
હમને છતાં ન લાગી ભાળ
કે શો અર્થ છે. છેકછેવટનો?
 
કદલિવનમાં કેલિ કરતાં
કેળનાં ફેલાયેલાં પક્વ પ્હોળાં પાંદડાંની જેમ
બેઉ પુષ્પિતાગ્ર બાહુઓ ઉપર રેલાવીને
પોપટી રંગની પારદર્શક રંભાષાનું ભીંજાયેલું
નહિવત્ વસ્ત્ર પહેરીને ચપ્પટ
ચાંદનીથી છલોછલ ચળકતા ક્યારામાં
અચાનક જ કદલિમુદ્રા રચીને
ટટ્ટાર ઊભેલી નાર મોહિની રંભોરુ
- કે જેને હું રંગબ્હાવરાં નેત્ર વડે
વિસ્ફાર રચીને
ટગરટગર ઢંઢોળુ તો યે અધરાતે ના ખોળી શકતો
રાગબદ્ધ ના અંગ અમસ્તું બોળી શકતો
તે મારી નિત્યપ્રિયા સુકુમાર કવિતા છે -
એવી વ્યાખ્યા કરું
તો વૈદૂર્યમણિને ઝંખવાઈને રીસ ચડે કાગળમાં
કે મને ડંખતા મૂર્ધન્ય બૂટમાંથી આ વર્ષે પર્જન્યવત્
નોબેલ પ્રાઈઝ જડે વાદળમાં
ને આ એક નિર્બલ લીટી
મને તત્ક્ષણ સિદ્ધ કરે
પ્રથિતયશ સ્વનામધન્ય
global personality
- તો ય શું ?
- મારી આંખમાં પાંખમાં શબ્દમાં ઈન્દ્રિયમાં તો
પુંકેસરના પીડામય તંતુ જેવી તિરાડો ઝલમલે

આઈને લફ્ઝમેં કિતની દરારેં જિન્દા હૈ
બેજુબાંકો તૂને દર્દેગઝલ દિયા હોગા
મેં મારી દશે ઈન્દ્રિયોને અવગણી આ મૃણ્મય ગ્રહે
તે જ ક્ષણે કવિતામાં
આ કોમળ ને બારીક છટકણાં
મુલાયમ માદક લંપટ ગુચ્છ
અંત:પુર ઈન્દ્રિયનાં
લયના દીર્ઘ કાંતારો
ઝૂલી નીકળ્યાં
ઝૂલી નીકળ્યાં રસિકવલ્લભે ગાત્ર
સ્પર્શ રૂપ રસ ગંધ તે હવે હિરણ્યમય દર્દ ગઝલનું
ઝલમલ ઝલમલ ઝૂલી નીકળ્યાં અકળવિકળ તન્માત્ર
હવે આ નેત્રકટાક્ષ માત્રથી
મૃત્યુ પામવાનું કિં પ્રયોજન ?
આવું કરતાં તસુ ન ખસતાં
વટી ગયો કૈ જોજન
રે કૈં જોજન

વિપ્રલબ્ધ હું સાવ શબ્દથી જેર
ઠેરનો ઠેર
સતત ગૂંચાઉં :
કે કવિતાના એકાંતે જે નીવિબંધ
તે અન્યથા વ્યવહારમાં
કેવળ ઘાઘરાનું ગાંઠેલું નાડું
આમ કથું તો ઝીણું ઝીણું તેમ કથું તો જાડું
તંત તંત કંતાય છે
આ વંચનાની શાળ પર
મારી જાતનું થેપાડું
ને હું કાલો ગચ્છતિ ધિમતામ્‌ની બૂમો પાડું

કવિતાના વૈદ્યો ભલે નિદાન કરે
કે
મારી નાડીમાં વાગ્મિતા પ્રવેશી ગઈ છે
રસનિષ્પતિમાં
બારીક આપત્તિનાં ચિહ્ન દીસે છે

