રચનાવલી/૨૧: Difference between revisions

(Created page with "{{SetTitle}} {{Heading|૨૧. નર્મકથાકોષ (નર્મદ) |}} {{Poem2Open}} આજનું સૂરત શહેર નવા નવા વિસ્તારોમાં વિકસી રહ્યું છે અને ધરમૂળથી એની કાયાપલટ થઈ રહી છે, એની સાથે જ એનું જે કાંઈ જૂનું છે, જે કાંઈ પુરાણું છે પણ જે...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 9: Line 9:
કવિ નર્મદ યુગાવર્ત ટ્રસ્ટ પ્રકાશન તરફથી આજ સુધીમાં લગભગ ૧૬ મણકા એટલે કે સોળ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. આ પુસ્તકો આમ તો પુનર્મુદ્રણ છે અને નથી. પરંતુ એમને દૃષ્ટિસંપન્ન અને ઉત્સાહી રમેશ મ. શુક્લના સંપાદનનો લાભ મળી રહ્યો છે. તેથી પુસ્તકની આસપાસના એના જમાનાના સંદર્ભો અને સંપાદકોનો અભ્યાસલેખ એમાં ઉમેરાતા આવ્યા છે. ટ્રસ્ટના પ્રમુખ જયંત પાઠકની જહેમત અને ગુજરાત સાહિત્ય અકાદમીની તેમજ અન્ય મંડળોની આર્થિક સહાય એમાં બળ પૂરું પાડે છે. અહીં નર્મદના ‘કાવ્યશાસ્ત્ર સંબંધી ગ્રંથો’ અને ‘નર્મકથાકોશ’ જોઈએ.  

ગુજરાતી ભાષાના ૨૫૦૦૦ જેટલા શબ્દોને એકલે હાથે એકઠા કરી, સૌના અર્થ સાથે કોઈ ગુજરાતીને હાથે પહેલવહેલો ગુજરાતીકોશ બહાર પડ્યો હોય તો તે નર્મદનો ‘નર્મકોશ’ છે. આ નર્મકોશ તૈયાર કરતી વખતે નર્મદે કેટલાંક વિશેષ નામો, પાત્રો અને પૌરાણિક સંદર્ભોની સામગ્રી પણ એકઠી કરેલી. ‘નર્મકોશ' કરતાં કરતાં વધેલી આ સામગ્રીનો નર્મદે ‘નર્મકથાકોશ'માં ઉપયોગ કરી લીધો છે એવી અટકળ કરી શકાય એમ એના સંપાદક રમેશ મ. શુક્લનું માનવું છે.  

આપણે ત્યાં નર્મદ પહેલાં આખ્યાનકારો હતા, પુરાણીઓ હતા, કીર્તનકારો હતા, અને એ બધા શ્રોતાવૃંદની સામે રાત્રે આખ્યાનો કે કીર્તન મારફતે રામાયણ, મહાભારત, ભાગવતના પ્રસંગો રજૂ કરી પ્રજાનો વારસો જીવતો રાખતા હતા. પણ અંગ્રેજોના આવ્યા પછી સામાજિક વ્યવસ્થા બદલાઈ ગઈ. આખ્યાનકારો માણભટ્ટો અને પુરાણીઓ ભુલાવા માંડ્યા. આવે વખતે પ્રજા એના સંસ્કૃતિના વારસાથી વંચિત ન થઈ જાય અને થોડું ઘણું વાંચતા લખતા શીખેલી પ્રજા એનો વારસો વાંચી વાંચીને પચાવી લે એ માટે નર્મદે નર્મકથાકોશ રચ્યો. એમાં એણે રામાયણ, મહાભારત અને ભાગવતના કથા પ્રસંગો તો લીધા છે પણ સાથે સાથે ઐતિહાસિક પ્રસંગો અને પાત્રો ઉપરાંત દેશ, નગર, પર્વત, દિશા, રાશિ, નક્ષત્ર, નરક તીર્થસ્થાનોની પણ માહિતી એમાં મૂકી છે. વળી સંખ્યાવાચક શબ્દો અને આપણા તહેવારોની તિથિ તિથિ અંગેની જાણકારીને પણ નર્મદ ‘પર્વોત્સવતિથ્યાવલી'માં સમાવી લીધી છે.
