રવીન્દ્રનાથ-એક કવિનું શબ્દચિત્ર/4: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 24: Line 24:
આ પંક્તિઓ વાંચતાં ફરી એક વાર આ પ્રેમના પાત્ર માટે શંકા થાય છે. પુનર્જીવનની સંભાવના હિંદુ મગજમાં સદાને માટે હોય જ છે અને ભારતીય પ્રેમીઓ જન્મજન્માંતરના પ્રેમમાં દૃઢ શ્રદ્ધા ધરાવતા હોય છે. છતાં અહીં માનવીય અને ભૌતિક પ્રેમનું સ્થાન કોઈ અનંત અને શ્રેષ્ઠ ભાવે લીધું હોય તેમ લાગે છે. પ્રેમીઓ ‘પ્રતીક્ષા કરતા રાહની ધારે’ અને તેમનો ‘ચિરપ્રેમ ભેગો થતો પ્રિયના પગતળે’. ‘ગીતાંજલિ’ના સૂર નિ:શંક અહીં સંભળાઈ રહ્યા છે.

હવે પછીનું પુસ્તક, ‘શોનાર તરી’(૧૮૯૪). અહીં કવિ પ્રેમ અને પ્રકૃતિના ગળાડૂબ પ્રેમમાં છે. કવિતા તેમની નિયતિ છે એ સત્યથી તે હવે સભાન હોય તેમ લાગે છે. તેમની યૌવનની ઉદાસીનતા અને અસ્પષ્ટતા તે પાછળ મૂકી આવ્યા છે; તે હવે વધુ પરિપક્વ લાગે છે; તેમની કવિતા વધુ ચૂસ્ત દેખાય છે; તેમના શબ્દોમાં વધુ ચોકસાઈ અને ભાષામાં ઉજાસ પથરાયેલો દેખાય છે. અહીં રોમેન્ટીસીઝમ પૂર્ણ કળાએ ખિલેલું દેખાય છે - ઝાકળબિંદુ, તેજસ્વી હવા અને અશાંત અંતર - દૂરી ઈત્યાદિ.   આ પુસ્તકમાં સૂતેલી રાજકુમારી અને તેને જગાડવા રખડતા રાજકુમારને લગતાં શ્રેણીબદ્ધ કાવ્યો છે. આ વાર્તા ક્યારેક ત્રીજા પુરૂષમાં કહેવાય છે અને ક્યારેક પહેલા પુરૂષમાં. તેની શૈલીમાં સાદગી અને ચાતુર્ય તેમ જ હળવાશ અને જીવલેણ સાહસનો સુભગ સમન્વય થયો છે. આનાથી વધારે ઈન્દ્રીયજન્ય સમૃદ્ધિ, સનાતન તાજગી અને મોહક તાલ રવીન્દ્રનાથના સાહિત્યમાં સહેલાઈથી જોવા મળે એમ હું નથી માનતો. આ સામાન્ય અર્થમાં કહેવાતા પ્રેમ-કાવ્યો જ છે. પણ તેનું સૌંદર્ય જોતાં એમ લાગે કે જાણે સૂતેલી રાજકુમારી બંગાળી કવિતા છે જેનામાં પ્રાણ પૂરીને આપણા કવિએ પુનર્જીવિત કરી છે. કવિતા પણ એક આવેશ જ નથી જે તેમના બીજા બધા જ પ્રેમ પર આક્રમણ કરીને તેમનું પરિવર્તન કરે છે? જવાબ માટે આપણે જોવી પડશે પેલી ધોધમાર વહેતી ૩૩૮ પંક્તિનું અસંતૃપ્ત કાવ્ય, ‘માનસ સુંદરી’. આમ તો આ કાવ્ય સીધું જ પ્રેરણાદેવીને સંબોધીને લખાયું છે પણ પ્રેરણા અને પ્રિયતમા વચ્ચેના ભેદ જાણીને ભૂસી નખાયા છે. કવિ સલાહ આપે છે ‘કવિતા, કલ્પનાલતા’ને,  ‘પ્રિયતમા’ને,  ‘આજન્મ-સાધન-ધન, - આખું જીવન જેને સાધ્યું છે તે ધન’ને, પોતાની પાસે આવવા માટે, ‘વીણાને મૂકીને, બે ખાલી હાથમાં માત્ર આલિંગન ભરીને’, ‘ઉજ્જ્વલ રક્તવર્ણ સુધાપૂર્ણ અધરપુટે’ ચુંબન આપવા, ‘એકસાથે હસવા અને રડવા અને મનમાં આવે તે ધીરા મધુર સ્વરે કહેવા’. હવે તાન બદલાય છે. આ ‘પ્રથમ પ્રેયસી’ અને ‘ભાગ્ય-ગગનના સૌંદર્ય શશી’ને વાસ્તવિક આવરણમાં વર્ણવતાં જણાવે છે કે કવિ અને આ સ્ત્રી શૈશવના સાથી છે. તેમનો શૈશવનો સ્નેહ યૌવનના પ્રાંગણે પ્રેમમાં પરિપક્વ થયો અને રમતની ભેરુ ‘જીવનની અધિષ્ઠાત્રી દેવી’ બનીને આવી. ફરી એક વાર તે સરી જાય છે દૂર સુદૂરે.  