ચિલિકા/મનનું: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|મનનું સિ મલા વહેણ|}} {{Poem2Open}} મનનું સિમલા વહેણ અત્યારે અ...")

No edit summary

Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|મનનું સિ મલા વહેણ|}}
{{Heading|મનનું સિમલા વહેણ|}}

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/8/8d/07._MAN_NU_SIMLA_VAHEN.mp3

સાંભળો: મનનું સિમલા વહેણ — યજ્ઞેશ દવે

{{Poem2Open}}
{{Poem2Open}}
મનનું સિમલા વહેણ
અત્યારે અહીં અલ્મોડામાં છું. દૂર પર્વતોની શ્રેણી પાછળ શ્રેણી દેખાય છે. ઝાંખી, ધૂસરિત, પર્વતના કેશ જેવાં વૃક્ષો, ધુમ્મસના ધૂપમાં ધ્યાનસ્થ ઊભાં છે. અલ્મોડા ઉદયશંકરનું, તો કૌસાની સ્વામી આનંદનું. અહીંનાં પાઈન વૃક્ષો, ઢોળાવો, મકાનો પરથી અચાનક મન છલાંગ લગાવી આવા જ એક માહોલમાં પહોંચી જાય છે. અહીં આવ્યા પછી ખરેખર તો લખવું જોઈએ અલ્મોડા કૌસાની વિશે, પણ મનમાં ઘૂમરાયા કરે છે સિમલા. મન ક્યાં આપણું માને છે? એ તો મનસ્વી અને યાયાવર, વર્તમાનની ભૂમિમાંથી અચાનક તમને ભૂતકાળમાં રોપી દે અને એ ભૂતકાળ જ વર્તમાન બની જાય. મનની સરિતાને બાંધી ચિત્તનિગ્રહથી જેને સાધના કરવી હોય તે ભલે કરે, હું તો પહાડો, મેદાનોમાં તટ તોડતી, વહેણ બદલતી, ચિત્તસરિતાને જે દિશામાં વહેવું હોય તે દિશામાં વહેવા દઉં છું. આ છે તેનું સિમલા વહેણ.

ચારેક વરસ પહેલાં સિમલામાં આકાશવાણીના કાર્યક્રમ-અધિકારીઓનો એક વર્કશોપ હતો. ભારતના ચારેય છેડેથી અલગ અલગ ચહેરા, મહોરા, ભાષા, ઉચ્ચાર, સંસ્કાર, રીતભાતવાળા માણસો આવેલા. પોતાના જ દેશમાં પ્રદેશ બહાર બિનભારતીય ગણાવાનું દુ:ખ ઝીલનાર નૉર્થ-ઈસ્ટના, મિઝોમણિપુરી અને મેઘાલયના ખાસ મિત્રો હતા. “આમિ તમાકે ભાલો બાસી’ બંગાળી પણ હતા, વીણાગોપુરમના દેશના ચંદ્રશેખરન્ હતા. હરિયાણવી, જાટ અને કાશ્મીરમાંથી નિર્વાસિત પંડિત રૈના હતા અને અરબી સમુદ્રનો ઘુઘવાટ અને દુહાના દેશથી આવેલો ‘હું કાઠિયાવાડી ગુજરાતી’ હતો. એક સંકુલ લઘુ ભારત જાણે તેની ભૂમિની ગંધ સાથે ખડું થઈ ગયેલું. આખો દિવસ લેક્ચરબાજી ચાલે, સાંજે સિમલામાં કે નજીકના વિદ્યા સ્ટૉકના ફળ બગીચામાં. ‘ઓર્ચાડ’ના કિનારે કે ગાઢ જંગલને કિનારે રખડપટ્ટી ચાલે ને રાત્રે ખાણી-પીણી, મસ્તી-તોફાન અને તાત્ત્વિક વાતોનો દોર ચાલે. સિમલાથી પંદરેક કિલોમીટર દૂર હિમાચલ પ્રદેશ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન હૉસ્ટેલમાં અમારો ઉતારો હતો.