રચનાવલી/૧૩૦: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૩૦. વેણીસંહાર (ભટ્ટ નારાયણ) |}} {{Poem2Open}} સંસ્કૃત નાટકો અને મહાકાવ્યોને ‘મહાભારત’નો હંમેશાં એક અગત્યનો આધાર રહ્યો છે. કાલિદાસનું નાટક 'અભિજ્ઞાન શાકુન્તલ' હોય કે પછી ભટ્ટ નારાય...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 5: Line 5:

{{Poem2Open}}
{{Poem2Open}}
સંસ્કૃત નાટકો અને મહાકાવ્યોને ‘મહાભારત’નો હંમેશાં એક અગત્યનો આધાર રહ્યો છે. કાલિદાસનું નાટક 'અભિજ્ઞાન શાકુન્તલ' હોય કે પછી ભટ્ટ નારાયણનું નાટક ‘વેણીસંહાર' હોય. અલબત્ત ભટ્ટ નારાયણનું સ્થાન કાલિદાસ, ભવભૂતિ અને શ્રીહર્ષ જેવા નાટકકારોની પંક્તિમાં મૂકવા માટે કેટલાકને અવઢવ છે, છતાં મહાભારતના ઉદ્યોગપર્વથી શાંતિપર્વ સુધીની કથાને નાટ્યરૂપ આપવાની ભટ્ટે નારાયણનો ઉદ્યમ અને ભીમ જેવા પાત્રને કથાના કેન્દ્રમાં લાવવા મૂળની કથામાં કરેલા કેટલાક ફેરફાર ભટ્ટ નારાયણ તરફ સ્વાભાવિક રીતે જ વાચકોનું ધ્યાન ખેંચવા માટે પૂરતા છે. છઠ્ઠી કે સાતમી સદીમાં થઈ ગયેલા ભટ્ટ નારાયણના જીવન વિશે ઝાઝી માહિતી મળતી નથી. પણ કેટલાક એને કાન્યકુબ્જેથી બંગાળમાં આવીને ગૌડ સારસ્વત બ્રાહ્મણવાદના સંસ્થાપક તરીકે ઓળખાવે છે, તો કેટલાક એને રવીન્દ્રનાથ ટાગોરના પૂર્વજોમાંના એક પૂર્વજ તરીકે સ્વીકારે છે. જે હો તે, મેક્સમુલરે કહ્યું છે તેમ ભારતીય સાહિત્યે ‘ઇતિહાસ’નો અર્થ જાણ્યો નથી અને તેથી આપણા મહત્ત્વના સર્જકોના જીવન વિશે ભાગ્યે જ દંતકથાઓથી વધારે કશુંક બચ્ચું હોય છે.  
સંસ્કૃત નાટકો અને મહાકાવ્યોને ‘મહાભારત’નો હંમેશાં એક અગત્યનો આધાર રહ્યો છે. કાલિદાસનું નાટક 'અભિજ્ઞાન શાકુન્તલ' હોય કે પછી ભટ્ટ નારાયણનું નાટક ‘વેણીસંહાર' હોય. અલબત્ત ભટ્ટ નારાયણનું સ્થાન કાલિદાસ, ભવભૂતિ અને શ્રીહર્ષ જેવા નાટકકારોની પંક્તિમાં મૂકવા માટે કેટલાકને અવઢવ છે, છતાં મહાભારતના ઉદ્યોગપર્વથી શાંતિપર્વ સુધીની કથાને નાટ્યરૂપ આપવાની ભટ્ટે નારાયણનો ઉદ્યમ અને ભીમ જેવા પાત્રને કથાના કેન્દ્રમાં લાવવા મૂળની કથામાં કરેલા કેટલાક ફેરફાર ભટ્ટ નારાયણ તરફ સ્વાભાવિક રીતે જ વાચકોનું ધ્યાન ખેંચવા માટે પૂરતા છે. છઠ્ઠી કે સાતમી સદીમાં થઈ ગયેલા ભટ્ટ નારાયણના જીવન વિશે ઝાઝી માહિતી મળતી નથી. પણ કેટલાક એને કાન્યકુબ્જેથી બંગાળમાં આવીને ગૌડ સારસ્વત બ્રાહ્મણવાદના સંસ્થાપક તરીકે ઓળખાવે છે, તો કેટલાક એને રવીન્દ્રનાથ ટાગોરના પૂર્વજોમાંના એક પૂર્વજ તરીકે સ્વીકારે છે. જે હો તે, મેક્સમુલરે કહ્યું છે તેમ ભારતીય સાહિત્યે ‘ઇતિહાસ’નો અર્થ જાણ્યો નથી અને તેથી આપણા મહત્ત્વના સર્જકોના જીવન વિશે ભાગ્યે જ દંતકથાઓથી વધારે કશુંક બચ્યું હોય છે.  
નાટકનું શીર્ષક સૂચવે છે તે પ્રમાણે મહાભારતની કથાને ભટ્ટ નારાયણે પોતીકી રીતે ઘાટ આપ્યો છે. એ ખરું કે મહાભારતની કથા એટલી બધી લોક પ્રચલિત છે કે એમાં નાટકકાર બહુ મોટા ફેરફાર કરી શકે નહીં પણ આશ્ચર્યની વાત તો એવી છે કે આજે કેટલુંક મહાભારતની કથામાં પ્રચલિત છે એ મૂળ મહાભારતમાં નથી અને ભટ્ટ નારાયણે જે ઉમેરેલું છે તેનો લોકો પર એવો પ્રભાવ પડ્યો છે કે એ મહાભારતની મૂળ કથામાં હશે એમ સૌ માનીને ચાલે છે.  

