રવીન્દ્રનાથ-એક કવિનું શબ્દચિત્ર/1: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
હું આપની સમક્ષ રવીન્દ્રનાથ ટાગોર વિષે બોલવા ઊભો થયો છું. જો હું કહું કે તે માટેની ક્ષમતા હું ધરાવતો નથી તો તે મારી રૂઢિગત નમ્રતા ગણાશે. પણ મારે કબૂલ કરવું જ જોઈએ કે વિદ્વત્તાનો મારો દાવો નગણ્ય છે અને હું સાહિત્યને માત્ર સાહિત્ય તરીકે માણવાની અ-વિદ્વત્તાપૂર્ણ કુટેવ ધરાવું છું. અહીં ‘સાહિત્યને માત્ર સાહિત્ય તરીકે માણવાની’ વાત બહુચર્ચિત અને જર્જરિત રૂઢિપ્રયોગના અર્થમાં નથી કરતો; હું માત્ર એટલું જ કહેવા માંગું છું કે કોઈ પણ કાવ્ય કે વાર્તા સમજ્યા કે વિદ્વત્તાપૂર્વક સમાજાવ્યા વિના હું તેને માણી શકું છું. માટે, આવી વિદ્વાનોની સભામાં આધુનિક યુગના સૌથી વધુ જટિલ અને અનિર્વચનીય કવિને વિષે બોલવું, એ મારે માટે સન્માન તેમ જ સંકોચનો વિષય છે. મને લાગે છે કે આ વિદ્યાપીઠની પસંદગી મારા પર ઊતરવા માટે મારા રવીન્દ્રનાથની ભાષામાં લખેલા લેખો અને કાવ્યોનું પ્રકાશન જવાબદાર છે. દરેક વ્યવસાયની સફળતાની ચાવી ગુપ્ત હોય છે એમ સ્વીકારીએ તો કારખાનાનો અનુભવ અંતિમ ઉત્પાદનના મૂલ્યાંકનમાં સાનુકૂળ નથી થઈ પડતો? એમ જ છે અથવા તો હોવું જોઈએ; આ વિધાનના ટેકામાં મળી આવતા ઉદાહરણો જૂજ કે લજ્જાસ્પદ નથી. છતાં, ક્યારેક આ સાનુકૂળતા અવરોધ પણ બની જાય છે. કવિના સર્જનોથી કોઈ અતિ-પરિચિત હોઈ શકે કે પછી ખૂબ નજીક હોવા છતાં સમયની દૃષ્ટિથી નજીક ન હોઈ શકે; અથવા પોતાની તેમના પ્રત્યેની લાગણી જાણવા માટે કે તેની સચોટ અભિવ્યક્તિ માટે ખૂબ સંબંધિત કે ઋણી હોઈ શકે. અને રવીન્દ્રનાથની બાબતમાં મારી આ દશા છે.
હું આપની સમક્ષ રવીન્દ્રનાથ ટાગોર વિષે બોલવા ઊભો થયો છું. જો હું કહું કે તે માટેની ક્ષમતા હું ધરાવતો નથી તો તે મારી રૂઢિગત નમ્રતા ગણાશે. પણ મારે કબૂલ કરવું જ જોઈએ કે વિદ્વત્તાનો મારો દાવો નગણ્ય છે અને હું સાહિત્યને માત્ર સાહિત્ય તરીકે માણવાની અ-વિદ્વત્તાપૂર્ણ કુટેવ ધરાવું છું. અહીં ‘સાહિત્યને માત્ર સાહિત્ય તરીકે માણવાની’ વાત બહુચર્ચિત અને જર્જરિત રૂઢિપ્રયોગના અર્થમાં નથી કરતો; હું માત્ર એટલું જ કહેવા માંગું છું કે કોઈ પણ કાવ્ય કે વાર્તા સમજ્યા કે વિદ્વત્તાપૂર્વક સમજાવ્યા વિના હું તેને માણી શકું છું. માટે, આવી વિદ્વાનોની સભામાં આધુનિક યુગના સૌથી વધુ જટિલ અને અનિર્વચનીય કવિને વિષે બોલવું, એ મારે માટે સન્માન તેમ જ સંકોચનો વિષય છે. મને લાગે છે કે આ વિદ્યાપીઠની પસંદગી મારા પર ઊતરવા માટે મારા રવીન્દ્રનાથની ભાષામાં લખેલા લેખો અને કાવ્યોનું પ્રકાશન જવાબદાર છે. દરેક વ્યવસાયની સફળતાની ચાવી ગુપ્ત હોય છે એમ સ્વીકારીએ તો કારખાનાનો અનુભવ અંતિમ ઉત્પાદનના મૂલ્યાંકનમાં સાનુકૂળ નથી થઈ પડતો? એમ જ છે અથવા તો હોવું જોઈએ; આ વિધાનના ટેકામાં મળી આવતા ઉદાહરણો જૂજ કે લજ્જાસ્પદ નથી. છતાં, ક્યારેક આ સાનુકૂળતા અવરોધ પણ બની જાય છે. કવિના સર્જનોથી કોઈ અતિ-પરિચિત હોઈ શકે કે પછી ખૂબ નજીક હોવા છતાં સમયની દૃષ્ટિથી નજીક ન હોઈ શકે; અથવા પોતાની તેમના પ્રત્યેની લાગણી જાણવા માટે કે તેની સચોટ અભિવ્યક્તિ માટે ખૂબ સંબંધિત કે ઋણી હોઈ શકે. અને રવીન્દ્રનાથની બાબતમાં મારી આ દશા છે.