તેનો ‘કોઈ પામી ન શકતું અંત’ અને ‘વિશ્વપાર છે તેની જન્મભૂમિ’ અને છે ‘એ જ સૌંદર્ય તટે, વાસના તીરે આપણા બેનું ઘર’. આમ સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે હાંફતી હાંફતી આગળ વધતી આ કવિતા એક ભાવોન્મત્ત સ્તુતિ છે પ્રેરણાદેવીની જે પ્રિયતમા પણ છે અને સૌંદર્યનો સિદ્ધાંત પણ છે. તેને માટેની કામના સદા ઉત્કટ અને અસંતૃપ્ત રહેવાની કારણ કે તે માનવ વાતાવરણમાં પ્રસ્તુત હોવા છતાં સનાતનનું ધુમ્મસ તેના પર છવાયેલું છે; એક વાર હતી જે ‘ગૃહ વનિતા’ તેનો આજે થયો ‘વિશ્વ કવિતા રૂપે ઉદય’.  ‘આવ પ્રિયે, ચાંપીને છાતીસરસો’ અંતિમ પંક્તિમાં આરંભની પ્રાર્થનાનું પુનરાવર્તન થાય છે પણ પ્રેમને સ્થાને તંદ્રા અને શાંતિની કામના છે અને કવિ તેની પાસે વિસ્મૃતિ અને મૃત્યુની અપેક્ષા રાખે છે.
હવે પછીનું પુસ્તક, ‘શોનાર તરી’(૧૮૯૪). અહીં કવિ પ્રેમ અને પ્રકૃતિના ગળાડૂબ પ્રેમમાં છે. કવિતા તેમની નિયતિ છે એ સત્યથી તે હવે સભાન હોય તેમ લાગે છે. તેમની યૌવનની ઉદાસીનતા અને અસ્પષ્ટતા તે પાછળ મૂકી આવ્યા છે; તે હવે વધુ પરિપક્વ લાગે છે; તેમની કવિતા વધુ ચૂસ્ત દેખાય છે; તેમના શબ્દોમાં વધુ ચોકસાઈ અને ભાષામાં ઉજાસ પથરાયેલો દેખાય છે. અહીં રોમેન્ટીસીઝમ પૂર્ણ કળાએ ખિલેલું દેખાય છે - ઝાકળબિંદુ, તેજસ્વી હવા અને અશાંત અંતર - દૂરી ઈત્યાદિ.<ref>આ જ વાતાવરણ ‘ચિત્રા’માં પણ આગળ વધે છે. પણ તે વધુ પડતું પરિપક્વ છે. આ અને બીજા પુસ્તકોમાં સુંદર કલ્પનાના પુષ્પો છે જે બ્રાહ્મોસમાજે અંગ્રેજ પ્રોટેસ્ટંટ પરંપરામાંથી ઉછીની લીધેલી રૂઢિચૂસ્તતાનો શિકાર બન્યા છે. આનું ઉદાહરણ મળે છે ‘વિજયિની’માં. અહીં એક નહાતી સ્ત્રીની કાયાનું વર્ણન પ્રેમપૂર્વક વિગતવાર કરવામાં આવ્યું છે. સ્નાનમાંથી નીકળતી આ સુંદરીની નિર્વસ્ત્ર કાયાને કામદેવ નિહાળી રહ્યા છે. જેવા તે તેને પોતાના પાંચ બાણ ધરવા જાય છે તેવા તે અચાનક અટકીને નતશિરે, પૂજાના ભાવથી તેમના બાણનો ભાથો તેના ચરણે ધરી દે છે. અમર કામદેવના આવા પરાજયનું કોઈ જ કારણ દેખાતું નથી કારણ કે આ તો સ્ત્રી માત્ર હતી, કોઈ ધ્યાનમગ્ન શિવ ન હતા!