બાકી, જોડા સ્હેજ ટૂંકા પડતા હોય તો
કાલબૂત ઠોકાવું –
મને આ શબ્દ જ ટૂંકો પડે
કાલબૂત ઠોકું તો આપોઆપ
પ્હોળું પ્હોળું થાય ચરણનું માપ
વળી આ શબ્દ જ ટૂંકો પડે
ફરી આ શબ્દ જ ટૂંકો પડે
હજી આ શબ્દ જ ટૂંકો પડે
કર્ણમૂલ
પકડીને કરું કબૂલ ભૂલ
કે સન્નિપાતમાં હું એવું બબડી બેઠેલો કે
હમે જોડા કહાં ન પેહેરિયે
કહાં ન વજાડિયે કાંસીજોડાં
છતે ધણીએ રાંડી રાંડ્યની
પેઠે કહાં ન દળિયે દળણાં
પ્હરોડિએ, સાંબેલાનું વાદ્ય
કહાં ન ફૂંકિયે, સુકવિ છઈએ
તો કહાં ન રચિયે સદ્‌ગ્રંથ -

માફ કરો, સાહિબ, માફ
કોયલ કેર હગાર કવિતા
કવિતા કેવળ છાણું
અમીં છાણના દેવ, દેવનું
મ્હોડું સે’જ કટાણું
કપાશિયાની આંખોથી મેં રૂપ દીઠું છે રૂપ
અરે દર્પણમાં
હવે અરેરે હવે અરેરે ચહું રહેવા ચૂપ
અરેરે ક્ષણમાં
માફ કરો, સાહિબ, માફ
નથી
નથી હું વૈવસ્વતનો બેટો
મું તો કબીરવડનો ટેટો
મનમાં ઢાંકી મૂળ -
મૂળથી બેઠો તદ્દન છેટો
કેટલા દિવસ થયા મેં અવદાન નથી કર્યું
કોઈ તો બતાવો
કયું વ્યવધાન છે મારી ને તમારી વચમાં, સાહિબ
પાતળી અસિત પોપડીઓથી ઢંકાયેલો
મારો જીવ અબરખનો
પણ મન અભરખનું
શબ્દના અસિપત્રવનનો વટેમારગુ
હું તો આમ અભરખાથી છવાયેલો
બિસ્મિલ બરછીથી
બિસ્મિલ્લા
હું તો આમ અભરખાથી ઘવાયેલો
બિસ્મિલ બરછીથી
બિસ્મિલ્લા

આકળવિકળ
આકળવિકળ
ભમું
રણો અરણ્યો પર્વતમાળાઓ વીથિકાઓ
પશુપક્ષીઓ નદનિર્ઝરો ઉપદ્રવો ઉત્સવો
સરી ગયાં તે સઘળાં માનસદ્વીપ
મારા આ પર્યટનના
કેટકેટલાં મરુમર્મસ્થળો lovely dark and deep -
છતાં યે
શરીરની પ્રત્યેક ધબકના લયખંડો
માંસમજ્જાપેશીઓના મનોરથો
રૂંવાટીના સ્પર્શવ્યાપારો
નાટારંગો મારી સમગ્ર કાયને
ગૂંફનમાં ભીંસતી
નાટિકાઓના
- ક્યાં અમસ્થા ય સ્થાપી શકાયાં છે ?
ઉથાપી શકાયાં છે ?
સ્ટેથોસ્કોપ વડે જે સાંભળી
સર્વ ધડકનો તે વહી જતી પાછળ રમ્યઘોષા
મારા ગતજન્મના હૃદયની
ઈન્જેકશનની સોય
જેને ભેદીને સ્પર્શશે
તે મારી ગતજન્મની ત્વચાનું પડ સાતમું
આ ઔષધની
કટુ ગુટિકા જેની પર પ્રસરશે
તે જિહ્વા
મારા ગતજન્મોની રુચિથી ઘડાયેલી
વર્જિત જે મારા રુચિસંવિત્‌માં
તે સઘળું સર્જિત મારા વિગત થકી
જેનો હું
એકમાત્ર અબાધિત અધિકારી
મુરખજન જેનો મરમ નથી જાણતા
તે તત્‌ક્ષણ ક્યાં છે ?
- જે બની બુંદિયન નિતનિત બરસે
જીયરો તરસે
દાદૂર મોર પપિહા બોલે બોલે ઝીણા મેહ
ટેંહૂક ટેંહૂક જીયરો બોલે બોલે ઝરમર વ્રેહ
રહીરહીને મૂંઝાય
બિકલ મૂંઝાય
અજહૂ ન આયે બલમ, બિફલ સબ ભયો સિંગારે
અંત:પુરે ગઝલ : પ્રિય બ્રિજવલ્લભ દ્વારે

