ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અતદ્દગુણ


અતદ્ગુણ : સંસ્કૃત અલંકાર. સાન્નિધ્ય વગેરે હેતુઓ હોવા છતાં જ્યારે એક(હીન) વસ્તુ બીજી (ઉત્કૃષ્ટ) વસ્તુના ગુણો ગ્રહણ કરતી નથી ત્યારે પહેલા પ્રકારનો અતદ્ગુણ અલંકાર બને અથવા તો પ્રકૃત વસ્તુ જ્યારે અપ્રકૃતના ગુણો સ્વીકારતી નથી ત્યારે બીજા પ્રકારનો અતદ્ગુણ અલંકાર બને છે. જેમકે ‘ગંગાનું જળ શ્વેત અને યમુનાનું શ્યામ/બંનેમાં મજ્જન કરતા હે રાજહંસ!/તારી શુભ્રતા એવી ને એવી/ન વધે કે ન ઘટે.’’ જ.દ.