છંદોલય ૧૯૪૯: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 605: Line 605:

{{સ-મ|૧૯૪૮}}

{{સ-મ|૧૯૪૮}}

</poem>
== કંટકોના પ્યારમાં ==
<poem>
રે આ ચીલા!
શી સ્નિગ્ધ સુન્દરની લીલા!
જે દૂર ને બસ દૂર
અહીંની કંટકે ભરપૂર
એવી ભૂખરી પૃથ્વી પરે થૈને જતા,
શું રુક્ષ કોઈ વૃક્ષ પર જાણે લતા!
શું એહનું દર્શન
અહો, જાણે નયનને સુરમો આંજી જતું!
શું એહનું સ્પર્શન
અહો, જાણે ચરણ તો ચૂમતાં લાજી જતું!
રે આજ આ વૈશાખના બપ્પોરમાં
બળતા પ્રજળતા પ્હોરમાં
જ્યારે સળગતું આભ માથે ને નીચે સૂકી ધરા,
ત્યારે ચીલા લાગે શીતલ જલના ઝરા!
શું એહનાં આકર્ષણો!
આમંત્રણોનાં સ્નેહભીનાં વર્ષણો!
ને તે છતાં છ વિરક્ત મારા ચિત્તને વિરતિ,
અરે કે ત્યાં નહીં મારી ગતિ!
રે ના મને એ સ્નિગ્ધ સુંદરની સ્પૃહા,
હું કંટકોના પ્યારમાં લલકારતો દિલના દુહા!
હું એ ચીલાને છાંડતો,
ને કંટકોને પંથ ચરણો માંડતો,
ત્યાં એહનોયે પ્યાર શો જાગી ગયો,
તે માહરાં બન્ને ચરણને ચૂમવા લાગી ગયો!
ઉપહાસમાં ત્યારે ઊંચેથી છાંય ઢાળી
અભ્ર આવી આભમાં આઘાં ખસ્યાં;
ત્યારે ચરણનું રક્ત ન્યાળી
શું અહો, જાણે ચીલા મુજને હસ્યા!
પણ હુંય તે સામો હસ્યો
કે આ ચીલા જ્યારે ન’તા
ત્યારેય મુજ શા કોઈ પંથીનાં ચરણ પણ રક્તરંગેલાં હતાં,
ને હતો એનેય અંતર મુજ સમો આનંદ પણ ત્યારે વસ્યો!
હું એહનાં એ ધન્ય ચરણોને સ્મરું,
ને કંટકોના પંથ પર હું પ્યારથી ચરણો ધરું!
{{સ-મ|૧૯૪૮}}

