જનપદ/પ્રારંભિક

Revision as of 17:43, 12 August 2022 by Shnehrashmi (talk | contribs)


‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page

તથા

https://ekatra.pressbooks.pub

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org, https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page or https://ekatra.pressbooks.pub.


જનપદ





કાનજી પટેલ





સાહચર્ય પ્રકાશન

જનપદ કાનજી પટેલ © સુખી પટેલ

પ્રથમ આવૃત્તિ મે ૧૯૯૧

મૂલ્ય સૌજન્ય રૂપિયા ૪૦-૦૦ બળવંત કે. પટેલ મુખ્ય વિક્રેતા આવરણ નવભારત સાહિત્ય મંદિર અતુલ ડોડીયા ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુબઈ ૪૦૦ ૦૦૨. ( સૌરભ સોસાયટી – બપોરના બાર ચિત્રનો અંશ) જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ ૩૯૦ ૦૦૧.

પ્રકાશક પૃષ્ઠભૂષા ગીતા નાયક માયા મલ્ટીમિડિયા સાહચર્ય પ્રકાશન મુંબઈ ૪૦૦ ૦૧૩. ૧૨ ચેતન-એ, રાજાવાડી રોડ, ઘાટકોપર પૂર્વ મુબઈ ૪૦૦ ૦૨૫.


દેશકાળમાં આણી ચિંધી દે’રી ત્યારની ઘડી ને આજનો દન

પૂજ્ય માતા અંબાબેન, પિતા રાયજીભાઈને

ઋણ – ભૂમિકા □ ભરત ગીતા નાયક રચના પ્રક્રિયાથી પ્રકાશન પર્યંત પળેપળ અવિરામ અહ્રદયી લેહ

□ નૈશિલ મહેતા શબ્દના દ્રશ્યરૂપથી સંવાદમાં પ્રાણ ફૂંકવાનું બીડું

□ અતુલ ડોડીયા કૃતિ ધબકાર સુણી સંગ્રહનું સ-કલ એક ચિત્રે આકલન

□ એતદ, પરબ, વિ, ખેવના, કંકાવટી, વિશ્વમાનવ, દસમો દાયકો આમાની કેટલીક રચનાઓ એમાં સૌ પહેલી પ્રગટી


સર્જક પરિચય

હપટલાઈ ભૂંસી નાખેલી સ્નિગ્ધ જીભે કિરાતિની કવિતા ઉચ્ચારતા જાનપદી કવિ. વ્યવસાયે અંગ્રેજીના અધ્યાપક, હાલ નિવૃત્ત, હાડે પરાઈ પીડના જાણતલ કર્મશીલ, એમની પીડાઓનો ઉદ્ઘોષક. વનવાસી-જીવનનાં આશા, ઉમેદ ને ઉમંગોની પડખે એની પીડાનાં ચચરતાં રૂપો પણ એમની ભીલોડી કવિતામાં ચિતરાયાં છે. લગભગ ‘માંડી વાળેલા વિચરતા વિમુક્ત આદિસમૂહો’ને અરૂઢ અક્ષરમાં માંડવા બેઠા છે. શક્ય છે, જાનપદી ને કિરાત પદાવલિથી અજાણ્યા ભાવકને એની સંદિગ્ધતા જરા મૂંઝવે પણ ખરી. આ કવિનો કાવ્યપાઠ એની સંદિગ્ધતાને જરાક પારદર્શક બનાવી મૂકે છે. કવિતા અને લૌકિક વિધિની વિલક્ષણ સંયુતિ જેવા ‘વહી’ સામયિકના અંકો એમની જીવનલક્ષી ને સાહિત્યલક્ષી પ્રાથમિકતાઓના પુરાવા આપે છે. વર્ષોથી કલેશ્વરીના આદિવાસી મેળાની નવી અર્થપૂર્ણ ટેકસ્ટ રચવા મથી રહ્યા છે. ‘ગદ્યપર્વ’ના સંપાદનમાં ભરત નાયકના સાગરિત, ભારત ભાષા લોક સર્વેક્ષણ(PSLI)માં ગુજરાતની ભાષાઓ વિષેના અંગના સંપાદક. કાવ્યપાઠ અને વક્તવ્ય નિમિત્તે સ્વીડન અને જર્મનીના સાહિત્યિક પ્રવાસો કર્યા છે. થોડીક લઘુનવલો ને નવલિકાઓ પણ લખી છે.