ટોળાં અવાજ ઘોઘાટ/૧૬ -ઢસડાય છે બધું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૬ -ઢસડાય છે બધું|}} {{Poem2Open}} ઢસડાય છે બધું એકધારું અવિરત ઢસડાય છે ક્ષણો, એક-પછી-એક ઢસડાય છે સવાર-બપોર-સાંજ. ઢસડાય છે રાત્રિ-ઊંઘ-ઊંઘમાં ઊછળતાં બેબાકળાં સ્વપ્નો. ઢસડાય છે આ શરીર- બેઝ...")
 
()
 
Line 5: Line 5:
ઢસડાય છે બધું એકધારું અવિરત
ઢસડાય છે બધું એકધારું અવિરત
ઢસડાય છે ક્ષણો, એક-પછી-એક
ઢસડાય છે ક્ષણો, એક-પછી-એક
ઢસડાય છે સવાર-બપોર-સાંજ.
ઢસડાય છે સવાર–બપોર–સાંજ.
ઢસડાય છે રાત્રિ-ઊંઘ-ઊંઘમાં ઊછળતાં બેબાકળાં સ્વપ્નો.
ઢસડાય છે રાત્રિ–ઊંઘ–ઊંઘમાં ઊછળતાં બેબાકળાં સ્વપ્નો.
ઢસડાય છે આ શરીર-
ઢસડાય છે આ શરીર–
બેઝિન પાસે –બાથરૂમમાં-રસોડામાં-બસમાં-ઓફિસમાં-કેન્ટિનમાં.
બેઝિન પાસે–બાથરૂમમાં–રસોડામાં–બસમાં–ઓફિસમાં–કૅન્ટિનમાં.
રસ્તામાં-ઘરમાં-રસોડામાં-પત્નીના શરીરમાં
રસ્તામાં–ઘરમાં–રસોડામાં–પત્નીના શરીરમાં
એકધારા યાંત્રિક ઉછાળા સાથે,
એકધારા યાંત્રિક ઉછાળા સાથે,
અને પછી ફસડાય છે ઊંઘમાં.
અને પછી ફસડાય છે ઊંઘમાં.
Line 15: Line 15:
કે કવિ છીએ તો વધારામાં ક્યારેક ક્યારેક
કે કવિ છીએ તો વધારામાં ક્યારેક ક્યારેક
આમ કલમ ઘસડાય છે, એકધારી,
આમ કલમ ઘસડાય છે, એકધારી,
અને એમાં ઢસડાતા જતા શબ્દોના પરસ્પર સંદર્ભોમાં-
અને એમાં ઢસડાતા જતા શબ્દોના પરસ્પર સંદર્ભોમાં–
અથડાતા અર્થ જેવું નિરર્થક
અથડાતા અર્થ જેવું નિરર્થક
મન પણ-
મન પણ–
ઘસડાય છે-ઢસડાય છે-
ઘસડાય છે–ઢસડાય છે–
એકધારું અવિરત
એકધારું અવિરત–
{{Poem2Close}}
{{Poem2Close}}



Latest revision as of 02:05, 23 March 2023

૧૬ -ઢસડાય છે બધું

ઢસડાય છે બધું એકધારું અવિરત ઢસડાય છે ક્ષણો, એક-પછી-એક ઢસડાય છે સવાર–બપોર–સાંજ. ઢસડાય છે રાત્રિ–ઊંઘ–ઊંઘમાં ઊછળતાં બેબાકળાં સ્વપ્નો. ઢસડાય છે આ શરીર– બેઝિન પાસે–બાથરૂમમાં–રસોડામાં–બસમાં–ઓફિસમાં–કૅન્ટિનમાં. રસ્તામાં–ઘરમાં–રસોડામાં–પત્નીના શરીરમાં એકધારા યાંત્રિક ઉછાળા સાથે, અને પછી ફસડાય છે ઊંઘમાં. આમ અવિરત એકધારું બધું ઢસડાય છે કે કવિ છીએ તો વધારામાં ક્યારેક ક્યારેક આમ કલમ ઘસડાય છે, એકધારી, અને એમાં ઢસડાતા જતા શબ્દોના પરસ્પર સંદર્ભોમાં– અથડાતા અર્થ જેવું નિરર્થક મન પણ– ઘસડાય છે–ઢસડાય છે– એકધારું અવિરત–