દ્વાર ખૂલતાં જડે
જડે તે
તત્‌ક્ષણ ક્યાં છે ?
તત્‌ક્ષણના તખ્તના મારા માલેક
તને ઘણી ખમ્મા
અરબખરબ તે ખોટ, સાચ તું એક
તને ઘણી ખમ્મા

હું તો હજી છાંયડે બેસી
કબીરવડના મૂળિયામાં મૂતરું એટલો નપાવટ છું
શબદસનેહી
માફ કરો, સાહિબ, માફ
જે વ્યાપ્ત
અઢી અક્ષરથી પ્રચૂર વળી પર્યાપ્ત
તે જ મારું પ્રિયજન અતિશય આપ્ત
જે કીડીના પગે બાંધેલું ઝાંઝર પણ સાંભળે છે

ચકળવકળ ચોરાસી વચમાં
આ માસે રે
આ શ્વાસે રે આ તારીખે
તુમ બિન ઔર ન કોઈ દીખે
કોઈ ન દીખે
તમે જે ચીંધી તે સુખદ અપરંપાર કવિતા
ઝરુખે વીંધી તે કઠિનમૃદુ માણિક્ય નમિતા
moving on its own melting
હોઠ જીભ ને હરફની પેલે પાર
ઉલ્લંઘી અસિપત્રની ધાર
જેને વર્ણ ન વ્યત્યય
પર્ણ ન પ્રત્યય
જે સકળ વિભાષાતા ટાપુની બહાર
કેવળ ઝાંયઝાંય ઊછળતો અવ્યય
અન્અંતરાય મુદાસમુદાય
સિંજ સિંજ સિંજારવ ઝરતી સુંદિરવરને વરતી
હરસિંગાર આંખ મૂંદુ તો
moving on its own melting
શતસહસ્ર આંસુનાં પીગળે
ઝળહળ ઝળહળ સૂર
ચખૈ ન બોલૈ બજત રહૈ રિ
જીહ્વા ત્વન્મય તૂર
ઝૂરતા માલકંસના હંસ હવે ચકચૂર બેજુબાં
દૂરદૂર....થી સ્તવન બનીને હોઠ પીગળે
અચરજનો બાજોઠ પીગળે
પિંગળફૂલની પોઠ પીગળે

રાધાવલ્લભ રતિપૂર્વક બે રજકણ કરો કબૂલ
સુકલકડી માણસના મનમાં મુઠ્ઠીભર તાંદુલ

અમે ઉઘાડાં તાસક જેવાં મધ્ય તિક્‌ત તાંબૂલ
ઝડપ બીડું, અયિ બલમ, પિંજરે મૈના અતિ વ્યાકુલ

અનંત આકલ્પ
કલ્પના વડે
મારાં હાડમાંસચામરુધિરમજ્જાપેશીપેશીને
છેદીને છૂંદીને તપાવીને ટૂંપીને ઘસીને ઘૂંટીને
ઝંખતો રહ્યો
ઝંખતો રહ્યો
હું તારી પ્રવાલમોજડીનાં રંગમ્હેલનો અનુચર
કિંકિણખાબી જીવ ભરીને જીલબ્બેક ઝંખતો રહ્યો
તે સ્વર્ણફૂલની પંખુડીએ મઢેલી
જેની ફોતરીએ ફોતરીએ અઢેલી ઊભા પરાગસૂરજના
પ્રિયંવદ શતસહસ્ત્રપુટ
તે પ્રત્યગ્‌ભાષાની વૈજયંત વર્ણમાળા
moving on its own melting બુંદ બુંદ મુચકુંદ
મને તરબોળ તરલ વીંટળાય, હવે આકંઠ મૌન હું
તરબોળ તરલ વીંટળાય, હવે આકંઠ મૌન હું
moving on my own melting
તરબોળ તરલ વીંટાળાઉં મને
આકંઠ મૌન હું.

***

(‘એતદ્'- ૭૬-૭૭)