રવીન્દ્રનાથ-એક કવિનું શબ્દચિત્ર/4: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 6: Line 6:
રવીન્દ્રનાથની કવિતા માટેની મારી તૂટક તૂટક નોંધ જોતાં મને લાગે છે કે એક બીજી વાત પણ નોંધવી જોઈએ. મેં વાત કરી છે તેમના વિપુલ સાહિત્યની અને તેમની વિસ્તરિત સામગ્રીની, તેમની અખૂટ શક્તિની અને પાંડિત્યની - અને આટલું તો ઓછામાં ઓછું મારે કરવું જ જોઈએ. મેં એ પણ દર્શાવવાનો પ્રયત્ન કર્યો કે તેમનાં કાવ્યોમાં જુદા જુદા વર્ગોની શ્રેણી છે, જાણે કવિતાના સાત તબક્કા - કાવ્યમય ગદ્યથી માંડીને અગમ્ય ગર્ભિત અર્થપૂર્ણ અભિવ્યક્તિ. હવે મને લાગે છે કે તેમનાં સર્જનોના આ મહાકાય કદને કારણે તેની લાક્ષણિકતાઓ અસ્પષ્ટ થઈ જવાનો સંભવ છે. તેમના આ વિવિધ પાસાને કારણે એક ગૂંચવાડો ઊભો થઈ શકે અને એવો પણ સવાલ ઊઠે કે આ વૈવિધ્યમાં કોઈ ઐક્ય છે કે નહીં, આ બધા અલગ અલગ વિભાગોમાં કોઈ એક મધ્યવર્તી વિચાર વહી રહ્યો છે કે નહીં. આનો સ્પષ્ટ જવાબ હકારમાં છે. જેમ અત્યંત વિસ્તરિત મહાભારતમાં એક મધ્યવર્તી વાર્તાનો પ્રવાહ વહે છે જેને આદિ અને અંત છે, તેમ જ  પર્ણવિસ્તારથી છવાયેલા, ફેનિલ આવરણથી ઢંકાયેલા અને સદા વિકાસશીલ રવીન્દ્રનાથમાં પણ એક સુસંગત વાર્તાનો પ્રવાહ વહે છે જે રસપૂર્ણ બને છે તેની અસ્પષ્ટતાથી. આ છે તેમના જીવનની વાર્તા, તેમના અંગત, ખાનગી જીવનની વાર્તા, તેમના વાસ્તવિક અનુભવના અંધારા ખંડની વાર્તા. એક નાટક ભજવાઈ રહ્યું છે, પ્રેમ, વિયોગ અને પુનર્મિલનનું નાટક જેના નાયક તેમ જ નાયિકા તે પોતે જ છે અને આ સ્વામિની-પ્રેમીના સંબંધમાં શ્રેણીબદ્ધ રૂપાંતર થઈ રહેલું દેખાય છે. પડદો ઊંચકાય છે ‘માનસી’માં; અને ઘોષણા થાય છે ‘ગીતાંજલિ’માં અને આ બંને પુસ્તકો વચ્ચે માત્ર બે દસકાનો જ ગાળો છે. આમ જોતાં મુખ્ય વાર્તામાં વિક્ષેપ પાડતા મધ્યાંતરો હોવા છતાં આંતરિક નાટ્ય પ્રવાહની ગતિ સારી કહી શકાય. જો આ તરત જ સ્પષ્ટ ન થતું હોય તો તેને માટે બે કારણો જવાબદાર ગણાવી શકાય. એક તો રવીન્દ્રનાથની કલા જે તેમના પાત્રોને અર્ધ-નકાબમાં રાખે છે. બીજું કારણ છે તેમના દરેક પુસ્તકનાં ગૌણ કાવ્યો જેને કારણે આપણું ધ્યાન પ્રમુખ કાવ્યો પર કેંદ્રિત નથી થઈ શકતું. હવે આ નાટક આપણે સાથે જોઈશું.