</poem>
== ગ્રીષ્મમધ્યાહ્નમાં ==
<poem>
તપ્ત ધરણી હતી,
ભાનુની દૃષ્ટિના ભર્ગથી ભાસ્વતી
સૃષ્ટિ સારીય તે ભસ્મવરણી હતી;
અગ્નિની આંખ અંગાર ઝરતી હતી
રુદ્ર અંબરતલે,
પંખીની પાંખ ઊડતાંય ડરતી હતી;
દૂર ને દૂર જૈ ઓટ સરતી હતી
શાંત સાગરજલે,
ફેણ ફુત્કારતી ક્યાંય ભરતી ન’તી,
દૂર કે પાસ રે ક્યાંય ના એક તરણી હતી,
તપ્ત, બસ તપ્ત ધરણી હતી.
શાંતિ? સર્વત્ર શું સ્તબ્ધ શાંતિ હતી?
સૃષ્ટિને અંગ પ્રત્યંગ ક્લાંતિ હતી?
વહ્નિની જ્વાળ શો શ્વાસ નિ:શ્વાસતી,
ઉગ્ર ઉરસ્પંદને ઉગ્ર ઉચ્છ્વાસતી;
મૂર્છનાગ્રસ્ત બસ તપ્ત ધરણી હતી;
ઝાંઝવાંનીરની પ્યાસમાં બાવરી કોક હરણી હતી!
ક્યાંય શાંતિ ન’તી, ક્યાંય ક્લાંતિ ન’તી;
અહીં બધે શાંતિ ને ક્લાંતિની ફક્ત ભ્રાંતિ હતી!
ભૂખરી પૃથ્વી પે માહરો પંથ લંબાઈ સામે પડ્યો;
કાષ્ઠના ચક્ર પે રક્તરંગીન શું લોહટુકડો જડ્યો!
આજ વૈશાખના ધોમ બપ્પોરમાં,
આછી આછીય તે પવનની લ્હેર આ લૂઝર્યા પ્હોરમાં
માહરી સિક્ત પ્રસ્વેદતી કાય ના સ્હેજ લ્હોતી છતાંગીતને વેરતું,
શૂન્યમાં હુંય તે શૂન્ય થૈ પંથ કાપી રહ્યો,
ક્યાંય માથે ન’તો મેઘનો માંડવો, છાંય ન્હોતી છતાં
શૂન્યના નેત્રથી સ્થલ અને કાલના અંત માપી રહ્યો.
ગીતને વેરતું,
ત્યાં અચાનક કશી ભીંસતી ભીંત શી
અડગ ટટ્ટાર જે સૌ દિશાઓ ખડી,
છિદ્ર એમાં પડ્યું? જેથી કો ફૂંક શી, કો મૃદુ ગીત શી
પવનની લ્હેર કો પલકભર મંદ અતિમંદ આવી ચડી;
એક સેલારથી
નયનને દાખવી નાવ કો સઢફૂલી,
ઘડીક જે ક્ષિતિજ પર ગૈ ઝૂલી;
એક હેલારથી
દૂર જૈ ઓટમાં ઓસર્યાં પાણીને
ઘડીક તો કાંઠડે લાવતી તાણીને;
ક્ષણિક મૃદુ સ્પર્શથી અંગને શું કશું કહી ગઈ?!
ક્યાંકથી આવીને ક્યાંક એ વહી ગઈ!
એ જ ક્ષણ તટઊગ્યા વૃક્ષની શાખથી
કે પછી ક્યાંકથી પંખી કો ધ્રૂજતી પાંખથી
સ્વપ્નમાં જેમ કો કલ્પના હોય ના બોલતી
એમ એ આભમાં આવી ઊડ્યું, અને ડોલતી
ડોકથી એક ટહુકો ભરી ગીતને વેરતું,
પાંખથી પિચ્છ એકાદને ખેરતું,
આવ્યું એવું જ તે ક્યાંય ચાલી ગયું;
આભ જેવું હતું તેવું ખાલી થયું!
પલકભર એય તે મુખર નિજ ગાનમાં
કંઈ કંઈ કહી ગયું માહરા કાનમાં!
એ જ ક્ષણ ક્યાંકથી રાગ મલ્હાર શી,
ગગનની ગહન કો ગેબના સાર શી,
રુદ્રને લોચને કો જટાજૂટથી વીખરી લટ સમી,
ભૂલભૂલે જ તે પથભૂલી વાદળી આભને પટ નમી;
કો વિષાદે ભર્યા હૃદયની ગાઢ છાયા સમી,
જીવને આમથી તેમ ઝુલાવતી કોઈ માયા સમી,
પલકભર મુજ ઉરે ગૈ ઢળી,
ને પછી દૂર જૈ દૂર ફેલાઈ ગૈ;
લાગ્યું કે ધરણીની મૂઢ મૂર્છા ટળી,
ગ્રીષ્મમધ્યાહ્નમાં શાંત શી સંધિકા રમ્ય રેલાઈ ગૈ!
શી અહો આ લીલા!
નીરની ધારથી શું તૂટી ર્હૈ શિલા?
આ બધું છળ અરે છાનુંછપનું હતું?
પલકભર શૂન્યનું ભ્રાંત સપનું હતું?
અધખૂલી નેણમાં સાંધ્યસૌંદર્યની રંગસરણી હતી?
જાગીને જોઉં તો એની એ તપ્ત હા, તપ્ત ધરણી હતી!
{{સ-મ|૧૯૪૭}}