</ref> આ પુસ્તકમાં સૂતેલી રાજકુમારી અને તેને જગાડવા રખડતા રાજકુમારને લગતાં શ્રેણીબદ્ધ કાવ્યો છે. આ વાર્તા ક્યારેક ત્રીજા પુરૂષમાં કહેવાય છે અને ક્યારેક પહેલા પુરૂષમાં. તેની શૈલીમાં સાદગી અને ચાતુર્ય તેમ જ હળવાશ અને જીવલેણ સાહસનો સુભગ સમન્વય થયો છે. આનાથી વધારે ઈન્દ્રીયજન્ય સમૃદ્ધિ, સનાતન તાજગી અને મોહક તાલ રવીન્દ્રનાથના સાહિત્યમાં સહેલાઈથી જોવા મળે એમ હું નથી માનતો. આ સામાન્ય અર્થમાં કહેવાતા પ્રેમ-કાવ્યો જ છે. પણ તેનું સૌંદર્ય જોતાં એમ લાગે કે જાણે સૂતેલી રાજકુમારી બંગાળી કવિતા છે જેનામાં પ્રાણ પૂરીને આપણા કવિએ પુનર્જીવિત કરી છે. કવિતા પણ એક આવેશ જ નથી જે તેમના બીજા બધા જ પ્રેમ પર આક્રમણ કરીને તેમનું પરિવર્તન કરે છે? જવાબ માટે આપણે જોવી પડશે પેલી ધોધમાર વહેતી ૩૩૮ પંક્તિનું અસંતૃપ્ત કાવ્ય, ‘માનસ સુંદરી’. આમ તો આ કાવ્ય સીધું જ પ્રેરણાદેવીને સંબોધીને લખાયું છે પણ પ્રેરણા અને પ્રિયતમા વચ્ચેના ભેદ જાણીને ભૂસી નખાયા છે. કવિ સલાહ આપે છે ‘કવિતા, કલ્પનાલતા’ને,  ‘પ્રિયતમા’ને,  ‘આજન્મ-સાધન-ધન, - આખું જીવન જેને સાધ્યું છે તે ધન’ને, પોતાની પાસે આવવા માટે, ‘વીણાને મૂકીને, બે ખાલી હાથમાં માત્ર આલિંગન ભરીને’, ‘ઉજ્જ્વલ રક્તવર્ણ સુધાપૂર્ણ અધરપુટે’ ચુંબન આપવા, ‘એકસાથે હસવા અને રડવા અને મનમાં આવે તે ધીરા મધુર સ્વરે કહેવા’. હવે તાન બદલાય છે. આ ‘પ્રથમ પ્રેયસી’ અને ‘ભાગ્ય-ગગનના સૌંદર્ય શશી’ને વાસ્તવિક આવરણમાં વર્ણવતાં જણાવે છે કે કવિ અને આ સ્ત્રી શૈશવના સાથી છે. તેમનો શૈશવનો સ્નેહ યૌવનના પ્રાંગણે પ્રેમમાં પરિપક્વ થયો અને રમતની ભેરુ ‘જીવનની અધિષ્ઠાત્રી દેવી’ બનીને આવી. ફરી એક વાર તે સરી જાય છે દૂર સુદૂરે.  તેનો ‘કોઈ પામી ન શકતું અંત’ અને ‘વિશ્વપાર છે તેની જન્મભૂમિ’ અને છે ‘એ જ સૌંદર્ય તટે, વાસના તીરે આપણા બેનું ઘર’. આમ સ્વર્ગ અને પૃથ્વી વચ્ચે હાંફતી હાંફતી આગળ વધતી આ કવિતા એક ભાવોન્મત્ત સ્તુતિ છે પ્રેરણાદેવીની જે પ્રિયતમા પણ છે અને સૌંદર્યનો સિદ્ધાંત પણ છે. તેને માટેની કામના સદા ઉત્કટ અને અસંતૃપ્ત રહેવાની કારણ કે તે માનવ વાતાવરણમાં પ્રસ્તુત હોવા છતાં સનાતનનું ધુમ્મસ તેના પર છવાયેલું છે; એક વાર હતી જે ‘ગૃહ વનિતા’ તેનો આજે થયો ‘વિશ્વ કવિતા રૂપે ઉદય’.  ‘આવ પ્રિયે, ચાંપીને છાતીસરસો’ અંતિમ પંક્તિમાં આરંભની પ્રાર્થનાનું પુનરાવર્તન થાય છે પણ પ્રેમને સ્થાને તંદ્રા અને શાંતિની કામના છે અને કવિ તેની પાસે વિસ્મૃતિ અને મૃત્યુની અપેક્ષા રાખે છે.