હમણાં જ બંગાળમાં પોતાને આધુનિક કહેડાવતા એક સામયિકે મારી રવીન્દ્રનાથ માટેની આંધળી ભક્તિની કડક આલોચના કરી. બીજાઓ મારો ઉધડો એટલા માટે લે છે કે હું રવીન્દ્રનાથને પૂરતું સન્માન નથી આપતો. આ બંને આક્ષેપો વિરોધાભાસી હોવાનું મને આશ્ચર્ય નથી થતું કારણ કે પહેલાં ઘણી વાર મને મને મૂર્તિપૂજક અને મૂર્તિભંજક કહેવામાં આવ્યો છે. આના પરથી કદાચ તમને ખ્યાલ આવશે કે મારો રવીન્દ્રનાથ સાથેનો સંબંધ કેટલો અંગત અને આગવો હશે. એ મજૂર અને માલિકનો તો છે જ, અને એક ક્ષુધાતુર વાંચક અને અક્ષય કવિનો પણ છે; પણ આ તો અમારા જટિલ અને જીવંત સંબંધના ગૌણ પાસા છે. હું તેની સરખામણી એક દસકાઓ પર્યંતના કે પછી જીવનભરના પ્રેમ સંબંધ સાથે કરી શકું જેમાં પ્રેમની કબૂલાત અને કજિયો પણ હોય, ઉદાસીનતા અને ગેરહાજરીના સમયગાળા પણ હોય, અનિવાર્યપણે સમાધાનમાં પરિણમતા વિપ્લવ અને વિરોધનો મિજાજ પણ હોય. અહીં સવાલ પસંદનો ન હતો કે ન હતો સ્વભાવના સામ્ય કે આકર્ષણનો; સવાલ હતો કોઈના એક સભ્ય અને સંસ્કારી શક્તિની શાબ્દિક અભિવ્યક્તિથી ઘડાવાનો અને મોટા ભાગનું જીવન એ એક માત્ર અનુભવમાં વીતાવવાનો. મને રવીન્દ્રનાથની કોઈ એક કવિતા કે કોઈ એક નાટક કે કોઈ એક નવલકથા ગમે છે કે નહીં તે એક ગૌણ વાત છે કારણ કે મને એક એવી પ્રભાવપૂર્ણ ભાવના છે કે જો રવીન્દ્રનાથ ન હોત તો હું પણ આજે જેવો છું તેવો ન હોત.