પણ નાટક શરુ થાય તે પહેલાં મારે તમને કહેવું જોઈએ કે તમે રવીન્દ્રનાથ પાસેથી શાની અપેક્ષા ન રાખી શકો જેથી તમે એક નિવાર્ય નિરાશાના ભોગ ન બનો. રવીન્દ્રનાથ ક્યારેય આઘાત, તીવ્ર વેદનાપૂર્ણ સણકો કે કાવ્યમય ફટકો નથી આપી શકતા; એેમનાં કાવ્યો અત્યંત સંવેદનાશીલ હોય અને હૃદયના અંતરતમને સ્પર્શતાં હોય ત્યારે પણ ઉપરથી તો મૃદુ અને એેમણે અને જયદેવે ખૂબ ગાયેલા બંગાળના દક્ષિણના પવન જેવા કે પછી કીટ્‌સની ઋજુ રાત્રિ જેવાં હોય છે. તે ક્યારેય કઠોર કે ક્રૂર નથી હોતા; એેમની ભાષા મખમલ જેવી હોય છે. તે હંમેશા કાવ્યમય શબ્દો જ વાપરતા હોય છે; 'પેટ્રાર્ક' કે રોન્સાર્ડની માફક તે સુંદર કાવ્યો સૌંદર્ય સાથે સંકળાયેલા શબ્દોમાં જ લખતા. એેમના શબ્દો હંમેશા એકબીજાના પૂરક રહેતા, એકબીજા સાથે સુસંગત રહેતા, વિસંગત નહીં. એેમનામાં તમને ક્યારેય વિષમતાની લીલા કે વિસંગતિના વજ્રઘાત નહીં મળે કે પછી ઋગ્ણ ગુલાબ, મૃત આંખોનાં મોતી, ગારામાં લસણ અને રત્નમણિ કે પીડિત સમુદ્ર જોવા નહીં મળે. એમના ઝળહળતા આનંદધામમાં બર્ફીલી ગુફા કે યુદ્ધની ઘોષણાને કોઈ સ્થાન નથી. તે પરમ સુખદાયક સંગીતની તાન જેવા છે; બિલકુલ માર્વેલના ઉદ્યાન જેવા, જ્યાં ઠોકર પણ તરબૂચ ખવડાવે અને પુષ્પો લલચાવે! તે તમને આનંદવિભોર કરી શકે પણ ક્યારેય કોરડા વીંઝીને પીડશે નહીં. એમના સાહિત્યમાં સાંપ્રત ભાષાપ્રવાહનો અભાવ તમને ક્વચિત્‌ ખૂંચે પણ ખરો. એેમના જે જગતનું દર્શન તમને થાય છે તે ખેતીપ્રધાન સમાજનું કે પછી ભારતના પ્રશિષ્ટ યુગનું છે. વાંસળી, કમળ, ડાંગર, ગોવાળિયો, મેદાનોમાંથી પસાર થતી કેડી, વડનું ઝાડ, માટીનું કોડિયું, મહેલ, રાજા, રથ ઈત્યાદિ અનેક આવા પ્રતીકોથી એેમનાં કાવ્યો સભર છે કે એેમની હજારેક પંક્તિ વાંચ્યા પછી પણ ખ્યાલ ન આવે કે કવિએ તેમના જીવનનો મોટો ભાગ આધુનિક નગરોમાં જ વીતાવ્યો છે. એેમનાં કાવ્યોમાં સ્ત્રીઓની આંખો હરિણી જેવી હોય છે, તે પ્રસાધનમાં પરાગરજ અને ચંદન વપરતી હોય છે, તે દૂધ દોહતી કે પછી પુષ્પમાળા ગૂંથતી હોય છે, એેમના ખંડમાં માટીના કોડિયામાં દીવો બળતો હોય છે અને તે સવારે કોયલના ટહુકારથી જાગતી હોય છે. કાલિદાસની આ સજાવટ વ્યાપક છે<ref>‘વિજયા, મને નથી પસંદ તારો આ ફર્નીચરનો કવિ’ આમ કહ્યું હતું રવીન્દ્રનાથે વિક્તોરિઆ ઓકાંપોને, જ્યારે તેણે તેમને માટે બૉદલેરના 'લ ઈન્વિટશન ઑ વોયાજ'નો અનુવાદ કર્યો હતો. શ્રીમતી ઓકામ્પો આવા પ્રતિભાવની અપેક્ષા રાખતા ન હતા અને તેમને લાગ્યું કે તેમના અપૂરતા અનુવાદને કારણે કાવ્ય માણી ન શકાયું. જો તે બંગાળી વાંચી શકતા હોત તો તેમણે જોયું હોત કે રવીન્દ્રનાથના સાહિત્યમાં પણ ઘણું રાચરચીલું હતું પણ તે બધું જ જૂનુંપુરાણું અને સાહિત્યને લગતું હતું. મને લાગે છે કે આ સમયે સારામાં સારો અનુવાદ કે પછી મૂળ કાવ્ય પણ અસરકારક ન નીવડ્યું હોત કારણ કે રવીન્દ્રનાથને ફર્નીચર સામે વાંધો ન હતો પણ તેની આધુનિકતા તેમને ખૂંચતી હતી. </ref> - જ્યારે બાહ્ય સ્વરૂપ બદલાય ત્યારે પણ તેની અસર તો રહેતી જ હોય છે. રવીન્દ્રનાથની કે આપણી સમકાલીન સ્ત્રીઓની - તેમના યૌવનના સમયમાં દેખાતી ફેરી ચલાવતી સ્ત્રી, તેમની ડાંગરના ખેતરોમાં દેખાતી, કાળી આંખોવાળી, શ્યામ, સુપ્રસિદ્ધ કૃષ્ણકલિ, નવલકથા વાંચતી ‘સામાન્ય કન્યા’ જેનું દિવાસ્વપ્ન તે નોંધીને તેને માફ પણ કરે છે - જ્યારે વાત થાય છે ત્યારે પણ તે સર્વે જ શકુંતલાની સખીઓ જેવી નાજુક, મોહક અને મધુર અતીતમાં ખોવાયેલી હોય છે. આ ‘સામાન્ય કન્યા’ પહેલી વાર દેખાય છે ‘પુનશ્ચ’માં જે ૧૯૩૨માં પ્રગટ થયું હતું અને તેમના ગદ્યકાવ્યોનું પ્રથમ પુસ્તક હતું. અહીંથી જેને  એમનો અંતિમ તબક્કો કહેવાય છે તેનો આરંભ થયૉ હતો. આ સમયનાં કાવ્યોમાં આપણે નગર-જીવનનાં ઘણાં પાત્રો અને દૃશ્યો જોઈએ છીએ - ગરીબ કારકૂન, ઉકરડો, ટ્રામ ઈત્યાદિ. પણ આ બધાંનું વાસ્તવિકતામાં રૂપાંતર કે પરિવર્તન થતું નથી અને જાણે તે સમગ્ર વ્યાપમાં સહભાગી થતા હોય તેમ નથી લાગતું. તેમની શૈલી રોજબરોજની બોલચાલની ભાષા જેવી છે પણ તેની સાથે પડવો જોઈએ તેવો ફરક વાતાવરણમાં કે કાવ્યમય અભિવ્યક્તિમાં નથી પડતો. જાણે કવિનું કવિ તરીકેનું જીવન બીજે ક્યાંક ઊભરો રહ્યું છે; જે સૌંદર્ય તે જુએ છે અને અનુભવે છે તે આ ચાની કીટલી અને ટેલીફોનના યુગમાં ન હોઈ શકે અને નથી. તેમની આ લાક્ષણિકતા આપણે સ્વીકારવી જ રહી અને સાથે સાથે એ પણ સ્વીકારવું જોઈએ કે ક્યારેક ક્યારેક એેમના શબ્દોનો ખળભળાટ મચાવતો પ્રવાહ કાવ્યને ક્યાંય સુધી ખેંચી જશે – કાવ્ય અસ્પષ્ટ થઈ જાય અને પોતાનું બધું જ લૂંટાવી દઈને થાકી જાય ત્યાં સુધી!