આપણે ત્યાં નર્મદ પહેલાં આખ્યાનકારો હતા, પુરાણીઓ હતા, કીર્તનકારો હતા, અને એ બધા શ્રોતાવૃંદની સામે રાત્રે આખ્યાનો કે કીર્તન મારફતે રામાયણ, મહાભારત, ભાગવતના પ્રસંગો રજૂ કરી પ્રજાનો વારસો જીવતો રાખતા હતા. પણ અંગ્રેજોના આવ્યા પછી સામાજિક વ્યવસ્થા બદલાઈ ગઈ. આખ્યાનકારો માણભટ્ટો અને પુરાણીઓ ભુલાવા માંડ્યા. આવે વખતે પ્રજા એના સંસ્કૃતિના વારસાથી વંચિત ન થઈ જાય અને થોડું ઘણું વાંચતા લખતા શીખેલી પ્રજા એનો વારસો વાંચી વાંચીને પચાવી લે એ માટે નર્મદે નર્મકથાકોશ રચ્યો. એમાં એણે રામાયણ, મહાભારત અને ભાગવતના કથા પ્રસંગો તો લીધા છે પણ સાથે સાથે ઐતિહાસિક પ્રસંગો અને પાત્રો ઉપરાંત દેશ, નગર, પર્વત, દિશા, રાશિ, નક્ષત્ર, નરક તીર્થસ્થાનોની પણ માહિતી એમાં મૂકી છે. વળી સંખ્યાવાચક શબ્દો અને આપણા તહેવારોની તિથિ અંગેની જાણકારીને પણ નર્મદ ‘પર્વોત્સવતિથ્યાવલી'માં સમાવી લીધી છે.
નર્મદે ‘નર્મકથાકોશ' ને માહિતીકોશ તો બનાવ્યો પણ એને સંસ્કૃતિસાધન કોશ પણ બનાવ્યો. નર્મદનું માનવું માનવું હતું કે કથા પ્રસંગો અને મહાપુરુષોનાં ચરિત્ર જેવી રીતે સમજવા જોઈએ તેવી રીતે સમજવાથી અનેક સદ્ગુણશિક્ષા તથા વિધિવિધ રસાનંદ પ્રાપ્ત થાય છે અને આપણા પૂર્વજોના તર્ક, જ્ઞાન, માહિતીથી જે સાકાર થશે તે આપણા જાણ્યામાં આવે છે. એથી આગળ વધીને નર્મદ માને છે કે આથી ‘દેશ, દેશીરાજ્ય, દેશીધર્મ, દેશી રીતભાત ઈ. વિશે આપણને શુભાભિમાન ઉત્પન્ન થાય છે.’  

નર્મદે અહીં ‘નર્મકથાકોશ'માં આપણાં ચરિત્રોને કક્કાવારી પ્રમાણે આવરી લીધાં છે. અંશુમાનથી શરૂ કરીને હેડંબા સુધીનાં પાત્રો અને પાત્રો સાથે સંકળાયેલી કથા અહીં રજૂ થમાં છે. નર્મદે મુળ સંસ્કૃત પરથી આ બધું તૈયાર નથી કર્યું, પણ ગુજરાતી, મરાઠી, હિન્દી પુસ્તકો પરથી તૈયાર કર્યું છે. પણ તેથી તેનું મૂલ્ય ઘટતું નથી. નર્મદે રજૂઆત સંક્ષેપથી પણ ચોકસાઈથી કરેલી છે. વળી, એણે બોલચાલની તળપદી ભાષાના લહેકાઓ ઉમેરી કથાપ્રસંગોને રસાળ કર્યા છે. કૃષ્ણ, રામ, કર્ણ, પાંડવો પર લાંબા લખાણો આપ્યાં છે ‘કૃષ્ણ’ પરનું એનું લખાણ તો જુઓ. કૃષ્ણની બાળલીલા રજૂ કરતાં કહે છે : ‘ધનુક રાક્ષસને બળરામે માર્યો એના બીજા દાહાદે કૃષ્ણ એના વના એખલા જ વનમાં ગોચરાવવા ગયલા ત્યાં એવું થયું કે ગાયો ચરતી ચરતી કહીં દૂર જતી રહી ને ગોપ તેની ખોળમાં કૃષ્ણથી અળગા પડી ગયા.’ અહીં મૌખિક રીતે કથા કહેવાની પદ્ધતિનો નર્મદે લખાવટમાં કેવો લાભ લીધો છે તે જોઈ શકાય છે. એ જ રીતે ‘અગત્સ્ય'ની રજૂઆત કરતાં નર્મદે બૈરાઓના ગરબાને સંભારીને લખ્યું છે : ‘જે ઉ૫૨થી બૈરાંઓ ગરબામાં ગાય છે કે ‘જુઓ અગત્સ્યની માતા ગાગર, જેણે એક અંજળિ કીધો સાગર’ આ પંક્તિઓ મારફતે નર્મદે અગસ્ત્ય મુનિ કુંભમાંથી જન્મેલા એનો અને સમુદ્રનું આચમન કરી ગયેલા એનો પરિચય આપ્યો છે. ‘અક્રૂર’ની રજૂઆતમાં કહે છે કે, ‘ગોપીઓએ અક્રૂરને કહ્યું હતું કે તમે અક્રૂર નથી પણ ક્રૂર છો.’ આમ નર્મદનો ‘નર્મકથાકોશ’ પુરાણકથાઓની અને પૌરાણિકપાત્રોની માહિતી આપવા માટે આનંદ આપતી જીવંતશૈલીને ઉપયોગમાં લે છે.  

Line 17: Line 17:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૨૦
|next =  
|next = ૨૨
}}
}}

Latest revision as of 08:53, 10 June 2023

૨૧. નર્મકથાકોષ (નર્મદ)

આજનું સૂરત શહેર નવા નવા વિસ્તારોમાં વિકસી રહ્યું છે અને ધરમૂળથી એની કાયાપલટ થઈ રહી છે, એની સાથે જ એનું જે કાંઈ જૂનું છે, જે કાંઈ પુરાણું છે પણ જે સવા લાખનું છે, એની પણ સાચવણી થઈ રહી છે. સૂરતનું નામ દો અને નર્મદ યાદ આવે. નર્મદનું નામ દો અને આપણા અર્વાચીન જીવનનો અને સાહિત્યનો ધમધમાટ યાદ આવે. બધામાં નર્મદની પહેલ. નર્મદે નવા પ્રકારની કવિતાઓ કરી, એ ગદ્યકાર બન્યો અને પહેલો કોશકાર પણ બન્યો. ગુજરાતી પ્રજા, ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યનું ગૌરવ શું છે એ જાણવું હોય તો પહેલા નર્મદને મળો. આજે નર્મદને ગયાને એકસોતેર વર્ષનાં વહાણાં વાઈ ગયાં છે. જમાનો ખૂબ આગળ વધી ગયો છે પણ આ જમાનાની સઘળી જાહોજલાલી ગયેલા જમાનાની જાહોજલાલીના ખભા પર ટકેલી છે એ ભુલાવું ન જોઈએ. તેથી જ ગુજરાતના અર્વાચીન જગતના આદ્યપ્રણેતા નર્મદનું જે કાંઈ સાહિત્ય છે એની સાચવણમાં સૂરત લાગી ગયું છે. ‘કવિ નર્મદ યુગાવર્ત ટ્રસ્ટ પ્રકાશન' તરફથી નર્મદનાં અલભ્ય થયેલાં પુસ્તકો પ્રગટ થવા માંડ્યાં છે, અને તે પણ મોટે ભાગે ફોટોગ્રાફિક પ્રિન્ટમાં. તેથી નર્મદના જમાનાની મુદ્રણની શરૂઆત, એ જમાનાના ટાઇપ, એ વખતના ટાઇપોની ગોઠવણી, એ વખતની ભાષા એ બધું જ તમારી સામે આવીને ઊભું રહે છે. આ પ્રકાશન ફોટોગ્રાફિક પ્રિન્ટમાં છે તેથી જાણે કે પુસ્તક ખોલતામાં આપણે નર્મદના જમાનામાં પહોંચી જઈએ છીએ. નવી નવી ટેકનોલોજીથી વિકાસ પામતું સૂરત શહેર એની જૂની મૂડીને સાચવતું આગળ વધી રહ્યું છે એ આનંદની વાત છે. સૂરત આધુનિક બની રહ્યું છે, તો સૂરત સાંસ્કૃતિક રીતે ટકી રહેવાનું ભૂલ્યું નથી. કવિ નર્મદ યુગાવર્ત ટ્રસ્ટ પ્રકાશન તરફથી આજ સુધીમાં લગભગ ૧૬ મણકા એટલે કે સોળ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. આ પુસ્તકો આમ તો પુનર્મુદ્રણ છે અને નથી. પરંતુ એમને દૃષ્ટિસંપન્ન અને ઉત્સાહી રમેશ મ. શુક્લના સંપાદનનો લાભ મળી રહ્યો છે. તેથી પુસ્તકની આસપાસના એના જમાનાના સંદર્ભો અને સંપાદકોનો અભ્યાસલેખ એમાં ઉમેરાતા આવ્યા છે. ટ્રસ્ટના પ્રમુખ જયંત પાઠકની જહેમત અને ગુજરાત સાહિત્ય અકાદમીની તેમજ અન્ય મંડળોની આર્થિક સહાય એમાં બળ પૂરું પાડે છે. અહીં નર્મદના ‘કાવ્યશાસ્ત્ર સંબંધી ગ્રંથો’ અને ‘નર્મકથાકોશ’ જોઈએ. ગુજરાતી ભાષાના ૨૫૦૦૦ જેટલા શબ્દોને એકલે હાથે એકઠા કરી, સૌના અર્થ સાથે કોઈ ગુજરાતીને હાથે પહેલવહેલો ગુજરાતીકોશ બહાર પડ્યો હોય તો તે નર્મદનો ‘નર્મકોશ’ છે. આ નર્મકોશ તૈયાર કરતી વખતે નર્મદે કેટલાંક વિશેષ નામો, પાત્રો અને પૌરાણિક સંદર્ભોની સામગ્રી પણ એકઠી કરેલી. ‘નર્મકોશ' કરતાં કરતાં વધેલી આ સામગ્રીનો નર્મદે ‘નર્મકથાકોશ'માં ઉપયોગ કરી લીધો છે એવી અટકળ કરી શકાય એમ એના સંપાદક રમેશ મ. શુક્લનું માનવું છે. આપણે ત્યાં નર્મદ પહેલાં આખ્યાનકારો હતા, પુરાણીઓ હતા, કીર્તનકારો હતા, અને એ બધા શ્રોતાવૃંદની સામે રાત્રે આખ્યાનો કે કીર્તન મારફતે રામાયણ, મહાભારત, ભાગવતના પ્રસંગો રજૂ કરી પ્રજાનો વારસો જીવતો રાખતા હતા. પણ અંગ્રેજોના આવ્યા પછી સામાજિક વ્યવસ્થા બદલાઈ ગઈ. આખ્યાનકારો માણભટ્ટો અને પુરાણીઓ ભુલાવા માંડ્યા. આવે વખતે પ્રજા એના સંસ્કૃતિના વારસાથી વંચિત ન થઈ જાય અને થોડું ઘણું વાંચતા લખતા શીખેલી પ્રજા એનો વારસો વાંચી વાંચીને પચાવી લે એ માટે નર્મદે નર્મકથાકોશ રચ્યો. એમાં એણે રામાયણ, મહાભારત અને ભાગવતના કથા પ્રસંગો તો લીધા છે પણ સાથે સાથે ઐતિહાસિક પ્રસંગો અને પાત્રો ઉપરાંત દેશ, નગર, પર્વત, દિશા, રાશિ, નક્ષત્ર, નરક તીર્થસ્થાનોની પણ માહિતી એમાં મૂકી છે. વળી સંખ્યાવાચક શબ્દો અને આપણા તહેવારોની તિથિ અંગેની જાણકારીને પણ નર્મદ ‘પર્વોત્સવતિથ્યાવલી'માં