રચનાવલી/૧૬૨: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 12: Line 12:
આ વાતની સાહેદી પૂરે છે અમેરિકાના પ્રમુખ વિલ્યમ જેફરસન ક્લિન્ટનના ઉદ્ઘાટન સમારંભમાં ૨૦, જાન્યુ, ૧૯૯૩ના રોજ માયા એન્જલોએ કરેલું લાંબુ કાવ્ય ‘પરોઢના તાલે તાલે’ (ઑન ધ પલ્સ ઑવ મોર્નિંગ) આ કાવ્યના વાચનથી માયા એન્જલો અમેરિકામાં ચારે બાજુ છવાઈ ગઈ.  

‘પરોઢના તાલે તાલે’ એન્જલોનું લાંબુ કાવ્ય છે. એમાં પ્રાગૈતિહાસિક કાળના ખડક, નદી અને વૃક્ષને લઈને તેમજ એ સૌને બોલતાં કરીને કવિએ માનવજાતના ડહાપણને જગાડવાનો તેમજ મનુષ્યના યુદ્ધખોર અને નફાખોર માનસને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો છે. ઇતિહાસમાં થતી આવતી ભૂલોનો હિંમતથી સામનો કરી કેવી રીતે એને પુનરાવૃત્ત ન કરી શકાય એનો માયા એન્જલોએ સંદેશ વહેતો કર્યો છે. પ્રાગૈતિહાસિક ડાયનૉસોર કાળનો ખડક અનેક ઊથપલાથલોનો સાક્ષી છે. એ કહે છે : ‘આવો મારી પીઠ પર ઊભા રહો / અને તમારા દૂરના ભવિષ્યનો સામનો કરો / પણ મારા પડછાયામાં કોઈ આશરો શોધશો નહીં / હું તમને અહીં નીચે કોઈ સંતાવાની જગ્યા આપી શકું તેમ નથી’ નદીએ તો સ્પષ્ટ સંભળાવ્યું કે ‘થોડાક સ્વાર્થ માટેના તમારા હથિયાર ઘર્ષણોએ / મારે કાંઠે ઢગલાબંધ કાંપને ખડક્યો છે / મારી છાતી પર ખંડેરો ખડક્યા છે / તેમ છતાં આજે હું મારા કાંઠે તમને બોલાવું છું / જો તમે વધુ યુદ્ધ ન કરવાના હો તો.’ આ જ રીતે વૃક્ષ પણ ચોખ્ખું સંભળાવે છે. કહે છે : તમે મારી સાથે સુખે પોઢ્યા છો / અને પછી ઘાતકી પગલાંઓના આક્રમણે / તમે મને છોડી મૂક્યું છે / સુવર્ણભૂખ્યા સ્વાર્થીઓની તહેનાતમાં’ આગળ ઉમેરે છે : ‘તમે મને ખરીદ્યું છે, વેચ્યું છે, પડાવ્યું છે / અને સ્વપ્નને ઇચ્છતા આવી પહોંચ્યા છો દુઃસ્વપ્ન પર.’  

પૃથ્વીના ગ્રહને પ્રદૂષિત કરતાં પરિબળો અંગે અહીં એક બાજુ ચેતવણી અપાયેલી છે; તો બીજી બાજુ ભવિષ્ય માટે પરિવર્તનના માર્ગને મોકળો રાખ્યો છે. કવિ કહે છે કે : ‘ઊંચકો તમારી આંખો / ને ઠેરવો તમારે માટે ઊગતા પરોઢ પર / ફરીને જન્મ આપો, સ્વપ્નને.’ સ્વપ્નથી દુઃસ્વપ્ન સુધી પહોંચેલી માનવજાત ફરીને સ્વપ્નને જન્મ ન આપી  
પૃથ્વીના ગ્રહને પ્રદૂષિત કરતાં પરિબળો અંગે અહીં એક બાજુ ચેતવણી અપાયેલી છે; તો બીજી બાજુ ભવિષ્ય માટે પરિવર્તનના માર્ગને મોકળો રાખ્યો છે. કવિ કહે છે કે : ‘ઊંચકો તમારી આંખો / ને ઠેરવો તમારે માટે ઊગતા પરોઢ પર / ફરીને જન્મ આપો, સ્વપ્નને.’ સ્વપ્નથી દુઃસ્વપ્ન સુધી પહોંચેલી માનવજાત ફરીને સ્વપ્નને જન્મ ન આપી શકે એવું નથી, એવી કવિની દૃઢ શ્રદ્ધા છે. આથી જ અમેરિકી પ્રમુખના ઉદ્ઘાટનની સાથે સાથે નવા યુગના મંડાણમાં કવિ સમગ્ર માનવ જાતિના કલ્યાણના ઉદ્ઘાટનની ક્ષણ પણ જોઈ શકે છે. કહે છે : ‘પરિવર્તનના નવા ડગ માંડી શકો એવા / અવકાશને સ્પર્શતી ક્ષિતિજ / તમારી તરફ ઝૂકી રહી છે.’  
શકે એવું નથી, એવી કવિની દૃઢ શ્રદ્ધા છે. આથી જ અમેરિકી પ્રમુખના ઉદ્ઘાટનની સાથે સાથે નવા યુગના મંડાણમાં કવિ સમગ્ર માનવ જાતિના કલ્યાણના ઉદ્ઘાટનની ક્ષણ પણ જોઈ શકે છે. કહે છે : ‘પરિવર્તનના નવા ડગ માંડી શકો એવા / અવકાશને સ્પર્શતી ક્ષિતિજ / તમારી તરફ ઝૂકી રહી છે.’  
બોલચાલના લહેકાઓ સાથે સાદી સીધી ગતિમાં વહેતી માયા એન્જલોની કવિતા અમેરિકી કવિતાની જાણીતી પરંપરામાં બંધ બેસી શકે તેમ નથી. તેથી એને ‘બહુ સરલ’નું નામ આપી ક્યારેક ઉતારી પાડવામાં આવે છે. પણ માયા એન્જલોને એની તમા નથી. એનું શ્રોતાવૃંદ મોટું છે. એના દરેક વાચન વખતે એ કામણ ઊભું કરે છે અને એ કામણ દ્વારા એન્જલોએ પોતાનું એક ધોરણ ઊભું કર્યું છે. માયા એન્જલો, આજની અમેરિકાની કવિતાનો જુદો અવાજ છે.

{{Poem2Close}}
{{Poem2Close}}