</poem>
== વેળા–૧ ==
<poem>
:::::વેળા વહી જાય!
હાય રે, મારા મનની ‘આજ’ તો મનમાં રહી જાય!
::: પાછલી રાતનું સોણલું સ્મરી
:::: આજ કશું ના ન્યાળું,
::: ન્યાળતી નેણેય નીંદમાં સરી
:::: લાખ ભૂતાવળ ભાળું;
સ્મરણની ગતકાલની ગાથા કંઈ ના કહી જાય!
::: જાણું નહીં રે કેવુંક વાશે
:::: આવતી કાલનું વ્હાણું?
::: આજ નથી જે એની જ આશે
:::: ગાઉં ના આજનું ગાણું!
આજની આવી અવહેલા તે શીદને સહી જાય?
:::: વેળા વહી જાય!
{{સ-મ|૧૯૪૭}}

</poem>
== વેળા  –  ૨ ==
<poem>
::::જાય રે વેળા જાય!
કોઈ હલેતી હરણી જાણે તૃષ્ણાને તીર ધાય!
::: ચંચલ એનાં ચરણ ચાંપે
:::: મનની મરુભોમ,
::: એના રે આઘાતમાં કાંપે
:::: અંગનું રોમેરોમ;
પડછાયો જ્યાં પાથરતી ત્યાં પ્રગટે લૂ ને લાય!
::: એકનું આંક્યું ચિહ્ન એને
:::: ચરણ બીજું લ્હોય;
::: શીય હલેતી હરણી જેને
:::: અડતા નથી ભોંય
પડતાં પહેલાં પલકમાં તો ઊપડે એવા પાય!
જાય રે વેળા જાય!
{{સ-મ|૧૯૪૭}}

</poem>
== નયનઅંધ ==
<poem>
::::હાય રે, નયન અંધ!
પાંપણની પેલી પારથી કોણે દ્વાર કીધાં છે બંધ?
::: અંતરના અંકાશને જોવી
:::: બ્હારની રંગીન કાય,
::: નેનતારાના તેજથી લ્હોવી
:::: તિમિરની ઘન છાંય;
ત્યારે કાજળઘેરાં વાદળ પૂંઠે મૂગો તારકછંદ!
::: કોણે રે મારે પોપચે બાંધ્યો
:::: રંગ-પ્રકાશનો પ્રાણ?
::: નિજથી નિજનો સંગ લાધ્યો
:::: તે રહી ન બ્હારની જાણ;
જાણે શતદલોની પાંખડીઓના બંધમાં ઝૂરે ગંધ!
હાય રે, નયન અંધ!
{{સ-મ|૧૯૪૮}}

</poem>
== મન ==
<poem>
ક્યાંય આછોય તે એક તારો નથી
એટલો ગગનમાં ગાઢ અંધાર છે,
છેક છાયા સમો; તે છતાં કેટલો ભાર છે!
આભના ગૂઢ અંધત્વને ક્યાંય આરો નથી.
મેઘ પર મેઘના ડોલતા ડુંગરા
તે છતાં શાંત છે કેટલાં સ્પન્દનો!
અંતરે આંસુનાં નીરના કૈં ઝરા
તે છતાં મૌન છે કેટલાં ક્રન્દનો!
જોયું મેં આજ આષાઢના ગગનને?
કે પછી માહરા ગહન શા મંનને?
{{સ-મ|૧૯૪૮}}

</poem>
== મનમાં મન ==
<poem>
::::મનમાં મન ખોવાઈ ગયું!
અંધારથી મેં આંખ આંજી તે અંતરમાં જોવાઈ ગયું!
::: રાત ને દ્હાડો જલતી ભાળી
:::: ભીતરમાં એક જ્યોત,
::: બ્હારની દુનિયા કાજળકાળી
:::: ને પ્રાણ પ્રકાશે પોત;
એ જ રે અંતરતેજથી આંખનું કાજળ આજ લ્હોવાઈ ગયું!
મનમાં મન ખોવાઈ ગયું!
અંધ આંખે મેં બંધ દીધો તે અંતરમાં રોવાઈ ગયું!
::: બંનેય નેણથી પાછી વળી
:::: રે ગંગાયમુના સંગ,
::: એ રે વ્હેણની સાથ ભળી
:::: જ્યાં પ્રાણની પાતાળગંગ,
આભશું છલક્યો તટ; તે બંધનું પટ રે આજ ધોવાઈ ગયું!
મનમાં મન ખોવાઈ ગયું!
{{સ-મ|૧૯૪૬}}

</poem>
</poem>
18,450

edits