હમણાં જ બંગાળમાં પોતાને આધુનિક કહેડાવતા એક સામયિકે મારી રવીન્દ્રનાથ માટેની આંધળી ભક્તિની કડક આલોચના કરી. બીજાઓ મારો ઉધડો એટલા માટે લે છે કે હું રવીન્દ્રનાથને પૂરતું સન્માન નથી આપતો. આ બંને આક્ષેપો વિરોધાભાસી હોવાનું મને આશ્ચર્ય નથી થતું કારણ કે પહેલાં ઘણી વાર મને મને મૂર્તિપૂજક અને મૂર્તિભંજક કહેવામાં આવ્યો છે. આના પરથી કદાચ તમને ખ્યાલ આવશે કે મારો રવીન્દ્રનાથ સાથેનો સંબંધ કેટલો અંગત અને આગવો હશે. એ મજૂર અને માલિકનો તો છે જ, અને એક ક્ષુધાતુર વાચક અને અક્ષય કવિનો પણ છે; પણ આ તો અમારા જટિલ અને જીવંત સંબંધના ગૌણ પાસા છે. હું તેની સરખામણી એક દસકાઓ પર્યંતના કે પછી જીવનભરના પ્રેમ સંબંધ સાથે કરી શકું જેમાં પ્રેમની કબૂલાત અને કજિયો પણ હોય, ઉદાસીનતા અને ગેરહાજરીના સમયગાળા પણ હોય, અનિવાર્યપણે સમાધાનમાં પરિણમતા વિપ્લવ અને વિરોધનો મિજાજ પણ હોય. અહીં સવાલ પસંદનો ન હતો કે ન હતો સ્વભાવના સામ્ય કે આકર્ષણનો; સવાલ હતો કોઈના એક સભ્ય અને સંસ્કારી શક્તિની શાબ્દિક અભિવ્યક્તિથી ઘડાવાનો અને મોટા ભાગનું જીવન એ એક માત્ર અનુભવમાં વીતાવવાનો. મને રવીન્દ્રનાથની કોઈ એક કવિતા કે કોઈ એક નાટક કે કોઈ એક નવલકથા ગમે છે કે નહીં તે એક ગૌણ વાત છે કારણ કે મને એક એવી પ્રભાવપૂર્ણ ભાવના છે કે જો રવીન્દ્રનાથ ન હોત તો હું પણ આજે જેવો છું તેવો ન હોત.


મારી તમને એક ખાસ નોંધ લેવા નમ્ર વિનંતિ છે: હું રવીન્દ્રનાથ પછીની ત્રીજી પેઢીમાં આવું છું; હું વાંચતા શીખ્યો ત્યાં સુધીમાં રવીન્દ્રનાથનો સૂર્ય બંગાળી સાહિત્યમાં ઝળહળી રહ્યો હતો. મારી પેઢીના બીજાં બધાંની જેમ મારા ઘડતરનાં અગત્યના વર્ષોમાં હું તેમનામાં ડૂબી ગયો હતો અને આવો અનુભવ કરનારામાં અમે છેલ્લા હતા. પ્રાચીન તેમ જ પ્રશિષ્ટ સાહિત્ય અને અમારી વચ્ચે જેવું અંતર હતું તેવું કોઈ મોકળાશ અનુભવાય તેવું અંતર અમારી અને રવીન્દ્રનાથ વચ્ચે ન હતું. અમારો મુકાબલો એક એવા નિ:શંક મહાન લેખક સાથે હતો જેણે લગભગ સો જેટલાં ગ્રંથોથી બંગાળી સાહિત્યનું નવનિર્માણ કર્યું હતું અને હજી તેમનું ઘણું સર્જન બાકી હતું. તેમના પુસ્તકો જે કાંઈ કહેતાં તેના સિવાય બીજું કાંઈ પણ જાણ્યા વિના એેમના પુસ્તકો સડસડાટ વાંચી જતાં કિશોરાવસ્થામાં અમને શું સંવેદનો થતાં તેનું હું વર્ણન કરું - અમે કડીઓ અને શબ્દો મમળાવતા, એેમના છંદોના આરોહ અને અવરોહ સાથે કંપતા, તેમના ગદ્યની સોડમના સ્વપ્ન સેવતા અને જાણે બીજી બધી પ્રવૃત્તિની વચ્ચે તેમના તાલ પર ખચકાતા! જો કે અમે વયમાં નાના અને અપરિપક્વ હતાં, પણ અમને લાગતું કે તેમનું સાહિત્ય વાંચવામાં અમારો સમય સરસ રીતે પસાર થતો, અમે તેનાથી બદલાતાં જતાં હતાં અને જાણે સમગ્ર જગતનો અનુવાદ શબ્દોમાં