પણ નાટક શરુ થાય તે પહેલાં મારે તમને કહેવું જોઈએ કે તમે રવીન્દ્રનાથ પાસેથી શાની અપેક્ષા ન રાખી શકો જેથી તમે એક નિવાર્ય નિરાશાના ભોગ ન બનો. રવીન્દ્રનાથ ક્યારેય આઘાત, તીવ્ર વેદનાપૂર્ણ સણકો કે કાવ્યમય ફટકો નથી આપી શકતા; એેમનાં કાવ્યો અત્યંત સંવેદનાશીલ હોય અને હૃદયના અંતરતમને સ્પર્શતાં હોય ત્યારે પણ ઉપરથી તો મૃદુ અને એેમણે અને જયદેવે ખૂબ ગાયેલા બંગાળના દક્ષિણના પવન જેવા કે પછી કીટ્‌સની ઋજુ રાત્રિ જેવાં હોય છે. તે ક્યારેય કઠોર કે ક્રૂર નથી હોતા; એેમની ભાષા મખમલ જેવી હોય છે. તે હંમેશા કાવ્યમય શબ્દો જ વાપરતા હોય છે; 'પેટ્રાર્ક' કે રોન્સાર્ડની માફક તે સુંદર કાવ્યો સૌંદર્ય સાથે સંકળાયેલા શબ્દોમાં જ લખતા. એેમના શબ્દો હંમેશા એકબીજાના પૂરક રહેતા, એકબીજા સાથે સુસંગત રહેતા, વિસંગત નહીં. એેમનામાં તમને ક્યારેય વિષમતાની લીલા કે વિસંગતિના વજ્રઘાત નહીં મળે કે પછી ઋગ્ણ ગુલાબ, મૃત આંખોનાં મોતી, ગારામાં લસણ અને રત્નમણિ કે પીડિત સમુદ્ર જોવા નહીં મળે. એમના ઝળહળતા આનંદધામમાં બર્ફીલી ગુફા કે યુદ્ધની ઘોષણાને કોઈ સ્થાન નથી. તે પરમ સુખદાયક સંગીતની તાન જેવા છે; બિલકુલ માર્વેલના ઉદ્યાન જેવા, જ્યાં ઠોકર પણ તરબૂચ ખવડાવે અને પુષ્પો લલચાવે! તે તમને આનંદવિભોર કરી શકે પણ ક્યારેય કોરડા વીંઝીને પીડશે નહીં. એમના સાહિત્યમાં સાંપ્રત ભાષાપ્રવાહનો અભાવ તમને ક્વચિત્‌ ખૂંચે પણ ખરો. એેમના જે જગતનું દર્શન તમને થાય છે તે ખેતીપ્રધાન સમાજનું કે પછી ભારતના પ્રશિષ્ટ યુગનું છે. વાંસળી, કમળ, ડાંગર, ગોવાળિયો, મેદાનોમાંથી પસાર થતી કેડી, વડનું ઝાડ, માટીનું કોડિયું, મહેલ, રાજા, રથ ઈત્યાદિ અનેક આવા પ્રતીકોથી એેમનાં કાવ્યો સભર છે કે એેમની હજારેક પંક્તિ વાંચ્યા પછી પણ ખ્યાલ ન આવે કે કવિએ તેમના જીવનનો મોટો ભાગ આધુનિક નગરોમાં જ વીતાવ્યો છે. એેમનાં કાવ્યોમાં સ્ત્રીઓની આંખો હરિણી જેવી હોય છે, તે પ્રસાધનમાં પરાગરજ અને ચંદન વપરતી હોય છે, તે દૂધ દોહતી કે પછી પુષ્પમાળા ગૂંથતી હોય છે, એેમના ખંડમાં માટીના કોડિયામાં દીવો બળતો હોય છે અને તે સવારે કોયલના ટહુકારથી જાગતી હોય છે. કાલિદાસની આ સજાવટ વ્યાપક છે<ref>‘વિજયા, મને નથી પસંદ તારો આ ફર્નીચરનો કવિ’ આમ કહ્યું હતું રવીન્દ્રનાથે વિક્તોરિઆ ઓકાંપોને, જ્યારે તેણે તેમને માટે બૉદલેરના ‘લ ઈન્વિટશન ઑ વોયાજ'નો અનુવાદ કર્યો હતો. શ્રીમતી ઓકામ્પો આવા પ્રતિભાવની અપેક્ષા રાખતા ન હતા અને તેમને લાગ્યું કે તેમના અપૂરતા અનુવાદને કારણે કાવ્ય માણી ન શકાયું. જો તે બંગાળી વાંચી શકતા હોત તો તેમણે જોયું હોત કે રવીન્દ્રનાથના સાહિત્યમાં પણ ઘણું રાચરચીલું હતું પણ તે બધું જ જૂનુંપુરાણું અને સાહિત્યને લગતું હતું. મને લાગે છે કે આ સમયે સારામાં સારો અનુવાદ કે પછી મૂળ કાવ્ય પણ અસરકારક ન નીવડ્યું હોત કારણ કે રવીન્દ્રનાથને ફર્નીચર સામે વાંધો ન હતો પણ તેની આધુનિકતા તેમને ખૂંચતી હતી. </ref> - જ્યારે બાહ્ય સ્વરૂપ બદલાય ત્યારે પણ તેની અસર તો રહેતી જ હોય છે. રવીન્દ્રનાથની કે આપણી સમકાલીન સ્ત્રીઓની - તેમના યૌવનના સમયમાં દેખાતી ફેરી ચલાવતી સ્ત્રી, તેમની ડાંગરના ખેતરોમાં દેખાતી, કાળી આંખોવાળી, શ્યામ, સુપ્રસિદ્ધ કૃષ્ણકલિ, નવલકથા વાંચતી ‘સામાન્ય કન્યા’ જેનું દિવાસ્વપ્ન તે નોંધીને તેને માફ પણ કરે છે - જ્યારે વાત થાય છે ત્યારે પણ તે સર્વે જ શકુંતલાની સખીઓ જેવી નાજુક, મોહક અને મધુર અતીતમાં ખોવાયેલી હોય છે. આ ‘સામાન્ય કન્યા’ પહેલી વાર દેખાય છે ‘પુનશ્ચ’માં જે ૧૯૩૨માં પ્રગટ થયું હતું અને તેમના ગદ્યકાવ્યોનું પ્રથમ પુસ્તક હતું. અહીંથી જેને  એમનો અંતિમ તબક્કો કહેવાય છે તેનો આરંભ થયૉ હતો. આ સમયનાં કાવ્યોમાં આપણે નગર-જીવનનાં ઘણાં પાત્રો અને દૃશ્યો જોઈએ છીએ - ગરીબ કારકૂન, ઉકરડો, ટ્રામ ઈત્યાદિ. પણ આ બધાંનું વાસ્તવિકતામાં રૂપાંતર કે પરિવર્તન થતું નથી અને જાણે તે સમગ્ર વ્યાપમાં સહભાગી થતા હોય તેમ નથી લાગતું. તેમની શૈલી રોજબરોજની બોલચાલની ભાષા જેવી છે પણ તેની સાથે પડવો જોઈએ તેવો ફરક વાતાવરણમાં કે કાવ્યમય અભિવ્યક્તિમાં નથી પડતો. જાણે કવિનું કવિ તરીકેનું જીવન બીજે ક્યાંક ઊભરો રહ્યું છે; જે સૌંદર્ય તે જુએ છે અને અનુભવે છે તે આ ચાની કીટલી અને ટેલીફોનના યુગમાં ન હોઈ શકે અને નથી. તેમની આ લાક્ષણિકતા આપણે સ્વીકારવી જ રહી અને સાથે સાથે એ પણ સ્વીકારવું જોઈએ કે ક્યારેક ક્યારેક એેમના શબ્દોનો ખળભળાટ મચાવતો પ્રવાહ કાવ્યને ક્યાંય સુધી ખેંચી જશે – કાવ્ય અસ્પષ્ટ થઈ જાય અને પોતાનું બધું જ લૂંટાવી દઈને થાકી જાય ત્યાં સુધી!

એેમની અને બદલાતી જતી દુનિયાની વચ્ચેના અંતરને રવીન્દ્રનાથ જોતા પણ હતા અને જાણતા પણ હતા. એમણે એકથી વધારે વખત આની વાત કરી છે. આ વાત સૌથી વધુ ચતુરાઈપૂર્વક એેમણે એેમની નવલકથા ‘શેષેર કવિતા’માં કરી છે. આ નવલકથા ૧૯૨૯માં પ્રગટ થઈ હતી અને મને તેમાં તત્કાલીન બંગાળી લેખકોની યુવાન પેઢીના બંડના અંશ દેખાય છે. અમિત રાય તેનો વ્યંગાત્મક નાયક છે જે નવો કવિ છે અને રવીન્દ્રનાથનો વિરોધી છે. તમારી સંમતિથી હું તેના એક ફકરાની ભાવાત્મક પ્રસ્તુતિ અહીં કરવા માંગું છું જેમાં આ નવા યુગનો કવિ ‘રવિ ઠાકુર’ની – તે પોતાના પુરોગામીને અનાદરપૂર્વક આ પ્રમાણે સંબોધે છે -સામે પોતાનો ઊભરો ઠાલવે છે.  