શીર્ષક સૂચવે છે તે પ્રમાણે ‘વેણીસંહાર'ની ઘટનામાં ભીમ દ્રૌપદીના છુટ્ટા વાળને દુર્યોધનના લોહીથી ખરડાયેલા હાથથી બાંધે છે. પાંડવો દ્યુતમાં દ્રૌપદીને હારી જતાં ઘુતસભામાં દુઃશાસન દ્રૌપદીને ચોટલો ઝાલીને ઘસડી લાવે છે અને દુર્યોધન પોતાની જાંઘ દર્શાવી એના પર બેસવાનું કહી દ્રૌપદીનું અપમાન કરે છે, એ જ વખતે ભીમે પ્રતિજ્ઞા લીધેલી કે એ દુઃશાસનને મા૨શે અને એની છાતીમાંથી લોહી પીશે. બીજી પ્રતિજ્ઞા એ લીધેલી કે એ દુર્યોધનને મારશે અને દુર્યોધનના લોહીથી ખરડાયેલા હાથે દ્રૌપદીના છુટ્ટા રહેલા વાળ બાંધશે. ભીમ પોતાની પ્રતિજ્ઞા પૂરી કરે ત્યાં સુધી દ્રૌપદીએ પોતાના છુટ્ટા વાળ બાંધેલા નહીં. આમ વાળ બાંધવાની ક્રિયા એ નાટકની મધ્યવર્તી ઘટના છે અને એ ઘટના ભટ્ટ નારાયણની રચેલી છે. આ ઘટનાની આસપાસ નારાયણે નાટકને રચાવા દીધું છે. દુર્યોધન અને યુધિષ્ઠિરનાં પાત્રો નાટકમાં આવે છે અને એ પાત્રોને પણ ઉઠાવ તો મળે છે પણ ભીમ લગભગ નાટકમાં પહેલેથી છેલ્લે સુધી હાજર છે, તેથી નાટકનો નાયક ભીમ ગણાયો છે.  

Line 20: Line 20:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૧૨૯
|next =  
|next = ૧૩૧
}}
}}