થતો હતો. આખી ને આખી કવિતાઓ અમારામાં સમાઈ જતી અને નીકળવાનું નામ ન લેતી; નાટક ને વાર્તાનાં દૃશ્યો અમારી નિદ્રા અને પોપચાંની વચ્ચે ઘૂસી જતાં; સુંદર અને મધુર ભાષાના ઊજાસથી સામાન્ય અને ગૌણ પદાર્થો ઝળહળી ઊઠતા. એ દિવસોને યાદ કરતાં મને લાગે છે કે અમારી પેઢી પર રવીન્દ્રનાથનું ઋણ શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી; આજે એમ પણ લાગે છે કે અમે સૂર્યાસ્ત કે વર્ષાના વાદળ જોઈને થંભી જતાં કારણ કે એેમણે કહ્યું હતું કે તે સુંદર છે; અમારી વેદનાને એેમણે જ તીક્ષ્ણ બનાવી હતી અને અમારા આનંદને એેમણે જ સૂક્ષ્મ બનાવ્યો હતો અને અમને સમાજના એક એકમમાંથી એક વ્યક્તિ બનતાં શીખવ્યું હતું અને પ્રેમ નામનો ભીષણ શબ્દ હળવેથી બોલતા શીખવ્યો હતો. એ એક નવીન પ્રકારની સંવેદનશીલતા હતી, એક નવા જ પ્રકારનું અસ્તિત્વ, જેમાં એેમણે અમને ભૂસકો મારવા પ્રેર્યા હતા; અને અમે પ્રાણવાયુ માટે હવાતિયાં મારતા, અમારી સમગ્ર ક્ષીણ શક્તિથી પ્રયત્ન કરતા. અમે તો હજી હમણાં જ મધ્યયુગીન શિષ્ટ કલામાંથી બહાર નીકળ્યા હતા અને રવીન્દ્રનાથે અમને યુરોપીય સ્વચ્છંદતાના કોલાહલ અને તનાવનો પરિચય કરાવ્યો; એેમણે એકલે હાથે બંગાળી ભાષાને જગત સાહિત્યના મંચ પર પ્રસ્થાપિત કરી અને અમને જગતનો પરિચય કરાવ્યો. તો પછી મારી પેઢીનું કોઈ પણ એમનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકે કે પછી એેમને માટે અભિપ્રાય કેમ કરીને આપી શકે? મને લાગે છે કે અમે તો માત્ર એમનો સંપૂર્ણ સ્વીકાર જ કરી શકીએ અને કોઈ પણ આલોચકે તેમ ક્યારેય ન કરવું જોઈએ.
મારી તમને એક ખાસ નોંધ લેવા નમ્ર વિનંતિ છે: હું રવીન્દ્રનાથ પછીની ત્રીજી પેઢીમાં આવું છું; હું વાંચતા શીખ્યો ત્યાં સુધીમાં રવીન્દ્રનાથનો સૂર્ય બંગાળી સાહિત્યમાં ઝળહળી રહ્યો હતો. મારી પેઢીનાં બીજાં બધાંની જેમ મારા ઘડતરનાં અગત્યના વર્ષોમાં હું તેમનામાં ડૂબી ગયો હતો અને આવો અનુભવ કરનારામાં અમે છેલ્લા હતા. પ્રાચીન તેમ જ પ્રશિષ્ટ સાહિત્ય અને અમારી વચ્ચે જેવું અંતર હતું તેવું કોઈ મોકળાશ અનુભવાય તેવું અંતર અમારી અને રવીન્દ્રનાથ વચ્ચે ન હતું. અમારો મુકાબલો એક એવા નિ:શંક મહાન લેખક સાથે હતો જેણે લગભગ સો જેટલાં ગ્રંથોથી બંગાળી સાહિત્યનું નવનિર્માણ કર્યું હતું અને હજી તેમનું ઘણું સર્જન બાકી હતું. તેમનાં પુસ્તકો જે કાંઈ કહેતાં તેના સિવાય બીજું કાંઈ પણ જાણ્યા વિના એેમના પુસ્તકો સડસડાટ વાંચી જતાં કિશોરાવસ્થામાં અમને શું સંવેદનો થતાં તેનું હું વર્ણન કરું - અમે કડીઓ અને શબ્દો મમળાવતા, એેમના છંદોના આરોહ અને અવરોહ સાથે કંપતા, તેમના ગદ્યની સોડમના સ્વપ્ન સેવતા અને જાણે બીજી બધી પ્રવૃત્તિની વચ્ચે તેમના તાલ પર ખચકાતા! જો કે અમે વયમાં