ભારતીય કથાવિશ્વ૧/ઇતિહાસ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ભારતીય ઇતિહાસ અને પ્રાચીન કાવ્યો | }} {{Poem2Open}} હવે આપણે ભારતી...")
 
No edit summary
 
Line 13: Line 13:
શિકારશોખીન અને વીણાવાદક ઉદયનને દગાફટકાથી પકડી લાવવા મગધરાજ યાંત્રિક હાથી જંગલમાં મૂકાવડાવે છે, તેમાં મગધના સૈનિકો ભરાઈ બેઠા છે. વનમાં છેક ઊંડે ઉદયનને લઈ ગયા પછી હાથીમાંથી નીકળેલા મગધસૈનિકો રાજાને પકડી લે છે.(જુઓ કથાસરિત્સાગર કથામુખ લંબક, તરંગ-૩)

ખાંડવવનદહનની કથા પણ સૂચક છે. આર્યોની કેટલીક ટોળીઓ કૃષિવિદ્યામાં નિપુણ હતી. હવે જો તેઓ આર્યાવર્તમાં સ્થાયી થવા માગતા હોય તો ખેતી માટે જમીન જોઈએ. વનોથી છવાયેલી ધરતીને કૃષિલાયક બનાવવી પડે. વનવાસીઓને પરાજિત કરવા પડે. એટલે કૃષ્ણ અને અર્જુન ખાંડવવનનું દહન કરવા નીકળી પડે છે. અર્જુનઅનુજના સમયમાં નાગ નામે તે સમયે ઓળખાતી કોઈ આદિવાસી જાતિના નિકંદનની કથા પ્રતીકાત્મક રીતે સૂચવાઈ ગઈ. ત્યાર પછી આ કથા અટકી નથી. યુરોપીઅન લોકોએ આફ્રિકા જઈને સ્થાનિક પ્રજાનું નિકંદન કાઢ્યું હતું. યુરોપના ગોરા વસાહતીઓએ અમેરિકા જઈને અમેરિકન આદિવાસીઓને રહેંસી નાખ્યા હતા; છેક વીસમી સદીમાં જેન ફોન્ડા જેવી અભિનેત્રી આ આદિવાસીઓના હક માટે બહુ લડી હતી. વીસમી સદીમાં હિટલરે યહૂદીઓનો કરેલો નરસંહાર, ઇઝરાઇલ દ્વારા પેલેસ્ટાઇનના લોકોની થઈ રહેલી કતલ, પાકિસ્તાને પૂર્વબંગાળમાં બંગાળીઓની કરેલી કત્લેઆમ, ઇન્દિરા ગાંધીની હત્યા પછી થયેલાં તોફાનોમાં હજારો શીખોનો થયેલો સંહાર, ગુજરાતમાં ગોધરાકાંડ અને ત્યાર પછી ચાલેલી હિંસામાં સેંકડો મુસ્લિમોની થયેલી કતલ. આ ઘટનાઓ ચાલતી જ રહી છે. આર્યો અને અનાર્યો વચ્ચેની સંઘર્ષકથાઓ બાજુ પર રાખો, આર્યોની એક ટોળી અને બીજી ટોળી વચ્ચે, વર્ણાશ્રમ પદ્ધતિ પ્રવેશ્યા પછી એક વર્ણ અને બીજા વર્ણ વચ્ચે સંઘર્ષો ચાલ્યા જ કરતા હતા.

બ્રાહ્મણ અને ક્ષત્રિય વચ્ચેના સંઘર્ષોની કથાઓ પણ ખૂબ જાણીતી છે. સૌથી વધારે જાણીતી કથા વિશ્વામિત્ર અને વસિષ્ઠ વચ્ચેના સંઘર્ષની છે. પ્રશ્ન એ થાય કે રાજષિર્ તરીકે ઓળખાતા વિશ્વામિત્ર શા માટે બ્રહ્મષિર્ તરીકે ઓળખાવા આટલા બધા આતુર હતા. ચારે વર્ણોમાં બ્રાહ્મણો ચડિયાતા છે એવું વાતાવરણ છેક અર્વાચીન યુગમાં પણ નહોતું?ં કનૈયાલાલ મુનશી ‘ગુજરાતનો નાથ’માં કાક પાસે બોલાવડાવે છે કે ‘ચાંડાળ, બ્રાહ્મણ ઉપર થૂંકે છે?’

મહાભારતમાં આવતી એક કથા પ્રમાણે ધર્મરાજ વસિષ્ઠનું રૂપ લઈને વિશ્વામિત્રની પરીક્ષા લે છે ત્યાર પછી તેઓ વિશ્વામિત્રને ‘બ્રહ્મષિર્’ તરીકે સંબોધે છે. ક્યારેક વિદ્યા ક્ષત્રિય પાસેથી જ પ્રાપ્ત થાય. દશરથની રાજસભામાં વસિષ્ઠ હોવા છતાં રામલક્ષ્મણ અસ્ત્રશસ્ત્રવિદ્યા વિશ્વામિત્ર પાસેથી ગ્રહણ કરે છે. બીજી બાજુ મહાભારતમાં ભીષ્મ યુદ્ધવિદ્યામાં આટલા બધા નિપુણ હોવા છતાં કૌરવપાંડવોને વિદ્યા પ્રાપ્ત થાય છે બ્રાહ્મણ દ્રોણ દ્વારા. બ્રાહ્મણ ક્ષત્રિય વચ્ચેના સંઘર્ષો દ્રોણ-દ્રુપદ, પરશુરામ-કાર્ત્તવીર્ય વચ્ચે જોવા મળે છે. પરશુરામ બ્રાહ્મણ સિવાય કોઈને વિદ્યાદાન કરતા ન હતા. વાયુદેવતા કાર્ત્તવીર્યને બ્રાહ્મણો ક્ષત્રિય કરતાં કેટલાં બધાં ચઢિયાતા છે એનાં અનેક દૃષ્ટાંત આપે છે (જુઓ મહાભારત અનુશાસન પર્વ, ૧૩૭-૧૪૨).

એક પ્રકારની વિદ્યા અને બીજા પ્રકારની વિદ્યા વચ્ચે પણ સંઘર્ષ જોવા મળે છે. જ્ઞાનનો ઇજારો બ્રાહ્મણો પાસે જ વિશેષ રહ્યો અને આ પરંપરા છેક ઓગણીસમીવીસમી સદી સુધી ટકી રહી. વેદમાં દેવતાઓની સ્તુતિ કરતી અનેક ઋચાઓ મળશે. આનો અર્થ એ નથી કે દેવતાઓ સર્વગુણસંપન્ન હતા. ઇન્દ્રના વ્યભિચારની કથાઓ પ્રચલિત છે. અસુરો પાસે જે વિદ્યાઓ હતી તેમાંની કેટલીક દેવતાઓ પાસે ન હતી, આવી વિદ્યાઓ મેળવવા દેવતાઓ ઋતુઓને મોકલે છે, ત્યારે જાણ થાય છે કે ખેતરમાં એક અસુર વાવણી કરે છે, એની પાછળનો અસુર નંદાિમણ કરે છે અને એની પાછળનો ત્રીજો અસુર લણણી કરે છે. સ્વાભાવિક રીતે આ રીતે થતું ઉત્પાદન આસુરી ગણાય.