મૃત્યુ: આ એક નવો સૂર વાગ્યો, એક નવું પાત્ર રંગમંચ પર દાખલ થાય છે. જોતજોતામાં તેનો વિકાસ થતો જાય છે અને તે પ્રેમ અને જીવન સાથે સમૂહ નૃત્ય શરુ કરે છે. યુવાન રવીન્દ્રનાથે એકદા ગાયું હતું: ‘મૃત્યુ નથી ચાહતો, જીવવું છે મારે માનવી સાથે આ પ્રકાશિત જગતમાં’; એ ક્ષણ ક્યાંય પાછળ રહી જાય છે. હવે તે જાણે છે કે મૃત્યુ પણ કુદરતનું અવિભાજ્ય અંગ છે અને માટે તે કહે છે: ‘ઓ મૃત્યુ, હું જાણું છું તું બાંધે છે ઘર મારા અંતરતમે, જ્યાં ફૂટી નીકળ્યાં છે મારા સ્નેહ-પ્રેમ’. જે કાવ્યની આ પહેલી પંક્તિ છે તેનું નામ છે ‘પ્રતીક્ષા’. જીવન પ્રતીક્ષા કરે છે મૃત્યુની, જેમ તે પ્રિયતમની કરે તેમ જ, પણ તેમાં અધીરાઈ નથી; તે થોડો વધારે સમય પણ માંગે છે પણ પ્રેમના અનુભવથી તે તૈયાર છે મૃત્યુના ચુંબન માટે જેનાથી ‘ફિક્કા પડી જતાં રક્ત અધર’. બીજા એક કાવ્ય – ‘ઝૂલન’- માં કવિ જીવનની સાથે મૃત્યુની રમત રમે છે. આ એક પ્રેમની પણ રમત છે; ઝંઝાવાતી રાત્રિનો એક પાગલ, કામુક, રોમાંચક અનુભવ, જેમાં કવિ ‘જીવન-વધૂ’ને ‘સુસ્તીના મીઠા સ્પર્શથી’ જગાડીને અંધકારમાં ખોઈ બેઠા પછી સ્પષ્ટ અને ઉત્કટ સ્વરૂપમાં મૃત્યુ - જે આવરણ દૂર કરે છે અને ઘુંઘટ ખોલે છે - દ્વારા પાછી મેળવે છે. આમાં મૃત્યુ ક્રિયાશીલ પાત્ર છે, તે પ્રેમી અને વરરાજા પણ છે. તેના વહીવટ વિના જીવન કે પ્રકૃતિ પોતાને પામી નથી શકતા. અહીં બીજા જ દસકામાં લખેલા એક કાવ્યનો ઉલ્લેખ કર્યા વિના હું રહી નથી શકતો. તેનું શીર્ષક છે ‘મરણ-મિલન’. અહીં જીવન અને મરણનો સંબંધ એક પવિત્ર લગ્નબંધન - શિવ અને પાર્વતીના - દ્વારા ઉજવાયો છે. તેનો ભાવ એટલો હૃદયંગમ અને બુદ્ધિગમ્ય છે કે આપણે બ્રહ્માંડના ઉત્સવ માટે સજાવેલા રંગમંચ પર યુગલને એકબીજાના બાહુપાશમાં અંતર્ધાન થતા જોઈએ છીએ. ‘જ્યાં અંધકારને અનુસરતો સમીર વહેતો તટવિહીન સાગરથી, ત્યાં ઊભેલી તરણી તારી લઈ જશે મને રક્તવર્ણા ઝંઝાવાતી પાણીની પાર, ઓ મરણ, હે મુજ મરણ.’ કવિ ‘મરણ-મિલન’ની અંતિમ કડીમાં આવી પ્રતિજ્ઞા કરે છે. નાવ અને સીમાહીન તરંગો આપણને પાછા લઈ જાય છે સોનેરી નાવ અને આ પુસ્તક – ‘શોનાર તરી’ - ના અંતિમ કાવ્ય પ્રતિ.

Line 37: Line 37:

હવે આપણે બીજા અંકમાં પ્રવેશ કરીશું જ્યાં એક યુવાન બંગાળી આલોચકના મત મુજબ આ સ્ત્રી અદૃશ્ય થાય છે અને તેનું સ્થાન બીજું કોઈ લે છે. પ્રેમી અને પ્રેમિકાના પાત્રો બદલાઈ જાય છે. કવિ સ્ત્રીપાત્ર ભજવે છે અને પ્રેરણામૂર્તિ, સ્વામિની, ‘માનસ-સુંદરી’ - સર્વે એક નર-ઈશ્વર, ‘જીવન-દેવતા’માં ઓગળી જાય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}