નાના અને અપરિપક્વ હતાં, પણ અમને લાગતું કે તેમનું સાહિત્ય વાંચવામાં અમારો સમય સરસ રીતે પસાર થતો, અમે તેનાથી બદલાતાં જતાં હતાં અને જાણે સમગ્ર જગતનો અનુવાદ શબ્દોમાં થતો હતો. આખી ને આખી કવિતાઓ અમારામાં સમાઈ જતી અને નીકળવાનું નામ ન લેતી; નાટક ને વાર્તાનાં દૃશ્યો અમારી નિદ્રા અને પોપચાંની વચ્ચે ઘૂસી જતાં; સુંદર અને મધુર ભાષાના ઊજાસથી સામાન્ય અને ગૌણ પદાર્થો ઝળહળી ઊઠતા. એ દિવસોને યાદ કરતાં મને લાગે છે કે અમારી પેઢી પર રવીન્દ્રનાથનું ઋણ શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી; આજે એમ પણ લાગે છે કે અમે સૂર્યાસ્ત કે વર્ષાના વાદળ જોઈને થંભી જતાં કારણ કે એેમણે કહ્યું હતું કે તે સુંદર છે; અમારી વેદનાને એેમણે જ તીક્ષ્ણ બનાવી હતી અને અમારા આનંદને એેમણે જ સૂક્ષ્મ બનાવ્યો હતો અને અમને સમાજના એક એકમમાંથી એક વ્યક્તિ બનતાં શીખવ્યું હતું અને પ્રેમ નામનો ભીષણ શબ્દ હળવેથી બોલતા શીખવ્યો હતો. એ એક નવીન પ્રકારની સંવેદનશીલતા હતી, એક નવા જ પ્રકારનું અસ્તિત્વ, જેમાં એેમણે અમને ભૂસકો મારવા પ્રેર્યા હતા; અને અમે પ્રાણવાયુ માટે હવાતિયાં મારતા, અમારી સમગ્ર ક્ષીણ શક્તિથી પ્રયત્ન કરતા. અમે તો હજી હમણાં જ મધ્યયુગીન શિષ્ટ કલામાંથી બહાર નીકળ્યા હતા અને રવીન્દ્રનાથે અમને યુરોપીય સ્વચ્છંદતાના કોલાહલ અને તનાવનો પરિચય કરાવ્યો; એેમણે એકલે હાથે બંગાળી ભાષાને જગત સાહિત્યના મંચ પર પ્રસ્થાપિત કરી અને અમને જગતનો પરિચય કરાવ્યો. તો પછી મારી પેઢીનું કોઈ પણ એમનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકે કે પછી એેમને માટે અભિપ્રાય કેમ કરીને આપી શકે? મને લાગે છે કે અમે તો માત્ર એમનો સંપૂર્ણ સ્વીકાર જ કરી શકીએ અને કોઈ પણ આલોચકે તેમ ક્યારેય ન કરવું જોઈએ.


તદુપરાંત, અમને રવીન્દ્રનાથને પ્રત્યક્ષ જોવાનો અને તેમને મળવાના પ્રસંગોનો લાભ મળ્યો હતો. અને એેમના વ્યક્તિત્વની યાદગીરી અનાસક્તિના માર્ગમાં અવરોધ રૂપ બની રહે છે. તે એક અદ્‌ભુત માણસ હતા, દ વીન્ચી અને ગુથેના સ્તરના, દેખાવડા, કદાવર, વિપુલ, સર્વતોમુખી, સમતુલિત; જાણે માણસો વચ્ચે સાક્ષાત્‌ ઈશ્વર! મેં કહ્યું તે અદ્‌ભુત હતા - હું કહેવા માંગતો હતો કે તેમણે પોતાને અદ્‌ભુત બનાવ્યા હતા.   
તદુપરાંત, અમને રવીન્દ્રનાથને પ્રત્યક્ષ જોવાનો અને તેમને મળવાના પ્રસંગોનો લાભ મળ્યો હતો. અને એેમના વ્યક્તિત્વની યાદગીરી અનાસક્તિના માર્ગમાં અવરોધ રૂપ બની રહે છે. તે એક અદ્‌ભુત માણસ હતા, દ વીન્ચી અને ગુથેના સ્તરના, દેખાવડા, કદાવર, વિપુલ, સર્વતોમુખી, સમતુલિત; જાણે માણસો વચ્ચે સાક્ષાત્‌ ઈશ્વર! મેં કહ્યું તે અદ્‌ભુત હતા - હું કહેવા માંગતો હતો કે તેમણે પોતાને અદ્‌ભુત બનાવ્યા હતા.