રચનાવલી/૯૭: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૯૭. પિંજર(અમૃતા પ્રીતમ) |}} {{Poem2Open}} દક્ષિણભારતની કમલા દાસની આત્મકથા ‘માય સ્ટોરી’એ અને ઉત્તરભારતની અમૃતા પ્રીતમની આત્મકથા ‘રેવન્યૂ સ્ટેમ્પે' ભારતભરમાં ચકચાર જગાવેલી, કારણ દક...")

No edit summary

(2 intermediate revisions by 2 users not shown)
Line 2: Line 2:

{{Heading|૯૭. પિંજર(અમૃતા પ્રીતમ) |}}
{{Heading|૯૭. પિંજર(અમૃતા પ્રીતમ) |}}

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/0/00/Rachanavali_97.mp3

૯૭. પિંજર(અમૃતા પ્રીતમ) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેષ દેસાઈ

{{Poem2Open}}
{{Poem2Open}}
દક્ષિણભારતની કમલા દાસની આત્મકથા ‘માય સ્ટોરી’એ અને ઉત્તરભારતની અમૃતા પ્રીતમની આત્મકથા ‘રેવન્યૂ સ્ટેમ્પે' ભારતભરમાં ચકચાર જગાવેલી, કારણ દક્ષિણની મલયાલમ અને અંગ્રેજીમાં લખતી નારીકવિએ અને ઉત્તરની પંજાબીમાં લખતી નારીકવિએ એમાં જીવનની કેટલીક નિખાલસ કબૂલાતો કરી છે. પંજાબી ભાષાની અમૃતા પ્રીતમને તો એમના કાવ્યસંગ્રહ ‘કાગજ ઔર કેન્વાસ'ને ૧૯૮૧નો જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળેલો છે. ૧૯૧૯માં જન્મેલી અમૃતા પ્રીતમે શરૂમાં નવી દુનિયા' માસિકનું અને પછીથી ‘આરસી' તેમજ ‘નાગફની' જેવા સામયિકોનું સંપાદન કર્યું છે. ભાગલા પહેલાં લાહોર ઑલ ઇન્ડિયા રેડિયો પર અને ત્યારબાદ આકાશવાણી દિલ્હી પર કામગીરી બજાવી છે. અમૃતા પ્રીતમે સાઠથી ઉપર પુસ્તકો લખ્યાં છે. એમાં કેટલીક નવલકથાઓ પણ છે. એમની પિંજર’ નવલકથાનો તો વિશ્વની અનેક ભાષામાં અનુવાદ થયો છે.
દક્ષિણભારતની કમલા દાસની આત્મકથા ‘માય સ્ટોરી’એ અને ઉત્તરભારતની અમૃતા પ્રીતમની આત્મકથા ‘રેવન્યૂ સ્ટેમ્પે' ભારતભરમાં ચકચાર જગાવેલી, કારણ દક્ષિણની મલયાલમ અને અંગ્રેજીમાં લખતી નારીકવિએ અને ઉત્તરની પંજાબીમાં લખતી નારીકવિએ એમાં જીવનની કેટલીક નિખાલસ કબૂલાતો કરી છે. પંજાબી ભાષાની અમૃતા પ્રીતમને તો એમના કાવ્યસંગ્રહ ‘કાગજ ઔર કેન્વાસ'ને ૧૯૮૧નો જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળેલો છે. ૧૯૧૯માં જન્મેલી અમૃતા પ્રીતમે શરૂમાં ‘નવી દુનિયા’ માસિકનું અને પછીથી ‘આરસી' તેમજ ‘નાગફની' જેવા સામયિકોનું સંપાદન કર્યું છે. ભાગલા પહેલાં લાહોર ઑલ ઇન્ડિયા રેડિયો પર અને ત્યારબાદ આકાશવાણી દિલ્હી પર કામગીરી બજાવી છે. અમૃતા પ્રીતમે સાઠથી ઉપર પુસ્તકો લખ્યાં છે. એમાં કેટલીક નવલકથાઓ પણ છે. એમની ‘પિંજર’ નવલકથાનો તો વિશ્વની અનેક ભાષામાં અનુવાદ થયો છે.
૧૯૪૭ની સાલના ભારત પાકિસ્તાનના ભાગલાના સમયને અમૃતા પ્રીતમે ‘પિંજર’માં જીવંત કર્યો છે. સદીઓથી જેને વતન ગણીને ચાલતા હોય એવા પરિવારોને માટે પોતાનું વતન રાતોરાત પરદેશ બની જાય, માણસો બેરહમ બની જાય, માનવતા મરી પરવારે, લોહીની નીકો અને લાશના ઢગલાઓ ખડકાઈ જાય. આવા પાશવી અત્યાચારો અને બળાત્કારો વચ્ચેથી અહીંથી ત્યાં અને ત્યાંથી અહીંની હેરાફેરીએ કેટકેટલા માણસોની લાગણીને હચમચાવી દીધી હશે. છૂટા પડતા અસંખ્ય માનવીઓનાં કેવાં કેવાં અંદરનાં જગત ઝૂંટવાઈ ગયાં હશે, એની તો કલ્પના કરી શકાતી નથી. અમૃતા પ્રીતમે ભાગલા વખતે નરી ખૂનરેજી વચ્ચે મુસ્લીમ અને હિન્દુ પરિવારના વિછૂટા પડતા કુટુંબીજનોની યાતના અને બંને પક્ષે પડેલી સમજ અને સંવેદનાને અદ્ભુત વાચા આપી છે.

‘પિંજર’ પૂરો નામની એક નારીની કથા છે. પંજાબના ગુજરાત જિલ્લાના છત્તોઆની ગામમાં શાહો પરિવારમાં જન્મેલી પૂરોને નાની ત્રણ બહેનો હતી. અનેક માનતા બાદ પૂરોને મોટી વયે એક ભાઈ પણ ઉમેરાયો હતો. ભાઈના આગમન પછી પૂરોના લગ્નની વાત ચાલી. એની સગાઈ નજીકના રોવાલ ગામના સમૃદ્ધ પરિવારના સુન્દર અને બુદ્ધિમાન રામચન્દ્ર સાથે થઈ. બહેનપણીઓ રામચન્દ્રનું નામ લઈ લઈ પૂરોને ખીજવતાં. એકવાર બહેનપણીઓ સાથે ફરતી પૂરોને રશીદ ભટકાઈ જાય છે. રશીદથી ગભરાયેલી પૂરોને જોઈને બહેનપણી પૂછે છે ‘કોઈ સિંહ ભટકાઈ ગયો કે?’ ત્યાં એક બહેનપણી બોલી ઊઠે છે : ‘સિંહ તો ખાલી ફાડી ખાય છે પણ રીંછ તો સ્ત્રીને મારવાને બદલે એની ગુફામાં ઉઠાવી જાય છે અને પોતાની પત્ની બનાવીને રાખે છે' પૂરો સાથે એવું જ થયું. રશીદ ઘોડા પર આવી ખેતરમાંથી પૂરીને પોતાને ત્યાં ઉઠાવી જાય છે.

Line 18: Line 32:

{{HeaderNav2
{{HeaderNav2
|previous =
|previous = ૯૬
|next =
|next = ૯૮