સમાવી લીધી છે. નર્મદે ‘નર્મકથાકોશ' ને માહિતીકોશ તો બનાવ્યો પણ એને સંસ્કૃતિસાધન કોશ પણ બનાવ્યો. નર્મદનું માનવું માનવું હતું કે કથા પ્રસંગો અને મહાપુરુષોનાં ચરિત્ર જેવી રીતે સમજવા જોઈએ તેવી રીતે સમજવાથી અનેક સદ્ગુણશિક્ષા તથા વિધિવિધ રસાનંદ પ્રાપ્ત થાય છે અને આપણા પૂર્વજોના તર્ક, જ્ઞાન, માહિતીથી જે સાકાર થશે તે આપણા જાણ્યામાં આવે છે. એથી આગળ વધીને નર્મદ માને છે કે આથી ‘દેશ, દેશીરાજ્ય, દેશીધર્મ, દેશી રીતભાત ઈ. વિશે આપણને શુભાભિમાન ઉત્પન્ન થાય છે.’ નર્મદે અહીં ‘નર્મકથાકોશ'માં આપણાં ચરિત્રોને કક્કાવારી પ્રમાણે આવરી લીધાં છે. અંશુમાનથી શરૂ કરીને હેડંબા સુધીનાં પાત્રો અને પાત્રો સાથે સંકળાયેલી કથા અહીં રજૂ થમાં છે. નર્મદે મુળ સંસ્કૃત પરથી આ બધું તૈયાર નથી કર્યું, પણ ગુજરાતી, મરાઠી, હિન્દી પુસ્તકો પરથી તૈયાર કર્યું છે. પણ તેથી તેનું મૂલ્ય ઘટતું નથી. નર્મદે રજૂઆત સંક્ષેપથી પણ ચોકસાઈથી કરેલી છે. વળી, એણે બોલચાલની તળપદી ભાષાના લહેકાઓ ઉમેરી કથાપ્રસંગોને રસાળ કર્યા છે. કૃષ્ણ, રામ, કર્ણ, પાંડવો પર લાંબા લખાણો આપ્યાં છે ‘કૃષ્ણ’ પરનું એનું લખાણ તો જુઓ. કૃષ્ણની બાળલીલા રજૂ કરતાં કહે છે : ‘ધનુક રાક્ષસને બળરામે માર્યો એના બીજા દાહાદે કૃષ્ણ એના વના એખલા જ વનમાં ગોચરાવવા ગયલા ત્યાં એવું થયું કે ગાયો ચરતી ચરતી કહીં દૂર જતી રહી ને ગોપ તેની ખોળમાં કૃષ્ણથી અળગા પડી ગયા.’ અહીં મૌખિક રીતે કથા કહેવાની પદ્ધતિનો નર્મદે લખાવટમાં કેવો લાભ લીધો છે તે જોઈ શકાય છે. એ જ રીતે ‘અગત્સ્ય'ની રજૂઆત કરતાં નર્મદે બૈરાઓના ગરબાને સંભારીને લખ્યું છે : ‘જે ઉ૫૨થી બૈરાંઓ ગરબામાં ગાય છે કે ‘જુઓ અગત્સ્યની માતા ગાગર, જેણે એક અંજળિ કીધો સાગર’ આ પંક્તિઓ મારફતે નર્મદે અગસ્ત્ય મુનિ કુંભમાંથી જન્મેલા એનો અને સમુદ્રનું આચમન કરી ગયેલા એનો પરિચય આપ્યો છે. ‘અક્રૂર’ની રજૂઆતમાં કહે છે કે, ‘ગોપીઓએ અક્રૂરને કહ્યું હતું કે તમે અક્રૂર નથી પણ ક્રૂર છો.’ આમ નર્મદનો ‘નર્મકથાકોશ’ પુરાણકથાઓની અને પૌરાણિકપાત્રોની માહિતી આપવા માટે આનંદ આપતી જીવંતશૈલીને ઉપયોગમાં લે છે. થોકબંધ માહિતી દ્વારા સંસ્કૃતિને ભૂંસી રહેલા આજના ટેકનોલોજીના યુગમાં જૂના જમાનામાં સંસ્કૃતિસાધન બનેલો કોશ કરી સંસ્કૃતિસાધન બનવા તત્પર છે.