ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિરોધોક્તિ


વિરોધોક્તિ (Paradox) : આ અલંકાર વિરોધની ગતિ આખા વાક્યના અર્થમાં વ્યાપ્ત હોય ત્યારે શક્ય બને છે. એટલેકે વાક્ય સ્વયંવિરોધી (self contradictory) હોય છે. જેમકે ‘કાયરો એમનાં મૃત્યુ પહેલાં અનેક વાર મરે છે’. વિરોધપદ અલંકારમાં એકપદથી વિરોધ થાય છે; વિરોધપ્રસ્તુતિ અલંકારમાં બે વિરોધી પદની બાજુબાજુમાં પ્રસ્તુતિ હોય છે અને પ્રતિસ્થાપના અલંકારમાં બે સમાન્તર વ્યાકરણિક રચનાવાળાં વિરોધ વાક્યોનું સમતુલન હોય છે. આ ત્રણે અલંકારથી આ અલંકાર એ રીતે જુદો પડે છે કે અહીં આખા વાક્યમાં વિરોધ પ્રસરેલો હોય છે. ચં.ટો.